Santosh books and stories free download online pdf in Gujarati

સંતોષ...

"સંતોષ"

" અરે! આજે તો કાંઈ મઝા જ નથી. કંટાળી ગયો છું હું તો સાવ, જીવનમાં કાંઈ રસ જેવું રહ્યું જ નથી, રોજ એકની એક જિંદગી જીવવાની ને રોજ ઉગતા સૂરજ સાથે આશા લઈને ઉઠવાનું અને પછી સાંજે એ જ આશાને ધીમી ગતિએ નિરાશા તરફ જતી જોઈ ગાડીમાં રેડિયો પર આવતા સોન્ગ્સ સાંભળીને ઘરે જવાનું."

આવું કાંઈક મનમાં ને મનમાં વિચારીને દેવાંગ ગાડી ચલાવી રહ્યો હતો. દેવાંગ એક ભણેલો, દેખાવડો અને સંસ્કારી છોકરો સાથે બધી જ રીતે હોશિયાર ગણી શકાય ને નોકરી પણ સારી એવી કરે ને સુખી કહી શકાય એવો, છતાં કહેવાય છે ને કે માણસને "સંતોષ" નથી હોતો. એક વસ્તુ મળે તો બીજીની મહેચ્છા વધવા લાગે.

દેવાંગને પણ કાંઈક આવું જ થયું હતું. જીવનમાં એને કાંઈક ખૂટતું જ રહેતું. વધારે કામિયાબીની તલપમાં આવેલી ખુશીઓને પણ એ માણી નહોતો શકતો.

ગાડી ફુરપાટ ચાલે છે ને સાથે મગજમાં વિચારોનું વાવાઝોડું ફરે છે, કુદરતને ફરિયાદ ચાલે છે, થોડો ગુસ્સો કિસ્મત પર પણ થાય છે અને એવામાં ગાડી એક સિગ્નલ પર થોભે છે અને બાજુમાં એક ૨૩-૨૪ વર્ષની છોકરી આવીને થોભે છે. દેવાંગની નજર ફરે છે ને સાથે જ કાંઈક એવા ભાવ એના મગજમાં થાય છે અને જાણે બધું જ એક પળમાં સમજી ગયો હોય એમ બસ એ છોકરીને નીરખ્યા કરે છે.

છોકરીએ લાલ ટી-શર્ટ અને જીન્સ પહેર્યા છે, રંગે ગોરી ને બાંધો એક સુંવાળી કન્યા જેવો, કાનમાં હન્ડ્સફ્રી ભરાયા છે, ને સૌથી મોટી વાત સાહેબ એ છોકરીના માથા પર એક વાળ નથી(ટૂંકમાં ટાલ છે.) કારણ શું હશે એની પાછળનું એતો ખબર નથી પરંતુ એ છોકરીની બહાદુરીને સલામ છે દોસ્ત, એને વાળ નથી એ વાતને છુપાવવા માટે એણે કોઈ દુપટાનો સહારો લીધો નથી, દુનિયા શું કહેશે એની પરવાહ નથી, કુદરત સામે કોઈ ફરિયાદ નથી ને છોકરી સોંગ્સ સાંભળવામાં મગ્ન છે પોતાની દુનિયામાં ખોવાયેલી છે, મનથી ઘણી જ ખુશ હોય એવું દેખાય છે એના મનની ખુશી ચહેરાને વધારે સુંદર બનાવે છે.

આ નઝારો દેવાંગ જોવે છે. પોતે કુદરત સામે કરેલા સવાલોનો વરસાદ યાદ કરે છે ને એક અપરાધ ભાવ અનુભવે છે. બધું જ હોવા છતાં "સંતોષ" નથી. મનથી પ્રભુનો પાડ માની દિલથી એ છોકરીના જીગરને સલામ કરીને ઘર તરફ પ્રયાણ કરે છે. ૫ મિનિટમાં પણ જો પ્રભુ આપણા માનનાં ભાવ બદલી શકે તો એ પ્રભુ આપણને બધું જ આપી શકે છે અને બધું જ આપ્યું છે બસ "સંતોષ" આપણે જાતે લેવાનો છે. આ વાત દેવાંગ ખુબ સારી રીતે સમજી જાય છે અને રસ્તામાં જ દેવાંગના માનનાં બધા જ ભાવ બદલાઈ જાય છે એના બધા જ સવાલોનો એક જ જવાબ આપી કુદરત પણ એને પોતાની હયાતીની સાબિતી આપે છે અને જીવનનો ઘણો મોટો પાઠ ભણાઈ જાય છે. દેવાંગ આ છોકરીને પ્રભુની હયાતી સમજી જીવનભર યાદ રાખવા માંગે છે.

પરિસ્થિતિ જ બોલી ઉઠી સાહેબ, કોઈએ કાંઈ સમજવવાની જરૂર જ ક્યાં રહી દેવાંગ ને? આ પ્રભુનો સંદેશ જ કહેવાય અને દેવાંગે કરેલા સવાલોનો જવાબ પ્રભુએ ખુદ આપ્યો. કુદરતનું અસ્તિત્વ બહુ નિરાળું છે. બધા જ સવાલના જવાબ કુદરત સમય આવ્યે આપે જ છે એટલે રોજ કુદરત સામે સવાલ કરી, પોતાના અસ્તિત્વન-નસીબને કોસવું, રોજ રડવું, નિઃસાસા નાખવા એ સમજદાર માણસની નિશાની નથી દોસ્ત. જ્ઞાનનો ઉદય કુદરતી રીતે જ થાય છે

લઘુકથાના આ માધ્યમ દ્વારા બસ એક જ વાત કહેવાનું મન થાય છે કે પ્રભુએ બધાને બધું જ આપ્યું છે અને જે કાંઈ પણ આપ્યું છે એ આપણા પૂરતું ખપનું છે પછી દુનિયા સાથે એ વસ્તુની સરખામણી કરી આપણે આપણા જ ભગવાનને અને આત્માને કષ્ઠ આપીએ છે. એવું ઘણું બધું છે જે આપણી પાસે છે ને બીજા એ જ વસ્તુ માટે તરસે છે અને આપણે એ જ વસ્તુ ને તરછોડીએ છીએ અને એની કિંમત સમજતા નથી. પોતાની જાતને પ્રેમ કરીએ, પોતાની આડવાતને માન આપીએ, જીવનમાં સંતોષ રાખીએ, પોતાની જાતને ખુશ રાખીએ, જીવન જીવું તો ખુશીથી કોઈ પણ નાહકના નિઃસાસા વગર.

"દુનિયા તારી ઝગમગતી ને જોવે તું નઝારો,

નથી મળ્યો ઘણાને એ આંખ્યુનો ઉજિયારો,

દેહ મળ્યો માનવ ને સાથે મળી બુદ્ધિ,

પશુ જેમ જીવે જિંદગી કહેવાય એ "મંદબુદ્ધિ",

પ્રેમે મળ્યો પરિવાર ને સાથ મળ્યો સહુનો,

નાથ વગરનો નાથિયો કહેવાય એ "અનાથ",

બધું મળ્યું જીવનમાં ને મળ્યું સુખ અપાર,

નથી મળ્યું કાંઈ છતાં જીવે સુખીરામ."

જીવનમાં આપણી આસપાસ ઘણુંબધું એવું છે જે કદાચ આપણી પાસે અઢળક પ્રમાણમાં છે અને બીજા એ જ વસ્તુ માટે તલપાપડ છે બસ તો દોસ્ત જે કાંઈ પણ મળ્યું છે પ્રેમથી વધાવી લઈએ અને "જે કાંઈ પણ થાય સારા માટે." આ જન્મજાત વાક્ય મનમાં ગાંઠ મારી લઈએ પછી જોવો જિંદગી પણ મસ્ત ને આપણે પણ મસ્ત એકદમ ઝિંદાદિલ....

"સફર મારો સાથ તમારો" ની સફરમાં આપના અભિપ્રાય સાથે...

બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED