સાંભળો, કમ્પ્યુટર કાંઈક કહે છે! BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંભળો, કમ્પ્યુટર કાંઈક કહે છે!

"સાંભળો, કમ્પ્યુટર કાંઈક કહે છે!"

વિષય વાંચીને આગળ વાંચવાની ઈચ્છા થશે જ. અને મને ખાતરી છે કે તમને વાંચીને મઝા પણ આવશે.. કલ્પનાશક્તિ અને વિચારસરણી બંનેમાંથી થોડું થોડું લઈને મારે આ અનોખા વિષય પર કાંઈક કહેવું છે આશા છે આપ સહુનો સાથ-સહકાર મળશે તો મઝા રહેશે.

"માણસ સાથે નાતો મારો, કમ્પ્યુટર મારુ નામ,

પોતે બનાવે "HARDWARE ", "SOFTWARE " નાખે સાથ,

"ENTER " કરે ખોટા પાથ, પછી કાઢે મારો વાંક,

વક્ત કરું હું વ્યથા મારી, સાંભળો ધ્યાનથી કથની મારી."

કમ્પ્યુટરને બોલતા સાંભળ્યું છે ક્યારેય?? અરે! બોલે છે કમ્પ્યુટર, બસ તકલીફ એ છે કે આપણે કમ્પ્યુટરની ભાષા સમજી શકીએ એટલા સ્માર્ટ નથી અને કમ્પ્યુટર જીવનના મોટા પાઠ ભણાવે છે અને એ કયા પાઠ છે એ શોધવાનો મેં થોડો પ્રયત્ન કર્યો છે જે હું તમારા સુધી પહોંચાડવાનો એક નાનો પ્રાસ કરું છું..

કમ્પ્યુટર કહે છે કે હું આજના આધુનિક જમાનાનું એક એવું યંત્ર છું જેના વગર માનવીનું ગાડું હાલે એમ નથી. સીધી ભાષામાં કહું તો માણસની યાદશક્તિ જતી રહે તો ચાલશે પણ કમ્પ્યુટરમાંથી મેમરી જતી રહે તો માણસ ઊંચો-નીચો થઇ જાય છે. માણસ એક દિવસ કમ્પ્યુટર અથવા લેપટોપ વગર અધૂરો થઇ જાય છે. માણસને જીવવા માટે પહેલા રોટી,કપડાં,મકાન જોઈતા હતા જયારે અત્યારે એને ફોન, મોબાઈલ, PC ને ઈન્ટરનેટ બસ આ મળી જાય એટલે એ જીવવાનું ભૂલી જાય છે.

સવારથી સાંજ મારી સામે બેસીને મને એવી રીતે ઉપયોગમાં લે છે કે જાણે ગયા જન્મનો બદલો આજેને આજે જ વળી લેશે. એકસાથે મારી અંદર એટલા બધા પ્રોગ્રામને ચાલુ કરી દેશે કે જાણે એકસાથે બધું જ કામ આજે જ પતાવી દેશે અને પાછી ધીરજ તો ધરે જ નહિ ને સાહેબ, હજી હું એક કમાન્ડ સમજવાનો પ્રયત્ન કરું ત્યાં તો બીજો,ત્રીજો અને પછી તો હું ચૂપ થઈને હેંગ થઇ જાઉં એટલે સાહેબ મારા પર જ ગુસ્સો કરે અને કહે,"આ કમ્પ્યુટર જૂનું થઇ ગયું છે એટલે હેંગ થાય છે, એની આવરદા પતવા આવી છે." અરે! દોસ્ત મારી આવરદા નથી પતી પરંતુ તારામાં ધીરજની કમી થઇ ગઈ છે અને એટલે જ તારા કામનો ગુસ્સો તું મારા પર વાર ઝીકીને કરે છે. આજની યુવા પેઢી વાહ! આધુનિક તકનીકનો ઉપયોગ કરે છે એ સારી વાત છે પરંતુ મારા દ્વારા ખોટા માર્ગે દોરાય છે અને બદનામ હું થાઉં છું કે, "આ કમ્પ્યુટર આવ્યું ત્યારથી છોકરા બગડી ગયા છે." અરે! સાહેબ કમ્પ્યુટર સુવિધા માટેનું સાધન છે એને તમે તમારા ખોટા કામ માટે વાપરીને પછી નામે મારો આપો છો!

તમને એક વાતની ખબર છે? ચાલો આજે જણાવી દઉં. હવે આજકાલ ઓફિસમાં બધે જ મારો ઉપયોગ વધી જ ગયો છે, મારા વગરની ઓફિસ તમને બહુ ઓછી જોવા મળશે. હવે એમાં થાય છે શું કે હું મારા કમાન્ડ પર જ ધ્યાન આપું છું પરંતુ કયારેક છોકરાઓ મારા આંખે પાટા બાંધી(મોનિટરની સ્વિચ બંધ કરી) હેર સ્ટાઇલ સેટ કરશે, છોકરીઓ પોતાના મેક અપ અને વાળ મને જોઈને સેટ કરે છે. અરે દોસ્ત! મારી પાસેથી અરીસાના પણ કામ કરાવે છે. હું બોલી નથી શકતો અને બોલું તો એ ભાષા તમે સમજી શકો એટલા સ્માર્ટ થયા નથી. અમે કોમ્પ્યુટર થઈને બધી જ રીતે સ્માર્ટ થઇ ગયા છીએ પરંતુ, જેણે અમને બનાવ્યા છે એ જ આટલા પાછળ રહી ગયા છે.

આપણે બનાવેલું જ એક આધુનિક યંત્ર, આપણી જ જરૂરિયાત માટે બનાવેલું સાધન આપણને જીવનના ઘણા ઉપયોગી પાઠ શીખવાડી જાય છે. એ પાઠ કયા હોઈ શકે એ જરાક જોઈએ.

* ધીરજ રાખવી જીવનમાં તો જ બધા કામમાં તો જ કમાન્ડ કામ કરશે અને જિંદગી હેંગ નહિ થાય.

* સમય સાથે ટેકનોલોજીનો સદુપયોગ જ માનવીની સફળતાનું કારણ છે.

* ખોટા કમાન્ડ નાખવાથી સાચો ડેટા નથી મળતાં એમ જ ખોટા કાર્ય કરવાથી સ્વર્ગના દરવાજા નહિ જ ખુલે. "કર્મ" કમાન્ડ છે અને એ કમાન્ડ નક્કી કરશેસાચા-ખોટાનો હિસાબ. જોવો કમાન્ડ એવો રિસ્પોન્સ મળશે એટલે જેવું કરશો એવું જ ભરશો.

* એકસાથે ઘણા બધા કમાન્ડ આપવાથી જો કમ્પ્યુટર બેબાકળું બની જતું હોય તો સાહેબ આ તો "જિંદગી" છે, એકસાથે દૂધમાં ને દહીંમાં બને બાજુ

પગ રાખવાથી કશુ જ હાથ નહિ લાગે અને તમારી જિંદગી બેસહારા જેવી થઇ જશે. મનમાં એક વસ્તુ નક્કી કરો અને પછી એના તરફ પહોંચવાના જ કામ કરો.

* કમ્પ્યુટરના કોઈ પણ પાર્ટમાં ખરાબી કે ખામી આવે તો એની અસર જેમ બધા જ પાર્ટ પર પડે છે એમ જીવનમાં જો એક ખોટો વિચાર, એક ખોટી

વ્યક્તિ, એક ખોટું કૃત્ય, એક ખોટી વાત કે ખોટી ગેરસમજની અસર જીવનના બધા જ પડાવોમાં મુશ્કેલી ઉભી કરશે અને જ્યાં સુધી એ દૂર નહિ થાય જિંદગી નોર્મલ રહેશે નહિ.

* કમ્પ્યુટરમાં જેમ બધા જ ભાગો એકબીજા સાથે વાયરોથી જોડાયેલા છે જેમ એકબીજા સાથેનું બંધન જરૂરી છે એવી જ રીતે જીવનમાં પરિવારનું, સંબંધોનું બધાનું એક મજબુર જોડાણ જરૂરી છે જે જોડાણ લાગણીઓ, પ્રેમ, માન-સમ્માન અને આદરથી થાય છે એ જોડાણ જીવનને અને સંબંધોને દિવસે ને દિવસે મજબૂત બનાવે છે.

* લેપટોપ આવવાથી આ જોડાણમાં કાંઈ ઝાઝો ફરક પડ્યો નથી બધા જ જોડાણ અંદરથી જોડાયેલા છે બહાર એમનું અસ્તિત્વ ભલે ના દેખાય પરંતુ અંદરથી ઘણા જ મજબૂતાઈથી જોડાયેલા છે જેને તોડી શકાતાં નથી એમ જ જીવનમાં સંબંધો ભલે બહારથી દેખાડા ભર્યા નહિ પણ અંદર લાગણીઓ, પ્રેમ, માન-સમ્માનથી તરબતર હોવા જ જોઈએ અને એ જ સાચો સંબંધ છે.

* કમ્પ્યુટરમાં જેમ મેમરી હોય છે એમ આપણા જીવનમાં પણ મેમરી હોવી જ જોઈએ અને ખાસ સારી મેમરીને સાચવી રાખવાની અને ખરાબ હોય એનેપ્રેમથી ડિલીટ કરી દેવાની જેથી કોઈ પણ જાતના વાયરસ ના આવે અને જિંદગીમાં બધું જ નોર્મલ ચાલ્યા કરે.

* કમ્પ્યુટરમાં પણ અમુક કમાન્ડ, ટુલ્સ અને એથિક્સ હોય છે જેથી બધું વ્યવસ્થિત ચાલ્યા કરે એમાં કોઈ ખામી ના આવે બસ એ જ રીતે જીવનમાં પણ આપણા પોતાના અમુક નિયમ, સિદ્ધાંતો અને એથિક્સ હોવા જ જોઈએ જેથી આપણે એ લિમિટને કયારેય ઓળંગીએ નહિ. પછી જોવો જિંદગી કેવી પાણીની જેમ ચાલે છે!

* કમ્પ્યુટરમાં પણ જેમ જેમ નવું વર્ઝન આવે છે અપડેટ આવે છે એમ આપણા પોતાનામાં પણ પરિવર્તન આવવું જોઈએ પરંતુ એ પરિવર્તન લાભદાયી હોવું જોઈએ આપણા માટે પણ અને દુનિયા માટે પણ. પરિવર્તન એ જ જીવનનો નિયમ છે આવું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે.

હવે મને કે તમને ખબર હતી કે જે કમ્પ્યુટર દ્વારા આપણે લોકોને ભણાવીએ છે એ જ આ કોમ્પ્યટર આપણા જીવનના આટલા મોટા પાઠ ભણાવી જશે! મને કદાચ વાત સાચી લાગી છે અને એટલે નિઃસંકોચ આપણી સમક્ષ રજુ કરી છે અને આપ સહુ આપણા અભિપ્રાયો આપશો એ આશા સાથે.

-બિનલ પટેલ

8758536242