ઓરડા ની નીરવ શાંતિ માં અર્પિતા ને પોતાના ઊંડા શ્વાસ સિવાય કાઇજ સંભળાતું ન હતું .વિખરાયેલા વાળ પવન ને લીધે એની ઊંડી ઉતરી ગયેલી અને કાળાં કુંડાળા થી ઘેરાઈ ગયેલી આંખો પર આવતાં હતા..એ ગુસ્સા થી એને પાછળ કરતી હતી...બારી ની તિરાડ માંથી એક પાતળું સુર્ય નું કિરણ ઓરડા માં ડોકિયાં કરતું હતુ.ચિંતન સિવાય આ ઓરડા માં બીજુ કોઈ ભાગ્યે જ પ્રવેશતુ..પરંતું સુર્ય નું એ કિરણ રોજ અર્પિતા ની એકલતા ભાંગવા બારી માંથી પ્રવેશી જતું.અર્પિતા તડકા નાં એ બિંબ ને પકડવા રોજ ખૂબ મથે.પરંતું એનાં હાથ માં હંમેશ માટે ખાલી પડછાયો જ રહી જતો હતો..એનાં મન નાં ઊંડાણ સુધી બસ એક ઉજ્જડતાં જ વ્યાપેલીલી રેહતી હતી.આંખો એની રડી રડી ને હવે સાવ શુષ્ક અને નિર્જીવ થઈ ગઇ હતી...
ચિંતન નો સામે લટકેલો બેલ્ટ જાણે પોતાની સામે જોઇ ને થોડુંક કપટી હસતો હોઇ અર્પિતા ને એવો આભાસ થતો હતો...અર્પિતા ના શરીર ના એક એક અંગ અને વળાંક થી જેટલો ચિંતન માહિતગાર હતો..એટલો જ માહિતગાર આ બેલ્ટ પણ હતો..બેલ્ટ થી પડેલા ઉઝરડા તો એક દિવસ રૂઝાઇ જશે....પરંતું ચિંતને અર્પિતા ના નિર્દોષ મન પર જે ઊંડા ઘા પાડ્યા એનો કોઈ ઉપચાર હતો ખરી?.
અર્પિતા અરીસા સામે જઇ ઊભી રહીં...એ નીરસ નજર થી પોતાના પ્રતિબિંબ ને જોતી રહીં.શરીર પર પડેલા ઘા સ્પષ્ટ દેખાતા હતાં..ક્યાંક ક્યાંક તાજા પડેલા ઘા પર લોહી બાઝ્યુ હતુ ..એને અરીસા માં દેખાતા પોતાના કરમાઈ ગયેલાં પ્રતિબિંબ ને પ્રશ્ન પૂછયો..."કોઈ કારણ વધ્યું છે તારા જીવતાં રેહવા નું?તારા શ્વાસ ભરવા નું?એક હવસખોર ની હવસ સંતોષવા સિવાય તારા જીવતાં રહેવાનું કોઈ બીજો ધ્યેય ખરો?રોજ દેહ અને મન પર પડતાં ઉઝરડા ગણવા સિવાય તારા શ્વાસ ભરવાનો કોઈ બીજો ઉદ્દેશ ખરો?અને જાણે એનાં પ્રતિબિંબ નો ઉત્તર ના માં હોઇ એમ અર્પિતા નાં ચેહરા નો હાવભાવ બદલાઇ ગયો..આંખો માં ફક્ત શૂન્યતા જ પ્રસરી ગઇ..એને એક એક ઘા પર હાથ ફેરવવા નું ચાલુ કર્યું.
એનાં હોઠ હલતા હતાં..કાંઈક કેહતા હતાં..અત્યંત ધીમો પણ ધ્રુજી ઉઠાઈ એવો એનો સ્વર ઓરડા માં ગુંજી રહ્યો હતો..એનો હાથ દરેક ઉઝરડા પર પ્રેમ થી ફરી રહ્યો હતાં..
""સંભાળ ધ્યાન થી કાંઈક કહે છે દરેક ઉઝરડો...
બાહ્ય નથી... ભીતર સુધી ઉતરેલો છે ઉઝરડો...
દરેક પીડા દેહ સહી જશે...લોહી તો નીકળી ને વહી જશે.
બીજુ કાંઈ રહે કે નાં રહે..સાથે રહીં જશે ફક્ત ઉઝરડો.....
આપેલા સાત વચન ને તુ ક્ષણભર માં વિસરી ગયૉ..
ઘા ઉપર ઘા તું મારી કાયા ઉપર ચીતરી ગયો..
પ્રેમ ની કોઈ નિશાની તેં કદી પણ ધરી નહીં..
ફકત તારી ધૃણા નું પ્રતીક છે આ ઉઝરડો..
હાથ તારા જ્યારે મારા દેહ પર બેફામ ફર્યા છે..
તારી હવસે ત્યારે ફક્ત પ્રેમ ના ચેહરા પહેર્યા છે..
મૌન રહીં હૂઁ સદાયે..તારા દરેક ઘા ને મે ઝીલ્યા છે..
પીડા થકી મારી ફક્ત રડે છે આ ઉઝરડો.
તારી આ નફરત ને પણ મે આવકારી..ભેટી હૂઁ એને પણ.. હૂઁ એને પણ બલિહારી...
મે આપ્યો તને પ્રેમ..તેં ફક્ત ધર્યો છે ઉઝરડો...
હૃદય મારુ પામ્યું છે મૃત્યુ આજે મૃત્યુ પામ્યા છે શ્વાસ...
લાશ બન્યુ સમગ્ર અસ્તિત્વ મારું....પરંતું જીવંત છે આ ઉઝરડો..
સદાયે જીવંત છે ઉઝરડો...તેં...આપેલો ઉઝરડો""
રૂહ પણ ધ્રુજી જાઇ એવી એક કારમી ચીસ ઓરડા માં
ગુંજી ઉઠી...
થોડા જ સમય પછી ખીટી ઉપર લટકતો બેલ્ટ...પંખા પર લટકતાં દુપટ્ટા સામે જોઇ ફરી ખડખડાટ હસવા લાગ્યો.. ઓરડા માં એક ભયાવહ સન્નાટો પ્રસરી ગયો પરંતું એક ચીસ નો પડઘો ઓરડા માં જ બઁધ થઈ ને રહીં ગયો..