Priya books and stories free download online pdf in Gujarati

પ્રિયા

આજે નવુ  વર્ષ છે. સવારથી જ લોકોના ફોન ને મેસેજ આવવાના ચાલુ થઈ ગયા છે. ઘણા લોકો ઘરે શુભેચ્છા આપવા માટે જાતે પણ આવી પહોંચ્યા છે.


પ્રિયાને આવા તહેવારો બહુ ગમતા. તે આખા ઘરને જાત- જાતની વસ્તુઓથી સજાવતીને સજાવેલ ઘરને, જોઈને પોતે જ હરખથી આંસુ સારવા માંડતી. પછી તે જાત જાતની વાનગીઓ બનાવવાનું ટ્રાય કરતી ને અંતે થાકીને બાહર થી ઓર્ડર કરતી પ્રિયા….


પ્રથમ વખત તે બસ સ્ટોપ પર ઉભેલી દેખાણી. તે કોમળ, શાંત, નાજુક જેવી નહી. પરંતુ ચંચળ, બેધડક, ખુલ્લા વિચારો ધરાતી છોકરી હતી. તે તેના મિત્રો સાથે ઉભી હતી. કંઈક ચર્ચા કરતી હતી. વચ્ચે વચ્ચે તે તેના વાળના લટને કાન પાછળ દબાવતી જતી હતી. 


પ્રથમ વખતમાં જ મને તે પોતાની લાગવા માંડી હતી. હું બસ સ્ટોપની સામે બાજુ હતો. પરંતુ હું જાણે તેની પાસે જ ઊભો છું એવો અહેસાસ થવા માંડ્યો હતો. મારુ હ્રદય જોરથી ધડકાવા માંડયુ. મારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધવા માંડી. મને લાગ્યુ હું તેની સાથે અત્યારે વાત નહી કરુ તો હું અંદર જ ગુંગળાઈને મરી જઈશ. મારુ શરીર જાણે મારા કાબુમાં જ ન હતું. હું રસ્તો ઓળંગીને ક્યારે બસ સ્ટોપ પાસે પહોંચી ગયો એની મને જાણ જ ન રહી. 


હું તેની પાસે પહોંચ્યો. એક્સક્યુઝ મી, સાંભળશો મારુ નામ સુરજ છે. પ્રિયા મારી તરફ વળી. હું બસ સ્ટોપની સામે બાજુ ઉભો હતો. ત્યાંથી મે તમને નિહાળ્યા. એટલે હું તમારી સાથે વાત કરવાથી પોતાની જાતને રોકી જ ન શક્યો. તમે બહું સુંદર લાગો છો. પરંતુ તમે સુંદર ન પણ હોત. તો પણ હું તમને જોઈને આજે તમારી સામે જ ઉભો હોત. તમને ખોટું ન લાગે તો આપણે સાથે કોફી કે ચા પી શકીએ?


તે થોડી વાર ચુપ રહી જાણે મારી બધી વાતો સમજી રહી હોય, ને પછી બોલી હું તમારા જેવા ને બહુ સારી રીતે જાણુ છું. કોઈ સારી છોકરી જોઈ નથી કે તમારા જેવા રોમિયો તેને ઈમ્પ્રેશ કરવા પહોંચી જાય. અહીંયા આ લોકો જોયા છે. મારા એક અવાજ પર એ લોકો તમારી બધી રોમિયોગીરી બહાર કાઢી દેશે. તો અહીંથી ચાલ્યા જાવ ને કોઈ બીજી છોકરી પર આ પેતરો આજમાવો.


ત્યાં જ તેની બસ આવી તે ગુસ્સામાં  મને જોઈ ને ત્યાંથી નીકળી ગઈ. હું તેને જતા જોતો જ રહ્યો.  


