દિવાળી નું વેકેશન ચાલતું હતું, અમે બધા મામા નાં ત્યાં ગયા હતાં, હવે બધાને ખબર નાની ત્યાં જઈએ એટલે ભરપૂર ખાવા નું, રમવાનું અને સુવાનું બીજું કંઈજ કામ ન હોઈ, બસ તેવું જ રોજ નાં જેમ ખાઈને બેઠા હતાં,અને નાની ની રાહ જોતા હતાં, કારણકે જ્યાં સુધી નાની નાં અટકતા અટકતા અવાજ થી અટક્યાં વગર ની વાર્તા જ્યાં સુધી ન સાંભળ્યે ત્યાં સુધી ઊંઘ ન આવતી અમને..
નાની ઘરનું કામ પતાવી અમારી પાસે આવ્યા, હું, મારી બહેન, મારો મોટાભાઈ સાથે બેસી ગયા વાર્તા સાંભળવા.
નાની :ઓય,તમે બંને મારી છોકરી ને હૈરાન જ કર્યા કરો, દિવ્યા આવી જા મારી પાસે, ચાલો બોલો તમે કેમ આવ્યા મામા નાં ત્યાં?
સુમિત :રજા પડી, સ્કૂલ માં એટલે વેકેશન મનાવવા ?
નાની :તમે રજા શેનાં માટે મળી તેમના વિશે કઈ ખબર છે?
દિવ્યા :ના, નાની.. ?
નિકુંજ :નાની આપણે રજા સાથે મતલબ, કેમ મળી? શું લેવા મળી? એવું કોણ વિચારે.. ?
અમે બધા હસવા લાગ્યા..
નાની :તો ચાલો આજે તમને આ દિવાળી વેકેશન કેમ મળ્યું તેની જ વાર્તા કહું..
અને હાં તમે વચ્ચે વચ્ચે ડાપકા ન પૂરતા શાંતિ થી સંભાળ જો..
નાની એ વાર્તા શરૂ કરી
(ઘણાં વર્ષો પહેલા આયોધ્યા નગરી માં રાજા દશરથ નું શાસન હતું, તેના 4 પુત્રો હતાં, એમાં રામ નું નામ તો આખા જગત માં ઓળખાતું હતું...
અમે વાર્તા નો આનંદ માનવા લાગ્યા, નાની ખૂબજ હાવ ભાવ સાથે વાર્તા નું દૃશ્ય બતાવવા લાગ્યા.. અમે ખૂબ ખોવાઈ ગયા વાર્તા માં,
રાવણ, ભેસ બદલી સીતામાતા ને લઇ જવા આવ્યો, તેણે ભિક્ષુ નું ભેસ ધારણ કર્યો, સીતામાતા તેની જાળ માં આવી ગઈ, તેને સીતામાતા ને પોતાના જહાજ માં લઇ ને તેને પોતાની નગરી લંકા લઇ ગયો.
સુમિત: સીતામાતા એ આવી રીતે વાત માં ની આવાનું હતું કોઈ રોકવા વાળું નથી..
નિકુંજ : આપણે ન હતાં એટલે ની તો રાવણ ની વાત લગાવી દેતે...
નાની :નિકુંજ, આવું ન બોલાય
પછી વાર્તા આગળ વધી..
(શ્રી રામજી એ રાવણ નો વધ કર્યો અને બધા અયોધ્યા પાછા ફર્યા, ત્યારે આખું અયોધ્યા દીવા ઓ થી ચમકતું હતું અને એટલે આપણે દિવાળી નો તહેવાર ઉજાવ્યે છીએ, ચાલો વાર્તા પૂરી સુઈ જાવો હવે બધા.. )
દિવ્યા :good nigth
સુમિત :good nigth
નિકુંજ :.....
નાની :નિકુંજ, શું વિચારે છે?
નિકુંજ :સીતામાતા એ રાવણ ની વાત માં ન આવું જોઈતું હતું, તો આ બધું ન થતે
નાની :હજું તું એજ વિચારે છે, જે થાય સારા માટે જ થાય
નિકુંજ :આમાં સારું શુ છે?
નાની :આ ન થયું હોત તો તને આ વાર્તા સાંભળવા ન મળતે, ચલ સુઈ જા
નિકુંજ :તમને શું લાગે?
સુમિત :સુઈ જા ને ભાઈ કેમ માથા ની નસ ખેંચે છે ?
નિકુંજ :હાં, આવે
(બધા સુઈ ગયા, નિકુંજ પણ વિચારતો વિચારતો સુઈ ગયો )
(સુમિત :આ ક્યાં આવી ગયા?
નિકુંજ :જંગલ કહેવાય ભાઈ
દિવ્યા :પણ આપણે આવ્યા કેવી રીતે?
નિકુંજ :મારી ટાઈમ મશિન માં..
સુમિત :તું ક્યાંથી લાવ્યો ટાઈમ મશીન?
દિવ્યા :આ છે ક્યાં આપણે?
નિકુંજ :આપણે વનવાસ માં સીતામાતા ને બચાવવાં આવ્યા છીએ રાવણ થી, આ ટાઈમ મશીન મેં બનાવી, હવે વધારે સવાલ ન પૂછો ચાલો જલ્દી
બધા સીતામાતા ને શોધવા લાગ્યા, જો પેલી ઝોપડી, આ સ્ત્રી જ હશે સીતામાતા.. સાદા ભગવા રંગ ની સાડી, ફૂલો નો બંનેલો હાર પહેર્યો હતો અને ઝૂંપડી સાફ કરતી હતી..
સીતામાતા ગભરાઈ ગયા, ત્રણેય ને જોઈ ને
નિકુંજ :ચાલો, અમારી સાથે જલ્દી, રાવણ તમને લઇ જશે
સીતામાતા :કોણ છો તમે અને તમે આ કેવા વસ્ત્રો પહેર્યા છે
નિકુંજ :વસ્ત્રો?
દિવ્યા :વસ્ત્રો એટલે કપડાં બૂધું
સુમિત :અમે ભવિષ્ય થી આવ્યા છે તમને બચાવવાં રાવણ રાક્ષસ થી
સીતામાતા :રાવણ રાક્ષસ?
દિવ્યા :હાં, તે તમને લઇ જશે લંકા એની નગરી માં આવતો જ હશે
ત્યાં એક સાધું આવ્યા અને બોલ્યા "ભિક્ષયમ દેહી, બાલિકે "
નિકુંજ :આજ રાવણ છે, સાધું ના ભેસ માં આવ્યો છે, ઓય રાવણ ચાયલો જા ની તો બોવ માર ખાસે..
રાવણ વિચારવા લાગ્યો "આ કોણ છે? અને એને મારી અસલિયત કેવીરીતે ખબર પડી, લાગે પ્રભુ ના આવતાર છે "
રાવણ : માફ કરો પ્રભુ, પણ મારે આ કરવું જ પડશે, મારી બહેન ની નાક નો સવાલ છે
નિકુંજ :પ્રભુ?, હું નિકુંજ છું
સુમિત :એ ડોબા, તને એ પ્રભુ સમજે છે, આજ ચાન્સ છે, ચાલવા દે
દિવ્યા :હાં, ચાલવા દે
નિકુંજ :કઈ ની માફ કર્યો, પણ એની જરૂર નથી, તેની સજા મળી જશે તું જા લંકા
રાવણ :પર પ્રભુ
નિકુંજ એ લાકડી લીધી અને બોલ્યો :તું જાય કે.. સરાપ આપું
રાવણ :હાં જાવ છું, પ્રભુ માફી
સુમિત :ઓલા, ઉબેર બુક કરી આપું, ઓફર છે મારા માં
ત્રણેય હસવા લાગ્યા
રાવણ જતો રહ્યો, ચાલો સીતામાતા અમે જઈએ.. ત્રણેય પાછા વર્તમાન માં આવી ગયા,
નિકુંજ :નાની અમે સીતામાતા ને બચાવી લીધી
નાની :તમે અહ્યા કેમ સ્કૂલ ન ગયા
દિવ્યા :દિવાળી ની રજા ચાલે છે નાની
નાની :દિવાળી, એ શું?, નવો તહેવાર આવ્યો?
સુમિત :નિકલા, આ શું કર્યું આપણે.. દિવાળી જ કાઢી નાખી, બધી તારી ભૂલ છે. .
નિકુંજ :મને શું ખબર આવું થશે.. મેં નથી કઈ કર્યું.. મેં નથી કઈ કર્યું..
નાની :ઉઠ, નિકુંજ શુ ખરાબ સપનું જોયું
નિકુંજ :હાસ, સપનું હતું, કઈ ની હેપી દિવાળી નાની
બધા તેણે જોઈ હસવા લાગ્યા
આ સ્ટોરી ખાલી ગમત માટે લખી છે,કંટાળો આવતો હતો એટલે આ લખી નાખ્યું, જો તમને મજ્જા આવી હોય તો સારી વાત ? અને હા, happy children's day બધાને..