Love Dark Night. books and stories free download online pdf in Gujarati

પ્રેમની અંધાર રાત્રી .

પ્રેમની અંધાર રાત્રી.
રાતે વરસાદ આવીને ચાલ્યો ગયો હતો. તેનાથી માટીની મહેક ચારેકોર ફેલાણી હતી. નદીની ધારા હવે ધીમે ધીમે વહી રહી હતી. હળવા શાંત પવનના સૂસવાટા વાતા હતા.

સવારના આવા ખુશનુમાં વાતાવરણમાં ઘણા પક્ષીઓ કિલ્લોલ કરતા હતા. જંગલથી થોડે દુર એક વસ્તી ધરાવતો વિસ્તાર હતો. શહેરની ગીચ ગરદીની જિંદગીને છોડી ઘણા પરિવારો અહીં કુદરતના સાનિધ્યમાં વસવા આવ્યા હતા. તેમાં ભાતભાતના પરિવારો અહીં વસતા હતા. લોકો મિલનગાર સ્વભાવના હતા. સવારે બધા ગાઢ નિદ્રામાં પોઢી રહ્યા હતા. પણ સુમન અને સુશાંત ના ઘરમાં કશીક હલચલ મચી રહી હતી.

સુશાંત સોફા પર બેસી કંઈક વિચારી રહ્યો હતો. તેના કપાળ પર આટલી ઠંડીમાં પણ પરસેવાની બૂંદો એ જમાવડો લીધો હતો. તેણે પોતાની સામે રાખેલા ટેબલ પરથી વિસ્કીનો ગ્લાસ ઉપાડ્યો ને એક ચૂસ્કી મારી. ગ્લાસ ટેબલ પર મૂકી તેણે પોતાનું શર્ટ, પાટલૂન ઉતારી, ને પાટલૂનના ખિસ્સામાંથી સિગારેટના બોક્સમાંથી એક સિગારેટ સળગાવી અને દીવાસળીથી પોતાના કપડાં સળગાવી દીધા. તેણે ઘરના બધા દરવાજા, બારીઓ, પડદા, બધુ પહેલાં જ બંધ કરી દીધુ હતું. તેના કપડા સળગીને રાખ થઈ ગયા હતા. ગ્લાસની વિસ્કી પૂર્ણ કરીને તે પોતાના રૂમમાં દાખલ થયો.

તેણે પલંગ તરફ નજર ફેરવી. પલંગ પર ચાદર એમ તેમ પસાયેલ હતી. ને તેની બાજુમાં સુમન ની લાશ પણ પડી હતી. સુશાંત સુમન તરફ આગળ વધ્યો. તેણે સુમનના દેહને પોતાના હાથ વડે ઊભો કર્યો ને તેના સંપૂર્ણ લોહીવાળા કપડા ઉતારી નાંખ્યાં ને સુમનને ફરી પલંગ પર સુવડાવી દીધી. તેણે તે કપડાને સમેટીયા અને તેને પણ સળગાવી દીધા. થોડી વાર બાદ તે પાણીના વાસણ સાથે, હાથમાં મોજા પહેરી પલંગ તરફ આવ્યો ને સુમનના દેહને પાણી વડે સ્વચ્છ કરવા લાગ્યો. તેણે ખૂબ વહાલ પૂર્વક તેના આખા શરીરને પાણી દ્વારા સાફ કરી નાખ્યું. ને પછી અંદરથી સુમનના કબાટમાંથી એક ડ્રેસ કાઢીને તેને પહેરાવી દીધો. અને તેના વાળ પણ ઓળવ્યા અને પછી તેને ખુરશી પર બેસાડી તેના પલંગની ચાદરો વગેરે તેણે બદલાવ્યા ને ફરીથી સુમનના દેહને તેણે પલંગ પર સુવડાવી દીધો. બધા કપડા એકઠા કરીને તેણે એક થેલીમાં ભર્યા ને ત્યાં જ રાખીને વોશરૂમમાં જઈ તેણે સ્નાન કર્યું પછી પોતાની દાઢી બનાવી ને બહાર નીકળ્યો. તેણે કપડા બદલ્યાં, કીચનમાં જઈ ચા બનાવીને રૂમની અંદર દાખલ થયો ને સુમનના દેહ સામે ખુરશી ટેબલ ગોઠવી ખુરશી પર ગોઠવાયો તેણે નિરાંતે પોતાની ચા અને નાસ્તો પૂર્ણ કર્યા, તે દરમ્યાન તેણે ઘણી વખત સુમનના દેહ પર નજર ફેરવી.