આમ હું પ્રિયાને જોવા રોજે તે બસ સ્ટોપ પર ઉભો રહેવા માંડ્યો. હું તેને નિહાળતો. આમ સતત બે અઠવાડિયા વીતી ગયા. તેને પણ અંદાજો આવી ગયો હતો. કે હું તેને જ નિહાળવા  જ બસ સ્ટોપ પર આવું છું. રોજીંદા નિહાળવાનો કાર્યક્રમ ચાલુ હતો. ત્યાં જ એક દિવસ ઘરેથી ફોન આવ્યો. પપ્પાની તબિયત  સારી ન હતી. હું કામથી મુંબઈમાં એકલો રહેતો.  તેથી મારે તાત્કાલિક દેશમાં ઘરે જવુ પડ્યું. પરંતુ દેશમાં પણ હું સતત પ્રિયા વિશે જ વિચારતો રહેતો. પપ્પાની તબિયત હવે સારી થવા માંડી હતી. તેથી હું મુંબઈ પાછો જવા ઉપડ્યો. મુંબઈ પહોંચી બીજા દિવસે પાછો બસ સ્ટોપ પર જવાનું મે પહેલેથી જ નક્કી કરી લીધુ હતું. મારી આંખ સવારે મોડી ખુલ્લી. હું જલ્દી જલ્દી તૈયાર થઈને બસ સ્ટોપ તરફ દોડ્યો. બસ નીકળી ગઈ હતી. હું હતાશ થઈ ગયો. હું ઘરે જવા માટે પાછો વળ્યો. ત્યાં જ પાછળ થી કોઈકનો અવાજ સંભળાયો. 


જરા સાંભળશો, મે વળીને જોયું. તે પ્રિયા હતી… તમારી બસ તો નીકળી ગઈ. મારી જેમ તમે પણ આજે મોડા પડ્યા? સુરજે કહ્યું. 


ના..ના.. મે જ બસ છોડી દીધી આજે. હું મારા મિત્રો સાથે બારે જવાની છું. એમને આવતા વાર લાગશે તો આપણે ત્યાં સુધી કોઈ કોફી શોપમાં જઈ શકીએ?  પ્રિયાએ કહ્યું. 


મને મારા કાનો પર વિશ્વાસ જ નહતો બેસતો કે પ્રિયાએ મને સામેથી આ બધું કહ્યું છે. અમે બન્ને કોફી શોપમાં ગોઠવાણા. 


હેલ્લો મારુ નામ પ્રિયા છે. મારુ નામ સુરજ છે. મને ખબર છે, પ્રિયાએ કહ્યું. તમે બે ત્રણ દિવસથી બસ સ્ટોપ પર ન દેખાણા?… શું બસ સ્ટોપનું તમારુ કામ પુર્ણ થઈ ગયુ કે કામ પુર્ણ નહી થાય એ નિરાશામાં આવવાનું બંધ કરી દીધું. પ્રિયાએ પૂછ્યું.  ના.. એવું નથી. એ થોડું અચાનકથી કંઈક કામ આવી ગયું હતું. પરંતુ તમે ધ્યાન રાખ્યું એ બદલ આભાર. સુરજે સ્મિત સાથે કહ્યું. 


એવું કાંઈ નથી. આ તો બસ સ્ટોપ પર રોજના જાણીતા ચહેરા દેખાય એટલે.. આમ બસ સ્ટોપ પર ઉભા રહેવા સિવાય બીજો સમય  શું કરો છો પ્રિયાએ કોફી પીતા પૂછ્યું. 


હું સોફ્ટવેર એન્જીનીયર છું. હાલમાં જ મુંબઈ આવ્યો છું. ને અહીં કામ કરુ છું. મારો પરિવાર દેશમાં રહે છે. તમને ખોટું ન લાગે તો, હું તમને પૂછી શકુ તમે તમારો સમય ક્યાં પસાર કરો છો. હુ એમ.એ. ના બીજા વર્ષમાં છું. આજે કોલેજમાં ના જઈને બહાર જવાનો પ્લાન બનાવ્યો છે. 


