દિવાળીનું વેકેશન પડ્યું હતુ.
એટલે જગ્ગૂ ભાઈ માસીના ઘરે રજાઓ ગાળવા આવી ગયેલા.
ઘરમાં ખુબજ લાડકા હોવાથી એ બધાને ગમતા. ભણવામાં જેટલા હોશિયાર એટલા જ રહસ્યકથાઓ વાંચવાના શોખીન. નીત નવા પુસ્તકો વાંચે.
પૂષ્કળ વાંચન ને લીધે એનું મન પાકા જાસૂસ જેવું થઈ ગયેલુ. તેની બુદ્ધિ ધંધાદારી જાસૂસને લજવી મારે એવી હતી.
ગામમાં લૂંટફાટ ચોરી ખૂન અપહરણ જેવી ઘટનાઓ ઘટે ત્યાં જગ્ગુ ની હાજરી અચૂક મળે. જગ્ગુ પોતાની રીતે ડાયરીમાં બધી નોધ કરે . પછી તપાસ કરે. અને આખા રહસ્ય પરથી પરદો ઉચકવાની મથામણ પણ કરે. ક્યારેક સફળ પણ થાય તો ક્યારેક નિષ્ફળ ...! મનોરંજન માટે અપનાવેલો શોખ એનું વ્યસન થઈ ગયો
ધીમ ધીમે એનામાં એક પાકો જાસૂસ બેઠો થવા લાગ્યો............... બુદ્ધિ સતેજ થતાં ઘટના અને તેની નોંધ ને ચીવટપૂર્વકએ જોવા તપાસવા લાગ્યો.લોકોની ગૂંચવણો ઉકેલતા જગુને બધા લોકો "જગ્ગા જાસૂ- સ"ના નામથી ઓળખવા લાગ્યાં....
હવે ગામમાં નાનકડી ગૂંચવણ ભરી ઘટના ઘટે તો કામ જગુને સોંપાતું. જગ્ગૂ માટે તો 'ભાવતું તું ને વૈદે કીધું' એવો ઘાટ થયો.
પોતાની હોશિયારી ને લીધે એ ગામમાં માનીતો થઈ ગયો. એક દિવસ માસીના દીકરા રામ સાથે એના પડોશી મિત્ર સંજય ના ત્યાં ગયો. રામે જગ્ગૂની ઓળખાણ સંજય સાથે કરાવી. જગુના માસીનું ટીવી બગડ્યું હોવાથી રિપેર માટે ગયેલુ.
વળી આજે ત્યાં જગ્ગુની માનીતી ફીલ્મ જાગૃતિ આવનાર હતી ..એ ફીલ્મ જગુને બહુ ગમતી એટલે તે જોવાની લાલસા રોકી શક્યો નહીં. અને રામ સાથે સંજય ના ઘરે આવી ગયો...
સંજય નાં માતા-પિતા થાક્યાં-પાક્યાં ઊંઘી ગયેલાં... જ્યારે ત્રણેય મિત્રો ઉપરના માળે સંજયના કમરામાં ટીવી જોતા હતા........ એમની સામે એક બારી હતી.
.બારીની સ્ટોપર તૂટી ગઈ હોવાથી તે પવનના હલકા જોંકા થી ખૂલી જતી હતી. ઠંડી હવા આવી રહી હતી.
બરાબર દસ વાગે એક સફેદ આકૃતિ બારી સામેથી પસાર થઈ. .... એને જોઈ જગ્ગુ અને રામની આંખો પહોળી થઈ ગઈ. ઉપરના માળેથી જોઈ શકાતું હતું કે હવામાં ચાલતો -ચાલતો કોઈ પડછાયો સામેની બાજુ ચાલ્યો ગયો.
જ્યાં ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન હતુ. સંજયે ઊભા થઈને પેલી બારી બંધ કરી દીધી.એ થરથર ધ્રુજી રહ્યો હતો. સંજય જગુને કહેવા લાગ્યો. ત્રણ ત્રણ દિવસથી સતત આ સમયે બારીમાંથી ભૂત દેખાય છે, અને પછી તે સામેના કબ્રસ્તાનમાં ચાલ્યું જાય છે...... આ ભૂતથી તો હવે આખો મહોલ્લો કાંપે છે.
રાત વેળા થતાં જ બધા પોત પોતાના ઘરમાં પુરાઈ જાય છે.... આપણને મમ્મી અહીં આવવાની ના કહેતી હતી ........પણ મેં જ મમ્મીની વાત નહોતી માની કેમકે આજે તારી મનગમતી ફિલ્મ ટીવી પર આવવાની હતી.
રામે એવું કહ્યું ત્યારે "જગ્ગુ જાસૂસના"મગજ માં કંઈક બીજી જ ગડમથલ ચાલતી હતી. સંજયે એના મમ્મી-પપ્પાને સમાચાર આપ્યા કે પેલું ભૂત આજે પણ આવે -લું.
સંજય ના મમ્મી-પપ્પાએ ટીવી બંધ કરી નીચે આવી જવા કહ્યુ.
પરંતુ જગુએ ફિલ્મ જોઈને જ જવાની વાત સંજયને કરી. સંજય જગુની વાત માન્ય રાખી સવારમાં જગુએ ભૂત વિશેની બધી વાત મહોલ્લાના લોકો પાસેથી જાણી લીધી.
ડાયરીમાં જરૂરી નોંધ પણ કરી લીધી...........માસીના ઘરમાં મનોમંથનની મુદ્રામાં બેઠેલા જગુને જાણે કે વિશ્વાસ જ નહોતો થતો.
"રામ તને ચોક્કસ ખાતરી છે કે ભૂત ઘરની બારી જોડેથી પસાર થાય છે...?"
"અરે ભાઈ તને વિશ્વાસ નથી થતો..."
રામે ચીડ ભર્યા અવાજે કહ્યું.
"વિશ્વાસ થાય છે ...ને..!"
જગ્ગુએ રામને હાથ પકડતાં કહ્યું
'ચાલ સંજયના ઘરે જવું છે..!'
રામ ચૂપચાપ ચાલવા લાગ્યો. બંને સંજયના ઘરે આવ્યા.
બહાર આંગણમાં પાણીની ટાંકી પાસે બેસી કપડા ધોઈ રહેલી કામવાળી જગ્ગુને ટગર ટગર જોઈ રહી હતી. જગ્ગુએ ઘરમાં પ્રવેશ કર્યો એટલે રસોઇયો પણ શંકાશીલ નજરે જોવા લાગ્યો. કમરામાં ફર્શ પર બેસી ત્રણેય મિત્રો ભૂત વિષે ચર્ચા કરતા હતા,ત્યારે જ દૂધવાળો આવ્યો એને પણ જગુને વીંધી નાખતી નજર જોયું .જગ્ગુનુ મગજ ભમી ગયું. પોતે જાસૂસી કરે છે એ વાતની કોઇને જાણ ના હોવા છતાં બધાં શક ભરી નજરે શા માટે જુવે છે..?'
જગ્ગુ ને એ વાત પણ ખટકી.
એને જેટલી માહિતી જોઈતી હતી એટલી ઘરના સભ્યો જોડેથી મળી ગઈ. ત્યાર પછી જગ્ગુએ રામ અને તેના મિત્રને ખાનગીમાં કહ્યું કે વાત બહાર જાય નહી . ' આજે ચોર પકડાઈ જશે...!'
"ચોર....?"
રામ અને સંજય આશ્ચર્યથી એકસાથે બોલ્યા.
"હા મારા ભોળા દોસ્તો.. રાત પડવા દો..!"
રામ અને સંજય ને કંઈ સમજ ના પડી કે ભૂત અને ચોરને કેવો સંબંધ..? પણ જગ્ગુએ કહ્યું એટલે ખલ્લાસ.. વિશ્વાસ કરવો જ પડે..!
બંનેએ જેમતેમ કરી દિવસ કાઢ્યો.
રાત પડી એટલે રઘુ રામ અને સંજય એનાં મમ્મી-પપ્પા સાથે ઉપરના રૂમમાં અંધારું કરી નીચે આવી ગયાં. રાતે જામતી હતી.
ત્રણેય મિત્રો ઘરની બહાર ઝાડની ઓથે છૂપાઈ ગયા. થોડીવારમાં પેલો ઊંચો પડછાયો મોટી-મોટી ડાંગો ભરતો ત્યાંથી પસાર થયો આ વખતે તે પડછાયો છેક બારી સુધી આવીને પાછો વળ્યો .જગ્ગુ પાસે લોઢાની નકલી પણ અદ્દલ સાચી લાગે તેવી બંદૂક હતી. પડછાયો અદ્રશ્ય થયો એટલે તરત જ રામના ઘરમાંથી પેલી બંદૂક અને રસ્સી લઇ ત્રણે મિત્રો ફરી પાછા ઝાડ ઓથે છુપાઈ ગયા.
અંધારી રાતમાં ડરતા ફફડતા તેઓ બેઠા હતા. સંજય આશા છોડી મૂકી હતી કે હવે કોઈ નઈ આવે...!
પણ જ્યાં સાડાબાર વાગ્યા કે પેલી મોટી-મોટી ડાંગો નો પુન:સંચાર થયો.
પેલો પડછાયો બારી નજીક આવ્યો. અને પેલી બારી જોડે જ ઊભો રહ્યો.
તે ઊભો કંઈક કરી રહ્યો હતો. જગ્ગુની સમજમાં બધું આવી ગયુ. પેલા પડછાયાએ પોતાનું સફેદ વસ્ત્ર કાઢી નાખ્યુ.
અને વાંસમાથેે ભેરવેલા પગ છૂટા કર્યા. વાંસ ને દીવાલના ટેકે મૂકી એ બારી ખોલી ઘરમાં ભરાઈ ગયો.એ જ વખતે ત્રણેય મિત્રો બહાર આવી ગયા. અને વાંસ ત્યાંથી હટાવી લીધા, અને ઝડપથી ત્રણે ઉપરના માળે જઈ રૂમ ખોલી નાખ્યો.
પેલો ચોર ટીવી ઉપાડી થેલામાં ભરી રહ્યો હતો ત્યારે જ રંગે હાથે તેને પકડી લીધો. જગુના હાથમાં બંદૂક જોઈ ચોરના મોતિયા મરી ગયા. તેણે પોતાની હાર કબૂલી લીધી. ચોરને સંજયનાં માતા-પિતા પાસે લાવવામાં આવ્યો.એ બીજો કોઈ નહીં એમનો રસોયો જ નીકળ્યો..ભેદી ભૂતમામા ને જગુએ પકડ્યો એ વાત આખા ફળિયામાં અને ગામમાં ફેલાઈ ગઈ. બધા લોકો જગુની હોશિયારી પર વારી ગયાં..જગ્ગુએ વાતજાણી કે પાંચ દિવસથી ઉપર નવું ટીવી લાવવામાં આવ્યું છે ત્યારથી જ"ભૂતમામા" દેખાય છે તો જગ્ગુ આખી વાત સમજી ગયેલો.
પોતાની જાસૂસી કળા નો પરચો સિદ્ધ કરી જગ્ગુએ "જગ્ગુજાસૂસ" તરીકે નામના મેળવી.