છળો તમે કોઈ તમને છળી શકે
વાવેલા બીજ નુ વળતર મળી શકે
ફૂલડાંની પાથરો જો સોડમ સધળે
લાગણીઓ ઓળધોળ મળી શકે
............. .... ...
'Hallo mem..! '
એક અત્યંત કોમળ સ્વર એના હ્રદય સોસરવો ઉતરી ગયો. એને નવી આવેલી બુક્સને સ્ટોરનાં ખાનાઓમાં ગોઠવવાનુ પડતુ મૂકી આંખમાં કૂતુહલ ઘરી પાછળ જોયુ.
એક માસૂમ ગુલાબી ચહેરો એની સામે મલકી રહ્યો હતો.
પેલુ રૂપ નજરકેદ કરી લેવા સક્ષમ હતુ.
4 -5 વર્ષની બાળકી એની છાતી સાથે ધરબાઈને અમીભરી આંખે કૌતુકથી જોતી હતી.
પૂર્ણિમાના ચંદ્ર જેવા ચહેરાના અભિનવ ઓજસ પર ગ્રહણ હોય એમ એક ચીજ મને આંખમાં ખટકી.. ભીતરના ભાવોને દબાવી સ્માઈલ સાથે એ બોલી...
યસ્અ....!
મધુર સ્વર ફરી ગુંજી ઉઠ્યો.
"આન્ટીજી મને મારી બેબી માટે યુનિફોર્મ અને થોડીક બુક્સ જોઈએ છે.!"
"ઓકે હમણાં જ આપી દઉ..!" સસ્મિત એણે કહ્યુ.
આમ તો એની બુકસ્ટોર પર ધણા કસ્ટમર આવતાં. પરંતુ આ યુવાન સ્ત્રીને જોઈ એને ધણા વિચાર આવ્યા.
ગોરૂ બદન લાંબુ કદ અને સિંમ્પલ વસ્ત્ર પરિધાનમાં એ એક સામાન્ય સ્ત્રી લાગી રહી હતી.
પરંતુ એક ચીજ જે ધ્યાન વારંવાર એની તરફ ખેંચી રહી હતી એ હતી
એ હતી એની આંખો.. ખૂબ જ અજીબ લાગતી હતી એ આંખો.. એક આ કાચની હતી જેના કારણે એના અનુપમ રૂપ પર ગ્રહણ ની જેમ લાગતી હતી.
પરંતુ એની દીકરી જાણે કે રૂનો ઢગલો. એ અત્યંત દેખાવડી અને આકર્ષક હતી
એને સહેજ વિચાર આવી ગયો.
એનો ઘરવાળો કેવો હશે..?
એ વાતથી કોઈ મતલબ તો નહોતો પરંતુ ન જાણે કેમ વિચારોના અશ્વ એ બાજુ દોડતા રહ્યા.
એ જ સમયે એક સુંદર દેખાવડો યુવાન આવતો દેખાયો.
પેલી છોકરી એની માં જોડેથી તરત જ પપ્પા પપ્પા કરતી એની પાસે દોડી ગઈ.
આ શુ ! આ તો રાજવીર હતો..!
એ તેને સારી રીતે ઓળખતી હતી અવાર-નવાર એ books લેવા આવતો.
ઘણા વર્ષોથી એને જોયો નહતો.
આમ પણ સ્ટડી પૂરો થયા પછી students પોતાની લાઈફમાં બીઝી થઈ જતા હોય છે.
ઘણા વર્ષોથી બજારમાં એ પુસ્તકોની સ્ટોર ચલાવતી હતી.
ઘણા બાળકોને એને પોતાની નજર સામે મોટા થતાં જોયા હતા એમાંથી કેટલાક દેખાતા હતા, તો કેટલાક પોતપોતાની લાઇફમાં ખોવાઈ ગયા હતા.
ઘણા વર્ષો પછી રાજવીરને આજે જોયો. પેલી સ્ત્રી એની વાઈફ હતી.
એનું મન ઘડીવાર અવસાદથી ભરાઈ ગઈ આજકાલની પેઢીને શું થઈ ગયું છે પૈસા માટે થઈને મનમેળ વગરનુ કજોડું સર્જી નાખે છે.
પૈસા વાળા લોકો પોતાની ખોડખાંપણ વાળી કે બદસુરત છોકરીઓ માટે મોટુ દહેજ આપીને સારા છોકરાઓ ખરીદી લે છે
મધ્યમ વર્ગની સારી દેખાવડી છોકરીઓ ને પોતાની life સાથે સમાધાન કરવું પડે છે.
"આંન્ટી કેટલા પૈસા થયા..?"
રાજવીર નો અવાજ સાંભળી એની તંદ્રા તૂટી ગઈ. પૈસા લઈ અને એ વિખરાયેલો સામાન સમેટવા લાગી.
"આંન્ટી...!!!"
એને વિસ્મય અને અદભૂત ચમક સાથે પાછળ જોયું.
"હા બોલો કઈ રહી ગયુ..?"
નહી આંન્ટી.. હું તમારી સાથે વાત કરવા આવ્યો છું.. તમારી આંખો માં સવાલ મેં જોયો હતો.
એમ તો આ બધું કહેવું કંઈ જરૂરી નથી છતાં ન જાને કેમ તમને આજ બધું જ કહેવાની ઈચ્છા છે..!
આંન્ટી જી તમે જે હમણા જોઈ એ મારી વાઈફ એકમજ્યોત છે.
અમારા લગ્ન પેરન્ટ્સની પસંદગીથી થયેલા.
એકમ એક મધ્યમવર્ગથી બિંલોગ કરતી હતી.
ભણી ભલે ઓછું હતી પરંતુ ખૂબ જ સુશીલ અને નેક છોકરી હતી.
એને પરણી કોઈ પણ છોકરો પોતાની જાતને ખુશ નસીબ સમજવાનો
અમારા ઘરની મોર્નિંગ એની મધુર સ્માઈલથી આરંભાતી.
મમ્મી પપ્પા એને જોઈ જોઈ ને નિહાલ થતા.
એ પણ એમની ઘણી રિસ્પેક્ટ કરતી હતી.
કોઈપણ શિકાયત વગર આખા ઘરનું કામ કરતી.
બધાની બહુ કેર કરતી. અને મને બે ઇન્તહા પ્રેમ કરતી. મારુ ઘર જાણે કે સ્વર્ગ બની ગયેલું.
એવામાં અમારી 'પરી' આવવાની ખબર આવી.
હું તો જાણે બાદશાહ બની ગયો હતો.
મમ્મી પપ્પા ની ખુશીનો પાર ન હતો માં એક દીકરીની જેમ એની કેર કરતી હતી
પરી ના જન્મથી જાણે મને પૂરી કાયનાત મળી ગઈ હતી.
માં બેટી એ મારી જિંદગી સુખોથી લબરેજ કરી નાખી.
ક્યારેય દિવસ હતો અને ક્યારે ઢળી જ તો ખબર જ ન પડતી.
કહેવાય છે કે એક દિવસ એ કાલની જિંદગીમાં એવો આવે છે જ્યારે એ ભગવાનની સામે પણ બેબસ બની જાય છે..!
એટલું બોલી એને એક ઊંડો શ્વાસ લીધો.
રાજવીર એસા ક્યા હુઆ થા બોલો બેટા..?"
એ તેની વાત સાંભળવા માટે આતુર હતી.
એ દિવસે એકમ નો જન્મદિવસ હતો એને સવારથી જ તાવ હતો ડોક્ટર પાસે દવા લેવા નહોતી જવા માગતી પરંતુ હું જીદ કરી એને હોસ્પિટલ લઇ ગયો.
ડોક્ટરને બતાવી જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા. એકબીજાના સાંનિધ્યમાં મોજ-મસ્તી અને શરારત ના કારણે રસ્તાની ખબર જ ના પડી અને અચાનક
રાજવિરરરર...
એકમ ચીસ પાડી ઉઠી અમારા બાઈક ની આગળ લોખંડના સળિયા ભરેલો એક ટ્રક જઈ રહ્યો હતો અચાનક એને બ્રેક લાગી અમે અમારી ધૂનમાં મસ્ત હતા કે એકમ ની ચીસ સાથે મેં ગાડી ને કંટ્રોલ કરવાની કોશિશ કરી પણ પાછળ ઝુલતા સરિયા બિલકુલ મારા મોઢા સામે આવી રહ્યા હતા.
એકમે ઝડપથી મારુ માથું પકડીને નીચે દબાવી દીધુ. પણ એમ કરતાં એક સળીઓ એની આંખ માં ઘુસી ગયો આ બધું એકદમ અચાનક જ બની ગયું હું રહી ગયો મને કશું પણ સૂઝતું ન હતુ. આસપાસ એકઠા થયેલા લોકોએ અમને હોસ્પિટલ પહોંચતા કર્યા.
ઘણી મહેનત પછી ડોક્ટરે એકમને બચાવી તો લીધી પણ એની એક આંખ ચાલી ગઈ એ જગ્યાએ પછી કાચની આંખ નખાવવી પડી.
આંટી તમને ખબર છે જ્યારે આ બધી વાતની એને ખબર પડી તો એ મને છોડીને જવા માગતી હતી કહેવા લાગી હવે હું તમારે લાયક નથી
હવે તમે જ કહો જે છોકરી મારા માટે પોતાના જીવની બાજી પણ લગાવી દે એવી છોકરી મને ક્યાં મળવાની હતી..?
જો એ જ ઘટના મારી સાથે ઘટી હોત તો શું એ મને છોડીને ચાલી જાત..?
એ મારી બેબીની માં છે અને મારી માં ની વહુ..! હું એને કેવી રીતે છોડી શકું આજે પણ મારા ઘરના ગમલાઓમાં ફુલ એની મહેનતથી ખીલે છે મારા ઘરના વિસ્તારોમાં એના હાથે કઢાયેલી ચાંદની વિસ્તરે છે મારા ઘરની રસોઈ એને હાથે બનેલા પકવાનો થી મહેકે છે.
એક આંખ જવાના કારણે કોઇ પણ ચીજમાં કશો ફરક પડ્યો નથી. તો પછી મારા પ્રેમમાં હું કેવી રીતે કોઈ ફરક કરી શકું..?
આજે પણ જ્યારે હું એને સ્પર્શ કરું છું ત્યારે લજામણીની જેમ એ પોતાની જાતને સમેટી લે છે શરમાઈ જાય છે.
આજે પણ એ મારી પાઘડીને મેચ કરતો દુપટ્ટો માથા પર ઓઢે છે
એનો પ્રેમ સીમા વિહિન છે શબ્દોમાં સમાવી શકું એમ નથી.
સામે હું પણ લાગણીઓનો કળશ બની નિરંતર એની ઉપર ઢોળાતો જાઉ છું. એના વિનાની જિંદગી ની કલ્પના નહિવત છે .
જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.
પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. જીવનમાં પરિસ્થિતિ ભલે બદલાય. પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો હોય છે. જે અવિરત વહે છે...
આંન્ટીજી.. એક દિવસ માટે નહી મારા ધબકારના સાતત્ય નો આધાર મારી એ જન્મોજનમ ની વેલેન્ટાઈન છે
એટલું બોલીને રાજવીર ત્યાંથી ચાલ્યો જાય છે.
આજે પણ રાજવીર જેવા ઘણા યુવાનો આ જગતમાં છે.
કાશ જો બધા ની દ્રષ્ટિ રાજવીર જેવી થઈ જાય તો મા-બાપ માટે દીકરીઓ બોજ હોવાનું લાંછન જ નીકળી જાય.
પછી દીકરીઓના લગ્ન ની મા-બાપને ના ચિંતા રહે. ના એમના ભવિષ્યની ગડમથલ હોય..
એના ભીતરે રહેલી એક માં જાણે આશ્વસ્ત થઈ ગઈ.