ફેશનની ABCD Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ફેશનની ABCD

‘ખજાનો’ના આ પહેલા અંકમાં ‘ફેશન ફંડા’માં જાણો ફેશનની અમુક બેઝિક વાતો. રોજબરોજના જીવનમાં કામ લાગશે !

ફેશનનો કક્કો નહીં, એ, બી, સી, ડી, એફ…

વસ્ત્ર પરિધાન કે પછી પોશાક ધારણ કરવાની ઢબ કે શૈલી, એટલે ફેશન. ગુજરાતીમાં ફેશન શબ્દનો સરળ અર્થ કાઢવાનો પ્રયત્ન કરીએ તો મજા આવે એવું નથી. આપણે તો ફેશન શબ્દને જ જાણે પોતાનો કરી મૂક્યો એમ છૂટથી વાપરીએ છીએ. હેં ને? જો કે ફેશન એ ફક્ત વસ્ત્રસજ્જા પૂરતું સીમિત ક્યાં છે? ઉપયોગમાં લેવાતી લગભગ હરેક પ્રચલિત વસ્તુ કે બાબતને ફેશન શબ્દ સાથે જોડી શકાય છે. એ દરેક બાબત જે સામાન્ય જીવન સાથે સંકળાયેલ છે એનો સીધો સંબંધ ફેશન સાથે જોડી જ શકાય છે.

આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પરિવાર સરસ મજાનું તૈયાર થઈને હોટેલમાં જમવા નીકળે. એ લોકોએ પહેરેલ નિતનવાં વસ્ત્રો પહેરીને સેલ્ફી પડાવે. આ ચલણ વધવાને લીધે, કપડાં, ફોન આસપાસનું હોટેલનું સુશોભન જેવી અનેક બાબતોમાં સુધાર આવે અને નવીનીકરણ થાય. આ તો એક નાનકડું ઉદાહરણ હતું. રાજનીતિમાં પણ જુઓને કેવા સફેદ, રંગીન જભ્ભા, કુર્તા અને બંડીઓ અને કોટીઓ પહેરાય છે! હવે વિચારો કે રાજકારણમાં શું જરૂર ફેશનની? પણ જે ચલણમાં હોય એ અપનાવાય જ છે! સામાજિક વલણ જોઈએ તો લગ્નપ્રસંગ હોય કે પછી કોઈ કાર્યાલય, જ્યાં જે શોભતું હોય ત્યાં તે પહેરાય. આપણે અનાયાસે જ ફેશનના રવાડે ચડી જ જઈએ છીએ. પછી રમતગમત હોય કે શાળા-કોલેજના વાસ્ત્રો અને અન્ય ઉપયોગી ચીજો. બજારમાં પણ એજ બધું મળવા લાગે છે જેનું ચલણ સર્વત્ર વધારે હોય.

ફેશનની એ, બી, સી, ડી, એફ… સમજવા જઈએ તો એક રમત જેવું લાગશે, તમને થશે આ તો હું જાણું જ છું, એમાં શું નવું? એ ફોર, અફ્ફોર્ડેબલ ! જે પણ વસ્ત્રપરિધાન કે રાચરચીલું અપનાવીએ, ખરીદીએ એ આપણને પોસાવું તો જોઈએને? આપણે પહોંચ કરતાં વધુ અને જરૂરિયાત કરતાં વધારે ખરીદ કરીએ છીએ. ઓનલાઈન ઈશોપ પર મળતું અધધ ડિસ્કાઉન્ટ અને મેઘામોલમાં લટકતાં લલચાઉ સેલના પાટિયાં આપણને એફોર્ડેબલનાં તત્વને નકારવા મજબૂર કરે છે અને આપણે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં ખરીદી કરી લઈએ છીએ.

બેલેન્સ, ફેશનમાં બેલેન્સ દરેક મુદ્દે જોઈએ તો કપડાંમાં તેના રંગ, રૂપ, ડિઝાઈન અને કાપડમાં સમતોલન છે કે નહીં એ ચોક્કસ જોવું રહ્યું. ક્યારેક કંઈક એવું લાગતું હોય છે કે કંઈક ખૂટે છે. એ શું ખૂટતું હોય એ આ બેલેન્સ છે! પછી ફેશનને ફકત કપડાં, ફર્નિચર કે એસેસરીઝને લઈને નહીં પણ પ્રવર્તમાન દરેક બાબતે સુમેળ હોય તો જ એ ટ્રેન્ડ હોય. એટલે કે એનું ચલણ વધારે હોય.

સી, અક્ષરને આપણે ક્લાસિફિકેશનમાં લઈએ. વર્ગીકરણ તો કરવું જ રહ્યું એ હાલમાં ચાલતું હોય એ બાબતનું. ક્યા વર્ગના લોકો શું વાપરવું પસંદ કરે છે, કેવું વાપરે છે, એમની માંગ અને એમની ખરીદશક્તિ તો ચોક્કસ સમજવી રહી. આજ ‘સી’ને આપણે કમ્ફર્ટ સાથે પણ ફેશન સંદર્ભે અચૂક લેવો પડે. જે માફક આવે, ખીસાને અને વ્યક્તિને એજ અપનાવવું એ સૂત્રને અનુસરીએ તો જ મેળ પડે. નહીં તો કૌઆ ચલા હંસ કી ચાલ લાગે.

ડિસન્સીનો અર્થ અહીં જરા અલગ રીતે જોઈએ તો ફેશન સાથે ડિસન્ટનો જાજો મેળ કરવો અઘરો લાગે. કારણ કે જેમને નવીન રાચરચીલું અને કપડાંનો શોખ રાખનાર વ્યક્તિ કેટલું વૈવિધ્ય ઇચ્છે છે એની પર છે. તેની વ્યક્તિગત પસંદગી, તેનું સામાજિક સ્થાન અને વ્યવસાય પર પણ નિર્ભર કરે છે. જેમ કે કોલેજમાં ભણતાં છોકરા-છોકરીઓએ અપનાવેલ ફેશનની સુઘડતા, એમણે વાપરેલ પરિધાન એમની ઉંમરને શોભે એવું જ હોય. સામે છેડે કોઈ બેંકમાં કામ કરતા કર્મચારી કે ડોક્ટર, વકીલના વ્યવસાયમાં પણ રંગબેરંગી વસ્ત્રો કોલેજમાં પહેરાતા કેઝૂઅલ વેર તરીકે ઓળખાતા વસ્ત્રો નથી પહેરાતા.

બીજું, હાલમાં જે ફેશન ખૂબ જ પ્રવર્તમાન હોય જેમ કે બહેનોમાં પ્લાઝા પહેરવાની કે અગાઉ ચાલેલી લૉ વેસ્ટ જીન્સની ફેશનમાં દસમાંથી ૭ સ્ત્રીઓ એ પ્રકારની ફેશનને અપનાવી હોય પરંતુ એમનું કદ, રંગ અને શરીરની ઉંચાઈ મુજબ એ શોભતું ન હોય તો એને અનુસરવું સલાહ ભર્યું નથી જ.

ફેન્ટસી, ખરેખર ફેશન શબ્દને પહેલું લાગુ પડે છે આ. કલ્પના માત્ર પ્રથમ પરિબળ છે. હાલમાં ચાલતો તબક્કો. જે આપણે મનમાં ધારીએ એ આપણાં સુધી પહોંચે એ જ ચલણ. પછી એ વપરાશમાં આવતું રાચરચીલું હોય કે વસ્ત્ર પરિધાન. અગાઉના તબક્કાને ધ્યાનમાં લઈને આવનાર ચલણનું અનુમાન કરવું એટલે ફેશન એનાલિસિસ. જે કલ્પનાશક્તિ અને તર્કબદ્ધતાથી કળી શકાય.

સિન્ડ્રેલાને આપણી સાત પેઢીમાંથી કોઈએ નથી જોઈ પરંતુ કેટલાંક ચિત્રો પરથી પરિકલ્પના કરીને એની આકૃતિ આપણા માનસમાં સ્થપાઈ છે અને એ પરથી અતિપ્રચલિત એવા ઇવનિંગ ગાઉન પહેરવાનું ચલણ કાયમ રહ્યું છે. એજ એની સફળતા છે.

આમ તો આખી અલ્ફાબેટને સાંકળીને આ રીતે ચર્ચા કરી જ શકાય. અહીં કલ્પનાને અટકાવીએ તો પ્રથમ પાંચ મુદ્દા જ ફેશનની પ્રાથમિકતા સમજવા પૂરતા છે. હેં ને?

● કુંજલ પ્રદીપ છાયા ‘કુંજ કલરવ’