નમસ્તે મિત્રો, હું છું નિકુંજ પટેલ અને હું ઓટો-મોબાઈલ એન્જીનીયર છું એમ તો ના કહેવાય કારણ કે હજું 1વર્ષ બાકી છે,મારા મિત્રો upsc, સરકારી નોકરી & બેંક ની નોકરી માટે તૈયારી કરે અને હું અહીં મારા ઘર સૂરત થી 260km દૂર અહમદાબાદ માં પલંગ પર ચારસો લઇ શિયાળા ની ઋતુ નો આનંદ લેતા ઊંઘ કાઢું. ખબર ની આ એન્જિનિરીંગ પછી શું થશે?, મને પહેલાં થી ક્રાઇમ,થ્રિલર, જાશુંસીવાળી કહાની વાંચવા નો અને લખવા નો શોખ છે, તમે માનો ની કે મને રાતે સપનામાં કહાની સુજે અને હું એને સપનામાં જ ગોઠવું કારણકે સપનું એ એવી કલ્પના નું ભંડાર છે જ્યાં કઈ ખૂટતું નથી, જેમાં અનેક કેરેક્ટર ઈજાત કર્યા જેમાં નું એક કેરેક્ટર છે ડિટેક્ટિવ રોય અને આ કહાની પણ એનાજ એક કેશ ની છે,તમે પોતા ને ડિટેકટિવ રોય નું કેરેક્ટર સમજી વાંચજો તો તમને મજા આવશે. એવી ઈચ્છા છે કે તમને ગમશે, બોવ સમય બગડ્યો તમારો હવે શરુવાત કરીએ.??
08/12
તે દિવસ ક્યારે ના ભૂલી શકું, રાતે લગભગ 2 વાગ્યાં હતાં હું ઊંઘ માં હતો, સપનામાં મને એક સ્ત્રી ની તસ્વીર દેખાતી હતી જે વારંવાર 1જ શબ્દ બોલતી હતી " ઇન્સાફ, ઇન્સાફ " મેં તેણે જોવા નો પ્રયાસ કર્યો પણ તેનું મોઢું દેખાતું ન હતું. અને મારી આંખ ખૂલી ગઈ, હું પસીના થી રેબઝેબ હતો, પંખો ચાલુ હોવા છતાં મેં ગુટન મેહસૂસ કરતો હતો... ઘણા સવાલો થવા લાગ્યા કે આ કોણ હતું? આ તકલીફ માં છે? અને આ રીતે આવી તસ્વીર કેમ દેખાય છે? આવું મારી સાથે પહેલી વાર થયું હતું. એ આખી રાત મને ઊંઘ ન આવી..
બીજા દિવસે સવારે મારા પર કોલ આવ્યો, એ કોલ મારા મિત્ર ઇન્સ્પેક્ટર અર્જુન નો હતો, હવે તમે વિચારશો કે ઇન્સ્પેક્ટર & ડિટેકટિવ મિત્રો???,તમારું વિચારવું સંભવ છે અમે પહેલા એવા દુશ્મન હતાં જેની કોઈ વાત ની.. અમને એક બીજા નું મોઢું જોવાનું પણ ન ગમતું હતું,પણ સમય પસાર થતાં થતાં કેસ સોલ્વ કરતા કરતા ક્યારે દુશ્મન માંથી મિત્રો થયા ખબર જ ના પડી.
અર્જુન : હેલો, રોય અહીં મારી પાસે એક કૅસ છે તારા માટે..
રોય : હાં,બોલ શું થયું?
અર્જુન : મેં તને લોકેશન વૉટ્સએપ કર્યું છે.
રોય : ઓકે, હું આવ્યો ત્યાં..
હું ત્યાં પોંહચી ગયો અને મેં જોયું એક તળાવ ના કિનારા પર બોવ ભીડ઼ હતી પોલીસ પણ હતી, ત્યાં મેં જોયું એક સ્ત્રી ની લાશ હતી, એનાં કપડાં ભીંજાઈ ગયા હતાં, તેમાં શરીર પર અને કપડાં પર લોહી હતું, તેને પેટ માં કોઈ ધારદાર વસ્તુ થી કોઇએ વાર કર્યો હતો.
અર્જુન :રોબરી નો કેસ લાગે છે, ગળા માં થી ગરેણા ગાયબ છે, નિશાન છે એનું અને કદાચ હાથાપાય માં મુજરીમેં ચાકૂ મારી તેની હત્યા કરી હશે.
મેં આજુબાજુ નજર ફેરવી,
અર્જુન,જેટલું સહેલું તને દેખાય છે એટલો સહેલો કેસ નથી.
મને અમના બોવ બધા સવાલો થાય છે કે આ આટલી રાતે એખલી તળાવ પાસે કરતી શુ હતી?, એનાં કપડાં પરથી મને નથી લાગતું કે તેણે ઘરેણાં પહેર્યા હશે તો તો લૂંટ નો કેસ છે જ ની..
અર્જુન :બોડી નું પોસમોટમ માં લઇ જાવો અને આ સ્ત્રી ની આજુબાજુ ના એરિયા પર થી જાણકારી મેળવો.
સ્ત્રી માટે ની જાણકારી એકઠી કરવામાં પોલીસ ફોર્સએ ઘણું કામ કર્યું.
રોય નું બોડી ના ગળા પાસે ધ્યાન ગયું, એનાં ગળા પર નિશાન હતું, જે V આકાર નું હતું અને તેણે અર્જુન ને બતાવ્યું.
"જો, આ છોકરી એ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે, ગળા માં ફંડાનો નિશાન છે અને તારા કહેવા અનુસાર જો લૂંટ નો કેસ હોત તો કદાચ પાછળ થી અટેક પણ થયો હોત તો ગળા માં U આકાર નું નિશાન હોત.
અર્જુન : તો પછી આના પેટ માં ચાકૂ ના નિશાન નું શું કારણ હશે?
અર્જુન ના આ સવાલે મને તે દિવસે અહેસાસ થયો કે આ કેસ બાકી બધા કરતા જુદો છે અને આના પાછળ નો મકસદ પણ જુદો હશે.
રોય એ તે જગ્યા ના pic પાડી તેના રૂમ પર જઈ બોર્ડ પર લગાવ્યા. બીજી બાજુ અર્જુન ની તે છોકરી વિશે જાણકારી લેવાનું ચાલુ હતું.
બીજે દિવસે તલાશ કરતા કરતા એક પાન ના ગલ્લાવાળા ને મળ્યા તેણે આ છોકરી વિશે ખબર હતી.
પાનવાળો : સર,આ છોકરીને મેં પહેલા પણ જોઈ હતી, આ છોકરી આ એરિયા માંથી રોજ પસાર થતી હતી, એક દિવસે મારાં ત્યાં કોઈ ને કોલ કરવા આવેલી હતી, ખૂબ ગભરાયેલી લાગતી હતી, નવાઈ ની વાત એ હતી કે એનાં હાથ અને મોં પર ઘણાબધા નિશાન હતાં.
અર્જુન : શેનાં નિશાન?
પાનવાળો : એ તો ખબર નથી સાહેબ પણ મારી નજર ત્યાં પડતા તેણે તરત તેના દુપટ્ટા થી ઢાંકી દીધા.
અર્જુન : બીજું કઈ અજીબ જોયું તેના વિશે? આ કયા દિવસ ની વાત છે?
પાનવાળો : આ લગભગ બે દિવસ પહેલાની વાત છે, બીજું તો મને કઇ યાદ નથી.
રોય : એટલે આ છોકરી આ એરિયા ની જ છે, આ એરિયા માંથી જ તેની જાણકારી મળશે.
અર્જુન અને રોય તે જગ્યા માં પૂછપરછ ચાલુ રાખી.
આ મર્ડર છે કે ખૂદખુશી તેના સવાલો ના જવાબ મેળવવા તેઓ સબૂત એકઠા કરવા લાગ્યા.
ત્યાં પૂછપરછ કરતા એક માણસો નું ટોળું મળ્યું જે વાતો કરતા હતાં દેખાવ માં થોડા ગુંડા જેવા લાગતા હતાં, અર્જુન ત્યારે વર્દી માં ન હતો એટલે કોઈ તેણે ઓળખી શક્યું નહી,તેણે તે છોકરી નો ફોટો બતાવ્યો, તે ટોળા માંથી એક માણસ જોરથી બોલ્યો આતો ચૌદરી ના ત્યાંની ધંધાવાળી છે.
એ શબ્દો સાંભળી મને એટલો ગુસ્સો? આવ્યો કે મેં તેણે મારવા હાથ ઉપાડ્યો પણ ત્યારે મને અર્જુન એ રોકી દીધો અને મને શાંત કર્યો.
બીજું માણસ :હા, આતો એ જ છે. પણ તું એના વિશે કેમ પૂછે છે?,તું પણ રાત રંગીન કરવાનું વિચારે છે ?(અર્જુન સામે જોઈ હસવા લાગ્યું )ત્યાં ઉભા બધા માણસો હસવા લાગ્યા.
પછી મારાથી રહેવાયું નહી અને છેવટે મારે તેમને બે તમાચા મારવા જ પડ્યા.
કોઈની રિસ્પેક્ટ કરતા ન આવડે તો તેની બેજતી પણ ન કરવી, આ જે કામ કરે છે તે કોઈની મજબૂરી પણ હોઈ શકે અને એ જે પણ કરે તમારા જેવા હેવાનો ની હવસ ની ભૂખ શાંત કરે છે જે હવશ ની ભૂખ માં સમાજ ગંદગી કરે છે અને એમ પણ તમારા જેવા હેવાનો ના લીધે આપણા દેશ માં કેટલા બળાત્કાર થાય છે આપણે રાવણ દહન ધૂમધામ થી કરીયે છીએ જે રાવણે સીતામાતા ને સ્પર્શ પણ ન કર્યા હતાં અને દુર્યોધન ને બધા ભૂલી ગયા જેને ભરી સભા માં દેવી દ્રૌપદી નું વસ્તહરણ કર્યું હતું. આ બધી વાતો પણ તમે સોશ્યલ મીડિયા માં રાવણ દહન ના દિવસે મૂકી આપણા સમાજ ને કોશો છો,પછી પાછા તને બીજે દિવસે ઇગ્નોર કરી નાખો છો.
જયારે પેપરમાં બળાત્કાર થાય તેવું વાંચો ત્યારે હમદર્દી બતાવો તે પણ એક-બે દિવસ પછી શું? પછી તમે તમારા રસ્તે..?
(બધા શાંત થઈ ગયા )
અર્જુન એ મારો હાથ પકડી મને પાછળ ખેંચ્યો ત્યારે મને હોશ આવ્યો.
ત્યારે ખબર ની કેમ મારો બધો ગુસ્સો તે લોકો પર ઉતરી ગયો. જે ગુસ્સો પેપર, સોશ્યલ મીડિયા માં આવતી ખબરો થી વધ્યો હતો,
ખબર ની આ દુનિયામાં માણસો જન્મ લઈ છે કે હેવાનો...??
સાચે આ હેવાનો બે વર્ષ ની બાળકી ને પણ નથી છોડતાં. દુઃખ થાય છે ત્યારે કઇ મદદ કરી ન શકતો હોવાનો..
મને ગુસ્સો એ વાત નો પણ હતો કે આ બધા કેસ થયા પછી મેં આ કેસ માં આવું વિચાર્યું પણ ન હતું.
અર્જુન એ મને શાંત શાંત કરી તે લોકો સાથે વાત કરવા લાગ્યો અર્જુન : હું ઇન્સ્પેક્ટર અર્જુન છું.,આનું મર્ડર થયું છે એટલે પૂછપરછ કરવા આવ્યો છું,તમે આના વિશે જે પણ જાણતાં હોઈ તે જલ્દી થી કહી દેવો ની તો બીજા પણ રસ્તા છે મારી પાસે તમારા મોં ખોલવાના..
માણસો અર્જુન ની વાતો સાંભળી ડરી ગયા અને કહેવા લાગ્યા "આ ચૌદરી ના ત્યાં ધંધાવાળી.. (મારી બાજુ જોઈ અટકી ગયા ) સોર્રી ત્યાં કામ કરતી હતી, આના સિવાય બીજું કઇ ખબર નથી.
અર્જુન :આ ચૌધરી છે કોણ? અને ક્યાં મળશે તેનો કોઠો?
"અહીંથી લગભગ ચાર કિલોમીટર આગળ નંદન ગામ છે ત્યાં "(તેમાં નો એક માણસ બોલ્યો )
અર્જુન અને મેં ત્યાં જવા રવાના થઈ ગયા.
રસ્તામાં..
અર્જુન : તું ધંધાવાળી સાંભળી આટલો ગુસ્સામાં કેમ આવી ગયેલો?
અર્જુન ના આ સવાલે મને ન ગમતી યાદો માં જવા મજબુર કરી નાખી હતી.
"હા, આના પાછળ એક સ્ટોરી છે."
તારીખ :22/11
યુ. એન. સાર્વજનિક સ્કૂલ
ઓય રોહન,લંચ બ્રેક પૂરો થઈ ગયો ચલ ક્લાસમાં એ મારો બેસ્ટ ફ્રેન્ડ હર્ષ હતો,
(અર્જુન : તો આ રોહન કોણ?
રોહન મારું આ ક્રાઇમ ફિલ્ડ માં આવવા પહેલાનું નામ હતું. )
ચલ,તું ગાળ ખવડાવશે સર ની..
અમે બંને ખૂબ પાક્કા મિત્રો હતાં, પણ ક્લાસ માં આમારી ખૂબ લડાઈ થઇ આમારી નઈ ખાલી મારી કહ્યું તો ચાલે,મારો ગુસ્સો હંમેશા નાક પર સવાર રહતો હતો જે તેને શાંત પડતો હતો.
એક દિવસ મારી ક્લાસ ના એક છોકરા સાથે લડાઈ થઇ તેનું નામ જતીન જતું તે ખૂબ પૈસાદાર પરિવાર નો હતો, હર્ષ ત્યારે પણ મારો ઝગડો છોડાવા આગળ આવ્યો(ત્યારે જતીન એ હર્ષની સામે જોઈને)જતીન :આવી ગયો ધંધાવાળી નો છોકરો,જેને તેના બાપની તો ખબર નથી અને આવી ગયો મોટો હિરો બનવા. (હર્ષ ની માતા મજબૂરી માં પહેલા કામ કરતી હતી. પણ તેમણે હર્ષ ના જન્મ પછી તે કામ છોડી હાલ માં સરકારી કચેરી માં સફાઈ નું કામ કરે છે, હર્ષ હોશિયાર હોવા થી તેની સ્કૂલ ની ફી સકોલરશીપ માંથી થઇ જતી હતી )
જતીન ના આવું કહેવા થી ક્લાસ ના બધા છોકરાઓ જેવો જતીન સાથે ફરતા તેઓ હર્ષ ને ચિડાવવા લાગ્યા, ત્યારે મેં જતીન ને મારવા જતો હતો પણ હર્ષે મને રોક્યો પછી હર્ષ ત્યાંથી જતો રહ્યો. આખો દિવસ પસાર થયો પણ હર્ષ પાછો ન આવ્યો એટલે મેં તેણે શોધવા નીકળ્યો. અચાનક કંઈક અવાજ આવ્યો અને નીચે ખૂબ મોટુ ટોળું થઇ ગયું હતું, મેં જઈને જોયું તો હર્ષ ની બોડી ત્યાં ઉલ્ટી પડી હતી, હજું તેની આંખ ની કિકી ફરતી હતી અને અચાનક અટકી ગઈ ત્યારે મેં હોશ ગુમાવી બેઠો અને હર્ષ સાથે વિતાવેલા સમય યાદ આવા લાગ્યા, જે હર્ષ જે તેના નામ ની જેમાં હંમેશા હાસ્તો અને હસાવતો હતો તે આજે મારી હસી હંમેશા માટે લઈને જતો રહ્યો હતો તેની માતા પણ સ્કૂલ માં આવી.
મેં પ્રિન્સિપાલ ને બધી વાત કરી પણ જતીન ના પપ્પા એ સ્કૂલ ના ટ્રસ્ટી હતાં અને સ્કૂલ નું નામ બદનામ ન થાય તે માટે તે પ્રિન્સિપાલ એ ન્યૂઝ માં કહ્યું
"છોકરો 10th માં હતો અને ભણતર ના દબાવ માં આવી આવો કદમ ઉઠાવી લીધો હતો "
મેં મારા પપ્પા ને કહ્યું તો તેવો સાથે હું પોલીસ સ્ટેશન પણ ગયો પરંતુ પોલીસવાળા ને પૈસા આપી જતીન ના પિતાએ કેસ ને રફા-દફા કરવાનો ઓડૅર આપ્યો.
તે દિવસ થી ને નક્કી કર્યું કે ગુન્હેગાર ને સજા આપાવીને જ રહીશ તેથીજ હું આજે અહીં છું.
ચૌદરી ના કોઠા પાસે...
( અમે ત્યાં પોંહચી ગયા દેખાવમાં જૂનું લાકડા નું બનેલું હતું કાળા-કાળા ઢબ્બા હતાં, ત્યાં ગણી બધી સ્ત્રીઓ હતી જેમના મોં પર દર અને આશ્ચર્ય દેખાતો હતો. ચૌદળી ત્યાં ખુરશી પર બેઠો હતો અને ત્યાં ટેબલ પર ત્રણ ચાઇ અને ત્રણ કાચ ના ગ્લાસ પડેલા હતાં બાજુમાં એક બેગ પણ હતું જાણે તેણે ખબર હતી કે અમેં તેના ત્યાં આવના છે, અમેં જેવા અંદર જતા હતાં ત્યાં દરવાજા આગળ બે બોડી ગાર્ડ એ અમને રોક્યા )
ચૌદરી:આવા દેવો, તે આપણા મહેમાન છે (હસતા હસતા તે બોડી ગાર્ડ ને કહ્યું)તમારા માટે વ્યવસ્થા પણ કરી છે, ઠંડુ કે ગરમ? બંને છે અહીં.
અર્જુન : અમેં અહીં પૂછપરછ માટે આવ્યા છીએ.
ચૌદરી : ખબર છે, તમે જેવા શેરી માં આવ્યા ત્યારે જ ખબર પડી ગઈ. મને પ્રેમ કરવાવાળા ખૂબ છે અહીં.
ચૌદરી એ બેગ ટેબલ પર મૂકી અને ખોલ્યું તેમાં ખૂબ પૈસા હતાં. અને બોલ્યો "શું લેશો ઠંડુ, ગરમ કે લક્ષ્મી?? "
"કઇ નથી જોવતું આના વિશે પૂછવા આવ્યા છીએ "
"હા, તમે તો ડિટેકટિવ રોય છો ને ખૂબ સાંભળ્યું છે તમારા વિશે.. "
અર્જુન :બોલ જલ્દી, આના વિશે વાત મળી છે તારા ત્યાં કામ કરતી હતી ની તો પોલીસ ને રિશ્વત આપવા ના જુર્મ માં જેલ માં જશે.
ચૌદરી:આ કોણ છે? હું નથી ઓળખતો, કોણે કીધું આ મારા ત્યાં કામ કરે છે? (ચૌદરી એ તેના માણસ ને આગળ બોલાવ્યો ) લાવ મારી સામે જેને આવી અફ્ફા ફેલાવી પોલીસ ને ગુમરાહ કર્યા, પોલીસ તેમનું કામ કરે છે સમજાવો તેને..
ત્યારે સબૂત ન હોવાથી અમેં તેનું કઇ પણ કરી ન શકતા. તે અમારા કોઈ પણ સવાલ નો સીધો જવાબ આપતો ન હતો એટલે છેલ્લે આમારે ત્યાંથી નીકળવું પડ્યું. પછી અમેં ગાડી માં બેસી ગયા ત્યાં એક છોકરો આવ્યો
સાહેબ, ચા લઇ લેવો.
અર્જુન : નથી લેવી ચા જા અહીંથી.. (ગુસ્સામાં )
મેં જોયું છોકરો ખુશ હતો અને તેના હાથ માં 100rs. ની નોટ હતી તેની સાથે એક કાગળ પણ હતું. મેં તેની પાસે ચા લીધી એટલે તેને મને ચિઠ્ઠી આપી
ચિઠ્ઠી માં લખ્યું હતું "મને તેના વિશે ખબર છે મને તમારો નંબર આ છોકરા સાથે મોકલી આપો "
અર્જુન :આ કોણે મોકલી છે? અને તું e નંબર કેમ આપ્યો?
aa એક છોકરી છે, જે ચૌદરીના ત્યાં રહે છે જયારે આપણે રીટર્ન થતાં હતાં ત્યારે બધી છોકરી માંથી તે ખૂબ સહમેલી અને જાણે કઇ કહેવા માંગતી હોઈ એવી હતી,મેં જોયું કે તેને તેના હાથ માં કોઈ કાગળ જકડી રાખ્યું હતું, જે ચૌદરીના ડર થી કઇ બોલી ન શકી.
રાતે અમેં પાછા ફર્યા.
હજું પણ મને સપનામાં એક સ્ત્રી દેખાતી હતી, ખબર ની કયું કનેકશન છે અમારા વચ્ચે? મારું માથું ખૂબ દુ:ખવા લાગ્યું અને વારંવાર એ છબી મને કઇ કહેવા માંગતી હોઈ તેવું લાગતું હતું
હું હોશમાં આવ્યો પાણી પીધું ત્યાં મારા ફોનની રિંગ વાગી
હેલો, કોણ?
"કાલે સવારે 7 વાગે તળાવ પાસે.. "
આટલું કહી ફોન કાપી કાઢ્યો સામેથી.. તે કોલ સાંભળી મને ખબર ની કેમ લાગ્યું કે આ કેસ કઇ બીજા રસ્તે જવા લાગ્યો.
સવારે 7 વાગે તળાવ પાસે
કોઈ ન હતું આજુબાજુ શાંત વાતાવરણ છવાયો હતો, તળાવ ના શાંત પાણી માં હવાના કારણે થોડું પાણી એક બાજુ ધકેલાતું હતું
ત્યાં સામે થી પોતાનું મોઢું ઢાંકી એક યુવા વર્ષની લાગતી છોકરી મારી તરફ આવતી હતી, પણ તેની નજર આજુબાજુ ફરતી હતી જાણે કોઈના થી છુપાવા નો પ્રયત્ન કરતી હોઈ મારી નજીક આવી પોતાનો દુપટ્ટો મોઢા પરથી હટાવ્યો. તે પેલીજ છોકરી હતી જેના હાથ માં ચિઠ્ઠી હતી
એ કહેવા લાગી
"સર, હું યામિની છું અને હું ચૌદરીના ત્યાં જ કામ કરું છું,કાલે તમે જેની વિશે પૂછતાં હતાં તે મારી ફ્રેન્ડ પૂજા હતી તે પણ ત્યાંજ કામ કરતી હતી, તેના મર્ડર ના એક દિવસ પહેલા તેને ફાંસી લેવાની કોશિશ કરી હતી, લગભગ રાતે 8 વાગે મેં તેના રૂમ તરફ જતી હતી ત્યાં મને તેની આ ચિઠ્ઠી મળી."
(તેને મને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી માં લખ્યું હતું કે..
હું હવે આવી રીતે રોજ ન જીવી શકું દમ ગુટે છે મારો.. ??હું સુસાઇડ લેવા જઈ રહી છું )
પણ જો તેને ખુડખુશી કરી તો તેની લાશ તળાવ પાસે કેવી રીતે મળી? ઘણા સવાલો દિમાગ માં ચાલતા હતાં.
"પૂજા ના નજીક કોઈ હતું મિત્ર એવુ કઇ કે કઇ અજીબ વાત તું એ જોઈ હોઈ? "
યામિની :હા, હિતેશ એ પણ પૂજા ના મર્ડર ના દિવસ થી દેખાતો નથી.
"આ હિતેશ કોણ?"
યામિની :હિતેશ પણ ચૌદરી ના ત્યાંજ કામ કરે છે તેનું ડીલરશીપ નું કામ સાંભળે છે,એણે જ કઇ કર્યું હશે.
"ક્યાં મળશે હિતેશ? "
યામિની એ એડ્રેસ આપ્યું પછી મેં હિતેશ ના ઘરે ગયો
હિતેશ :કોણ? કોનું કામ છે તમારે?
"હિતેશ? "
હિતેશ :હા, હું જ છું,શું કામ છે?
"પૂજા ના મર્ડર કેસ વિશે વાત કરવી છે. "
હિતેશ પહેલા ગભરાયો પછી મેં તેને શાંત પાડી પૂજા વિશે પૂછ્યું
"પૂજા ના સુસાઇડ ના દિવસે શું થયું હતું? અને તું મને જોઈ કેમ ગભરાઈ ગયો? "
હિતેશ :પૂજા ને હું ખૂબ પ્રેમ કરતો હતો એ જે તકલીફ માં હતી તેણે બહાર કાઢવા મેં પણ પ્રયત્નો કર્યા, ચૌદરી એ તેણે કિડનેપ કરી ને લાવ્યો હતો, તે ખૂબ જ પરેશાન રહતી હતી તેની આ હાલત મારાથી સહન ન થતી હતી, એક દિવસ હું તેણે મળવા તેના રૂમે ગયો ત્યાં જોયું દરવાજો અંદર થી બંધ હતો મેં તેને બૂમ પાડી પણ તેને જવાબ ન આપ્યો પછી મેં દરવાજો તોડ્યો અને જોયું તો એ પંખા પર લટકેલી હતી અને નીચે એજ નોટ પડી હતી એટલે મેં જલ્દી જઈ તેને બચાવી પછી એ ખૂબ રડવા લાગી મેં સમજાવી એને પછી હું ત્યાં થી તેને મારા ઘરે લઇ આવ્યો કારણકે મને લાગ્યું કદાચ તેને આવા વિચાર ફરીથી આવી શકે છે, બીજે દિવસે મને ખબર પડી બધા તેને શોધતા હતાં, ત્યારે ચૌદરી બોલ્યો :શોધો પેલી ને લંડન માં ડીલ થઇ છે, જો કઇ થયું તો બૉસ મને ની છોડે અને હું તમને બધાને મારી નાખીશ,જલ્દી શોધો આજે રાતે તળાવ પાસે બૉસ આવે છે.
"આ બૉસ કોણ છે? "
હિતેશ :એતો મને પણ ખબર નથી
"પછી શું થયું? "
હિતેશ :પછી હું જલ્દી ઘરે ગયો, ત્યાં મને ખબર પડી કે ચૌદરી ના માણસો પૂજા ને લઇ ગયા, પછી હું પણ છુપાઈ ને રહેવા લાગ્યો & રાતે હું તળાવ પાસે ગયો ત્યાં મેં જોયું બે ગાડી હતી તેમાંથી કાળા રંગ ની ગાડી માંથી એક લગભગ 45વર્ષ ની ઉંમર નો માણસ નીકળ્યો તેને જોઈ પૂજા ને જાણે શોક લાગ્યો હોઈ એવુ લાગ્યું પૂજા એનાં ઉપર ચિલ્લાતી હતી પછી ચૌદરી પાસે રહેલા ચાકૂ લઇ તેને મારવા આગળ વધી અને લડાઈ માં તેને પેટ માં ચાકૂ વાગ્યું, થોડી વારમાં બધા ત્યાં થી નીકળી ગયા હું ત્યાં પોહંચુ એ પહેલા પૂજા મૃત્યુ પામી ગઈ હતી.
"પછી તું એ પોલીસ ને કોલ કેમ ન કર્યો? "
હિતેશ :હું ગભરાઈ ગયો હતો
"થોડી હિંમત કરી હોત તો પૂજા આજે જીવતી હોત, હવે આ ચૌદરી વિશે ગવાહી આપ એને સજા તો મળશે જ.. "
પછી હું અર્જુન સાથે પોલીસ ફોર્સ લઇ ચૌદરી ને પકડવા ગયો. અર્જુન :યુ આર અરેસ્ટેડ, મારી પાસે સબૂત છે
ત્યાં તેને હિતેશ ને જોયો
ચૌદરી :દગાબાજ, તારા લીધે આ લોકો ની હિંમત થઇ ચોદરી ને પકડવાની હવે તું ન બચશે મારા હાથ થી...
એટલી વાર માં મારા થી રહેવાયું નહી અને મેં હિતેશ ને બચાવવાં ગોળી ચલાવી તેના પર..
અર્જુન (ગુસ્સામાં બોલ્યો ):આના પાસે થી જાણકારી લેવા ની હતી બૉસ વિશે,અને આના વિશે મારે ડિપાર્ટમેન્ટ માં શું જવાબ આપવો?
"તે તું મારા કરતા વધારે સારી રીતે જાણે છે, બનાવી લેજે કોઈ બહાનું અને એમ પણ આ તારી જ ગન છે "
તલાશી લેતા બધી છોકરી ના પાસપોર્ટ મળ્યા જેના કારણે તેવો આ રેકેટ માં ફસાયા હતાં પછી પોલીસે તેમણે તેમના ઘરે મોકલવા ની વ્યવસ્થા કરી અને બધી ને ચૌદરી ની કેદ માંથી આઝાદ કરી.
પણ બૉસ વિશે કઇ મળ્યું નહી..
બધાને લાગ્યું કે કેસ સોલ્વ થઈ ગયો પણ બૉસ નામ ના આ વ્યક્તિ એ મને હેરાન કરી નાખ્યો હતો તેના વિશે કઇ ન મળ્યું તેમાં રાતે પેલી છબી પણ આવતી હતી, કંઈક સમજ ન પડતી હતી, પછી દિમાગ શાંત કરી ફરી આખા કેસ ને સમજવા ક્લુ જોડવા લાગ્યો પણ સવાલ એજ હતો કે બૉસ છે કોણ?
બીજે દિવસે અર્જુન નો કોલ આવ્યો અને હું પોલીસ સ્ટેશન ને ગયો ત્યાં જઈ એવી વાત ખબર પડી કે આખા કેસ ની કાયા પલટ થઇ ગઈ.
અર્જુન :જુના પોલીસ ના રેકોડ જોતા ખબર પડી કે લગભગ 2વર્ષ પહેલા એક સ્ત્રી તેની છોકરી ની મિસ્સીગ FIR લખવા આવી હતી તેના ફોટો જોયો તો ખબર પડી કે એ પૂજા જ હતી, તેનું રીયલ નામ સાંચી છે.
સાંચી આ શબ્દ સાંભળી કેસ ને નવો રસ્તો મળ્યો હતો એવું લાગ્યું જે પૂજા નું કોઈ પરિવાર ન હતું તે સાંચી નું નામ લઇ કોઈ ઓળખીતું મળ્યું એવુ લાગ્યું.
અર્જુન :FIR રિપોર્ટ પ્રમાણે તે કૉલેજ ગઈ હતી પણ ઘરે પાછી ન આવી.
"FIR ઘર નું એડ્રેસ હશે ને? "
અર્જુન :હા
"હા, તો ચાલો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો "
અર્જુન અને મેં એડ્રેસ ની જગ્યા એ પોંહચી ગયા પણ ત્યાં ઘર માં તાળું હતું એટલે અમેં આજુબાજુ પુછપરછ કરી
અર્જુન :હું ઇન્સ્પેક્ટર છું, મારે થોડી જાણકારી લેવી છે, આ ઘર માં તાળું કેમ છે?
પાડોશી :આ ઘર તો 1વર્ષ થી બંધ છે
અર્જુન : સ્મિતાબેન (સાંચી ની માતા ) અહીં રહેતા હતાં?
પાડોશી :હા, તેવો તેમના પતિ સાથે અહીં રહેતા હતાં પણ તેમનું તો 1વર્ષ પહેલા એક્સીડેન્ટ માં મોત થઈ ગયું
અર્જુન : આવું તમને કોણે કીધું?
પાડોશી :તેમના પતિ એ જ કહ્યું, તેવો બહાર ગયા હતાં ત્યારે જ થયું હવે તેમના પતિ બીજે રહેવા લાગ્યા છે, ખૂબ દયા આવે તેમના પર બે વર્ષ પહેલા છોકરી સાથ છોડ્યો & પછી પત્ની એ.. હજું પણ તેમની યાદ આવતા તેવો આ ઘર માં આવી જાય છે પોતાની યાદો જોવા માટે..
અર્જુન :તેમના પતિ એટલે કે સાંચી ના પિતા ક્યાં રહે છે કઇ કે ખબર છે તમને?
પાડોશી :ના, એતો નથી ખબર પણ કદાચ એમનો નંબર છે કદાચ તમને કામ લાગે...
અર્જુન એ નંબર લઇ કોલ કરી તળાવ પાસે બોલાવ્યા જેથી કરી તેમની દીકરી ના મર્ડર વિશે જાણકારી આપી શકે. અમેં તેમણે મળવા નીકળી ગયો.
બીજી બાજુ હું તાળું તોડી ઘર ગયો સાંચી વિશે જાણવા..
જયારે હું ઘર માં એન્ટર થયો આજુબાજુ ધૂળ હતી મેં તરત જ તલાશી ચાલુ કરી દીધી, તલાશી લેતા લેતા હું એક રૂમ માં પોહોંચ્યો ત્યાં મેં જોયું કે કીડીઓ નું ટોળું કાર્પેટ નીચે જતું હતું અને મેં કાર્પેટ હટાવી તો ત્યાં એક દરવાજો હતો જે અન્ડરગ્રાઉન્ડ કોઈ રૂમ માં જતો હતો મેં અંદર ગયો અને ત્યાં જોયું તો મારા હોશ ઉડી ગયા મેં તરત અર્જુન ને કોલ કર્યો પણ તેને ઉપાડ્યો નહી..
ત્યાં એક કંકાલ હતું ને સાંકળ થી જક્ડાયેલું હતું અને ચારે તરફ ની દિવાલ પર એક જ શબ્દ કોતરેલો હતો.. જે મને એટલા દિવસ થી પરેશાન કરતુ હતું "ઇન્સાફ.. ઇન્સાફ "
મેં ફોરેન્સિક ટીમ બોલાવી DNA ટેસ્ટ કરવા આપ્યું અને તલાશી કરવા લાગ્યો, DNA ટેસ્ટ થી ખબર પડી કે તે સાંચી ના DNA થી મેચ થાય છે હવે મને કેસ સુલજવા લાગ્યો એવુ લાગ્યું, ઘરમાં મને તેમનો ફેમિલી ફોટો જોયું અને નવાઈ ની વાત એ હતી કે હું જે સપનામાં છબી જોતો હતો તે સ્મિતા ની હતી જે ઇન્સાફ માંગતી હતી.
થોડી વાર માં અર્જુન નો કોલ આવ્યો.
અર્જુન :બોલ, તારા આટલા બધા કોલ હતાં, મારો ફોન ગાડી માં હતો અને હું સાંચી ના પિતા સાથે વાત કરતો હતો
"સાંચી ના પિતા છે ત્યાં? હોઈ તો પકડી લો એને "
અર્જુન :તેવો તો નથી હમણાં જ નીકળી ગયા અને આ તું શું બોલે છે? તેમણે કેમ પકડવાની વાત કરે છે?
"અમના એ બધું કહેવા નો ટાઈમ નથી, જલ્દી તેમણે રોક ની તો શહેર છોડી ને ભાગી જશે "
અર્જુને આખા શહેર નાકાબંધી કરાવી અને તેમની શોધ માં બધા લાગી ગયા છેલ્લે તેવો પોલીસ ની ગિરફ માં આવી ગયા અને પોલીસ સ્ટેશન લાવ્યા.
"બોલ હવે શું કેમ તને કેશવ કે પછી બૉસ? "
કેશવ (સાંચી ના પિતા ):શું કહો છો તમે?
અર્જુન :શું બોલે છે તું?
"બોલ હવે, તું એ તારી દિકરી મર્ડર કેમ કર્યું? "
કેશવ :શું બોલો છો તમે? હું એ 2વર્ષ થી મારી દિકરી ને મળ્યો પણ નથી, મેં FIR પણ લખાવી હતી તેની..
પછી મેં હિતેશ ને બોલાવ્યો
"હિતેશ અહીં આવ,આજ છે ને? "
હિતેશ: હા, આજ હતો ત્યારે તળાવ પાસે આને જ મારી છે પૂજા ને..
"આ જો થોડા ફોટા જે મને તારા ઘર માંથી મળ્યા.. "
એ ફોટા બધી છોકરી ના હતાં જે ચૌદરી ના ત્યાં હતી તે.. અને તેમાંથી એક ચૌદરી નો પણ હતો...
"તારા બેન્ક માં ટ્રાન્જેકન જોઈ ને લાગે છે કે તું ખૂબ પૈસા ની લેણદેણ કરે છે હમણાંજ સાંચી ના મર્ડર ના બીજે દિવસે તું એ લંડન ના એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કર્યા જે લગભગ મર્ડર ના 4-5 દિવસ પહેલા એજ એકાઉન્ટ માંથી તને મળ્યા હતાં,હવે તું બધું જાતે કહે કે હું કહું સજા તો તને મળશે "
કેશવ :હા, મેં જ મારી પત્નિ અને છોકરી નું મર્ડર કર્યું છે, હું ઘણા ટાઈમ થી છોકરીઓની લેણદેણ નો ધંધો ચલાવતો હતો, મારું કામ હવે થોડું મુશ્કેલ થઇ ગયું હતું પોલીસ ની નાકાબંધી ને લીધી, છોકરીઓ ને બહાર ટ્રાન્સપોર્ટ કરવામાં મુશ્કેલી પડતી હતી, રોજ ની જેમ હું દારૂ પીવા અડ્ડા પર ગયો ત્યાં મારી મુલાકાત ચૌદરી થી થઇ ચૌદરી એ ત્યારે બોટ દ્વારા ઇનલિગલ સમાન એક્સપોર્ટ કરતો હતો તેની પોંહચી ઉપર સુધી હોવાથી પોલીસ પણ તેનું કઇ ન કરી શકતી એટલે મેં તેની સાથે દોસ્તી કરી અને તેને મારી સાથે કામ માં લગાવ્યો,અમેં ધીમે ધીમે પૈસા કમાવા લાગ્યા.
થોડા દિવસો પછી..
હું ચૌદરી સાથે બેઠો હતો ત્યાં સાંચી નો કોલ આવ્યો..
સાંચી :હેલ્લો, ક્યાં છો તમે? ક્યારે આવશો?
હું દારૂ ના નશામાં ધૂત હતો "તારે શું લેવા દેવા, હું જે કરું એ મારે જયારે આવવું હોઈ ત્યારે આવા મારી મરજી ફોન મૂક હવે.. "
ચૌદરી: કોણ હતું?
"મારી છોકરી હતી, ગુસ્સો આવે છે તેના પર કંટાળી ગયો છું એનાં થી.., મારી ઘરવાળી ના લીધે એને સહેવું પડે છે, મારે તો એક છોકરો જોવતો હતો.. "
ચૌદરી:એને પણ મોકલી દેવો બહાર ?
ક્યારે મારા દિમાગ માં પ્લેન આવ્યો અને મેં ચૌદરીને સાંચી ને કિડનેપ કરવા કહ્યું અને પ્લેન અનુસાર તેને બીજે દિવસે સાંચી ને કૉલેજ થી ઘર આવા ના રસ્તા માં કિડનેપ કરી, પછી સ્મિતા એ FIR લખાવી પણ એક દિવસ તે મારી અને ચૌદરી વાત સાંભળી લીધી & તેને મારા ધંધા વિશે પણ બધી ખબર પડી ગઈ, તે પોલીસ ને કહેવા ની હતી એટલે મેં તેને ઘર માં બાંધી દીધી, અને બહાર અમારા એક્સિડેન્ટ ની બહાર જૂઠી ખબર ફેલાવી,પછી મેં તે ઘર છોડી દીધું પણ રોજ સ્મિતા ને મળવા જતો પણ તે મારા માટે નાક માં દમ કરી નાખ્યું હતું એટલે મેં તેને ખાવાનામાં ઝહેર આપી મારી નાખી.. આગળ નું તમને ખબર છે. "
અર્જુન : હવે તો તને ફાંસી મળી ને જ રહશે..
પોલીસે કેશવ ને જેલ માં લઇ ગઈ
અર્જુન :તને આના નવા ઘર વિશે ખબર કેવી રીતે પડી?
"ચૌદરી ના ફોન થી.. તે રોજ એક જ નંબર પર રોજ વાત કરતો હતો અને તે કોલ નું લોકેશન મળી ગયું.. ત્યાં જ મને આ બધી છોકરી ના ફોટા અને કેશવ ની બેન્ક ડિટેલ્સ મળી "
કૅસ નં:39 સોલ્વ....
રાતે..
આ.... આ... આ મારું માથું પાછું દુ:ખવા લાગ્યું.. સપનામાં માં કોણ છે?. હવે આ કઈ જગ્યા છે..?
Case No.40
To Be continue....
આ તો ખાલી કહાની છે એક સાંચી ની પણ આપણા દેશ માં આવી ઘણી સાંચી છે જે આવા કામ માં ફસાઈ ગઈ છે જેની આપણે ભનક પણ નથી. કદાચ સાંચી ની આ હાલત નું કારણ તેના પિતા ન હતાં અસલી ગુન્હેગાર તેના પિતા નો નશો હતો જેને આવા ખરાબ કામ કરાવ્યા..
ખબર નથી પડતી લોકો નશો કેમ કરે છે?ખબર હોવા છતાં કે તે આપણા એકલા શરીર ને ખોખલું નથી કરતુ તે સાથે -સાથે આપણા માં રહેલીકોઈના પ્રત્યે ની ભાવના, સંવેદના, વિશ્વાસ ને પણ અંદર થી ખૂખલુ કરી નાંખે છે, તે નશા માં રહેલી કડવાહટ કરતા વધારે આપણા સંબંધો માં કડવાહટ પેદા કરે છે,આપણે બધા થી દૂર થતાં જઈએ છીએ.
જો તમે આ વાંચો છો અને જો નશો કરતા હોવ તો વિનંતી કરું છું છોડી દેવો પ્લીઝ..
{નોંધ :મારી કહાની એક કાલ્પનિક છે, અને મારી કહાની કે લખાણ થી કોઈ ના દિલ ઠેશ પોંહચી હોઈ તો મને માફ કરજો.. અને ધન્યવાદ મારી આ કહાની વાંચવા બદલ...??}