સુશાંત સુમન સાથે બે વર્ષ પહેલા જ પ્રેમના બંધનમાં બંધાયો હતો. તેની ખૂબ જ ઈચ્છા હતી આવા કુદરતી સૌન્દર્યને માણવાની તેથી જ સુમન અને સુશાંત અહી રહેવા માંડ્યા હતા. સુશાંત કામકાજ માટે ત્રણ અઠવાડિયા બહાર જ રહેતો ને એક અથવાડિયું તે સુમન સાથે પસાર કરતો. તે સુમનની દરેક જરૂરિયાત પૂર્ણ કરતો, એટલે જ આવા નાનકડા વિસ્તારમાં પણ તેના ઘરમાં દરેક પ્રકારની સુવિધા સાધનો ઉપલબ્ધ હતા. તે જ્યારે પાછો ફરતો સુમન માટે ઘણી ભેટ વસ્તુઓ લાવતો. સુમન આ જીવનથી ઘણી જ ખુશ હતી એટલે જ તો દોઢ વર્ષ પહેલા તેમણે બન્નેએ લગ્ન પણ કરી લીધા હતા. જ્યારે સુમન સુઈ ગઈ હતી ત્યારે સુશાંત પર કોઈનો ફોન આવ્યો.

એટલે તે ફોન લઈને બહાર નીકળ્યો સુમનની આંખ અચાનક ખુલતા તેણે સુશાંતને પાસે ન જોયો, એટલે ઊભી થઈ તે તેને શોધવા લાગી ને સુશાંત જ્યાં ઊભો હતો ત્યાં જ પાછળ જઈ ઊભી રહી ગઈ. પરંતુ સુશાંતને ફોન પર લવ યુ ડાર્લિંગ કહેતા સાંભળી તે તરત પોતાના રૂમમાં પાછી ફરી. તેણે સુવાનો દેખાવ કર્યો. સુશાંત બહારથી આવ્યો, ફોન મૂક્યો ને સુમનને પોતાની બાહો માં ભરી સુઈ ગયો. સુમનને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. તેણે પોતાના સુશાંત પર પૂર્ણ વિશ્વાસ હતો પણ કાનએ સાંભળ્યું હતું એ શું હતું? તેણે હળવેકથી સુશાંતને અળગો કર્યો ને તેનો મોબાઇલ પણ કોનો ફોન હતો તેની તપાસણી કરવા લાગી. ફોનની સ્ક્રીન પર રશ્મીનું નામ દેખાણુ. તેણે ફોન મૂકી દીધો. તેને થયું અત્યારે જ સુશાંતને જગાડી પૂછી લઉં કે આ રશ્મી કોણ છે? પરંતુ તેણે પોતાના મગજને શાંત કરીને તે સૂઈ ગઈ. તેના મનમાં ઘણા પ્રકારના સવાલો ઉત્પન્ન થયા હતા. આમ જ એક બે મહિના વીતી ગયા. તેણે હજી સુશાંતને કહી પૂછ્યું ન હતું. તેણે ઘણી વાર હિંમત કરી કે તે બસ પૂછી જ નાખે પણ સુશાંતનો પ્રેમાળ સ્વભાવ સામે તે મૂંગી જ રહી જતી.

તેણે રાત્રિના સમયે બે-ત્રણ વખત સુશાંતને કોઈની સાથે ફોન પર વાત કરતા જોયો હતો. પણ પોતે કઈ જાણતી જ નથી એમ સતત સુશાંત સામે ડોળ કરતી રહેતી હતી. છ-આઠ મહિના વીતતા તેણે સુશાંતની તમામ બાબત તપાસવા માંડી. તેણે સુશાંતનો પીછો કર્યો ને અંતે તેણે સુશાંતને એક નવા જ ઘરમાં જોયો. ત્યાં તેણે એક છોકરી સાથે તેને ગળે મળતા જોયો. આ દ્રશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ઘરે પહોંચીને એક અઠવાડિયું તે પોતાના રૂમમાં જ ફસડાઈ પડી.

જ્યારે સુશાંત સુમન પાસે પાછો ફર્યો ત્યારે સુમનને થયું અત્યારે જ તે સુશાંત સામે આક્રોશ ઉત્પન્ન કરે ને કહી દે કે તે અહીંથી જતો રહે, પેલી છોકરી પાસે અથવા તેને છોડી દે. પણ તે શાંત રહી ને પોતાનું કામ કરતી રહી. સુશાંત તેની નજીક આવ્યો, તેને ગળે લગાડી, તેના ગાલ પર ચુંબન આપ્યું છતાં તે શાંત અવસ્થામાં જ રહી. સુશાંતે સુમનને બે ત્રણ વાર પૂછ્યું તેને શું થયું છે? પણ સુમન કશું જ ન બોલી ને પોતાના કામમાં જ વ્યસ્ત રહી. સુશાંત ફ્રેશ થઈ જમવાની ટેબલ પર ગોઠવાણો. તો જોયું સુમન હજી શાંત સ્વભાવમાં જ જમતી હતી. આમ જ આખો દિવસ પસાર થઈ ગયો.

રાત્રે જ્યારે બધું કામ પરવારીને સુમન પલંગ પર સુતી ત્યારે સુશાંતે તેને બાથ ભરીને પ્રેમાળ સ્પર્શ દ્વારા સહેલાવા લાગ્યો. સુમને તેને અળગો કર્યો ને સુઈ ગઈ. સુશાંત સુમનના આવા રવૈયાથી નાખુશ થયો. સવારે સુશાંત નાસ્તા માટે ટેબલ પર ગોઠવણો ત્યારે સુમન ટેબલ પર નાસ્તો ગોઠવી ને ત્યાંથી ચાલવા માંડી. ત્યાંજ સુશાંતે તેને રોકીને ખુરશી પર બેસાડી ને પૂછ્યું શું થયું છે, મને જણાવ ? થોડી વાર ચુપકીદી પછી સુમને પોતે જોયેલી દરેક ઘટનાનો ઉત્તર સુશાંત પાસેથી માગ્યો. આ બધું સાંભળીને સુશાંત થોડીવાર કંઇ ન બોલ્યો. થોડી વાર પછી તેણે જણાવ્યું તે મારી મકાન માલકણ હતી. હું શહેરમાં તેના જ ઘરમાં રહું છું તેની સાથે, તેનું નામ રશ્મી છે.

સુમનને આ વાત ગળે નહોતી ઉતરતી. એટલે એણે પૂછ્યું એ તને રોજ રાત્રે ફોન શુ કામ કરે છે? ને એ તને હરખભેર ગળે શું કામ મળી હતી?

ગળે મળવું શહેરમાં મામૂલી વસ્તુ છે તે મને સારો મિત્ર ગણે છે તેથી અમે ગળે મળી શકીએ. ને એને મારી કાળજી છે એટલે એ મને રોજ રાત્રે ફોન કરીને મારો દિવસ કેવો ગયો? તું બરાબર છો કે નહીં? એમ પૂછપરછ માટે ફોન કરે છે. સુશાંતે વળતો ઉત્તર આપ્યો. તું ફોન ઉપાડી કોઈ ને આઇ લવ યુ કહેતો હતો એ શું હતું? સુમનએ નારાજગી ઠાલવી.

