Ek sambandh aavo pan books and stories free download online pdf in Gujarati

એક સંબંધ આવો પણ! - National Story Competition-Jan

એક સંબંધ આવો પણ!

બિનલ પટેલ

"જય જિનેદ્રા માસી, "કેમ છો? રિદ્ધિ એ કોકીલામાસી સાથે બે ઘડી વાત કરી. કોકીલામાસી પણ સવારમાં ખુશીથી બોલ્યા, "જય જિનેદ્રા દીકરા" અને રિદ્ધિ દેરાસર દર્શન કરી નીકળતી જ હતી દરરોજની જેમ ઓફિસ જવા પણ એને ક્યાં ખબર હતી કે આજનો દિવસ રોજ જેવો નથી અને એને આજે કંઈક નવો જ અનુભવ થવાનો હતો અને એ પણ આવી રીતે?

રિદ્ધિ એકટીવા પાસે જાય છે ને રિંગ વાગે છે અને પહેલી વાર એને કદાચ ફોન ઉપડતા આટલી વાર થઇ હશે, ફોનની રિંગ સાંભળતી જાય છે અને વિચારો માંથી બહાર આવી ફોન ઉપાડે છે અને પછી "હલો, કેમ છો ?" ના વાક્યથી વાતની શરૂઆત થાય છે એ ફોન ક્યાંથી હતો, કોનો હતો, એ વાત રિદ્ધિ જાણતી હતી. રિદ્ધિ પોતે કઈ વાત કરવાની છે એ એને પણ ક્યાં ખબર હતી! પણ ખબર નહિ એ વહેલી સવારના પવનમાં કંઈક અલગ જ સુગંધ ને અલગ જ વાત હતી. રિદ્ધિનું મન પણ જાણે એને કંઈક કહી રહ્યું હતું પણ એ ભાષા હજી રિદ્ધિ સમજી શકે એટલી પણ સમજદાર નહતી. એકટીવાની ગતિની જેમ વાતો પણ જાણે પુરજોશમાં ચાલી રહી હતી.

હવે વાત જાણે એમ હતી કે રિદ્ધિના ઘરવાળાએ લગ્ન-મેળાપની એક વેબસાઈટમાં રિદ્ધિનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓ રિદ્ધિ માટે એક સુંદર, સુશીલ સજ્જનની તલાશમાં હોય એ સ્વાભાવિક છે. જમાનો ડિજિટલ એટલે રિદ્ધિ એ વેબસાઈટમાંથી અમુક છોકરાઓ પર પોતાની પસંદગી ઉતારી હશે એ સ્વાભાવિક છે એમાંથી રિદ્ધિએ સાવ સામાન્ય ભાવે એક સરસ લહેકામાં અંગ્રેજીમાં એક ઈ-મેલ, બને એટલા ઓછા ને સીધા-સદા શબ્દોમાં કંઈક કહેવાનો પ્રયત્ન સિદ્ધાર્થ નામના છોકરાને કર્યો હતો. અને પછી શું ? એ ઈ-મેલનો જવાબ આવતો ગયો અને વાત ઘણા ખરા દિવસો પછી આગળ વધી અને આજે એ જ વાત ફોન પર પહેલી વાર દસ્તક દઈ રહી હતી. સુતેલા ફૂલોમાં પાણીનો છંટકાવ, પતંગિયાના પંખને ધીમેથી સ્પર્શ, સંગીતના વાજિંત્રોમાંથી રેલાતો મધુર સૂરની જેમ રિદ્ધિ-સિદ્ધાર્થ પણ એક નવી દુનિયાને જોવા ઉત્સુક હતા.રિદ્ધિ, જેણે ફોન કરનાર વ્યક્તિને કદી રૂબરૂમાં જોયો નથી ફક્ત ફોટોમાં દેખાય છે એ પરથી દેખાવમાં જાણે કે ૨૫ વર્ષનો જુવાનજોધ યુવાન, ચહેરા પર એક અલગ જ શાંતિ વાળું સ્મિત, આંખોમાં જાણે કે એક અલગ જ વાત જે સમજવાનો પ્રયત્ન હજી રિદ્ધિ કરી રહી હતી, સાત સમુંદર દૂરથી આવતા એ અવાજમાં એક મધુરતા, એક અજીબ શાંતિ, જાણે કે એક સજ્જન માણસ જોઈ લો. વર્ણન કરતા શબ્દો ખૂટી જાય એવો અનુભવ હતો રિદ્ધિનો અને કદાચ સામે ફોન કરનાર સિદ્ધાર્થનો પણ....