બહું સારો પ્લાન છે. મારો મિત્ર રવિવારે એક પાર્ટી રાખી રહ્યો છે. તો તમે આવશો મારી સાથે સુરજે પૂછ્યું. આપણ ને હજી દસ મિનિટ જ અહીંયા આવીને થયા છે. ને તમે મને પાર્ટીમાં સાથે આવવા માટે પૂછી રહ્યા છો. આ બહુ ફાસ્ટ નથી થઈ રહ્યું. પ્રિયાએ પૂછ્યુ. 

ના.. હવે આપણે એકબીજાને ઓળખવા માંડ્યા છીએ. તો એમાં ફાસ્ટ શું? સુરજે કહ્યું. 


કોણે કહ્યું આપણે એકબીજાને ઓળખીયે છીએ. મને લાગે છે. કોફી પૂરી થઈ ગઈ છે. તો હવે મારે નિકળવું પડશે. થેંક્યું કોફિ માટે, પ્રિયા ત્યાંથી નિકળી ગઈ. હું ત્યાં જ બેઠો તેને જતા નિહાળતો રહ્યો. 


હું રવિવારની સાંજે તૈયાર થઈને બસ સ્ટોપ પર પહોંચ્યો. બસ સ્ટોપ પર બે ત્રણ માણસો ઉભા હતા. હું ત્યાં જ ઉભો રહ્યો.  એક કલાક પસાર થઈ ગયો. મે ઘડિયાળમાં જોયું. ત્યાં જ મારી નજર સામે પારથી આવતી  પ્રિયા પર પડી. તે બસ સ્ટોપ પર આવી. 

હેલ્લો…, હેલ્લો. અમે બન્ને ચાલવા માંડ્યા. તમને કેમ ખબર હું આવીશ જ પ્રિયાએ પૂછ્યું. મને દિલથી અવાજ આવ્યો તો કે તમે જરુરથી આવશો. ને દિલ કોઈ દિવસ ખોટુ ન બોલે. સુરજે કહ્યું. 


અમે પાર્ટીમાં પહોંચ્યાં. પાર્ટીમાં ખુબ શોરગુલ હતો. પણ મારી આંખો પ્રિયાને જોવામાં જ અટકી ગઈ હતી. પ્રિયા બાર કાઉન્ટર પાસે ગઈ. હું પણ તેની પાછળ ગયો. તેણે ડ્રીંક લીધી. તમે કંઈ લેશો પ્રિયાએ સુરજને પૂછ્યું. ના.. ના. હું નથી પીતો. તે એકધારી છ ગ્લાસ પી ગઈ. તમારે વધારે ન પીવું જોઈએ.  તમારી તબિયત બગડી જશે. તમારે હજી ઘરે પણ પહોંચવું છે. સુરજે પ્રિયાને કહ્યું. 


કંઈ વાંધો નહી. તમે છો ને મને સંભાળવાં માટે. ક્યારેક ક્યારેક જીવનમાં આવી મસ્તી કરી લેવાય. બે કલાક પછી અમે બન્ને પાર્ટીમાંથી બહાર નીકળ્યા. પ્રિયા નશાની હાલતમાં બોલતી હતી. મે પ્રિયાને પકડીને ટેક્સીમાં બેસાડી. તે સતત બોલ બોલ કરી રહી હતી. મે પ્રિયાને શાંત રહેવા કહ્યું. તે મારો હાથ પકડીને બેઠી હતી. મે પ્રિયાને ઘરનું એડ્રેસ પૂછ્યું. તો તેણે ઘરે જવાની ના પાડી દીધી. મારે ઘરે નથી જવુ. મને રાતના પ્રવાહમાં વહેવું છે. પ્રિયા બોલતી ગઈ.


હું તેને આવી હાલતમાં એકલો મુકી નહતો શકતો. એટલે બહું વિચાર પછી હું તેને મારા ઘરે લઈ ગયો. અમે ઘરની અંદર પ્રવેશ્યા. લાઈટ ચાલુ કરી. મે પ્રિયાને ખુરશી પર બેસાડી. તેને પાણી પીવડાવ્યું. હું પણ નિરાંતે ખુરશી પર ગોઠવાણો. ત્યાં જ પ્રિયા તેની જગ્યાએ થી ઉભી થઈ મારા ગળામાં હાથ નાખીને મારા ખોળામાં બેસી ગઈ. 


મને બધું ફરતું દેખાય છે. મને પકડી રાખ જે, હું પડી જઈશ. પ્રિયાએ મારો હાથ પકડીને પોતાની કમર પર રાખી દીધો. મને લાગ્યુ પ્રિયા અત્યારે નશામાં છે. પ્રિયાને સુવડાવી દેવી જોઈએ, એટલે હું પ્રિયાને ઉપાડીને રુમની અંદર ગયો ને પલંગ પર તેને સુવડાવી દીધી. પરંતુ પ્રિયા મને છોડી જ નહોતી રહી. તુ મારી પાસે જ રહજે.. હું એકલી નહી રહી શકું. 


ઠીક છે, હું અહીંયા જ છું. હું પલંગ પર પ્રિયાની બાજુમાં ગોઠવાણો. પ્રિયાએ મારો હાથ પકડ્યો. હું તેની સામે જોવા લાગ્યો. અમે બન્ને એકબીજા તરફ જોઈ રહ્યા હતા. ત્યાં જ પ્રિયા મારી નજીક આવી. તેણે મારા હોઠો પર ચુંબન કર્યું. થોડી વાર પછી તે થંભી ગઈ. તે મારા તરફ નિહાળવા માંડી. તારે હવે સૂઈ જવું જોઈએ. સુઈ જા.. મે કહ્યું. 


તે મને પકડીને મારી છાતી પર પોતાનું માથું ઢાળીને ઉંઘી ગઈ. સવાર પડીને તે નિંદ્રા અવસ્થાથી ઉભી થઈ. હું કોફિ લઈને તેની સામે ઉભો હતો. પ્રિયાએ આખા ઘર તરફ નજર માંડી. સુરજે કહ્યું. આ મારુ ઘર છે. તમે કાલે તમારા ઘરે નહોતા જવા માંગતા ને હું તમને એકલો નહતો છોડવા માંગતો એટલે હું તમને અહીંયા લઈને આવ્યો.. કાલે તમે થોડી વઘારે ડ્રીંક કરી લીધી હતી. 


પ્રિયા આ બધુ સાંભળી થોડી સંકોચવા માંડી. તમારે સંકોચ કરવાની કંઈ જ જરુર નથી. તમે રાત્રે એવુ કંઈ નથી કર્યું. તમે આ કોફિ પી ને તૈયાર થઈ જાઓ. એટલે હું તમને તમારા ઘરે મૂકતો આવીશ. ને ત્યાં સુઘીમાં હું પણ તૈયાર થઈ જાવ છું. હું તેને ઘરે મુકવા ગયો. ગઈકાલ માટે તમારો આભાર. તમારો મોબાઈલ આપશો. મે પ્રિયાને મારો મોબાઈલ આપ્યો.પ્રિયાએ પોતાનો નંબર આપ્યો. આ મારો નંબર છે. મે તમારો નંબર લઈ લીધો છે. હું ફ્રિ થઈને ફોન કરીશ. પ્રિયા મોબાઈલ આપીને નીકળી ગઈ. 


બે દિવસ પછી પ્રિયાનો ફોન આવ્યો. આજે સાંજે આપણે મળી શકીએ.  હું તે બસ સ્ટોપ પર જ આવીશ. પ્રિયાએ કહ્યું. ઠીક છે હું પહોંચી જઈશ.હું બસ સ્ટોપ પર પહોંચ્યો. પ્રિયા પહેલા જ બસ સ્ટોપ પર આવી પહોંચી હતી.  


અમે ચાલતા ચાલતા દરિયા કિનારે પહોંચ્યા. અમે દરિયાની સામે બેઠા. ઢળતો સુરજ દેખાતો હતો. મે પ્રિયા સામે જોયું. તે આજે બહું શાંત હતી. આજનો દિવસ કેવો રહ્યો તમારો. સુરજે પૂછ્યું. સારો હતો રોજીંદા જેવો. તમારુ કહો. પ્રિયા બોલી.


બસ એ જ રોજીંદા  કામમાં પસાર થઈ ગયો. મે આસપાસ જોયું તો ત્યાં ઘણાં યુગલો બેઠા હતા. તે તેમની પ્રેમની વાતો કરતા હતા. આજે તમે બહું સુંદર દેખાવ છો. ગુલાબી રંગ તમારા પર સારો દેખાય છે.  આભાર, તે દિવસ માટે સોરી, તમને બહુ તકલીફ થઈ એ બદલ પ્રિયા બોલી. તમે માફી શું કામ માંગો છો. સારુ થયું હું તમારી સાથે હતો. મને તમારો હજી એક નવો ચહેરો જોવા મળ્યો. 

તો હવે આપણે નીકળ્યે બહું મોડુ થઈ ગયુ છે. તે ઉભી થઈ. હુ પણ ઉભો થયો. મે તેની સામે જોયું. મારા હાથ જાણે મારુ કાબુ બહાર ચાલ્યા ગયા હોય તે રીતે મે પ્રિયાને પકડી ગાલ પર ચુંબન કરી દીધું.. બન્ને વચ્ચે નીરવ શાંતિ પસરાય ગઈ. બન્ને ઘર સુધી ચાલતા પહોંચ્યા. તે ઘર તરફ જવા નીકળી ગઈ. હું પણ ત્યાંથી નીકળ્યો. ત્યારે જ પ્રિયા પાછળથી દોડીને આવી ને મને પકડીને મારા હોઠો પર ચુંબન આપીને ત્યાંથી નીકળી ગઈ. 


ત્યાર પછી અમારી મુલાકાતો વધવા માંડી. એક બે વાર તે મારા ઘરે પણ આવી ગઈ. એક વર્ષ વીતી ગયુ. ત્યાં જ અચાનક તેની તબિયત બગડી. તે સતત બિમાર રહેવા લાગી. એક મહિના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હું તેને મળવા સાંજે ગયો. પ્રિયા સુતી હતી. હું તેની પાસે ગયો. તેનો હાથ પકડીને બેઠો. પ્રિયા ઉઠી ગઈ. પ્રિયાએ મારી સામે જોયું..


કેમ છે હવે તબિયત..  પ્રિયાએ કંઈ જવાબ ન આપ્યો. મે તેની ફાઈલ લીધી ને નિહાળવા માંડ્યો, તેમાં તેના રિપોર્ટ હતા. મે ફાઈલ વાંચી ને જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવુ મને ફાસ્યું. તેના રિપોર્ટમાં બ્લડ કેંસર હતું. મે ફાઈલ રાખી દીધી. મે પ્રિયા સામે જોયું. પ્રિયાની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. હું તેની સામે ન જોઈ શક્યો. હું રુમની બહાર નીકળી ગયો. મને સમજાતુ નહતું. કે આ શું થઈ ગયું. ને હવે શું કરવું જોઈએ.  થોડી વાર પછી હું પાછો પ્રિયા પાસે ગયો. હું તેનો હાથ પકડીને બેઠો. પ્રિયાની આંખમાં હજી આંસુ હતા. 


મારા દાદાને કેંસર હતું. પણ મને આ કઈ રીતે થયું. મને કંઈ સમજાતું નથી. મને રોજે બધી વિટામીનની ગોળીઓ ખાવાની આદત હતી. ડોક્ટરોનું કહેવું હતું કે એ ગોળીઓ રોજે ખાવાથી તમારા લોહીમાં એ ભળી ગઈ છે. તેથી કદાચ આ થવાની સંભાવના છે. પ્રિયાએ રડતા રડતા બધુ કહ્યું.

મે તેના આંસુ લુછ્યાં. આપણે કોઈક સારા ડોક્ટર પાસે જશું. તને કંઈ નહી થાય. હું તને કંઈ નહી થવા દઈશ. હું તારી સાથે જ છું. હું તેને ગળે વળગી ભેટી પડ્યો. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા માંડ્યા. 

