કાવ્યો SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્યો

ના સતાવ

---------------

મને મારા હોવાનો અહેસાસ કરાવ
વલખુ છું 'અલ્લડ બોલી' નો ઠરાવ

સમજાવુ કેમ હસતા ચહેરાની દશા
મળે એકાંતને છલકાતુ જાય તળાવ

ભરોસાને હું લાયક નથી આતમ ડંખે
હોય હામ ધૃણા તુ ઈશને સંભળાવ

અવાજ ઉઠ્યા કરે કંપતા હ્રદયમાંથી
હે પ્રભુ એના ભણકારા તુ ના કળાવ

દિ અને રાત સરખા છે આંખના ખૂણે
રતાશ ને ઉગતી હવે તુ ભૂસી બતાવ

જીવન હારી બેઠો એમ પછી"સાબીર"
ધિક્કારોની ભીડને હવે બહુ ના સતાવ

વાત રાખી

------ -----------

બંધ બારણે તમે વાત રાખી
હ્રદય દ્રાવક મુલાકાત રાખી
આતુર રહેતી વાતો પ્રવેશવા
ઘૂઘવતી અમે એ રાત રાખી
"વેલને આઘાર વૃક્ષનો"હશે
એટલી અમે કબૂલાત રાખી
હજુ લિપ્સાઓ અકબંધ છે
લીલીછમ મિલન ભાત રાખી
અણસાર મારો વર્તુ એટલી
તારા પિંડમાં મારી જાત રાખી
સ્પર્ધા નથી કોઈની સાથે મારી
"પ્રીત" વરસતી વરસાત રાખી
- સાબીરખાન
(વરસાત-વરસાદ)

નામ નિકળે

-----------

શ્વાસ વાવુ મુજ મહી જ્યાં

ફણગા પર તારુ નામ નિકળે
ભુસી નાખવા યાદોને તારી
નૈનની ભરતી ખુલેઆમ નિકળે
તારા પ્રણયની રીત ગજબ છે
મારી લાગણી લીલામ નીકળે
તારી આંખોના સ્પર્શ મહી પણ
પ્રીત છલકતો જામ નીકળે
લખી ને બેઠી તુ નામ મારુ ને
ભીતરે લાગણી બેનામ નીકળે
વાવો એટલુ લણવુ પડે અહી
ખુદાના ફેસલે ઈનામ નિકળે..

------

ઉપકાર કર

અય જિંદગી બસ એક ઉપકાર કર
છીનવી લઈ શ્વાસો મારો ઉધ્ધાર કર

વલખી રહ્યુ છે હ્રદયનુ જગ સૂન્ન થઈ
એને ખુશી મળેજો બસ હવે અંધાર કર

રડે છે રાતો ડૂસકા સાંભળી છાને છાને
"પ્રીત" બને તો દરિયાનો પ્રતિકાર કર

કડકભૂસ છે ઈમારત મન મનોબળની
હારી ગયો છુ મને હવે તુ વિચાર કર

જલ લખુ

-----------

તારા ચમનની હલચલ લખુ
અધરના તારાં હું છલ લખુ
ઠપકો લઈને આતુર રહેતી જે
આંખોનાં તારાં હું જલ લખુ
મને સાચવી જીવી ગઈ જે તુ
ધબકતી રહી છે એ પલ લખુ
તડપતો હું ને તડપતી તુ પણ
નિતરતુ આંખનુ કાજલ લખુ
સીને લગાવી રાખી છે વેલીને
વૃક્ષ જેવો ઉભો હું અટલ લખુ

-------

તારો રહેવા દે

મારા પર હક બસ તારો રહેવા દે
તારી હુંફ નો ફકત મારો રહેવા દે

ઢળ્યો છું જ્યાં જ્યાં મુશળધાર
અણસાર છે જે એ તારો રહેવા દે

મને એમ રેંઢો તડપતો ન મૂકી જા
ચાહેતો આંખનો પટ ખારો રહેવા દે

તારા સ્વરોનો જાદુ ખળભળતી નદી
સંગમ તારોહોય એવો કિનારો રહેવા દે

એટલી નથી હામ ને નહી મનાવી શકુ
હ્રદય આ તારૂ છે મને તારો રહેવા દે

------

મશહૂર છુ

---------------

તારા નામથી જો, ને હું કેટલો મશહૂર છું
કહે સૌ ગજલો જેને 'પ્રેમનુ ઘોડાપૂર છું'
મને ઝહેર પાવ કે પછી 'પ્રેમ' બધું મંજૂર
તારી આંખોના નશામાં બસ હવે ચૂર છું
જો નિખાલસ રિશ્તો ન નિભાવી શકે તુ
મારી નાખ તારા નામથી જીવુ ભરપૂર છું
વણાઈ ગઈ છે તુ એમ મારા શ્વાસો માં
સમજનારા સમજે ભલે ઠાલુ ફિતૂર છું
કોઇ બોલી નથી કોઈ ભાષા નથી હવે
હ્રદય નિતરે જેમાં એ આંખોમાંનુ નુર તુ

-----

યાદ છે..

તારી સાથે જીવેલી ક્ષણો યાદ છે
મને સ્પર્શી તારી પાંપણો યાદ છે
તુ દસ્તક દઈ ગયેલી હ્રદય ઉંબરે
મિલનની પછી ગોઠવણો યાદ છે
સ્પર્શનાં સ્પંદન રૂહમાં ઉતરતાં હશે
તારા આલિંગનના લક્ષણો યાદ છે
તૃપ્ત આંખોને વળી હવે તરસ શેની
સ્વાદ અધરોની લાલી તણો યાદ છે
સુવાસ છે તારી મારી નસે નસમાં જો
ઘૂંટ પીધા અમી કેરી એ ક્ષણો યાદ છે