પ્રિય તું..(the last letter)

પ્રિય તું...
ઘણુ બધુ કેહવું છે તને, પણ હવે શબ્દ ખૂટે છે.કારણ કે શબ્દ કદાચ વર્ણવી જ નહીં શકે મન ની ઉથલપાથલ ને...એક એકાંત છે.. જેમા હૂઁ છું અને કદાચ તું પણ છે..નાં ના... આ દુઃખ નાં આંસુ નથી... આ તો બસ તારી યાદો ના શહેર માં લટાર મારવા નીકળી છું એટ્લે આનંદ આંખ માં સમાયું નહી..અને ઉભરાઈ ને વહી ગયું.. એક સાચી વાત કહૂઁ..?.તારા કરતા તારી યાદો મને વધુ ગમે છે.. કારણ?કારણ કે તને તો ગુમાવા નો ડર ખૂબ લાગતો હતો મને...પણ આજે તારી યાદો જેનાં પર ફક્ત ને ફક્ત મારો જ અધિકાર છે.. એને ગુમાવવા નો હવે કદી ડર નહી લાગે મને... તારી યાદો હૂઁ ઇચ્છુ ત્યારે મન મુકી ને માણી શકુ છું.તારી યાદો દ્રારા ફરી હૂઁ તને જીવી શકુ છું....ખરેખર  રોમ રોમ ને નવચેતન કરે છે તારી યાદો.. અદ્દભુત અનુભૂતિ કરાવે છે... પેહલા તને યાદ કરી ખૂબ રડી હૂઁ..પણ હવે તારી યાદ જ્યારે પણ આવે છે ને તો એક અનેરો આનંદ લઈ ને જ આવે છે.. શું કહું તને?લોકો કહે છે કે હૂઁ એકલી એકલી હસતી હોવ છું ત્યારે.. (હસ નહીં તુ..અમુક વાર લોકો પાગલ પણ સમજી બેસે છે).

એક વાત કહું?તારી યાદો મને રોજ તારા પ્રેમ માં પાડે છે.. રોજ તને મળ્યા વગર હૂઁ મળું છું.. તને અડકયા વગર હૂઁ અડકુ છું...ક્યારેક લાગે છે હૂઁ તારા માં જ તો જીવું છું.
પ્રેમ માં મે લોકો ને મરતા જોયા છે.. પણ મારે તો તારા પ્રેમ માં જીવવું છે.. રોજ તારા પ્રેમ માં પડવું છે.. હસવું છે, રડવું છે.. અને ક્યારેક ક્યારેક તારા માં ઉડવું પણ છે..ઉડવા દઈશ ને? તને સાચવી ને રાખવો છે મારા માં.અને તારા માં સચવાઈ ને રહેવું છે...વૃદ્ધ થવું છે તારા માં જીવી ને...તારી આદતો ની મને પણ લત લગાડવી છે...શું વાંધો છે એમા કે હવે શબ્દો ની લેહઃવેંચણી નથી તારા અને મારા વચ્ચે..લાગણી નો બઁધ તો હંમેશા રેહશે જ ને?..એના આશરે પણ જીવી લેવાશે.. 

એક વાત કહું?..તારી અને મારી જ્યારે છેલ્લી વખતે વાત થઈ હતી ને ત્યારે યાદ છે ?તેં કહ્યુ હતું કે" જેવી તું છે,એવિ જ રેહજે.. બદલાઇ ન જતી"
પરંતું હું બદલાઇ ગઈ.. એવૂ લાગ્યું કે એક વાવાઝોડું આવ્યુ અને મને અસ્તવ્યસ્ત કરી ગયુ..અને વાવાઝોડા નાં ગયા પછી જ્યારે મે મારી જાત ને ફરી ગોઠવી ને જોઇ ત્યારે હૂઁ મારા એક નવા જ અસ્તિત્વ ને મળી.(એ વાવાઝોડું તુ જ હતો પાગલ)
માફ કરજે પણ હૂઁ બદલાઇ ગઇ..વધું મજબૂત થઈ ગઇ..વધું પ્રેમાળ થઈ ગઇ..અને વધું જીવંત થઈ ગઇ.

હજુ એક વાત કહું?ખરેખર તેં પ્રેમ ની વ્યાખ્યા સમજાવી મને...કોણ કેહ છે કે પામી ને જ પ્રેમ થાઈ..હૂઁ કહું છું ગુમાવી ને પણ પ્રેમ કરાઈ.એટલી જ તીવ્રતા થી અને એટલી જ ઉત્કટતા થી.અને... એટલાં જ ઊંડાણ થી  કરાઈ..
કોણ કેહ છે સાથે રહીં ને વૃદ્ધ થવૂ એને જ પ્રેમ કેહવાઈ.?હૂઁ કહું છું એકબીજા થી દુર છતાં એકબીજા માં રહીં ને વૃદ્ધ થવું પણ તો પ્રેમ જ કેહવાઈ ને?..લોકો કેહ છે પ્રેમ ખૂબ રડાવે....હાં સાચી વાત છે.. પ્રેમ ખૂબ રડાવે..પણ પ્રેમ જીવન જીવતાં પણ શીખવાડે..ક્યારેક રડતા રડતા પણ હસાવે ...એને જ તો પ્રેમ કેહવાઈ...પ્રેમ ને પામ્યા પછી ગુમાવ્યા ની પીડા કોઈ મને પૂછે..પણ પ્રેમ ગુમાવ્યા પછી પણ પામી લીધાં ની અનુભૂતિ જો મળે તો એને વર્ણવી જ કેમ શકાય?તુ જ કેહ ને..

એક પ્રશ્ન પૂછું?લોકો પૂર્ણતા ને જ પ્રેમ શું કામ કહે છે..એટ્લે તારા મારા પ્રેમ ને પૂર્ણતા ન મળી તો શું એ પ્રેમ નોઁહતો?
શું અધુરો રહીં જાઇ એ પ્રેમ જ ન હોઇ? તારો મળેલો સાવ ટૂંકો સાથ પણ મને તો પૂર્ણતા આપી ગયો..તો શું એ ટૂંકો સંગાથ પ્રેમ નોઁહતો? મારી નજર થી જોઇશ તો પ્રેમ નો કોઈ અંત હોઇ જ નહી...પ્રેમી સાથ હોઇ કે ન હોઇ..પણ પ્રેમ તો સાથે જ હોઇ...શુ વાંધો છે એમાં  કે તુ અને હૂઁ એક જ છત નીચે ન રહીં શક્યા..?એક આકાશ નીચે તો છીએ જ ને?શું વાંધો છે એમા કે હૂઁ તને સ્પર્શી નહીં શકુ..?પણ આ  જે રોજ વાયરો વહે છે ને.. જે મને અડકી ને જાઇ છે..એ તને સ્પર્શી ને જ આવતો હોઇ ક્યારેક એવો આભાસ થાઈ છે મને..એનો સ્પર્શ તારા સ્પર્શ જેવો જ લાગે છે...ખૂબ જ સૌમ્ય..

છેલ્લે એક વાત કહેવી છે.. જીવન માં ક્યારેય પણ જો હૂઁ તને કોઇક વળાંક પર મળી જાવ ને તો મારો તિરસ્કાર ન કરતો...કાંઈ જોઈતું નથી મને તારા પાસે થી.. પરંતું એક  આછી સ્મિત જરૂર આપજે..

તારી......
ખાલી જગ્યા માં તને ઉચિત લાગે એ નામ લખી દેજે..

(મારા હિસાબ થી કદાચ પ્રેમ આને જ કેહવાઈ..પ્રેમ પામવાનું નામ નથી, પ્રેમ તો જેટલું મળે એટલું જીવી લેવાનું નામ છે)


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

VANRAJ RAJPUT 2 માસ પહેલા

wow 👌💐

Verified icon

nihi honey 4 માસ પહેલા

Verified icon

Dhaval Trivedi 5 માસ પહેલા

Verified icon

nishar malek 6 માસ પહેલા

Verified icon

Ashkk Reshmmiya Verified icon 8 માસ પહેલા

શેર કરો