હવે કોઈ ડોક્ટર કશું નહી કરી શકે. જે થવાનું હતુ તે થઈ ગયું છે. પ્રિયાએ કહ્યું. ત્યાં જ પ્રિયાના પિતા તેના માટે જમવાનુ લઈને આવી પહોંચ્યા. 


હેલ્લો સર હું સુરજ છું. પ્રિયાનો મિત્ર. હું આખી રાત પ્રિયા સાથે જ રહ્યો. એક અઠવાડીયા પછી પ્રિયાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તે ઘરે આવી ગઈ. રવિવારે સાંજે હું પ્રિયાને મળવા તેના ઘરે ગયો.  પ્રિયાના માતા- પિતા પોત પોતાનું કામ કરી રહ્યા હતા. ત્યાં જ પ્રિયા તેના રુમથી બહાર આવી. મે તેને હેલ્લો કહ્યું. અમે બન્ને પ્રિયાના રુમમાં ગયા. પ્રિયા પલંગ પર ગોઠવાણી. હું ખુરશી પર ગોઠવાય ગયો. મે રુમમાં  નજર ફેરવી. રુમ ઘણી વસ્તુઓથી સજાવેલ હતો. 


રુમ બહું સુંદર છે. આભાર, તું અહીં મારી સાથે પલંગ પર બેસી શકે છે. પ્રિયાએ કહ્યું. હું ખુરશી પરથી બેઠો થઈને પ્રિયા પાસે બેઠો. પ્રિયા મારી નજીક આવી મારા હોઠો પર ચુંબન કરવા લાગી. પ્રિયાએ મને ઘક્કો મારીને પલંગ પર સુવડાવી દીધો. અમે બન્નેએ તે રુમમાં મર્યાદા ઓળંગી દીધી. હું તેને અલવિદા કહીને રાતે પ્રિયાના ઘરેથી નીકળી ગયો.


ત્રણ મહિના વિતી ગયા. તે દરમિયાન પ્રિયાની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. હવે તેને લેઝર લાઈટવાળી સારવાર ચાલુ થઈ ગઈ હતી. તેથી તેના વાળ ઉતરવા માંડ્યા હતા. તે સતત નિરાશામાં ફસડાઈ રહી હતી. હું તેને સતત કહ્યા કરતો બધુ સારુ થઈ જશે. તુ સાજી થઈ જઈશ. ત્રણ મહિના પછી તેની તબિયત સુધરવાને બદલે સતત વધુ ખરાબ થઈ રહી હતી. તે હવે હોસ્પિટલમાં જ રહેતી. હું પણ રાત્રે તેની પાસે જ રહેતો. એક રાત્રે હું તેની બાજુમાં બેઠો હતો તે સુતી હતી. તે અચાનક જાગી ગઈ. મે તેને પૂછયું કંઈ જોઈએ છે. તેણે નકાર માં જવાબ દીધો. તેણે મારો હાથ પકડયો ને કહેવા માંડી.


મને લાગે છે હવે હું વધુ નહી જીવીશ. મે જેટલા પણ દિવસ તારી સાથે વિતાવ્યા એમાં  મે મારુ પુર્ણ જીવન જીવી લીધુ છે. હું ઈચ્છુ છું મારા ગયા પછી તું જીવનના ભૂતકાળમાં જ ન ફસડાઈ પડતો. તું જીવનમાં આગળ વધજે. એક સારી છોકરી જોઈને તેની સાથે લગ્ન કરી તેને બધી ખુશીયો આપજે. હું આ દુનિયામાં તો નહી રહું પણ તારી પાસે હું હંમેશા રહીશ. હું જ્યાં પણ રહીશ ત્યાંથી હું તને નિહાળીશ. તને દુ:ખી જોઈને, હું પણ ખુશ નહી રહી શકું. એટલે મને વચન આપ તું તારા જીવનમાં આગળ વધીશ. લગ્ન કરીશ, પ્રિયાએ પોતાની વાત પૂર્ણ કરી. 


આ બધી વાત અત્યારે મૂકીને તુ આરામ કર. આપણે પછી વાત કરીશું. સુરજે જવાબ આપ્યો. ના તુ મને વચન આપ પ્રિયા બોલી. ઠીક છે હું તને વચન આપું છું હું લગ્ન કરીશ.  પણ બીજી છોકરીને ખુશ રાખી શકીશ કે નહી એનો ભરોસો હું તને નહી આપી શકું. મને તું પહેલી નજરમાં ગમી ગઈ હતી. તું મારો પ્રથમ પ્રેમ છે. ને આ પ્રેમની જગ્યાએ હવે બીજું કોઈ ન લઈ શકે. મારા અંતિમશ્વાસ સુધી હું તને જ પ્રેમ કરતો રહીશ. બન્ને એકબીજાને જોઈ રહ્યા ને એકબીજાને ભેટી પડ્યા. 


તું મને છોડી ને ન જા.. મારી સાથે જ રહી જા.. હું તારા વિના કેમ જીવીશ. સુરજે કહ્યું. 


છ મહિના પછી પ્રિયાએ વિદાય લીધી. તેની અંતિમ વિધી પતાવી હું ઘરે ગયો. એકલુ ઘર આજે મને બિહામણું લાગવા માંડ્યું. તેથી બીજા જ દિવસે હું પ્રિયાના માતા- પિતાથી રજા લઈને પોતાના દેશમાં ચાલ્યો ગયો. પ્રિયા સતત મારી સામે જ છે એ અહેસાસ મને રહ્યા કરતો. ત્રણ મહિના પછી પરિવારે એક છોકરી બતાડી. મે પ્રિયાને આપેલ વચન ખાતર લગ્ન કરી લીધા. 


લગ્નની પહેલી જ રાત્રિએ મે રોશનીને પ્રિયા વિશે બધું જણાવી દીધું. હું તને ખુશ રાખી શકીશ કે નહી એ તો હું નથી જાણતો. પરંતુ પતિ તરીકે મારી બધી જવાબદારી હું નિભાવીશ. સુરજે રોશનીને કહ્યું. 


રોશની બહું સમજદાર છોકરી છે. તેણે મારાને પ્રિયાના પ્રેમ પ્રત્યે આદર દર્શાવ્યો. તેણે ધીરજ રાખી. આમ તેના ધીરજના કારણે છ મહિના પછી રોશનીને પત્ની તરિકે  હું સ્વીકારતો થઈ ગયો. બે વર્ષ પછી અમારે ઘરે એક બાળકીનો જન્મ થયો. તેનું નામ અમે પ્રિયા રાખ્યુ. આમ પ્રિયા અમારી સાથે હંમેશા રહેશે. 


આજે આટલા દિવસો પછી પ્રિયાની તસ્વીર જોઈને મારા સ્મરણો બધા પાછા તાજા થઈ ગયા. ત્યાં જ પાછળથી રોશનીનો અવાજ સંભળાયો. ચાલો જમવાનું તૈયાર છે. મે પ્રિયાની તસ્વીર બુકમાં રાખી દીધી. હું ઉભો થયો. મે રોશની તરફ જોયું. મારી આંખમાં આંસુ આવી ગયા. રોશની મારી તરફ આવી અને મને પોતાના બાહોપાશમાં જકડી લીધો. હું રોશનીને ભેટી પડ્યો. થોડી વાર પછી રોશની મારાથી અળગી પડી, તે મારો હાથ પકડીને મને બહાર લઈ ગઈ. 


દોઢ વર્ષની પ્રિયા પોતાની નાનકડી ખુરશીમાં બેઠી બેઠી રમી રહી હતી. હું ને રોશની તેની પાસે ગયા. હું પ્રિયાને પોતાની પાસે લઈને રમાવાડ્યા લાગ્યો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED