3 magical words books and stories free download online pdf in Gujarati

3 magical words

 




તમને સ્ટોરી નું ટાઈટલ જોઈ ને લાગ્યું હશે કે આ કોઈ લવ સ્ટોરી હશે જો તમે આવું વિચાર્યું તો તમે ખોટા પડ્યા, આ સ્ટોરી મા તમને કદાચ કંઈક નવું જોવા મળશે. 

ગોપાલ : ઉંમર 22 વર્ષ 
માનસી : ઉંમર 46 વર્ષ ( ગોપાલ ની મમ્મી )
સ્વાતિ  : ઉંમર 21 વર્ષ 

દિલ્લી,
તારીખ: 21/9/2018
સવાર ના 9 વાગ્યા હતાં, ગોકુલ સોસાયટી ના 13/b માં... 
આગળ ના રૂમ માં બાપ્પા ની આરતી નું ગીત વાગી રહ્યું હતું, બીજી બાજું કોઈ ઓફિસે જવા ઉતાવળ માં હતું, ત્યાં આચાનક પાછળ થી આવાજ આવ્યો, ઓ હીરો કેમ આટલો ઉતાવળ માં છે, નાસ્તો કરીલે, સ્વાતિ થોડો વેઇટ કરી લેશે. (આ અવાજ માનસી નો હતો)(સ્વાતિ એ ગોપાલ સાથે ઓફિસ માં કામ કરે છે)

સ્વાતિ નું નામ આવતાં ગોપાલ આશ્ચર્ય માં આવી ને તેની મમ્મી ને પૂછ્યું : આમાં સ્વાતિ ક્યાં વચ્ચે આવી, માનસીએ હસતા જવાબ આપ્યો : મને ખબર છે તને સ્વાતિ બોવ ગમે છે, મેં એનું નામ શું લીધું તારું મોઢું લાલ થાય ગયું ટામેટા જેવું, અને આજે તને ઓફિસે જવાની ઉતાવળ નથી સ્વાતિ ને જઈ પ્રપોઝ કરવા ની ઉતાવળ છે, 
ગોપાલ : તમને કેવી રીતે ખબર પડી? આ વાત મેં કોઈ ને કહેલી પણ ન હતી.
માનસી : મમ્મી છું તારી મને ખબર પડી જાય,તને જોઈ ને કોઈ પણ કહી દેઈ કે તું પ્રપોઝ કરવા નીકળ્યો છે, નવા કપડાં સાથે સુંગંધી ઈતર અને તારા ડાબા હાથ માં ગુલાબ નું ફૂલ જે તું મારાથી થી છૂપાવી રહ્યો છે 
ગોપાલ શર્માતા બોલ્યો :મમ્મી, તમે એકદમ જશુસ છો, બધું ખબર પડી જાય.
માનસી : હાં, એટલું યાદ રાખ જે કે હું જ તારી પહેલી ગર્લ ફ્રેન્ડ  છું (હોંઠ પર મુસ્કાન સાથે)
ગોપાલ : હાં, યાદ છે તું જ મારી પહેલી ગર્લ ફ્રેન્ડ રહેશે, મારી મન્નુ…  (માનસી નું બીજું નામ જે ગોપાલે પડેલું )
માનસી :હાં, મારા ગોપુ.. 
ગોપાલ :લવ યુ મન્નુ, બાય.. 
માનસી : લવ યુ ટૂ,ALL THE BEST.. 
ગોપાલ ત્યાં થી પોતાની બાઈક લઈને નીકળી ગયો, રસ્તામાં તેને એ પલ યાદ આવી રહ્યો હતો જયારે તેવો પહેલી વાર મળ્યા હતાં. 
(રાતે 9 વાગ્યા હતાં સ્વાતિ ઓફિસ થી ઘરે જવા માટે નીકળી અને ઓફિસ ના સામે ના બસ સ્ટોપ પર ઉભી રહી, તેને કોઈ બસ ન મળી કારણે આજે ઓફિસ માં વધારે કામ હોવાથી એની બસ ચુકી ગઈ, ત્યાં થી ગોપાલ પણ ઓફિસ માંથી નીકળ્યો એ ઓફિસ માં ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતો હતો.. તેને સ્વાતિ ને જોઈ બસ સ્ટોપ પાસે ગાડી રોકી અને સ્વાતિ ને પૂછ્યું : હું તને ઘરે છોડીદવ.. 
સ્વાતિ અચકાતા બોલી : ના, ચાલશે મારી બસ હમણાં આવશે.. 
ગોપાલ :હું તારી ઓફિસ માં જ કામ કરું છું, એવું હોઈ તો મારો ફોટો અને ગાડી નો ફોટો પડી તારા પેરેન્ટ્સ ને મોકલી આપ પછી આવ મારી સાથે હું ડ્રોપ કરીદવ તને… 
ગોપાલ ની આ વાત સાંભળી સ્વાતિ એ વિચાર્યું કે બસ ને આવતાં પણ હજુ કલાક બાકી છે, ને ફોટો પાડી ઘરે મોકલી આપ્યો અને તેની સાથે બેસી ગઈ.. ગોપાલ ને જયારે પણ તેની યાદ આવે તો આ  47 મિનિટ યાદ કરતો હતો.. )

ગોપાલ ઓફિસે જવાના રસ્તામાં માં હતો ત્યાં તેને કોફી કેફે માં સ્વાતિ ને જોઈ તેને બ્રેક મારી કેફે માં ગયો, તેને જોયું કે એ કોઈ બીજા છોકરા સાથે હતી એ બીજો કોઈ ની સ્વાતિ અને ગોપાલ ની ઓફિસ નો બોસ ઋત્વિક હતો, તે અને સ્વાતિ સાથે બેસી વાતો કરતાં કરતાં હસતા હતાં એ જોઈ ગોપાલે સ્વાતિ ને કોલ કર્યો, `હેલો, સ્વાતિ તું ક્યાં છે? 
સ્વાતિ એ કહ્યું ઓફિસ માં જ છું.. (આ સાંભળી ઋત્વિકે સ્વાતિ સામે જોયું, સ્વાતિ એ ફોન પર હાથ મૂકી મમ્મી નો કોલ છે એટલે કહેવું પડ્યું,.) અને સ્વાતિ એ ફોન કાપી કાઢીયો, ગોપાલ કેફે માં જઈ સ્વાતિ પાસે ગયો, અને સ્વાતિ ગોપાલ ને જોઈ શોક માં આવી ગઈ, ગોપાલ તું ઋત્વિક સાથે શું કરે છે? સ્વાતિ બોલી :ઋત્વિક મારો બોય ફ્રેન્ડ છે,એટલે અમે અહીં કોફી પીવા આવ્યા છે, એ સાંભળી ગોપાલ બોલ્યો :સ્વાતિ,આ ક્યારે થયું તું તો મને લાઈક કરતી કરતી હતી એટલે આજે હું તને પ્રપોઝ કરવા આવ્યો હતો..
સ્વાતિ : વોટ, પ્રપોઝ??, તારી ઓકાત નથી મને પ્રપોઝ કરવાની, મોઢું જો તારું અરીસા માં મેં ક્યાં અને તું ક્યાં, એક લિફ્ટ શું આપી હીરો સમજવા લાગ્યો પોતાના ને.. ઓકાત નથી તારી મને પ્રપોઝ કરવાની.. સ્વાતિ એ ગુલાબ તોડી નીચે ફેંકી દીધું અને ગોપાલ ને ધક્કો માર્યો..

ગોપાલ નું દિલ તૂટી ગયું એ નિરાશ થઇ ત્યાંથી નીકળી ગયો.. રસ્તામાં માં તેને સ્વાતિ સાથે ના બધા પલ પાછા રિવર્સ જતા લગતા હતાં.. એ એટલો બધો ખોવાઈ ગયો હતો કે જાણે એ એખલો થઇ ગયો હોઈ.. આવી રીતે સમય જતો રહ્યો અને રાત પડી ગઈ ગોપાલ ઘરે જવા નીકળીયો, ત્યાં આચાનક પાછળ થી એક મોટો ટ્રક આવ્યો અને ગોપાલ નું એક્સિડેન્ટ થઈ ગયું ગોપાલ નું આખું શરીર લોહી રંગાઈ ગયેલું હતું.. 
ત્યાં લોકો ની ધીમે ધીમે ભીડ વઢવા લાગી, તેને હોસ્પિટલ લઇ જવા માં આવ્યો, તેના પર્શ માંથી ઘર ની નંબર મળ્યો અને ઘરે એક્સિડેન્ટ જાણ કરી, આ સાંભળી માનસી ના પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ એ જલ્દી હોસ્પિટલ જવા નીકળી, ડોક્ટર એ કહ્યું સૉરી, તેને બોવ લેટ થઈ ગયું બ્રેઈન માંથી બધું લોહી નીકળી ગયું હતું એટલે તે લાંબો સમય જીવી ના શક્યો.. આ વાત સાંભળી માનસી ને બોવ મોટો આઘાત લાગ્યો કારણે કે ગોપાલ ના પપ્પા પણ આવી જ રીતે એક્સિડેન્ટ માં મૃત્યુ પામ્યા હતાં, માનસી હવે સાવ એખલી પડી ગઈ હતી, તેનું ઘર સૂનું પડી ગયું હતું..
પૂરા 24 કલાક થઈ ગયા ગોપાલ ની ડેથ ને પણ સ્વાતિ નો કોઈ કોલ ન આવ્યો, એ વાત માનસી ને ખટકી એટલે એ તેના ઓફિસે ગઈ ત્યાં એને સ્વાતિ અને ઋત્વિક વિશે ખબર પડી,( સ્વાતિ માનસી ને ઓળખતી પણ ન થતી)માનસી ને લાગવા લાગ્યું કે ગોપાલ ના મોત માં આનો પણ હાથ છે, તેને ગોપાલ ને ધોકો આપ્યો છે, હું આનો બદલો લઇને જ રહીશ.

માનસી એ પોતાના છોકરા ની મોત ના આંસુઓથી શુકાયેલી આંખો એ બદલા ની સરગતી આંખો માં બદલી કાઢી,

23/9..આજે બાપ્પા નું વિસર્જન છે અને આજે જ માનસી સ્વાતિ ને મારી પોતાનો બદલો લેવાની હતી, ત્યાર ની જેમ આજે પણ સ્વાતિ ને મોડું થયું ઓફિસ ના કામ લીધે, માનસી પોતાની ગાડી માં ઓફિસ ના ગેટ થી થોડે દૂર સ્વાતિ ની રાહ જોઈ ને ઉભી હતી, એને વિચાર્યું હતું,
જે જગ્યા એ તે મારા ગોપાલ ની જીવન માં આવી હતી અને જે રીતે મારો ગોપાલ મૃત્યુ પામ્યો તે રીતે સ્વાતિ પણ મારશે જેથી મારા ગોપાલ ને ભલે અહીં સ્વાતિ ન મળી પણ ઉપર તેને સ્વાતિ મળી જશે, અને પછી હું પણ મારા ગોપાલ પાસે જઈશ. (મોઢા પર શુકાયેલા આંસુ હતાં અને દિલ માં સ્વાતિ માટે નફરત હતી )

ત્યાં સ્વાતિ ઓફિસ ના ગેટ પાસે આવી તે બસ સ્ટોપ પર જવા માટે નીકળી માનસી એ પોતાની ગાડી ચાલુ કરી, (કોણે વિચાર્યું હતું કે ગણેશ વિશર્જન ના શુભ દિવસે એક માઁ પોતાના પુત્ર ની મોત નો બદલો લેવા માટે પોતાના માતૃપ્રેમ કરતાં બદલા ને વધારે મહત્વ આપશે)(ઓફિસ થી થોડે દૂર તળાવ છે જ્યાં બધા ગણેશજી નું ધૂમ ધામ થી વિસર્જન કરે છે, નાગાડાં, ઢોલક, મંજીરા નો આવાજ આવે છે )
માનસી એ ગાડી ની સ્પીડ વધારી સ્વાતિ કોઈની સાથે ફોન પર વાત કરતી કરતી રોડ ક્રોસ કરી રહી છે, ગાડી ની સ્પીડ એવી વધે છે જેવી રીતે માનસી ના હૃદય ના ધબકારા ગોપાલ ની ડેડ બોડી જોઈ ને થતાં હતાં, અને પાછળ વાસ્તવ નું ગણેશ આરતી વાગતી હતી (સિંદૂર લાલ ચઢયો.. )ત્યાં શંખઃ નો મોટો અવાજ માનસી ના કાનમાં પડ્યો અને એ હોશ માં આવી જાણે થોડા સમય માટે બધુજ અટકી ગયું, (માનસી ને એ પળ યાદ આવ્યો જયારે ગોપાલ 7વર્ષ નો હતો અને સ્કૂલ માં ઝગડો કરી ને આવ્યો હતો, ત્યારે માનસી તેના પર હાથ ઉઠાવતી હતી પણ ત્યાં રાજ (ગોપાલ ના પપ્પા ) એ માનસી ને અટકાવી અને કહ્યું બીજા ગમે એટલું ખોટું કરે આપણે એવું ન કરવું જોઈએ ની તો તેમના માં અને આપણા માં કોઈ ફરક નથી, તું અમના ગોપાલ ને મારશે તો એ પણ એજ શીખશે )
આ યાદ આવતાં તે વિચારવા લાગી ‘મેં આ શું કરી રહી હતી, માતૃપ્રેમ ને સાબિત કરવા કોઈ બીજી માઁ ના દિલ ને તોડવા જઈ રહી હતી )(રડતા રડતા તેને જલ્દી થી બ્રેક મારી સ્વાતિ બસ સ્ટોપ પર પોંહચી ગઈ અને માનસીએ આંખો સાફ કરી યુ-ટર્ન લીધો અને સ્વાતિ પાસે જઈ ઉભી રાખી ને કહું ‘ચલ, બેસી જા તને તારા ઘરે ડ્રોપ કરીદવ આટલી રાતે એખલુ રહેવું સેફ નથી, સ્વાતિ એ થોડું વિચાર્યું અને લિફ્ટ લઇ લીધું કારણકે વરસાદ પાડવાની તૈયારી હતી, માનસી એ તેને તેના ઘરે ડ્રોપ કરી, સ્વાતિએ કહ્યું ‘થેન્કયુ આંટી, બાય ઠ વે,તમારું નામ શું છે?
માનસી એ કહ્યું ‘મારા વિશે તું ન જાણે તેટલું સારું (નરમ આવજે કહ્યું ) અને ત્યાંથી નીકળી ગઈ, તે તળાવ પાસે ગઈ જ્યાં ગણા બધા લોકો નાચતાં ગાતા ગણેશજી નું વિશર્જન કરતાં હતાં, મૂર્તિ ને લોકો ખભે મૂકી વિસર્જન માટે તળાવ ની અંદર લઇ જતા હતાં, બાપ્પા ની વિદાય માં જેટલા નાચતાં ખુશ હતાં એટલા જ લોકો  અંદરથી દુખી હતાં, ત્યાં અચાનક માનસી ને ભીડ માં પોતાની માતા થી છૂટો પડેલો રડતો છોકરો દેખાયો, તે ત્યાં ગઈ અને છોકરા ના આંસુ લૂંછી તેની સાથે વાત કરી 
માનસી : શું નામ છે તારું??
છોકરો :મારું નામ ગન્નુ છે.. 
માનસી :ચલ, તારી મમ્મી ને શોધવા માં મદદ કરું.. 
ગન્નુ :મમ્મી એ અજાણ્યા લોકો સાથે જવા ની ના પડી છે.
માનસી હસતા બોલી :વા તારી મમ્મી એ સારું શીખવાડ્યું છે,ચલ હું પ્રોમિસ કરું કે હું તને તારી મમ્મી સાથે મળાવી ને જ રહીશ. 
ગન્નુ :પાક્કું પ્રોમિસ, પેલા મોટા પેટવાળા દદ્દુ ની પ્રોમિસ?? ( ગણેશજી ની મૂર્તિ પર આંગળી બતાવી ને પૂછ્યું )
માનસી : હાં, તેમની પ્રોમિસ.. 
માનસી એ સ્પીકર માં આનાઉસમેન્ટ કરી.. થોડા સમય પછી ત્યાં એક સ્ત્રી આવી તે રડતી હતી.. તેને આવી ને ગન્નુ ને ભેટ્યો અને એના માથા પર ચુંબન કરવા લાગી.. એક આજુ આ માતા ને તેમના પુત્ર લેવા આવ્યા,  બીજી બાજું ગૌરીમાતા પણ પોતાના પુત્ર ને લેવા આવ્યા.. આકાશ ભગવા રંગ ના ગુલાલ થી જાણે રંગાઈ ગયું એવું લાગતું હતું.. 

આ સ્ટોરી માં 3 મેજીકલ શબ્દ એ હતાં જે ગોપાલ ઘરેથી નિકળતી વખતે તેની માતા ને કહ્યું હતું ‘LOVE U MUMMY’

ગણેશ વિશર્જન દિવસ ની તમને બધા ને શુભકામના… 
ગણપતિ બાપ્પા મોરયા, 
અગલે વર્ષ તું જલ્દી આ.. 

Story Written by 
Nikunj patel

બીજા રસપ્રદ વિકલ્પો