જો સુમન જે આપણા પ્રિય હોય, જેને આપણે પ્રેમ કરતા હોઈએ, તે પછી પત્ની હોય કે મિત્ર હોય, ગમે તે વ્યક્તિ હોય, તેને આપણે આઇ લવ યુ કહી જ શકીએ છીએ. એમાં કોઈ મોટો ગુનો તો નથીને ને પછી તું મારી પત્ની છો હું તને કેટલો પ્રેમ કરુ છું ને તારી સંભાળ રાખું છું ને તું મારા પર શંકા રાખે છે? મને તારા પ્રત્યે આવી આશા ન હતી. સુશાંતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું

સુમનને હજી પણ સુશાંત ની વાત ગળે ઉતરતી ન હતી પણ સુશાંતને દુઃખી જોઈ તેણે તેની વાત માની લીધી, પણ મનમાં હજી કશેક શંકા તો હતી જ.

બે-ત્રણમહિના વીતી ગયા. હવે સુમન પણ બધી વાતો ભુલાવી આગળ વધી રહી હતી. સુમન થોડી ખરીદી માટે શહેરના એક મોલમાં ગઈ. તે પોતાની ખરીદીની વસ્તુ શોધતી હતી, ત્યાં જ તેને રશ્મિ ખરીદી કરતી દેખાણી. તેણે રશ્મિ સાથે વાત કરવાનું વિચાર્યું. સુમન રશમી પાસે ગઈ તેણે રશ્મિ સાથે વાત કરી.

એકાદ અઠવાડિયા પછી સુશાંત જ્યારે ઘરે આવ્યો ત્યારે સુમન પોતાના કામમાં વ્યસ્ત હતી. સુશાંત ફ્રેશ થયો. બંનેએ નાસ્તો કર્યો. પછી સુમન પાછી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. રાત્રે જ્યારે સુમન સુશાંત પાસે આવી ત્યારે એના હાથમાં કંઈક કાગળો હતા. સુશાંતે પૂછ્યો શું છે?

સુમનએ કાગળ સુશાંત ના હાથમાં ધર્યા, સુશાંતે કાગળ જોયા. એ ડિવોર્સ પેપર હતા. જેમાં તેનું અને રશ્મી નું નામ હતું. આ શું છે? સુશાંતે પૂછ્યું.

કેમ તને વાંચતા નથી આવડતું? એમાં બધું લખ્યું છે. તારે એના પર સહી કરવાની છે. સુમને જવાબ આપ્યો. હું આવા કોઈપણ પેપર પર સહી નહીં કરીશ. તું પાગલ થઈ ગઈ છો? રશ્મિ મારી પત્ની નથી પણ મારી મકાન માલકીણ છે. મેં તને કહ્યું હતું ને? સુશાંતે કહ્યું. બે અઠવાડિયા પહેલાં હું એક મોલમાં ગઇ હતી. ત્યાં જ મને તારી રશ્મિ સાથે ભેટો થયો. મેં તેની સાથે વાત કરી ત્યારે એના જ મોઢેં મને ખબર પડી કે એ તારી માલકણ નહીં પરંતુ તારી પત્ની છે, ને તારો એક પાંચ વર્ષનો પુત્ર પણ છે. તે મને ફસાવી તે મને ધોકો આપ્યો, પણ હવે તું આ પેપર્સ પર સહી કરી દે એટલે બધું સારું થઈ જશે, નહીં તો હું રશ્મિને જઈને આપણી હકીકત જણાવીશ. સુમનેં પોતાની વાત પૂર્ણ કરી દીધી.

સુશાંત સુમન ની આવી વાત સાંભળી ગભરાઈ ગયો. તેણે સુમન પાસેથી વિચારવાનો થોડો સમય માગ્યો. અને સુમને તેને સવાર સુધીનો સમય આપ્યો.

વરસાદનું મોસમ ચાલુ હતો. બારે વીજળી સાથે વરસાદ થતો હતો. ત્યાં રાત્રિના સાડા ત્રણે સુશાંતે પોતાની સાઇલેન્સર વાડી બંદૂક હાથમાં લીધી ને સુમન પાસે ગયો. તે પલંગ પર સુતી હતી. સુશાંત સુમન ની પાસે ગયો, ને બંદૂક તેણે પેન્ટના પાછળ છુપાડી. સુમન જાગી ગઈ. સુશાંતે સુમનને પ્રેમ કરવાનું ચાલુ કર્યું, સુમન પણ સુશાંત ના પ્રેમના પ્રવાહમાં તણાવા માંડી ત્યાંજ અચાનક સુશાંત રોકાઈ ગયો. તે સુમન પરથી બેઠો થયો ને પલંગની થોડે દૂર ગયો. સુમનને કઈ સમજાણું નહિ ત્યાજ સુશાંતે પાછળથી પોતાની બંદૂક પોતાના હાથમાં પકડી ને સીધી ગોળી ચલાવી દીધી. સતત બે ગોળી તેણે ચલાવી. સુમન મરી ગઈ હતી. સુશાંતે સુમનના હોઠો પર ચુંબન કર્યું, ને પોતાના બાહુપાશમાં જકડી ને તે જ પલંગ પર તે જાગતો રહ્યો. તેણે સુમનના શરીરમાંથી ગોળી બહાર કાઢી ને આગમાં ચાપી દીધી.

‘સુશાંત જ્યારે પણ સુમન પાસે આવતો ત્યારે વહેલી સવારે આવતો ને એક અઠવાડિયા પછી મધરાતે નીકળતો અને જ્યારે તે સુમન સાથે રહેતો ત્યારે તે ઘરની અંદર જ ભરાઈને રહેતો એટલે ત્યાં તેને કોઈ ઓળખતું ન હતું.’

તેણે પોતાના બધા પુરાવા, ઘરમાંથી લઈ લીધા ને પોતાની બેગમાં સંભાળીને રાખી દીધા. તેણે આખા ઘરમાંથી તેના બધા સબૂતો એકઠા કરવા માંડ્યા. કઈ રહી ન જાય તેની કાળજી પણ રાખી. ને બંદૂકના પણ ટુકડા કરી એક થેલીમાં જમા કર્યા ને બાકીની બધી વસ્તુઓ પણ થેલીમાં જમા કરી. સુમને પલંગ પર સુવડાવી બરાબર મદ્યરાતે તે ત્યાંથી નીકળી ગયો. નીકળતા પહેલા તેણે બધી થેલીઓ બાજુના નદીના વહેતી કરી.

સવારે પોતાના શહેર પહોંચી તેણે તેના નજીકના પોલીસ સ્ટેશન પર પોતાની બંદૂક ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી.

એક બે દિવસ બાદ તેના પડોશીઓને સુમનને ન દેખાતા તેના ઘરમાં પહોંચ્યા, ઘણી વખત દરવાજો ખખડાવતા કઈ ન મળતા તેઓએ દરવાજો તોડી નાખ્યો. અંદર જઈને બધાએ જોયું તો ખૂબ ગંદી વાસ આખા ઘરમાં પ્રસરી રહી હતી, ને બેડરૂમમાં જઈને જોયું તો પલંગ પર એક લાશ પડી હતી જે સડવા માંડી હતી

રહેવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ત્યાં પહોંચી. પોલીસે લાશ તથા આખા ઘરની તપાસ કરી, પરંતુ પોલીસને આશ્ચર્ય એ વાતનો લાગ્યો કે ઘરમાં એક પણ કાગળ પત્ર કે લાશને ઓળખાવનારો કોઈ કાગળ ન હતો. ઘરમાં માત્ર વાસણો, ટી.વી. ને ઘરની વસ્તુઓ હતી. પણ ઘરમાંથી બીજા કોઈ હથિયાર કે જેના વડે મારવામાં આવ્યું એવું કઈ ન મળ્યું. લાશને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી ને ઘરના, ને બીજા બધા ફોટો લેવામાં આવ્યા. આસપાસના દરેક સાથે પુછપરછ થવા માંડી પણ કોઈ કશું જ જાણતું ન હતું.

એક અઠવાડિયા બાદ ફોરેન્સિક રિપોર્ટમાં પણ ગોળી વાગવાથી મૃત્યુ થયું એવું જાણવા મળ્યું. પરંતુ લાશ પર બીજા કોઈ નિશાન ન મળ્યાં. લાશ સડવાથી બીજા કોઈ છાપ પણ ન મળી શકી.

એક મહિના પછી પણ પોલીસના હાથે કશું જ ન લાગ્યું. આ પહેલો એવો કેસ હતો જેમાં જે વ્યક્તિ મરી હતી તેના કોઈ દસ્તાવેજો ન હતા. તેના નામની ઓળખાણ થતા સરકારી ઈ-પ્રણાલી દ્વારા તેના દસ્તાવેજો કઢાવ્યાં પણ તેનાથી પણ કઈ જ હાસલ ન થયુ. તેના પરિવારમાં માત્ર તે એકલી જ હોવાથી કંઈ આગળ કાર્યવાહી ન વધી.

છ મહિના અથાક પ્રયત્ન પછી કંઈ જ હાથ ન લાગતાં કેસ પેન્ડિંગ પર ચાલ્યો ગયો.

અહીં સુશાંત પોતાની પત્ની ને બાળક સાથે રોજિંદા જીવનમાં મશગુલ થવા લાગ્યો પણ, તે રાત્રે ક્યારેક સુમનના વિચારથી ગભરાઈને જાગી જતો. તેને સતત સુમનના આસપાસ હોવાનો આભાસ વર્તાવા માંડ્યો. તે રાત્રે સરખી ઊંઘ પણ ન લઇ શકતો. તે પોતાની વ્યથા કોઈને પણ નહતો કહી શકતો.

એક રાત્રે જ્યારે તે સૂવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે તેને એક અદ્રશ્ય પડછાયો જાણે તેની પાસે આવી રહ્યો હોય તેવું તેને લાગવા માંડ્યું. તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો, તે ખૂબ ડરી ગયો, તેને લાગ્યું સુમન મને લઈ જવા આવી રહી છે. તે જોરથી જોરથી બોલવા માંડ્યો મને માફ કરી દે, હું તને ખૂબ જ ચાહું છું, હું તને મારવા નહોતો માગતો પણ હું મારી દોલત પણ છોડવા નહોતો માગતો. મે માત્ર પૈસા માટે રશ્મિ સાથે લગ્ન કર્યા હતા, ને જો તેને છોડી દઉં તો હું પાછો પૈસા માટે ભટકતો થઇ જાત, ને તે મને ધમકી આપી હતી, તેથી હું ડરી ગયો હતો. હું તને મારવા નહતો માગતો…. તેના આવા અવાજો સાંભળીને રશ્મિએ તેને નિંદ્રાની અવસ્થામાંથી બહાર લાવવા તેને હચમચવ્યોં. સુશાંત જાગી ગયો. તેની પાસે રશ્મિ બેઠી હતી. તેણે સપનું જોયું હતું

તે સતત ડિપ્રેશનમાં ભસડાઈ રહ્યો હતો. તેથી એક સાંજે તેણે ઘરમાં કોઈ ન હતું. રશ્મિ તેના બાળક સાથે બજારે ગઇ હતી. સુશાંતે એક કાગળ પર પોતાની સંપૂર્ણ વાત રજૂ કરી ને ટેબલ પર કાગળ મૂકી દીધો. જ્યારે રશ્મિ ઘરે આવી ત્યારે તે રૂમમાં પ્રવેશી ત્યાંજ તેની સામે એક બિહામણું દ્રશ્ય હતું. સુશાંત દોરડા વડે લટકી રહ્યો હતો.

રશ્મિ એ ટેબલ પર પડેલા કાગળ પર નજર નાખી. તેથી તેને સંપૂર્ણ વાતની જાણ થઈ. તેણે પોલીસને જાણ કરી, પોલીસ ત્યાં પહોંચી. પોલીસે કાગળ વાંચ્યો ને એક સાથે બંને કેસ સોલ્વ થઈ ગયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED