Aadhunic Yugal books and stories free download online pdf in Gujarati

આધુનિક યુગલ?

એના સખ્ત મજબુત હાથો તેના આખા શરીર પર ફરી રહ્યા હતા. ચિત્રકાર જાણે પોતાની પિંછી વડે કોઈ યાદગાર ચિત્ર બનાવતો હોય તેમ તેના હાથ એ સુંદર છોકરીના શરીર પર ફરી રહ્યા હતા.

છોકરીના દેહનો આકાર એ બે હાથ વડે મપાઈ રહ્યો હતો. કેતન પોતાના મજબુત બાહોપાશમાં સમીરાને જકડી લેવા માંગતો હતો. એ સમીરાના સમગ્ર અસિ્તત્વ પર પોતાની છાપ પોતાની અસર છોડવા માંગતો હતો. સમીરાના એ ગાલ જેમાં હસતા સમયે ખંજન પડતા ને એ બે હોઠો જે હંમેશા મલકાતા રહેતા ને એનો છાતીનો ઉભાર ને એ બે કોમળ હાથો જે ક્યારના કેતનને સ્પર્શી રહ્યા એ હળવી ફુલ જેવી આંગળીઓ જે કેતનના વાળમાં ફરી રહી હતી.

કેતનને લાગ્યુ કે તે કોઈ ચિત્રકાર છે અથવા ગઝલકાર છે. જે પોતાનુ એક માસ્ટરપિસ કહેવાય તે રચી રહ્યો છે. એવા ગઝલના શબ્દો છે જે આવી સ્વપ્ન સુંદરી રચી રહ્યા છે.

ક્યાંક તે આવી સુંદર રચનાને બગાડી કે દુષિત તો નથી કરી રહ્યો. આવો વિચાર પણ તેને એક વારતો આવી ગયો. તેણે સમીરા તરફ નજર માંડી તેણે જોયુ સમીરા એવા ધ્યાનની સ્થિતિમાં હતી જ્યાં તેને લાગ્યુ તેને સંપુર્ણ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ હોય તેમ પડી હતી. કેતન મનમાં વિચારતો રહ્યો કે આવા સમયે પણ તે એટલી શાંત કેમ રહી શકે. આ શાંતિમય સ્થિતિ કેતનને જાણે ન ગમી એટલે તેણે તેની પકડ વધુ મજબુત બનાવી.

કેતને સમીરાને જ્યારે પહેલી વાર જોઈ હતી ત્યારે તે સમીરાની સુંદરતા નિહાળતો જ રહી ગયો હતો. કુદરતના ભંડોળમાં આવો હીરો પણ હશે તેની તેને કલ્પના પણ નહોતી થતી. તેણે કોલેજના ક્લાસોમાં, ગાર્ડનસમાં, કેન્ટીંનોમાં ઘણી છોકરીઓ જોઈ હતી. ઘણી ખુબ જ સુંદર કહી શકાય તેવી છોકરીઓ જોઈ હતી. પણ સમીરાની સુંદરતા અદભુત હતી. કેતન તેને જોવામાં એટલો મંત્રમુગ્ધ બની ગયો કે તે ત્યાંથી પસાર થઈ ગઈ છતાં તેની આંખો ત્યાં જ ટકી રહી ગઈ.

કેતન હવે રોજ કોલેજમાં હાજર રહેતો હવે તેની વાળ ઓળવાની સ્ટાઈલ ને પહેરવેશમાં પણ હવે બદલાવ આવી ગયો હતો. તેણે પોતાની જાત પર હવે વધારે ધ્યાન આપવાનુ ચાલુ કર્યુ હતુ. તેણે સમીરાનો ક્લાસ, તેનો આવવા- જવાનો બધો સમય નોંધ્યો હતો. જાણે શિકારી પોતાના શિકારની બરાબર ભાળ લે તેમ કેતન સમીરાની દરેક હિલચાલ પર નજર રાખતો. સતત બે મહિના આમ ચાલતા એક વખત તેણે પોતાનું તિર કમાનમાંથી કાઢી નિશાનો લગાડવાનો પ્રયત્ન કર્યો. તેણે સમીરાથી મિત્રતાની શરૂઆત કરી. મિત્રતા શરૂ થતા રોજે-રોજ મળવાનો સિલ સિલો પણ શરૂ થયો.

કેતન ક્યારેક ક્યારેક વિચારતો શું એને સમીરા સાથે પ્રેમ થઈ ગયો છે કે માત્ર તે સમીરાની સુંદરતાના મોહપાશમાં ફસડાયો છે. પણ તેને ઉત્તર ક્યારેય ન મળતો.

સમીરા આમ તો બહુ આધુનિક છોકરીઓની હરોળમાં આવતી છોકરી હતી પણ કદાચ તેની અંદરના સ્ત્રીતત્વમાં ક્યાંક ઘેલછા અથવા કહી શકાય કે અલહડ પણુ હતું. તેથી જ તે કેતન તરફ વધારેને વધારે ઢળતી ગઈ.

કેતન ઘણી વખત તેના મિત્રો પાસેથી છોકરીઓની સાથે મિત્રતાને આગળ વધારવાના અનુભવ લેતો. મિત્રો પણ તેને ખુલ્લા મનથી તેને પોતાનો કાલ્પનિક અનુભવ વહેંચતા જે કેતન પર હંમેશા છાપ પાડતો.કેતન ઘણી વખત મોબાઈલ પર એવા અભદ્ર ર્દશ્ય પણ નિહાળતો જે એને કલ્પનાની નવી દુનિયામાં પહોંચાડી દેતા.

કેતનના મિત્રની બર્થડે પાર્ટી હતી. બધા મિત્રોને તેમાં આમંત્રણ મળ્યુ હતુ. પાર્ટી એક ક્લબમાં હતી. તેથી તેમાં બધા યુગલો જ હતા. સમીરા અને કેતન પણ પાર્ટીંમાં જોડાયા. કલ્બમાં ખાણા પિણાની સમસ્ત ગોઠવણ હતી. સિગારેટના ધુમાડામાં આખુ કલ્બ સજ્જ હતું. સમીરા અને કેતનને પણ પહેલી વખત પિણાનો સ્વાદ ચાખ્યો. બન્ને કલ્બના રંગમાં રંગાઈ ગયા. કેતનને લાગ્યુ તે આવી જ તો દુનિયામાં જીવવા માંગે છે. આ જ તો દુનિયા છે. કેટલી ખુશિઓ છે અહીં. બન્ને એ પાર્ટીનો ભરપુર લુપ્ત ઉઠાવ્યો. સમીરા હવે નશામાં એટલી મદમસ્ત હતી કે તે જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગઈ હોય તેમ તેને લાગ્યું. કેતન પણ તેનો સાથ આપી રહ્યો હતો. થોડા સમય પછી કેતન સમીરાને લઈને બારે નીકળ્યો. ને પોતાના ઘરે લઈ ગયો.

કેતન અહીં એકલો જ રહેતો હતો. તેનો પરિવાર કહેવાતા માતા- પિતા બિઝનેસ અર્થે બહાર જ રહેતા. કેતન ઘરે પહોંચી સમીરાને બેડરૂમમાં લઈ ગયો. કેતનને સમીરા તરફ નજર માંડી. સમીરા અર્ધ નિદ્રાની સ્થિતિમાં તેની સામે ઉભી હતી. કેતનને ગભરાતા ગભરાતા સમીરા તરફ ગતિ કરી તેણે સમીરાને પકડીને સમીરાના બન્ને હોઠોને દબાવી દીધા. કેતને જોયુ સમીરા પણ તેનો સાથ આપે છે. તેનામા હિંમત આવી.

તેણે પોતાની પકડ મજબુત બનાવી. તેણે જે મોબાઈલના દ્રશ્યમાં નિહાળેલી સ્ત્રી અથવા મિત્રો પાસેથી તેમના અનુભવમાં આવતી યુવતીની ગણાતી વાતો સાંભળી હતી. તેમાનુ તેને અત્યારે સમીરા તરફથી કંઈ ન વર્તાણુ. સમીરા તો માત્ર શાંત સ્થિતિની મુદ્રામાં તેની સામે પડી હતી. તેણે દ્રશ્યમાં જોયેલા બધા દાવ અજમાવ્યા ને પછી રણમાં ફરતા તરસથી ભટકતા થાંકેલા મુસાફરીની જેમ તે સમીરા પર ફસડાય પડ્યો. કેતનને લાગ્યુ જાણે તેનામાં શક્તિ જ નથી રહી. એટલે તે સમીરા પર પડયો રહ્યો. સવાર પડી એટલે બન્ને એકબીજાને જોઈ પહેલા તો શરમાવવાનો ડોળ કરયો પણ પછી બન્ને છૂટા પડ્યા.

હજી પણ સમીરાને કેતન મિત્રતાના બંધનમાં રચી રહ્યા છે. તેમને એકબીજાના પ્રત્યે પ્રેમ નથી. માત્ર એક સ્ત્રી પુરુષના તરફનો બસ મિત્રતાનો સંબંધ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED