રહસ્યમયી ટાપુ ! KulDeep Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

રહસ્યમયી ટાપુ !

લાગોસ, નાઈજીરિયા

      લાગોસ થી સમુદ્ર માં દૂર એક ટાપૂ પાસે કેટલાક દિવસો પહેલા એક જહાજ ગાયબ થયું હતું. જેમાં જોનાથન ના માતા-પિતા પણ હતાં. જોનાથન પણ જહાજ નો કેપ્ટન છે. સમુદ્ર ના તોફાનો થી ડર્યા વગર જહાજ ચલાવવા માં જોનાથન ખૂબ જ હોશિયાર છે. તેને પોતાના માતા-પિતા ની ખૂબ જ શોધ કરી પણ કઈ ફર્ક પડ્યો નહીં. તે જહાજ ને સમુદ્ર ગળી ગયો કે શું? આમ વિચારી મન માં ખૂબ જ દુખી છે જોનાથન.

   બીજા દિવસે મશહૂર રિપોર્ટર અને જાસૂસ મેક્સ એક સાહિત્ય પરિષદ ની મિટિંગ માં કામ થી લાગોસ આવે છે. મિટિંગ પત્યા પછી જોનાથન તેને રૂબરૂ મળે છે અને પેલા ગાયબ થયેલા જહાજ વિષે જણાવે છે. આમ તો મેક્સ જોનાથન ને ઓળખતો નહતો પણ તેણે જોનાથન ની મદદ કરવા ની હા પાડી.
   આમ બીજા દિવસે બંને જણા જહાજ માં બેસી ને સમુદ્ર માં નીકળી પડે છે. ખૂબ જ અંતર કાપ્યા બાદ સમુદ્ર માં કાઇજ દેખાતું નહતું. થોડી જ વાર માં અંધારું થઈ ગયું. જોનાથન અને મેક્સ ને સામે ની બાજુ એક ટાપૂ દેખાય છે. જહાજ ત્યાં લાવે છે અને તે ટાપુ પર ઉતારી ને જુએ છે તો કેટલાક લોકો દેખાયા. આસપાસ પૂછ પરછ કરી તો જાણવા મળ્યું કે તે જહાજ અહીથી જ નિકળ્યું હતું. અને અહીથી દૂર દક્ષિણ દિશા તરફ જતાં લોકો એ જોયું હતું. મેક્સ અને જોનાથન હવે જહાજ સાથે દક્ષિણ દિશા તરફ રવાના થયા.

  રાત્રિ ના બાર વાગી ગયા છે અને હવે જોનાથન અને મેક્સ ખૂબ થાકી ગયા હતાં. આરામ કરે એ પહેલાજ દરિયા માં તોફાન આવે છે....અને અચાનક આખું જહાજ તૂટી ગયું. સવાર પડી , મેક્સ અને જોનાથન એ અજાણ્યા ટાપુ પર આવી પહોચ્યા હતાં. જોનાથન બેહોશ છે, મેક્સ તેને જગાડે છે. જમણી બાજુ માં પેલું જ જહાજ દેખાણું જે કેટલાક દિવસો પહેલા ગાયબ થયું હતું. બંને જણે આખું જહાજ ચેક કર્યું પણ જહાજ માં કોઈ દેખાયું નહીં. આગળ જંગલ હતું. તેમણે જંગલ માં જઈને તપાસ કરવાનું વિચાર્યું.

    જંગલ ખૂબ જ ગીચ હતું. અને આગળ જઈને જોયું તો.. પેલા જહાજ નો કેપ્ટન તેમને દેખાયો અને કહ્યું કે બધા સહી સલામત છે ચિંતા ના કરો. હું ખોરાક ની શોધ માં આગળ જઈને આવું છુ,  તમે અહીથી સીધા જાઓ બધા લોકો મળી જશે.  આમ જોનાથન મનોમન ખૂબ જ ખુશ થાય છે. પોતાના માતા–પિતા ને મળવા ઉત્સુક છે, આગળ એક ગુફા દેખાઈ એમાં જઈને જોયું તો બંને ના હોશ ઊડી ગયાં. તેર લોકો ના હાડપિંજર દેખાણા. તેમના હાડકાં પર તાજું માંસ લટક્યું હતું. મેક્સ ને પેલા કેપ્ટન પર શંકા થાય છે. મેક્સે કહ્યું જોનાથન તું કેપ્ટન નો પીછો કર હું આગળ જાઉં છું. પછી આપણે એક બીજાને મળીશુ. લે આ વોકી ટૉકી રાખ જેની મદદ થી આપણે એક બીજા ના સંપર્ક માં રહી શકીએ. આમ જોનાથન તે કેપ્ટન નો પીછો કરે છે.

   મેક્સે જોયું કે આગળ એક નાની ગુફા છે , તેથી તે ગુફા ની અંદર જાય છે, અને અંદર જૂની વર્ષો પહેલા ની જેલ દેખાણી. વર્ષો પહેલા વિદેશી લોકો અહી રહેવા આવ્યા હશે ત્યારે બનાવી હોય તેમ લાગતું હતું કારણ કે તે ગુફા ની દીવાલો માં અંગ્રેજી ભાષા માં લખેલું હતું, “ 6 feet under and 22 Steps right side “.

    હવે મેક્સ સમજી ગયો કે ખજાનો શોધવા ની લાલચ માં આ લોકો અહી સુધી આવ્યા હશે. મેક્સ 6 ફિટ નીચે અને ત્યાં થી જમણી બાજુ 22 ડગલાં ચાલે છે અને સામે એક દરવાજો દેખાયો. મેક્સે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ખૂલ્યો નહીં. દરવાજા પર એક નિશાન કરેલું હતું. મેક્સે તે નિશાન ને ધ્યાન થી જોયું. નિશાન માં ચાર ફૂલ હતા. ચાર ફૂલમાથી એક ફૂલ ઊંધું હતું. મેક્સે તરતજ તે ફૂલ ને ખસેડી ને સીધું કર્યું ને દરવાજો ખૂલી ગયો. દરવાજા ની અંદર જઈને જોયું તો કોઈ ખજાનો મળ્યો નહીં. મેક્સે વિચાર્યું કે કોઈ ખજાનો લઈ ગયું હશે કદાચ. તે પાછો જવા જાય છે, ત્યાં પગ માં ઠોકર વાગે છે અને મેક્સ પડી જાય છે નીચે. તે કોઈ પત્થર નહતો, સોનાનો એક ટુકડો હતો જેનું વજન લગભગ ત્રણ થી ચાર કિલો જેટલું હશે. મેક્સે તે સોનાનો ટુકડો પોતાની પાસે રાખી લીધો. અને આગળ એ રસ્તો દેખાણો ત્યાં જઈને જોયું તો સાત જણા જેલ માં બંધ હતા. તેમાં જોનાથન ના માતા-પિતા પણ હતા, તેમણે જીવિત જોતાજમેક્સ ને ઘણો આનંદ થયો. જેલ ની બાર તાળું મરેલું હતું. મેક્સ પોતાની પાસે એક માસ્ટર કી રાખે છે જેનાથી બધાજ તાળાં ખૂલી જાય. મેક્સે તાળું ખોલી ને આ સાત લોકો ને જેલ ની બાર કાઢ્યા અને જોનાથન ના માતા-પિતા ને બધી જ વાત જણાવી. મેક્સે કહ્યું કે તમારી આ હાલત કેવી રીતે થઈ, તો જોનાથન ના પિતા એ જણાવ્યુ કે અમે જહાજ માં સફર કરી રહ્યા હતા ત્યારે જહાજ ના કેપ્ટન મોર્ગને કહ્યું કે આગળ ના ટાપુ પર ખજાનો છે અને તેને મેળવવા અમે બધા અહી આવી ગયા, પણ ખજાનો ના મળ્યો અને મોર્ગને અમને અહી બંધ કરી દીધા. મોર્ગન એક માનવભક્ષી વ્યક્તિ છે. માણસો નો શિકાર કરી ને એક પછી એક લોકો ને ખાઈ જાય છે.
 
       મેક્સે કહ્યું કે બની શકે તે માનસિક રોગ થી પીડિત હોય અને તેને માનવ માંસ માં સંતોષ મળતો હશે. અને અચાનક જોનાથન ની યાદ આવી. જોનાથન તે જ કેપ્ટન પાછળ ગયો છે, પછી મેક્સ બધા ને લઈને ગુફા ની બહાર આવે છે. અને વોકી ટૉકી થી જોનાથન નો સંપર્ક કરે છે પણ સામેથી કોઈ જ અવાજ આવતો નથી. હવે મેક્સ ને અને જોનાથન ના માતા-પિતા ને જોનાથન ની ચિંતા થાય છે. બધા જ જાણ જહાજ પાસે આવી પહોચે છે ત્યાજ જોનાથન ની ચીસ સંભળાઈ મેક્સ તે દિશા માં ગયો અને જોયું તો કેપ્ટન મોર્ગન છરી લઈને જોનાથન ને મારવા જતો હતો. મોટો પઠાર ઉપાડી ને મેક્સ પાછળ થી મોર્ગન ના માથા માં મારે છે અને જોનાથન ને બચાવી લે છે. પછી બધા જ પેલા જહાજ માં બેસી ને લાગોસ પાછા આવે છે.

    જોનાથન ને તેના માતા-પિતા સહી સલામત પાછા મિલી ગયા મેક્સ નો ખૂબ જ આભાર મને છે, અને જોનાથન ના માતા-પિતા પણ જોનાથન વિષે કહે છે કે દીકરો હોય તો જોનાથન જેવો. મેક્સ નો પણ તે આભાર મને છે. નાઈજીરિયન સરકાર તરફ થી પણ મેક્સ અને જોનાથન ને ઈનામ મળે છે. પેલા સોનાનો અડધો ટુકડો મેક્સ જોનાથન અને તેના પરિવાર ને આપે છે અને બાકી નો અડધો ટુકડો ગરીબ બાળકો ના ફંડ માં આપે છે.
-કુલદીપ