સમય પણ ખરો છે ને? કયારેય રોકાતો જ નથી. આજે કદાચ આ વાત રિદ્ધિ અને સિદ્ધાર્થ બંને ખૂબ સારી રીતે સમજી શકતા હતા, વાતોમાં રિદ્ધિ ઓફિસ પહોંચી ગઈ અને સમયે પણ એની ગતિ ચાલુ જ રાખી અને સમય જાણે કે કોઈકની કસોટી લેવા મેદાનમાં ઉતર્યો હોય એમ સાવ ધીમા પગલે આગળ વધી રહ્યો છે અને એ સમયની કસોટીમાં ૧૦૦% સાથે ઉતીર્ણ થવા રિદ્ધિ અને સિદ્ધાર્થ બંને જાણે-અજાણે મહેનત તો કરી જ રહ્યા છે.બસ જોવાનું એ છે કે આગળનો સમય રિદ્ધિ-સિદ્ધાર્થના સમયને કેવી રીતે નવો વળાંક આપે છે....

બંનેના મનમાં કાંઈક અલગ જ અનુભવ થયો હશે એવું આપણે સમજી શકીએ છીએ. પછી તો વાતચીત ચાલતી ગઈ બંને ને એકબીજાનો સાથ-સંગાથ, સ્વાભવ,ભણતર,દેખાવ બધું જ ધીરે-ધીરે પસંદ આવવા લાગ્યું. પરિસ્થિતિ પણ એવી ને સમય પણ જાણે સાગરના બે છેડા જ જોઈ લો. સિદ્ધાર્થ છેક સાતસમુંદર દૂર અમેરિકામાં એટલે વાત આગળ વધે એ શક્ય જ ના બને જ્યાં સુધી સિદ્ધાર્થ ઇન્ડિયા પાછો ના આવે છતાં સમય સાથે હાથ મિલાવી બંને પરિવારોએ સિદ્ધાર્થના આવ્યા પહેલા એકબીજાને મળીને એ વાતની પુષ્ટિ કરી લીધી હતી કે આ સંબંધમાં પરિવારની અનુકૂળતા કેટલી છે! સિદ્ધાર્થના પરિવારને રિદ્ધિ પહેલી જ વારમા પસંદ પડી ગઈ હતી. સિદ્ધાર્થ બે મહિના પછી અમેરિકાથી આવી રહ્યો છે એ વાતની જાણ બધાને છે અને એટલે જ સમયની રાહમાં બધા પોતાનો કિરદાર સરસ નિભાવી રહ્યા છે.

આ બધું જ જોતા મને એક વાત તો ચોક્કસ યાદ આવે કે એ છે કે આપણને "સમય"ની કિંમત ત્યારે જ સમજાય જયારે ખરેખર "સમય" કસોટી કરવા અથવા તો "સ્વાગત" કરવા જ ઉભો હોય અને આપણે ધારવાં છતાં, ઇચ્છવા છતાં પરિસ્થિતિથી લાચાર બની ને ખરા "સમય"ની વાટ જોતા હોઈએ. આપણી પાસે રસ્તા ઘણા હોય પણ એ રસ્તાનો ખુલવાનો ખરો સમય કયારે આવશે એ વિચારોમાં આપણે જે નજરો બિછાવીને બેઠા હોઈએ ત્યારે જ ખરા સમયનું મૂલ્ય સમજાય અને એ વાત રિદ્ધિ-સિદ્ધાર્થથી વધારે કોણ સમજી શકે???

સમય જતા ક્યાં વાર લાગે છે સાહેબ?? બસ ૨ મહિના વીત્યા, સિદ્ધાર્થનું આગમન થયું ઇન્ડિયામાં અને ૨-૩ દિવસ પછી આજે પહેલી વાર ઘરવાળાની મંજુરીથી રિદ્ધિ-સિદ્ધાર્થ એકબીજાને મળવાના હતા. બંનેના મનમાં કાંઈક અલગ જ રોમંચ હતો. બંને એક કૅફે શોપમાં મળ્યા બંને જાણે ઘણુંબધું કેહવા માંગતા હોય પરંતુ કદાચ શબ્દો સાથ નહોતા આપી રહ્યા અને એમાં ને એમાં એમની પહેલી મુલાકાતની મધુર શરૂઆત થઇ. પછી જ્યાં સુધી ઘરવાળા આગળ નક્કી ના કરે ત્યાં સુધી ઘણી ખરી ૨-૩ વાર મળ્યા હશે બંને અને પછી સમયની રાહ જોતા બેઠા કે ક્યારે સમય એમને કાબુલ કરે...

દૂર રહીને પણ બનેને એકબીજા માટે મન-સમ્માન, લાગણી બધું જ ભરપૂર હતું. બધું ખુબ સરસ જ ચાલી રહ્યું હતું પણ કહેવાય છે ને કે સારી અને સાચી વસ્તુને નજર જલ્દી લાગે. સમયે પણ કાંઈક આવી જ કસોટી કરવાનું નક્કી કર્યું હશે અને સિદ્ધાર્થના ઘરમાંથી કોઈક કારણસર આ સંબંધને આગળનું "ગ્રીન સિગ્નલ” મળે એમ નહતું. ૨-૩ મહિના પહેલા બંને ફેમિલી મળ્યા, વાતો-ચિતો કરી, નાત-જાત એક પરંતુ અંતમાં એવી વાતમાં તકલીફ પડી ઘરવાળાને કે "બંને ફેમિલીનો "સમાજ" કાંઈક અલગ છે." ૨-૩ મહિના સુધી બંને ઘરવાળાની મંજુરીથી વાતને આટલી આગળ વધાર્યા પછી "ARRANGE MARRIAGE” ના કિસ્સામાં આવી તકલીફ મેં તો પહેલી વાર જોઈ હશે!

આવી વાત સાંભળીને જાણે રિદ્ધિના મનમાં તો કાંઈક મોટો ધ્રાસ્કો પડ્યો અને જાણે કોઈક ખરાબ સપનું જોઈ લીધું હોય એવો અનુભવ થયો. સિદ્ધાર્થ પણ કદાચ આ જ અનુભવી રહ્યો હતો. સમય વીતતો ગયો. સિદ્ધાર્થ એ પ્રયત્ન ચાલુ રાખ્યા ઘરવાળાને મનાવતો રહ્યો અને કદાચ બની શકે સિદ્ધાર્થ ઘરવાળાની સામે પોતાનો પક્ષ મજબૂતાઈથી રજુ નહિ કરી શક્યો હોય.. કહેવાય છે કે "લાગણીઓના પ્રવાહમાં બહુ જ તાકાત હોય છે સાહેબ, પરંતુ "મજબૂરી"નો માર બહુ જોરદાર વાગે અને એની આગળ લાગણીઓ પણ હારી જતી હોય છે..

સિદ્ધાર્થની પણ કોઈક મજબૂરી જ હશે કે ઘરવાળાને માનવી ના શક્યો અને ના રિદ્ધિને કાંઈ કહી શક્યો. ધીરજ ને વિશ્વાસ બંને હતા સહિયારા,શરૂઆત સત્યના પગીથીયે પગ મૂકી કરી હતી, ઉમ્મીદમાં ખાલી એક અતૂટ સંબંધની આશ, જીવનમાં એક સાચા હમસફરનો સાથ જે બંને ખુબ સારી રીતે નિભાવી રહ્યા હતા, તો પછી અંતમાં શું ભૂલ હતી રિદ્ધ અને સિદ્ધાર્થની? શું સમય પણ પોતાની ક્રૂરતા પણ એ દિવસે રડ્યો નહિ હોય? પ્રભુએ શું જોઈને બંને ને મળાવ્યા હશે??? શું કામ લાગણીઓના ઘોડાપુરનો ધસમસતો પ્રવાહ વહેવડાવીને આમ અંતમાં પાળ બાંધવાની જરૂર પડી ? શું એમના ગયા જન્મના હિસાબો હશે?? એમના ગયા જન્મના અધૂરા સાથને પૂરો કરવાનો એક ભાગ હશે?? ૩ મહિનાનો યાદગાર સફર જેને ભૂલવો બંને માટે અશક્ય હશે. કદાચ છેલ્લી વાર બંને ફોનમાં વાત કરી રહ્યા હતા અને બંનેના નસીબની રેખા ભલે ના મળી હોય પણ બને ના મન તો આજે પણ એકબીજા માટેની લાગણીઓની ગવાહીઃ આપી રહ્યા હતા એ જ સાંજે રિદ્ધિ પોતાની લાગણીઓને કાબુમાં ના રાખી શકી અને આંખોની પાછળ છુપાયેલું એનું ચિક્કાર દર્દ આંસુ બનીને બધા જ બંધ તોડી ગયું અને એ જોઈને સિદ્ધાર્થ પણ પોતાના આંસુને વહેલા રોકી ના શક્યો પછી તો શું સાહેબ? સમય પણ રડ્યો ને કુદરત પણ!!! અંતમાં બંને સમજદારી વાપરી એકબીજા ને સાંત્વના આપી સમયને માન આપી પોતાના લાગણીઓના ઘોડાપુરને અંતર મનમાં કયાંક ઊંડે દાટી દીધું અને સમય સાથે આગળ વધવું જ રહ્યું ને! એક સંબંધ આવો પણ હોઈ શકે સાહેબ જ્યાં મેળવવાની લાલસા નથી, પ્રેમ થી મળે તો આનંદ નહિ તો ભાગ્યનો હિસાબ....

જિંદગી છે સાહેબ, કાંઈ પણ થઇ શકે. આટ-એટલું થયા છતાં રિદ્ધિ-સિદ્ધાર્થના મનમાં એકબીજા માટે મન-સમ્માન અતૂટ હતા એ નવાઈની વાત છે! સમય સાથે બંને એ સમાધાન કરી લીધું અને સ્વીકારી લીધું સમયે જે કાંઈ પણ ફેંસલો આપ્યો એ... સમય માણસને નિમિત્ત બનાવે છે સાહેબ, બાકી ભાવ-સ્વભાવ બધું જ સારું હતું ને? પણ "કર્મો"ની ગતિનો મોરલો કાળા કરી ગયો અને એટલે જ એક અતૂટ બંધનમાં બંધનાર પવિત્ર સંબંધ અકાળે પૂર્ણવિરામમાં ફેરવાઈ જાય છે.કળિયુગમાં પણ આવા જોડા છે સાહેબ જે "પરિવારની ખુશી માં પોતાની ખુશી સમજી જીવનની સૌથી મોટી કુરબાની હસતા મોઢે આપતા હોય છે." બસ આ જ જોઈને લાગ્યું કે "પ્રભુ તું હજી પણ હયાત છે અમારા બધામાં, પ્રેમ અને ત્યાગની મુરત બનીને અને આજીવન જીવંત રહીશ."

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED