પતરાંનો ડબ્બો Mahesh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતરાંનો ડબ્બો

પતરાનો ડબ્બો
વૈશાખ મહિનાનો ધોમ ધખતો તડકો પોતાની ચરમ સીમા પર હતો . જડ ચેતન બધું જાણે તાપમાં શેકવા મૂકી ઈશ્વર ક્યાંક ઝાડની છાયામાં સુવા જતા રહ્યા હોય તેમ આખી ધરા તાપમાં તપતી હતી . શહેરના બધા રસ્તા સુમસામ બની મૃત:પ્રાહ અવસ્થામાં સુઈ ગયા હતા. સૌ પોતપોતાના ઘરમાં પંખા નીચે તો કઈ એસી શરૂ કરી બારણાં બંધ કરી જાણે આખું શહેર ધોળા દિવસે સુઈ ગયુ હોય તેમ નીરવ શાંતિ તડકાંની ઓથમાં ફરી રહી છે . રસ્તા એટલા ગરમ થઇ ગ્યાતા કે મગ ચોખા પાણી ભરી તપેલી મુકો તો પાંચ મિનિટમાં ખીચડી તૈયાર થઈ જાય .
આવા બળબળતા બપોરે ….” એ ડબા બનવા ……” ની બૂમ પડી. બપોરનો ચીરતી એ બૂમે ઘણાના કાનમાં કાળો કેર વર્તાવ્યો. ખરા બપોરે આ કોણ રાડું પાડવા હાલી નીકળ્યું છે . સાંજે સુ ચૂંક આવતી હશે . ? કહી ઘણાને પલાળેલા કપડાના ડુસા વધુ જોરથી દબાવ્યા. વળી “પતરાના ડબા ….”અવાજ ગુંજી ઉઠ્યો.
ખખડધજાનંદ સાઇકલ લઈ એક આધેડ રસ્તા પર ચાલ્યા આવતા હતા . અંદર ઉતરી ગયેલી આંખો , તડકામાં પડી ગયેલો કાળો વાન , પગમાં રબરના ફાટેલા ચપ્પલ , ફાટેલું પેરણ છતાં મેહનતના ગર્વથી નિર્ભય બની ચાલી આવતી ચાલ . સાઇકલના પંખામાંથી કીચડ….કિચૂડ ….ના આવજો વાતાવરણને વધુ ભયંકર બનાવતા હતા .
“પતરાના ડબા ….” ની બુમો પાડતો એ આધેડ ચાલ્યો જતો હતો . ક્યાંક કોઈ ઘરમાંથી બહાર આવી ડબો આપે કે બનાવડાવે તો કંઈક દાડો સુજે . આશાભરી નજર શેરીના ઘરો પર નાખતો …કોઈ આવી ગરમીમાં ક્યાંથી બાર નીકળે એવું વિચારતો …..નિશાસા નાખતો એ ધીમા પગલાં પાડતો ચાલતો રહ્યો .
“એ ભાઈ …!” પાછળ રહી ગયેલા ઘરમાંથી અવાજ આવ્યો. જાણે ભગવાન સાક્ષાત આવી ગયા હોય એવા આનંદમાં એ આધેડ આવી ગયો . ને સાઈકલ ને તરત જ પાછળ ફેરવી નાખી . પળભર પેલા રાંક લાગતા આધેડમાં ના જાણે ક્યાંથી શક્તિનો સંચાર થયો . એ લગભગ દોડ્યો જ .
” હા . બેન . ડબા બનાવડાવશો ? ” આજીજી ભર્યા આવજે એ બોલ્યો.
” હા. પણ એક ડબાના કેટલા લેશો ? ” શહેર હતું ને ….તરત પૂછ્યું .
” પંદર રૂપિયા આપજો બેન ” આધેડ નજર ચોરતા ચોરતા બોલ્યો . આવા તડકામાં પચાસ પણ ઓછા પડે પણ આધેડ ગરાગ ગુમાવવા માંગતો નોહતો . એટલે એણે સાવ તળિયાનો ભાવ કહ્યો .
“ભલે ભાઈ .” કહેતી એ બાઈ અંદર જઇ તેલના પાંચ ડબા લઈ આવી . આધેડ પણ ગરાગ મળ્યાની ખુશી એના ચહેરા પર રમી રહી .સાઈકલના કેરિયર સાથે બાંધેલી થેલી છોડી . ચીંથરેહાલ થેલીમાંથી ચિપીયો . લોખંડનો એક ચોરસ ટુકડો , ઝીણકી હથોડી , એક લોખંડનો પાઇપ , ને બીજી પરચુરણ વસ્તુઓ કાઢી . અને આધેડ કામમાં લાગી ગયો . તડકામાં કામ કરતા થોડી જ વારમાં એના ભળે પ્રસ્વેદ બિંદુઓના મોતી નું તોરણ બંધાય ગયું .
આધેડની આવી દશા જોઈ ઘરની એ બાઈના મનમાં દયા ઉપજી આવી . એના હૈયામાંથી માનવતાએ હજી વિદાય નોતી લીધી . એ ધીમેથી આધેડ પાસે ગઈ અને થોડી અવઢવ સાથે પૂછ્યું.
” કાકા . ખાશો ? ” અચાનક અસ્વાભાવિક પ્રશ્ન પૂછતા એક ઘડી તો એના હાથ અટકી ગયા . પછી સામે નજર કરી તો એની દીકરીની ઉમરની બાઈ એને ખાવાનું પૂછતી હતી. એ કઈ બોલી ના શક્યો . ગળામાં આવેલા ડુમાને દબાવી એણે માત્ર માથું હલાવ્યું . એની આંખોમાં કોઈ અજણ્યો સંતોષ ડોકિયું કરો ગયો .
થોડી જ વારમાં એક થાળીમાં શાક , રોટલી , છાસ અને પાણીનો ગ્લાસ આવી ગયો . થાળી પર નજર જતા જ આધેડની નજર ત્યાં જ અટકી ગઈ . બાઈ પણ સમજી ગઈ હોય તેમ પેલા જમી લો કાકા પછી કામ કરજો . ને આધેડ ત્યાં જ દરવાજા પાસે જ જમવા બેસી ગયો . કોણ જાણે કેટલાય દિવસો પછી એણે ખાધું હશે ?
થોડીવારમાં એ જમતો અટકી ગયો . કોઈ વિચારમાં પડી ગયો . પછી સંકોચાતા એ બોલ્યો .,” દીકરી એક પલાસિટીક ની કોથળી આપીશ દીકરી ? ”
“કેમ ?”
” બેટા . ઘરે એક દીકરી છે . આખા દીની ભૂખી હશે . તો…..થોડું આમાંથી લઈ…..જ…..વ” કેહતા તો એની જીભ થોથવાઈ ગઈ . પણ માનવતા એના પુરા જોરમાં હતી .
” તમે જમી લો . એના માટે હું અલગથી ભાણું તૈયાર કરી આપું છું ”
” ભગવાન તને સુખી રાખે દિકરી . ” આશીર્વાદ આપતો એ આધેડ જમવા લાગ્યો .
જમીને વળી એ કામે લાગ્યો .
” કાકા આ પતરાના ડબાનું શુ કરો છો? ” જાણે બાપને પૂછતી હોય તેમ એ બોલી પડી.
” બેટા . એને વેચી દવ છું . ને ક્યારેક વધુ ડબા મળે તો એનાથી મારુ ઘર બનાવું છું . પતરાના ડબાને સીધા કરી એને બીજા સાથે જોડી એની જ દીવાલ , બારણું , બારી બનાવું છું . એમા જ મારી દીકરી ને હું રેવી છી . એની મા તો એને નાની મૂકી જતી રહી હવે…….” આગળ તો એ બોલી પણ ના શક્યો .
” અમારા ઘરના તેલના ડબાના આ ઘર બનાવે છે ” વિચારી એ બાઈ પણ સુનમુન થઈ ગઈ . એના ડબા તૈયાર થઈ ગયા . પેલી બાઈએ એ આધેડ ને પાંચસો રૂપિયાની નોટ આપવા માંડી . પણ આધેડ બોલ્યો .,” બેટા . આ દયાભાવ જાળવજે .પણ હું માત્ર મહેનતનું ખવ સુ. હરમના પૈસા મને ના ખપે દીકરા . મારી મહેનતના પૈસા આપી દે. “
ને એ આધેડ પોતાના પૈસા લઈ ચાલતો થયો. એની ઈમાનદારી અને મેહનતનો જીવતો દેહ જતા એ બાઈ બસ અમિનેશ જોઈ રહી .
દૂરથી અવાજ આવતો હતો….”..પતરાનો ડબો …….”