બે કપ્સ કોફી Nikunj Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે કપ્સ કોફી

2 cups coffee

કેફે નું નામ સાંભળી તમને પહેલાં શું વિચાર આવે? ફ્રેન્ડ સાથે વિતાવેલા મસ્તીના પલો, કોઈ ખાસ સાથે કરેલી પ્રેમ ભરેલી વાતો કે જીવન અગત્યના લીધેલા નિર્ણયો ગમે તે હોય બધું યાદગાર થઈ જાય. બધા કેફે ની જેમ આ પણ ખુબ ક્લાસિક હતું, કેફે ની દિવાલ પર ઘણી બધી શાયરીઓ અને સુવિચાર થી ભરેલું હતું. કેફે નો કલર અને ટેબલની ડિઝાઇન એકદમ કોફીને મેચ થાય તેવી હતી, ક્રીમ અને ચોકલેટ કલરનું એકદમ આકર્ષક કોમ્બિનેશન હતું, ઘણી બધી લવ સ્ટોરી ની શરૂઆત અહીંથી જ થાય છે અને આ લવ સ્ટોરી પણ અહીંથી જ શરૂ થઈ હતી, લવ સ્ટોરી ન કહેવાય પણ ફ્રેન્ડ બનવા ની શરૂઆત અહીંથી થયેલી અને આજે તે જ ફ્રેન્ડશીપ ને આગળ વધારતો દિવસ છે
“બે કપ કોફી પ્લીઝ”, કોઈએ વેઇટરને ઓર્ડર આપ્યો ત્યાં ઘણા બધા લોકો હતા, એક ટેબલ પર બે કપલસ સાથે બેસ્યા હતા તેમના નાના છોકરાઓ આખા કેફેમાં ભાગતા હતા અને એકબીજાને પકડવાનો પ્રયત્ન કરતા હતા, બીજી તરફ બે છોકરાઓ જેવો ક્યુટ એક પ્રેમી જોડું હતું અને ખુશી તેમની આંખોમાં છલકાઈ આવી રહી હતી, તેઓ વૃદ્ધ હતા લગભગ ૮૦-૮૫ વર્ષના હતા પણ તેઓનો પ્રેમ જન્મો જન્મો નો હોય એવું લાગતું હતું, દાદા ગરમ કોફી ફૂંક મારીને દાદીને પીવડાવતા હતા ખૂબ જ ક્યુટ કપલ લાગતું હતું, ઉમર ભલે વધુ હોય પણ તેમનો પ્રેમ અને રોમાન્સ જૂવાનો કરતા ઓછો ન હતો, બીજી બાજુ કોલૅજ સ્ટુડેંટ્સ નું એક ગ્રુપ હતું, તેઓ કોઈની બર્થ-ડે સેલિબ્રેટ કરવા આવ્યા હતા, ખૂબ જ અવાજ કરતા હતા અને ઘણા ફોટાઓ ક્લિક કરતા હતા,
બધા ખુશ હતા પણ ત્યાં કોઇક ખૂણામાં એવો વ્યક્તિ પણ હતો, જે ખૂબ જ ટેન્શનમાં હતો, ટેન્શનના કારણે જમણો પગ હલાવતો હતો અને હાથ ના નખ કોટર તો હતો, કોઈનું ઘણા સમયથી વેટ કરતો હતો, શરીરથી ખાતાપીતા ઘરનો લાગતો હતો.

“ યાર, ક્યા રહી ગઈ? કેટલા સમયથી આજ ના દિવસ ની રાહ જોતો હતો ખબરની કેવું રિએક્ટ કરશે? કોલ પણ નથી ઉચકતી. “

ત્યાં એક છોકરી કેફેમાં એન્ટર થઈ, પાટડી ગુડિયા લાંબા વાળ ધરાવતી અને આંખો પર ચશ્મા પહેર્યા હતા,
“ સોરી સોરી થોડું લેટ થઈ ગયું”
“શું સોરી, શ્રેયા તારું રોજનું છે, રોજ મોડું કરે અને આજે પણ મોડું કર્યું, કાલે તો મેસેજ કર્યો હતો 10am કેફે પર ટાઈમે પોંહચી જજે છતા પણ તે late કર્યું, ખરી છે તું યાર.. “

શ્રેયા :સૉરી કહ્યું ને હવે (સ્માઈલ આપી )
(રજત એની ક્યુટ સ્માઈલ જોઈને પોતાનો બધો ગુસ્સો ભૂલી ગયો. )

શ્રેયા :બોલ, શું લેવા બોલાવી?

રજત :કહું છું શાંતિ રાખ થોડી, શું પીશે એ બોલ?

શ્રેયા :તને ખબર જ નથી, શું ઓડર આપવો?, આટલા ટાઈમથી આવીએ છીએ છતાં પૂછે છે.

રજત :હાં અવે, (વેઈટર ને બોલાવી ) 2કપ્સ કોફી.
(વેઈટર તેણે જોઈને આશ્ચર્ય થી જોવા લાગ્યો. )
રજત :શું થયું, ભાઈ?, જાને કોફી લઇ આવ.
વેઈટર ત્યાંથી જતો રહ્યો.

રજત :સંભાળ, મારે તને કેટલા ટાઈમ થી એક વાત કહેવી છે

(Happy birthday to you… ના મોટા અવાજ થી રજત ની વાત શ્રેયાને ન સાંભળી )

શ્રેયા :શું?

(રજત પાછી હિંમત ખોવી બેઠો )રજત :કાંઈ ની.
ત્યાં પેલાં નાના છોકરાઓ આવ્યા અને બંને તેમની સાથે મસ્તી કરવા લાગ્યા, થોડી વાર માં ત્યાં વેઈટર હાથમાં ટ્રે માં કોફી લઈને આવ્યો, તેણે કાંપતા હાથો થી કોફી ટેબલ પર મૂકી અને રજત ને જોઈને જતો રહ્યો.
શ્રેયા અને રજત કોફી પીવા લાગ્યા.

રજત :તું કેમ આટલા દિવસો થી મૅસેજ કે કોલ ન કરતી હતી?, બેસ્ટ ફ્રેન્ડ ને ભૂલી ગઈ?
(રજત હિંમત મેળવવા બીજી બધી વાતો કરી થોડો કોમ્ફર્ટેબલ થવા માંગતો હતો )

શ્રેયા :હોસ્પિટલ ગયેલી ચૅકઅપ માટે

રજત :શેનું ચૅકઅપ? શું થયું? બીમાર થઇ તો કહેવાયું નઈ.

શ્રેયા :હાં, તબિયત બોવ જ ખરાબ હતી, બે દિવસ થી ઘરે જ હતી, હજું કાલે જ ચૅકઅપ કરાવ્યું.

રજત :શું કહ્યું ડોક્ટરે?

શ્રેયા :હજું રિપોર્ટ આવ્યા નથી, એ બધું છોડ, તું એ બોલ શું કામ હતું?

રજત :મારે તને એક વાત કહેવી છે, કેટલા દિવસ થી કહેવાની ટ્રાઈ કરી રહ્યો છું આજ ના દિવસ માટે અરીસા ની સામે, કેટલા દિવસ થી પ્રેકટીસ કરી રહ્યો છું.

(શ્રેયા ને થોડી થોડી ખબર પડી ગઈ હતી કે આ શું કહેવા માંગે છે )

શ્રેયા :હાં, બોલ (ખુશી અને આતુરતાથી )

રજત :તું મને ખૂબ જ ક્યુટ લાગે છે, તારા ચશ્માં જેનાથી તારા ફેસ ની ક્યુટનેસ ઓવરલોડ થઇ જાય છે, તું મને ખૂબજ ગમે છે, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારે પૂછવું છે કે તું મારી લાઈફ ટાઈમ માટે બેસ્ટ ફ્રેન્ડ સાથે-સાથે લાઇફ પાર્ટનર બનશે? હું તારા જેવી ક્યુટ ને કોઈ બીજા પાસે નથી જોવા માંગતો.
(રજતે રીંગ નું બોક્સ શ્રેયા તરફ વધાવ્યું )

રજત :”will you marry me? “

(શ્રેયા ખૂબજ ખૂશ થઇ કારણકે તે પણ રજત ને લાઈક કરતી હતી, પણ ખુશી થોડા પળ માટેજ હતી, શ્રેયા ના મોબાઈલ માં મેઈલ આવ્યો એ જોઈ શ્રેયા શોકમાં આવી ગઈ અને રડવા લાગી, તે જોઈ રજત નિરાશ થયો તેને લાગ્યું શ્રેયા તેણે લવ નથી કરતી )

શ્રેયા (આંખો માં આંસુ લઇ ):સૉરી, હું તારી સાથે લાઇફ ન કાઢી શકું.

રજત :શું થયું? કેમ? તું મને પસંદ નથી કરતી?

શ્રેયા :ના, નથી કરતી

રજત :સાચું બોલ હું તને સારી રીતે ઓળખું છું, તારા આંખ ના આંસુ નું કારણ કંઈક બીજું જ છે., તું બોલે છે કંઈક અલગ અને છે કંઈક અલગ સાચું બોલ હવે. મારી કસમ તને..
(શ્રેયા એ રજત નો હાથ પકડ્યો અને ખૂબ રડવા લાગી, રજત એને ચૂપ કરાવવાનો પ્રયત્નો કરવા લાગ્યો, થોડીવાર રહી શ્રેયા એ રજત ને મેઇલ બતાવ્યો, જેમાં લખ્યું હતું કે શ્રેયા ને બ્લૂડ કેન્સર છે એ પણ લાસ્ટ સ્ટેજ, તે વાંચી રજત શોક માં આવી ગયો )

શ્રેયા :બોલ હજું પણ તું લગ્ન કરવા માંગે છે?,મને જ નથી ખબર કે મારી પાસે કેટલા મહિના કે કેટલા દિવસો બાકી રહ્યા છે? બોલ, હજું પણ તારે મારી સાથે મેરેજ કરવા છે?

(રજત હજું પણ શોક માં હતો,જાણે એનાં પગ નીચે થી
જમીન ખસી ગઈ હોઈ, તેને સાથે વિતાવેલાં બધા પળો યાદ આવા લાગ્યા, એકદમ શાંત મોહોલ થઇ ગયો પેલી બે કપ કોફી પણ સમય પસાર થતા ઠંડી પાડવા લાગી હતી )
શ્રેયા ઉભી થઇ અને જવા લાગી, ત્યાં રજત એ તેનો હાથ પકડી તેણે રોકી.

રજત :તું એ હજું મારા સવાલ નો જવાબ નથી આપ્યો, “will you marry me? “શું મારી બેસ્ટ ફ્રેન્ડ મારી લાઇફ પાર્ટનર બનશે?

(શ્રેયા એ વાત સાંભળી ખૂબ ખુશ થઇ પણ એ થોડી દુખી પણ હતી, તે રજત સાથે મૅરેજ કરી તેની લાઇફ ખરાબ કરવા ન માંગતી હતી )

શ્રેયા :તું હજું પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે?
રજત :સવાલ નો જવાબ સવાલ ન હોઈ, આ મારો જવાબ નથી. (આંખો નીચે રોકાયેલા આંસુ બંને ના ચહેરા પર દેખાતા હતાં )

શ્રેયા :yes, I love you.

આટલું જ કહેતા બન્ને એકબીજાને એકદમ ટાઈટ હગ કર્યા જાણે કોફી અને દૂધ એક બીજામાં ભળી ગયા હોઈ

રજત :હું તને કઇ ન થવા દઈશ.

(એકબીજાના આંસુ લૂંછી કાઢ્યા, રજત વાતો કરી શ્રેયા ના મન માંથી કેન્સર નો ટોપિક કાઢવા નો પ્રયત્નો કરવા લાગ્યો, પણ શ્રેયા તેની આંખો માં જોતી રહી ગઈ બંને એકબીજાની આંખો માં ખોવાઈ ગયા. અને આજુબાજુ ના મોહોલ થી અલગ પડી ગયા. જાણે અહીં પ્રેમ અને કોફી ની સુગંધ આખા કેફે માં ફેલાઈ ગઈ હતી. )
(ત્યાં ઉભો વેઈટર તે જોઈ રહ્યો હતો, તે કેફે માં નવો હતો, તેણે એમ આશ્ચર્ય &ભય માં જોઈ કેફે ના મેનેજર તેની પાસે આવ્યો અને પૂછુવા લાગ્યો )

મેનેજર :શું થયું? કેમ આટલો ગભરાઈ છે?

વેઈટરે રજત તરફ આંગળી કરી

વેઈટર :જો પેલો પાગલ, ક્યારનો એમને એમ બોલ્યા કરે છે અને તેની સાથે કોઈ નથી, ફોન પર પણ કોઈ નથી, તો પણ ન જાણે કોની સાથે વાત કરે છે, એખલો હોવા છતાં 2 કપ્સ કોફી ઓડર કરી.
મેનેજર :એ પાગલ નથી, તે સાચો આશિક છે, તેણે સાચો પ્રેમ કર્યો છે, તે તેણી વાઈફ સાથે વાત કરે છે અને તેણે તેની વાઈફ ને અહીં જ પ્રપોઝ કરી હતી, કંઈક 8 મહિના પહેલા, તેના થોડા દિવસો પછી તેની વાઈફ નું મૃત્યું થયું, ત્યારથી તે દર sunday અહીંયા આવે છે, તેને અહીં તેની વાઈફ દેખાઈ છે અને તેણી સાથે વાતો કરે છે, તેને દર sunday એ જ દિવસ લાગે છે જે sunday તેણે પ્રપોઝ કર્યું હતું, આજે પણ તે બે કોફી મંગાવે છે, એક તેના માટે બીજી એની વાઈફ માટે, તે આજે પણ તેની વાઈફ ને મહેસૂસ કરે છે કારણકે તેઓ જ્યારથી ફ્રેન્ડ્સ હતાં ત્યારથી દર sunday કોફી પીવા આવતા હતાં, તેના જેવા આશિક આજ ના સમય માં ખૂબ ઓછા મળે, આજે તો નાની નાની બાબતો માં બ્રેકઅપ થઇ જાય છે, લોકો એ પ્રેમ ને રમત બનાવી દીધી, બસ ખાલી આ લોકો જેવા થોડાક જ આશિક છે કે જે પ્રેમ નો અસલી અર્થ દાર્શવે છે
બહાર નો રૂપ જોઈ કોઈને પ્રેમ કરવું એ ખાલી અટ્રૅકશન કહેવાય, પણ કોઈ વ્યક્તિથી અટ્રૅકટ થવું, એનાં માટે ફિલિંગ આવે, તેમના દુઃખ અને દર્દ આપણે મહેસૂસ કરવા લાગ્યે, તેમનો ખ્યાલ અને તેમનું મૂલ્ય આપણી લાઇફ માં આપણી કરતા પણ વધારે લાગવા લાગે તેને પ્રેમ કહેવાય,
હવે જા અને બિલ આપી આવ.
વેઈટર બિલ આપવા ગયો ત્યાં તેની નજર દિવાલ પર પડી ત્યાં લખ્યું હતું


“teri baate or yaado ko record kar lenge hum,
Aur unhi ko rewind kar kar ke jee lenge hum.”

(વેઈટર તે વાંચી પાછો રજત તરફ જોવા લાગ્યો, ત્યાં એક અવાજ આવ્યો)
‘ વેઈટર, બે કપ્સ કોફી… ‘

The End

Written by
Nikunj patel