ખોટો રસ્તો KulDeep Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોટો રસ્તો

લોસ એન્જેલસ, કેલીફોર્નિયા

       ડેવિડ અને રેવન પતિ પત્ની છે. બંને ના લગ્ન થયે પાંચ મહિના થઈ ચૂક્યા છે. ડેવિડ એક કારખાના માં નાઈટ વોચમેન ની નોકરી કરતો હતો. પરંતુ ખોટ માં જવા ના કારણે હવે તે કારખાનું બંધ થઈ ગયું છે. માટે ડેવિડ નવી કોઈ નોકરી ની શોધ માં છે. તેની પત્ની એ કહ્યું કે ,” ડેવિડ, ક્યારેય જીવન માં હાર માનવી નહીં, એક દિવસ સારી નોકરી જરૂર મળશે”. લોસ એન્જેલસ માં નોકરી શોધતા શોધતા તેને પોતાનો જૂનો મિત્ર જેક મળે છે. જેકે સલાહ આપી કે ઇન્ટરનેટ ના મધ્યમ થી કોઈ પણ નોકરી સરળતા થી શોધી શકાય છે.
       આમ મિત્ર ની વાત સાંભળી ને ડેવિડે વિચાર્યું કે હું પણ ઇન્ટરનેટ નો સહારો લઉ. ઘણી શોધ કર્યા પછી ઇન્ટરનેટ માં એક સારી નોકરી ડેવિડે શોધી કાઢી. ઇન્ટરનેટ માં એવી જાહેરાત આપેલી હતી કે એક પંદરસો એકર જમીન માટે કોઈ કેર-ટેકરની જરૂર છે. અહી ફાર્મ હાઉસ પણ છે અને સારો એવો પગાર આપવામાં આવશે. નીચેના નંબર પર સંપર્ક કરવો. નીચે કોઈ મોર્ગન નામના વ્યક્તિ નું નામ અને નંબર લખેલા હતા. ડેવિડે તરત જ એ નંબર પર ફોન કર્યો. બધી જ વાતચીત થઈ ગયા બાદ મોર્ગને કહ્યું કે ,” ઠીક છે આવતી કાલે સાંજે પાંચ વાગ્યે તમે હોટલ સાન લોરેસ પાસે આવી જજો ત્યાંથી મારી કાર માં બેસી ને આપણે ફાર્મ હાઉસ જઈશું.” નોકરી મળતાંજ ડેવિડ ખુશ થઈ જાય છે અને પોતાની પત્ની ને આ સારા સમાચાર આપે છે. બંને માટે આ એક આનંદ ની પળ હતી.
      બીજા દિવસે ડેવિડ હોટલ સાન લોરેસ જવા તૈયાર થાય છે ત્યારે તેની પત્ની રેવને ડેવિડ ને ગોડ ને પ્રાર્થના કરવાનું કહ્યું. પ્રાર્થના કર્યા બાદ ડેવિડ પહોચે છે હોટલ સાન લોરેસ. ત્યાં એક કાળા રંગ ની કાર આવે છે જેમાં મોર્ગન બેઠેલો છે. દેખાવ માં મોર્ગન નો ચહેરો થોડો ડરાવનો લાગતો હતો. કાળા રંગ નો કોટ, સફેદ દાઢી અને વાળ. મોઢા માં સિગારેટ હતી. ઉંમર લગભગ 40 વર્ષ. મોર્ગને ડેવિડ ને કાર માં બેસી જવા આગ્રહ કર્યો. નોકરી થી ખુશ એવો ડેવિડ તરત જ તે કાર માં બેસી જાય છે. મોર્ગન કાર ખૂબ જ જડપથી ચલાવી રહ્યો છે.
      લગભગ એક કલાક નું અંતર કાપ્યા બાદ મોર્ગન અને ડેવિડ લોસ એન્જેલસ ની બહાર આવી જાય છે અને હવે હાઇવે પર આવે છે. હાઇવે પર સાતેક મિનિટ નું અંતર કાપ્યા બાદ મોર્ગન ડાભી બાજુ એક સૂમસામ રસ્તા પર કાર લઈ જાય છે. રસ્તો ખૂબ જ સૂમસામ છે ક્યાંક જ કોઈ વ્યક્તિ દેખાય છે. હવે ધીરે ધીરે ગાઢ જંગલ જેવો વિસ્તાર શરૂ થાય છે જે પહેલા કરતાં પણ વધારે સૂમસામ દેખાય છે. આવા જંગલ વિસ્તાર માં અચાનક એક નાનું ઘર દેખાય છે , દેખાવે ખૂબ જ જૂનું વર્ષો પહેલા નું લાગતું હતું. મોર્ગન કાર ઊભી રાખે છે . હવે ડેવિડ ને થોડો ભય લાગે છે, કે ક્યાંક તો ગડબડ છે. મોર્ગન કહે છે કે, “ જુઓ ડેવિડ સામે એક નાનું ઘર છે ત્યાં તું બેસ હું હમણાં આવું છુ પાંચ મિનિટ માં. અને ડેવિડ તે ઘર માં બેસે છે ઘર માં માત્ર એક જ ઓરડો હતો.
        પરિસ્થિતી ને જોતાંજ ડેવિડ ને શંકા થાય છે અને તે ઘર ની બહાર આવી ને આમ તેમ જુએ છે અને ક્યાંકથી દુર્ગંધ આવે છે. ઘર ની પાછળ જઈ ને જોયું તો ડેવિડ ના હોશ ઊડી ગયા. દસ લોકો ની લાશ પડેલી છે અને દરેક લોકો ના પેટ માં ખંજર મારેલું હતું. બસ હવે ડેવિડ એક પળ પણ ઊભો રહેવા માંગતો નહતો. તે ભાગવા નો પ્રયાસ કરે છે ને ત્યાંજ મોર્ગન આવી જાય છે, મોર્ગન ના હાથ માં પણ ખંજર હતું. અને મોર્ગન તે ખંજર ડેવિડ ને મારે છે, પણ ડેવિડે સમયસૂચકતા દાખવી. ડેવિડ બચી જાય છે, થોડું જ વાગે છે. ડેવિડ દોડે છે અને મોર્ગન તેની પાછળ. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. મોર્ગન ને અંધારા માં ઓછું દેખાતું હતું. એટલે તે ત્યાંથી જ પાછો જતો રહે છે.
      ડેવિડ ના પેટ માથી લોહી વહ્યું રહ્યું હતું , હવે ડેવિડ ને લાગતું હતું કે કદાચ આ એના જીવન નો છેલ્લો દિવસ છે. પણ અચાનક તેની પત્ની એ કહેલી વાત યાદ આવી કે ક્યારેય હિમ્મત હારવી નહીં. બસ મન મક્કમ કરી ને તે આગળ ચાલ્યો જાય છે. લગભગ એક કલાક ચાલ્યા પછી તેને એક ઘર દેખાણું. તે ઘર માં જઈને તે ઘર ના માલિક ને બધી વાત કહી અને પછી એમ્બ્યુલન્સ બોલાવવા માં આવી અને ડેવિડ ને લોસ એન્જેલસ હોસ્પિટલ માં લઈ જવા માં આવે છે.
       આમ ડેવિડ નો જીવ બચી જાય છે. પણ લોસ એન્જેલસ પોલીસે ડેવિડ ના બયાન ના આધારે થોડા જ દિવસો માં મોર્ગન ને તે જ જગ્યાએ થી પકડી લીધો. ત્યારબાદ માલૂમ પડ્યું કે મોર્ગન ની તલાશ પોલીસ ને છેલ્લા સાત વર્ષ થી હતી. મોર્ગન એક માનસિક રોગથી પીડિત હતો. મોર્ગન એક સાયકો કીલર હતો.
        મિત્રો... ઇન્ટરનેટ સારું જ છે , ટેક્નોલૉજી ખરાબ નથી પણ ડેવિડ ની સાથે જે બન્યું તેને ધ્યાન માં લઈએ તો અમુક લોકો જ જવાબદાર છે જે ટેક્નોલૉજી નો દૂર-ઉપયોગ કરી ને અન્ય લોકો ને ફસાવે છે. ટેક્નોલૉજી નો ઉપયોગ કરજો પણ જરા સાંભળી ને ....!

-કુલદીપ