સમજણની સેજમાં સમાણી જિંદગી BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજણની સેજમાં સમાણી જિંદગી

સમજણની સેજમાં સમાણી જિંદગી

'જિંદગી જીવવા માટે શું જોઈએ???????


રોટી, કપડાં અને મકાન.... પ્રાથમિક જરૂરિયાત કહી શકાય. બરાબર ને?
હવે,


જિંદગી શાંતિથી જીવવા શું જોઈએ??????????????????


સમજણ, સહન-શક્તિ અને સંતોષ............ આ એકદમ પરફેક્ટ લાગે છે ને હવે?

બસ તો આજે આજે એવું જ કાંઈક જે ખરેખર પરફેક્ટ છે એની જ ચર્ચા કરીશુ. દરેક પામરજીવ જન્મ લે ત્યાંથી લઈને અંત સુધી બસ એક જ વસ્તુ માટે ભટકે છે જે છે 'શાંતિ'. સાહેબ, આજે હું એ વાતને સાબિત કરી દઈશ આપ સહુની સામે કે
'શાંતિ શોધે ના મળે, એને પામવી પડે'......... શોધ કોની થાય દોસ્ત? જે ખોવાયું હોય એની. જે ખોવાયું જ નથી એની વળી શોધ કેવી?? શાંતિને પામવા શું જોઈએ?? _'સમજણ'......

સમજણ ક્યાં થી આવે?

સહન-શક્તિ અને સંતોષ. આ બંનેનું મિશ્રણ એટલે સમજણ અને સમજણ આવી જાય એટલે શાંતિ તો આવવાની જ છે. લો, કેટલું સહેલું છે નહિ?????? તમને થશે કે આ બેનને કલમ મળી છે એટલે કઈ પણ કંડારે છે. દોસ્ત, એવું નથી. મેં અહીંયા જે કઈ પણ કહ્યું એ બધું જ બહુ સનાતન સત્ય છે અને એ વાતને હું સાબિત કરીને બતાવી શકું છું પછી તમે જ કહેજો કે મેં કહ્યું એ સાચું કે ખોટું?

દીપશિખાના લગ્નને ૧૦ વર્ષ થઇ ગયા હતા. પરિવાર સુખી, બાળકો મઝેદાર જીવે અને ઘરમાં શાંતિ એટલે એકવાર કીટી-પાર્ટીમાં ભેગા થયા. બધા જ પોતાના વાતોએ વળગ્યા. બધા પોતાના પરિવારની ચિંતામાં, બાળકોની ભણતરની ચિંતામાં કે પછી સાસુ-સસરાની ચિંતામાં એટલે બધું જ ફ્રસ્ટ્રેશન આજે નીકળતું હતું. એક દીપશિખા જ બધાની વાતો સાંભળી રહી હતી અને બસ સ્માઈલ સાથે ટૂંકાણમાં જવાબ આપી રહી હતી. બધા તો વાતોમાં હતા પરંતુ ચાંદનીનું ધ્યાન પડ્યું કે દીપશિખા કેમ કઈ બોલી નથી રહી, શું એની જિંદગીમાં સુખ જ સુખ છે! બધા સાથે હસી-હસીને વાતો કરે છે, એના ચહેરા પર પણ કોઈ દુઃખ કે ચિંતાની રેખા નથી. શું એને જિંદગીથી કોઈ ફરિયાદ જ નથી?? એટલા બધા સવાલોના જવાબ ચાંદનીનું મન આપી શકે એ શક્ય નથી એટલે એને બધાની સામે જ પૂછી લીધું કે,

'દીપી, શું છે ને કઈ! તારા ચહેરા પરથી તો સ્માઈલ અને સૂકું હટતું જ નથી ને! દૈવત સાથે લગ્નને ૧૦ વર્ષ થઇ ગયા છતાં કોઈ પણ જાતની ફરિયાદ નથી તને? બહુ કહેવાય કઈ! અને એવું તો નથી કે તું અમને કઈ કહેવા જ નથી માંગતી? હાહાહા....', ચાંદની ટોન્ટમા પણ હસતા-હસતા બોલી.

ચાંદની સાથે બધાએ હાજી પુરાવી બધાને જાણવાની ઉત્સુખતા થઇ.

દીપશિખા હસી પડી.

'અરે ચાંદ, ચાલ આજે તને કહી જ દઉં હું મારી આ હસીનો રાઝ.... (અને ચાંદનીએ બધાની નજરમાં આવે એમ બધાને સંબોધીને કહેવા માંડ્યું.)

'સી ફ્રેન્ડ્સ, મારા ચહેરા પર સ્માઈલ છે કારણકે હું એ સ્માઈલને હર-હંમેશ મારા શ્રીંગાર સાથે પહેરી જ રાખું છું. તકલીફ કોને નથી??


ગરીબને પૈસો જોઈએ,
અમીરોને આરામ જોઈએ,
સાચા હોય એને સલામતી જોઈએ,
ખોટાને પોતાનો સિક્કો સાચો જોઈએ,
છોકરાને સારી જાયદાદ જોઈએ,
છોકરીને વર રાજકુમાર જોઈએ,


દરેકેદરેક માણસ જે આ દુનિયામાં આવે છે એને કોઈને કોઈ વાતે તો તકલીફ રેહવાની જ છે. એનું સૌથી મોટું કારણ છે,
માણસ સંતોષી નથી અને સંતોષી માણસ બનવું એ પણ બહુ અઘરું છે.

સમજણનો અભાવ છે, સહન-શક્તિની ખામી છે.

તમે બધા એમ કહો કે મારે કોઈ દુઃખ નથી, મારે જીવનમાં શાંતિ જ છે, મારે ચહેરા પર હર-હંમેશ સ્માઈલ જ રહે છે તો હા, તમે બધા બહુ જ સાચા છો, હું ખુશ છું, દિલથી, અંતરમનથી, મારા પરિવારથી, મારા બાળકોથી, મારા દૈવતથી અને અમારા બધાની કિસ્મતથી. હું બધાથી ખુશ છું. મને કોઈ સાથે કોઈ ફરિયાદ જ નથી.

પહેલા હું પણ તમારી જેમ એકલી મૂંઝાતી હતી, થોડો સમય બસ એમાં જ રહી, પુસ્તકોનું આચમન કર્યું, સાચા અને સારા વક્તાઓનું થોડું સાંભળ્યું અને જીવનમાં ઉતારવા જેટલું ઉતાર્યું. તકલીફોથી પર કેમ રેહવું? તકલીફોને આપણા પર હાવી ના થવા દેવી. આપણા આત્મ-વિશ્વાસને ડગવા ના દેવો. કોઈની કીધેલી વાત આપણા મનને પરેશાન ના કરે. કોઈના બોલેલા અપ-શબ્દો તમને લમ્બો સમય રડાવી ના શકે. કોઈ કરેલું તમારું અપમાન તમને બદલો લેવા પર મજબુર ના કરે. તમે ગુસ્સે થઈને સામે વાળા વ્યક્તિ સાથે મનમાં કાટ ના રાખો. તમારા જીવનમાં આવેલી દરેક તકલીફ તમને એક નવી પ્રેરણા આપીને જાય, તકલીફોના જાળા સાફ કરતા કરતા તમે મનમાં રહેલા બધા જ જાળા સાફ કરી દો અને બીજું ઘણું બધું મને શીખવા મળ્યું છે તો ફક્ત ને ફક્ત વાંચનથી અને સારા વ્યક્તિ સાથેના સાથ થી.

તમને બધા ને તકલીફ શેની થઇ છે????????

કોઈ કઈ કહી જાય એની? કેટલું આડ-કરતી રીતે સમજાવી જાય એની?????? સીધા મોઢે વાત નથી કરતા એની??????
પૈસાની તકલીફ થઇ? જીવનમાં અણધારી આફત આવી ગઈ????? બાળકોના ભવિષ્યની ચિંતા પતિને નથી એની??????
લોકો જેટલો પૈસો ક્યારે આવશે એની??????? લોકો સાથેની સરખામણી કરવામાં હજી આપણે પાછા રહી ગયા છે એની???????
લોકો કેટલા સરસ લાગે છે એની???????

ભગવાનને કોસવામાં તો આપણે કસું બાકી રાખતા જ નથી.

કેટલીય વર આમ ઉપર જોઈને કહી દીધું હશે કે,


'સાહેબ, જરા દયા કર હવે, બહુ થયું છે. હું એકલી જ નથી દુનિયા માં. તને તકલીફ આપવા ને દુઃખી કરવા માટે હું જ મળું છું?????'

શું કહેશો?? કીધું છે ને? કીધું જ હોય દોસ્ત. આપણે કાળા માથાના માનવી રહ્યા એટલે સરખા તો હોવાના જ ને!

એટલા બધા સવાલો તમારા બધાના મગજમાં ઘર કરી ગયા છે અને એના જવાબો આપણે બધાએ ભેગા થઈને શોધવાના છે. દરેક સવાલોના જવાબનું એક આખું પુસ્તક 'શ્રીમદ ભાગવત ગીતા' છે જેમાં કળિયુગમાં આવનાર દરેક સવાલોના જવાબ છે જે ભગવાન કૃષ્ણએ ખુદ પોતાના મુખેથી આપ્યા છે.

મેં શરૂઆતમાં તો તમારી જેમ ફરિયાદ જ કરી છે. પછી


'રાહ ચીંધનાર રહી બની પુસ્તક આવ્યું,
એના પન્ને-પન્ને મેં મારા જવાબ શોધ્યા,
સીધા નહિ તો આડકતરી રીતે એને મને સંતોષી જવાબ આપ્યા.

દુનિયાનું દરેક પુસ્તક કાંઈક ને કાંઈક સંદેશ સાથે જ આવે છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. પુસ્તક જ એક એવી રાહ છે જે ભટકેલા માનવીને સાચી રાહ બતાવી શકે, નિરાશ માણસના મનમાં આશાનું એક નાનું અમથું પણ કિરણ પ્રકાશિત કરી શકે. કહેવાય છે કે,

'માનવીનો સાચો દોસ્ત હોય તો એ પુસ્તક છે.'

પુસ્તક વાંચતી ગઈ, સમયને સમજતી ગઈ,
અનુભવને કામે લગાડતી ગઈ, નકામું નેવે મુક્તિ ગઈ,
નાહકના વિચારોને અવગણતી ગઈ,
બે કાનનો સરખો ઉપયોગ કરતી રહી,
સાચું સાંભળતી ગઈ,નકામું ન્યોછાવર કરતી રહી
અને બસ હસ્તી રહી............એકદમ દિલથી, કોઈની પરવાહ કર્યા વગર, મારા જ વિચારીમાં વિહાર કરતી રહી.'


'બહુ વધારે જ્ઞાનવાણી ના થઇ ગઈ આ કીટીપાર્ટીમાં??', દીપશિખા બધાની સામે હસીને બોલી.

'અરે દોસ્ત, તારી વાતમાં દમ તો છે! રોજ કંટાળીને ફરિયાદ કરવી એના કરતા એનો સંપૂર્ણ સ્વીકાર કરી લેવો વધારે સારો. હવે વધારે નહિ તો કાંઈ નહિ પરંતુ થોડું પણ ઉતારી લઈએ તો કાંઈ ખોટું નથી. પછી છેલ્લે કાંઈ ના થાય તો આપણે તો છીએ જ. કીટીમાં મળતાં રહીશુ અને બસ આમ જ દિપશીખાની જેમ હસતા રહીશુ.', સંજના થોડી હસીમજાક કરતા બોલી.

બધા હસી પડ્યા અને ફરી પોતાની મસ્તીમાં ચાલી નીકળ્યા.

પરંતુ આ કીટીપાર્ટીમાં થયેલી વાતનું મનોમંથન તૃષા ઘરે ગયા પછી પણ કરતી રહી. થોડો સમય તો કાંઈ સૂઝ ના પડી પરંતુ થોડા સમય પછી ધીમે-ધીમે એણે પોતાની લાઈફમાં એનું પાલન કરવા માંડ્યું અને બધું જ થોડા સમયમાં સરખું થઇ રહ્યું હોય એવો ભાસ થવા લાગ્યો. એ ખુશ રહેવા લાગી, એના મનની આંખોથી દુનિયાને જોવા લાગી.

સમય વીત્યો, ફરી કીટીપાર્ટી થઇ ને ફરી બધા મળ્યા, પરંતુ તૃષાની કમી બધાને લાગી. કોઈએ ધાર્યું નહતું કે આવું અચાનક જ એક આભ તૂટશે અને તૃષાની એ ખીલતી હસીને ભરખી જશે.

'મૂરઝાયેલા મનને માંડ મનાવ્યું,
વીતેલી ક્ષણોને માંડ સરખી સજાવી,
હોઠોની પંખુડી માંડ પ્રસરાવી ને
ત્યાં જ,
મનડું મોર થઇ ગયું ને સેજ સુની થઇ ગઈ,
જાણે,
સમજણની સેજમાં જિંદગી સમાણી.'

-બિનલ પટેલ
8758536242