Punrjanm books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ (The joy Of Giving)

કપિલા સાવ નિર્જીવ થઈ ગઇ હોઇ એમ ICU ની બાહર ફસડાઈ ગઇ...ચેહરો ભાવવિહીન હતો.. શૂન્યતા આંખો મા વ્યાપેલી હતી... સામે રાખેલા ઠાકુરજી ની મુરત સામે સળગતા દિવા ની જ્યોત ને બસ એની નજર એકીટશે જોતી હતી...આંખો માં થી ગંગા ના વહેણ ની જેમ આંસુ વહેતા હતાં...એનાં વાળ વિખરાયેલા હતાં..એનૉ ચેહરો જોઇ ને જ સમજાતું હતુ કે એને ૨ દિવસ થી એક કોળિયો પણ મોઢા માં નાખ્યો નથી...હાર્દિક કુમાર પણ  ત્યાંજ ઉભા હતા..પોતે સ્વસ્થ હોવા નૉ ઢોંગ કરતા હતા એ એમનાં હાવભાવ પર થી ચોખ્ખું માલુમ પડતું હતુ...દિકરી..જેને ૫ દિવસ પછી ધામધૂમ થી વળાવા ની હતી એ આજે જીવન અને મૃત્યુ વચ્ચે હીંચકો ખાતી હતી.. અને એમા પણ હાર્દિક કુમારે લીધેલો નિર્ણય સાંભળી એક માઁ નો જીવ એ નિર્ણય પર હાર્દિક કુમાર નૉ સાથ આપવા કેમનો ચાલે?એક પિતા ને પણ આવો નિર્ણય લેવા માટે હજાર મૌત મરવી પડી હશે એ તો ખાલી હાર્દિક કુમાર જ જાણતા હતા....પરંતું ડૉક્ટર ના કેહવા પ્રમાણે દીપ્તિ નું મગજ ૧૦૦% મૃત્યુ પામ્યું હતુ...શરીર ખાલી હૃદય ના જોરે જીવતું હતુ..ધબકતું હતુ..હાર્દિક કુમાર ખૂબ વિચારીને આ નિર્ણય સુધી પોહચ્યાં હતાં...

કપિલા નિર્જીવ થઈ ત્યાંજ પડી રહી હતી..એની આંખો રડી રડી ને સુજી ગઇ હતી..૨દિવસ થી ન ઉંઘેંલિ આંખો હવે ખુલી રેહવા પણ જોરે ચડી હતી..એની આંખ ના સામે દીપ્તિ નૉ હસતો ચેહરો રમ્યા કરતો હતો..એનું ખડખડાટ હાસ્ય કપિલા ના કાન માં ગુંજતું હતુ..દુલ્હન નાં વસ્ત્ર માં સજ્જ એની દિકરી નૉ ચેહરો એની આંખો સામે તરતો હતો.એની નાનકડી ઢીંગલી થોડા દિવસ માં પરણી ને એનાં નવા સંસાર નૉ આરંભ કરવા ની હતી...એકની એક દિકરી હોવાં નાં કરણે દીપ્તિ માતા  પિતા ની ખૂબ લાડકી હતી..એની ચંચળતા જોઇ કપિલા હમેશા કહેતી એને કે મારી દિકરી ને કદી કોઈ ની નજર ન લાગે..મારી ઢીંગલી ને લાંબી ઉમર આપે  પ્રભુ..તયારે દીપ્તિ ખડખડાટ હસી ને કહેતી..."બાબુમુશાઇ ઝિંદગી બડી હૉની ચાઇએ લંબી નહીં..." બન્ને માં દિકરી આ વાત પર હસી પડતાં.

પુષ્કળ સ્વપ્ન જોયા હતા કપિલાએ દીકરીના લગન માટે....પરંતું નિયતિ ને કદાચ કાંઈક બીજુ જ મંજુર હતુ..કાલે સવારે કોલેજ ના મિત્રો ને લગન નું આમંત્રણ આપવા દીપ્તિ સ્કૂટર લઇ નીકળી ત્યાંરે પણ ક્યાં કપિલાએ વિચાર્યું હતુ કે દિકરી આજ પછી ક્યારેય પણ ઘર પાછી આવશે જ નહીં...ટ્રક સાથે ના ભયાવહ અકસ્માત પછી દીપ્તિ ને તાત્કાલિક CT હોસ્પિટલ લઈ આવયા હતાં...પ્રાથમિક સારવાર અને ત્યાંના ડૉક્ટર એ અમુક તાપસ પછી દીપ્તિ નું મગજ મૃત્યુ પામ્યું છે એમ જાહેર કર્યું..એનું શરીર ખાલી વેન્ટિલેટર દ્રારા જીવિત હતુ...

વિચારો નું વંટોળ કપિલા ના માનસપટ પર ફરી વળ્યું.
કપિલા ની આંખ ભારે થઈ ગઇ..વિચારો નાં ભાર નીચે એની આંખો બઁધ થઈ ગઇ..
"માઁ... સાંભળ ને માઁ.. આટલું શું રડે છે માઁ....પપ્પા નૉ નિર્ણય ખોટો નથી માઁ... મારુ મૃત પામેલું મગજ હવે ક્યારેય જીવંત નહીં થાઈ..શરીર ખાલી હૃદય ના જોરે જીવે છે માઁ.મશીન નાં જોરે હૂઁ શ્વાસ ભરું છું ખાલી.. ક્યાં સુધી તુ એવાં અડધા મૃત શરીર ને જીવડાવીશ માઁ...જાવાદે મારા શરીર ને..હૂઁ કોઈ બીજાં ના શરીર માં પણ જૉ ધબકતી રહીશ તો શું વાંધો છે તને માઁ?તારી દીપ્તિ બીજાં ના શરીર માં જીવતી રેહશે માઁ..તારી દીપ્તિ કોઈ બીજાં ને જીવંત રાખશે..કોઈ બીજાને જીવનદાન આપશે..માની જા ને માઁ..મારી વિદાય તો થવાની જ હતી થોડા દિવસ માં. કોઈ બીજા ના ઘરે જવાની હતી હૂઁ..પણ જૉ હવે કોઈ બીજાં નાં શરીર માં જઇ એને નવચેતનાં આપુ તો એ પણ તો હૃદય નું હૃદય સાથે નું લગ્ન જ છે ને..જાવાદે મને માઁ.બીજા ના શરીર માં તારી દિકરી નો પુનર્જન્મ થાશે માઁ. બીજા ના શરીર માં હૂઁ જીવન બની ને ફરી ધબકીશ. તુ સાંભળ જે મને..હૂઁ સંભળાઈશ તને માઁ... પણ આ શરીર ને જવા દે માઁ..જીવવા દે મને માઁ"
કપિલા દીપ્તિ ના નામ ની ચીસ પાડી ઉંઘ માં થી જાગી ગઇ..એનું શરીર ઘૃજતૂ હતુ.એને લાગ્યું જાને એની દિકરી આવી અને કાંઈક કહી ગઇ હોઇ....કપિલા ની આંખો સાવ ફિક્કી પડી ગઇ હતી..એ થોડી સ્વસ્થ થઈ ઊભી થઈ.. અને હાર્દિક કુમાર ના હાથ માં રાખેલું "heart transplantation" માટે ની પરવાનગી નાં ફોર્મ પર એને પોતાની સાઈન કરી..અને દોડી ને ICU માં રાખેલ મશીન થી ઘેરાયેલા દીપ્તિ નાં દેહ ને વળગી ને ચીસો પાડી ને રડવા લાગી...એનાં રુદન થી આંખુ હોસ્પિટલ ધ્રુજી ઉઠ્યું.....
                    ******************
ચારુ એનાં માતા પિતા નૉ હાથ છોડાવી બગીચા તરફ ભાંગી.. હસતી કૂદતિ ચારુ ને જોઇ કપિલા નાં હૃદય એ એક અનોખો આનંદ અનુભવ્યો...જાને એક માઁ ની આંખ સામે દિકરી નો પુનર્જન્મ થયો હોઇ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED