ન્યુયોર્ક, અમેરિકા
કમ્પ્યૂટર કોલેજ માં અભ્યાસ કરતો સાલ્વાડોર આજે ખૂબ જ હતાશ છે. કારણકે બે દિવસ પહેલા જ કાર અકસ્માત માં તેના માતા-પિતા નું અવસાન થયું. માટે તે આજે ન્યુયોર્ક આવ્યો છે તેના કાકા-કાકી ના ઘરે રહેવા માટે. સાલ્વાડોર ના કાકા-કાકી એક ફ્લેટ માં રહે છે, જે બાર માળ નો છે. સાલ્વાડોર ના કાકા-કાકી ને કોઈ સંતાન ન હોવાથી તેઓ સાલ્વાડોર ને પોતાના દિકરા ની જેમ જ માને છે. સાલ્વાડોર પણ હવે ધીરે ધીરે પોતાનું દુ:ખ ભૂલીને પોતાનું ધ્યાન કોલેજમાં આપે છે.
બપોર નો બાર વાગ્યા નો સમય છે. ઘરે સાલ્વાડોર એકલો જ છે, તેના કાકા-કાકી અંગત કામ થી બહાર ગયેલ છે. એવા માં અચાનક સાલ્વાડોર ને સરસ મધુર સંગીત સંભળાયું. કોઈ વાયોલિન વગાડતું હોય એમ લાગ્યું, પણ તે કોણ હશે તે જાણવા સાલ્વાડોર ખૂબ જ ઉત્સાહી હતો. હા, સાલ્વાડોર એક સંગીત પ્રેમી હતો. તપાસ કરતાં માલૂમ પડ્યું કે આ સરસ મધુર સંગીત ઉપર ના માળે થી કોઈ વગાડે છે, તે તરત જ ઉપર ગયો. પણ ઉપર જતાં અવાજ વધારે જોર થી સંભળાયો. છેલ્લે તે બાર માં માળે આવી પહોંચે છે. બારમાં માળે ચાર મકાન છે, જેમથી ત્રણ મકાન બંધ હાલત માં હતા , જ્યાં કોઈ જ રહેતું નહતું. પરંતુ ચોથા મકાન નો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી જ કોઈ વાયોલિન વગાડી રહ્યું હતું. સાલ્વાડોર ઘર માં પ્રવેશે છે. અંદર જઈને જોયું તો એક સુંદર છોકરી વાયોલિન વગાડી રહી હતી. સફેદ રંગ ના ફ્રૉક માં તે એકદમ પરી જેવી લાગતી હતી.
સાલ્વાડોર કહેછે કે ,” વાહ, ખૂબ સુંદર વાયોલિન વગાડો છો તમે.. મને સંગીત નો ખૂબ જ શોખ છે. તમારું આ સંગીત મને છેક અહી બાર માં માળે ખેંચી લાવ્યું. શું હું તમારું નામ જાણી શકું?” તે સાંભળી ને તે છોકરી એ હસતાં હસતાં જવાબ આપ્યો કે ,” મારૂ નામ મેરી છે અને મને પણ સંગીત માં ખૂબ જ રસ છે.” તે પછી સાલ્વાડોરે પણ પોતાનો પરિચય આપ્યો અને પછી ઘરે પાછો આવી જાય છે.
આમ સાલ્વાડોર ની એક મુલાકાત યાદગાર મુલાકાત બની ગયી. ધીમે ધીમે મેરી અને સાલ્વાડોર બેસ્ટ-ફ્રેન્ડ બની ગયા. મોટે ભાગે રોજ સાલ્વાડોર મેરી ને મળવા જવા લાગ્યો , પણ જ્યારે સાલ્વાડોર મેરી ને પોતાના ઘરે બોલાવતો ત્યારે મેરી ના જ પાડતી. સાલ્વાડોર ના મન માં હવે પ્રેમ નું ફૂલ ખીલ્યું હતું. તેને મેરી સાથે જ પરણવા નું નક્કી કર્યું અને વિચાર્યું કે આજે તે મેરી ને પોતાના દિલ ની વાત કહી દેશે.
સાલ્વાડોર તૈયાર થઈ મેરી ના ઘરે જવા નીકળે છે ત્યારે તેના કાકા કહે છે,” બેટા આ તું રોજ ઉપર કોના ઘરે જાય છે?” ત્યારે સાલ્વાડોરે બધી જ વાત જણાવી દીધી. ત્યારબાદ તેના કાકા અંદર ના રૂમ માં ગયા અને ચાર મહિના પહેલા નું એક ન્યૂજ-પેપર લઈ ને આવ્યા, અને તે સાલ્વાડોર ને આપ્યું ,”વાંચ આમાં શું લખ્યું છે.” તે ન્યૂજ-પેપર માં લખ્યું હતું કે મેરી અને તેના માતા-પિતા ની હત્યા થઈ હતી.
બસ આ ન્યૂજ જોતજ સાલ્વાડોર શાંત પડી ગયો ને પોતાના રૂમ માં ચાલ્યો જાય છે. જે મેરી ને તેને પ્રેમ કર્યો એ મેરી ખરેખર એક પ્રેત છે? અને ત્યાર બાદ સાલ્વાડોરે ક્યારેય મેરી ના ઘર જવાનું વિચાર્યું નહીં. સાલ્વાડોર ના મન માં દૂ:ખ અને ડર બંને હતા, તેનામાં હિમ્મત નહતી કે તે ફરીથી બાર માં માળે જઈ શકે.
એક મહિનો થઈ ગયો આ વાત ને. સાલ્વાડોર ને મેરી ની યાદ તો આવતી પણ પ્રેત જોડે પ્રીત બાંધી ને મરવું છે કે શું? તે વિચાર થી જ મન માં ને મનમાં વધારે દુ:ખી થવા લાગ્યો. આજે પણ સાલ્વાડોર ના કાકા-કાકી બહાર ગયા છે. વાયોલિન નો અવાજ જોર જોર થી સાલ્વાડોર ને સંભળાઈ રહ્યો હતો. આ બધુ સાલ્વાડોર માટે અસહ્ય હતું. હવે તે થોડી હિમ્મત કરી ને ફરી બાર માં માળે જાય છે. ત્યાં મેરી ની આખ માં આંસુ દેખાય છે. મેરી સાલ્વાડોર ને કહે છે કે ,” વાહ, સાલ્વાડોર મને તો એમ હતું કે તું મને સાચે જ પસંદ કરે છે પણ આ શું, હું એક પ્રેત છુ તે જાણ્યા પછી તે તો મને મળવા નું જ બંધ કરી દીધું., શું આ છે તારી દોસ્તી?” ત્યારે સાલ્વાડોરે માફી માગતા કહ્યું કે ,” મને માફ કરી દો, મારા ન આવવા પાછળ નું કારણ ડર હતો. પણ આ બધુ થયું કઈ રીતે?”
હવે મેરી પોતાની વાત કરે છે કે ,” હું મારા મમ્મી-પપ્પા સાથે અહી રહેવા આવી હતી, એક દિવસ રાતે એક ચોર ઘરમાં ચોરી કરવા આવ્યો. બધા સૂઈ ગયા હતા પણ હું જાગતી હતી મે એ ચોર ને જોયો અને બૂમાબૂમ કરી માટે એ ચોરે મારા પર બંદૂક ચલાવી ને મને મારી નાંખી. અવાજ સાંભળી ને મારા મમ્મી-પપ્પા પણ ઉઠી ગયા તો તેમને પણ પેલા ચોરે ગોળી મારી દીધી. હવે જ્યાં સુધી હું એનો બદલો નહીં લઉં ત્યાં સુધી હું આમ જ પ્રેત બની ને રહીશ. સાલ્વાડોર તું મારી મદદ કરીશ ને મારા અને મારા મામી-પપ્પા ના ખૂની ને સજા આપવામાં?”
મેરી ની વાર સાંભળતાજ સાલ્વાડોરે કહ્યું કે,” કોણ હતો એ ચોર હું તેને છોડીશ નહીં.” ત્યારે મેરી એ કહ્યું કે,” એમ નહીં સાલ્વાડોર , એને હું જ સજા આપીશ પણ હું આ ઘર માંથી બહાર નીકળી શકું તેમ નથી તેથી તું એને અહી લાવ હું સજા આપીશ તેને. આપણાં વિસ્તાર નો વોચમેન જ તે ચોર અને ખૂની છે.”
બીજા જ દિવસે સાલ્વાડોર વોચમેન ને કામ છે તેમ કહી ને આ બાર માં માળે મેરી ના ઘરે લાવે છે. મેરી નું ઘર જોતાં જ વોચમેન ને કઈક આશંકા થાય છે , પણ તે કઈ સમજે તે પહેલા જ મેરી તેની સામે પ્રગટ થાય છે, અને પૂરા શરીર ને ચૂસી લે છે. વોચમેન ની લાશ માં ફક્ત હાડકાં જ દેખાય છે. આમ મેરી નો બદલો પૂરો થતાં જ મેરી નો આત્મા ત્યાંથી ચાલ્યો જાય છે.
આ વાત ને 20 વર્ષ થઈ ચૂક્યા . સાલ્વાડોર ના લગ્ન થઈ ગયા ને એક બાળક પણ છે, છ્તાય તે આજે પણ મેરી ને ભૂલી શક્યો નથી.
-કુલદીપ