100 Aavish books and stories free download online pdf in Gujarati

૧૦૦ ટકા આવીશ

આજે ફરીવાર મહાદેવે કાનજીને ફોન કર્યો .

" હેલો ....કાનો છે ? "

" તમે કોણ બોલો ? "

" એ ભાવનગરથી મહ્દેવ બોલું...!"

" એ આપું હોં....!" લો....તમારો ફોન છે કહેતા ફોન કાનજીને દેવી ગયો .

' હા , ભાઈ બોલ . '

' કવ છું , યાદ તો છ્હે ને ...'

' હા...યાદ છે ... '

' તો બસ પોગી જજે ...'

' ચિંતા ન કરીશ ....હું આવવાનો જ છું ....તું મારા લગ્નમાં આવ્યો તો એટલે મારે તો આવવું જન પડશે ને ,....! '

' નાં , ભાઈ . એમ ન્ય . આવવાનું મન થાય તો જ ,.હા ..આવવું પડે એવું નહી ...'

' ઠીક . તો તો હું આવવાનો જ છું . ૧૦૦ % આવીશ ! '

' ભલે તારે ..રાખું છું . વેળાસર આવી જજે . '

અને બેય બાજુ ફોન મુકાઈ ગયા . બસ મહાદેવના ઘરે ફોનમાં કેટલું બેલેન્સ ઓછું થયું એ જોવાયું ને પેલી બાજુ કાનજીએ ફોન મુકતા મુકતા કઈ ન સમજાય એવુ હાસ્ય કર્યું .

' બસ દોઢ જ કપાણો ..,' ને એ નાની એવી ઓરડીમાં ઢાળેલા ખાટલામાં આડા પડખે થયો . થોડા દિવસ બાદ મહાદેવની સગાઈ થવાની હતી . બધા મિત્રોને રૂબરૂ તો રૂબરૂ ને ફોન થી આન્ત્રણ આપવામાં આવી રહ્યા હતા . લગભગ બધી તૈયારી પૂરી થઇ ગઈ હતી . મહાદેવ ખાટ્લા પર પડ્યો ને થોડી વાર માં જ એની સામે કેટલાક દ્રશ્યો આવી ઉભા રહી ગયા , આમેય ઘણી વાર કૈક કામ કરતા કોઈ વાર ઘણી બધી યાદો આપની સામે આવી જતી હોય છે , કાનજી સાથે વાત કરતા કરતા વિસરાયેલી કેટલીક યાદો વગર પ્રયત્ને તાજી થઈ ગઈ .
★★
કાનજી ને મહાદેવ સાથે અભ્યાસ કરતા હતાં . આમ તો બારમા ધોરણ સુધી એ એકબીજાને ઓળખતાં પણ ન હતાં પણ બારમા ધોરણ બાદ આઈ. ટી. આઈ.માં બન્ને ભેગા થઈ ગયા હતાં . રાજકોટ જેવાં શહેરમાં ભેગા થયેલાં કાનજી અને મહાદેવ વચ્ચે આમ તો કોઈ સમાનતા ન હતી પણ બન્ને વચ્ચે ભિન્નતા કદાચ વધું હતી . કાનજી એનાં ડોકટર પિતાનો એક નો એક દીકરો હતો તો મહાદેવ એનાં પિતાનાં ત્રણ દિકરાઓમાં સૌથી મોટો હતો ને જવાબદારી વાળો પણ ખરો !
શરૂઆત માં તો આમેય મહાદેવના અંતર્મુખી સ્વભાવના કારણે એનાં. મિત્રો બહુ ઓછા હતાં . એમાંય હવે કારકિર્દી માટેનો સમય હતો તો એ કોઈ મિત્ર વર્તુળમાં ફાંકા બાજી કરી કોઈ સાથે ભળતો નહીં .
પણ એક દિવસ ની ઘટનાએ બન્ને ભિન્ન વ્યક્તિત્વ વાળા વ્યક્તિ ને મિત્રો બનાવી દીધા .
થયુ એવું કે મહાદેવ ના ક્લાસમાં એક કેતન કરીને છોકરો હતો. અચાનક એને કોઈ તકલીફ થઈ ને એ બેભાન જેવો થઈ ગયો. તાબડતોબ મહાદેવ અને કાનજી એને દવાખાને લઈ ગયા . હતાં તો ઘણા બધા પણ લઈ જવાવાળા તો બે જ નિકલ્યા .
દવાખાને ખબર પડી કે કેતન ને તો ખૂબમોટી બીમારી છે . તેનાં હૃદયમાં કાણું છે. દર મહિને એને ઇન્જેક્શન લેવું પડે છે. પણ આ વખતે એ અહીં આવ્યો ને ...
તકલીફ હતી . એ તકલીફ એ કે દવાખાને ઇન્જેક્શન તો એનું કાર્ડ બતાવી આપી દે પણ સાથે એક માણસ જોઈએ . એની સહી વગર ઇન્જેક્શન ન દેવાય . ને અહી કોણ આવે ? ને આવવા તૈયાર પણ થાય પણ સહી...એને કંઈ થઈ ગયું તો...?
ને કેતન ની આર્થિક સ્થિતિ એટલી સારી તો ન જ હતી કે એનાં છેક ઉના થી એનાં કોઈ વાલી દર મહિને આવી શકે ...એટલા માટે ...આજે એ બે ભાન થઈ ગયેલો....
પણ હવે એને આરામ હતો.
થોડી વાર પછી એ ભાનમાં આવ્યો .મહાદેવ ને કાણજીને જોઈ એ આભારવશ બન્ને ને જોઈ રહ્યો .

★★★★
આ પ્રસંગ પછી દર મહિને કેતન સાથે બે જણા જતાં . સહી કરવા. એક મહાદેવ ને એક કાનજી....
ને એ જ મુલાકાતોમાં બન્ને વચ્ચે મિત્રતા પાંગરી ને ઉછરી...

એકબીજા સામે પણ ન જોનારા એક સાથે રહેવા લાગ્યા . બીજા કોઈ સાથે વાત પણ ન કરનારો મહાદેવ ઘણી અંગત વાતો પણ જરવા લાગ્યો . ઘરની , આગળના ભવિષ્યના વિચારોની , ક્યારેક ક્લાસમાં આવતી સૌથી સુંદર છોકરીની..વગેરે વગેરે ઘણી બધી વાતો ને દર મહિનાની દવાખાનાની મુલાકાત એક અલગ જ મૈત્રી ના નિર્માણમાં આગળ વધવા લાગી .
ઘણી બધી યાદો એ બે વર્ષોમાં બંને ને મળી...પણ આખરે ...બે વર્ષ બાદ સૌ સૌના જીવનમાં ગોઠવાય ગયા.
ધીમે ધીમે રોજ આવતાં ફોન અઠવાડિયે આવતાં થયા જે પછી મહિને ને પછી માત્ર હેપી ન્યુ યર કહેવા પુરતાં મર્યાદિત થઈ ગયા.
કાનજીને કોઈ ચિંતા નોહતી . એને તો બસ એની મિલકત સંભાળવાની હતી. તો એનાં લગ્ન પણ સમય મુજબ થઈ ગયા. કાનજી એ મહાદેવ ને આમંત્રણ આપેલું . ને બન્ને ચાર વર્ષ બાદ ફરી વાર મલ્યા . લગ્ન માં કદાચ મહાદેવ વધુ ખુશ હતો. .
......
જિંદગી આગળ વધતી ગઈ. મહાદેવની કારકિર્દી સાથે એની કસોટીઓ પણ શરૂ થઈ. ને એ કસોટીમાં એનું મકાન વેચાઈ ગયું . મકાન વેચાયાની ખબર બાદ થોડાં ઘણાં ફોન જે આવતાં હતા એ પણ બંધ થયાં .
ફેસબુક પર દરરોજ મહાદેવ એ આઈ. ટી. આઇ ના મિત્રોના ગૃપમાં ફોટા જોતો . મિત્રતા ના કેટલાં મનોહર તસ્વીર એમાં હતી . એ મનોમન ખુશ થતો કે એને કેટલા મિત્રો મળ્યા છે....
..........
આજે આઈ. ટી. આઈ. ના આઠ વર્ષ બાદ એની સ્થિત કંઈક સુધરી તો એની સગાઈ થવાની હતી...તક એણે બધાને આમંત્રણ આપ્યું...ને હવે એ મિત્રોની રાહ જોઈ રહ્યો હતો.
સગાઈના દિવસને એક જ દિવસની વાર હતી. કાલે સવારમાં સગાઈ હતી. આજે જ મિત્રો આવવા જોઈએ. નહિતર કાલે તો કોઈ સવારમાં કઈ રીતે પોહચી શકે ?
સાંજ થવા આવી પણ કોઈનો અણસાર કળાયો નહિ. બીજા તો ભલે..પણ કાનજી...???!!!
એ તો આવવો જ જોઈએ..
ને એણે ફોન લગાડ્યો....
રિંગ વાગી .
રિંગ જેટલી જોરથી વાગતી હતી...
એટલું જ જોરથી મહાદેવનું હૃદય ધબકી રહ્યું હતું .
.....રિંગ વાગી...પણ....

. ....અચાનક ફોન ઉપડયો...
' તમારે જવાનું નથી...? '
' ક્યાં...? '
' મહાદેવ ભાઈની સગાઈમાં ....! '
' ....શું જાવ....? '
' કેમ ...મિત્ર છે ને તમારાં....! '
' હા...એ તો છે ..જ પણ હવે તો એની પાસે એક મકાન પણ નથી...ખબર નય ક્યાં સગાઈ રાખી હશે. ..કોને ખબર....ઇયા જઈને એને શું અગવડ કરાવવી...એટલે ..નથી...જવાનો...! '

' હ....પણ પેલાં ફોન તો જો કોનો છે....? '

પણ ફોન કપાઈ ગયો હતો ને સામેનો માણસ પણ !

મહાદેવ કંઈક અનુભવી રહ્યો.. એનાં ચેહરા પરના ભાવ ઘડીબેઘડી બદલાયા...પણ પછી થોડી વાર પછી ..એ ઉભો થ્યોને બાકીની તૈયારી પુરી કરવા લાગ્યો...

થોડી વાર પછી મહાદેવનાં ફોનમાં કાનજી ...નામ ચમકયું પણ મહાદેવે લીલું બટન દબાવ્યું નહીં.

---.......
બીજાં દિવસે એની સગાઈ થઈ...
.....
ત્રીજા દિવસે ' એક જ વાડીના ફૂલ ' નામનાં ફેસબુક ગ્રુપમાંથી મહાદેવ નામનો સભ્ય નીકળી ગયો...
' આજે પણ મિત્રોની પોસ્ટ ફેસબુક વાંચતા વાંચતા એને એક વાક્ય જરૂર થી યાદ આવે છે....
' ૧૦૦ % આવીશ ! '

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED