Daav books and stories free download online pdf in Gujarati

દાવ...

"આજે રવિવારનો દિવસ અને આ કંપનીએ મને હાઈ રાઈઝ બિલ્ડીંગમાં પચ્ચીસમાં માળે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે. ઉફ્ફ...ના પાડવાની ઇચ્છા તો ઘણી પ્રબળ છે પણ સાલું ના પાડી શકાય તેમ નથી. આમ પણ નોકરી માટેનાં આટલા અસફળ પ્રયત્ન પછી એક અસફળ પ્રયત્ન વધારે!" હું હંમેશની માફક ઇન્ટરવ્યૂ પહેલા મારા મિત્ર દિપેશને સેલ ફોનમાં વાત જણાવી રહ્યો હતો.

"અરે રવિ...તું શીદને ચિંતા કરે છે? તું ઇન્ટરવ્યૂ આપી તો આવ. કદાચ આ વખતે તારો નંબર લાગી પણ જાય" દિપેશ બોલ્યો.

"ચાલ હવે, મને ઊંઠા ન શીખવ. તને બી.ઈ. કર્યા પછી એક જ મહિનામાં નોકરી મળી ગઈ એટલે તને બધું પોઝિટિવ લાગે છે, અને હું છેલ્લાં દસ મહિનાથી નોકરી માટે ધક્કા ખાવ છું અને હજુ કાંઈ ઠેકાણું નથી. હવે તો મને ઘરેથી પૈસા મંગાવવામાં પણ શરમ આવે છે. પપ્પાએ ગામડામાં ખેતી વાડી કરીને મને એન્જિનિયર બનાવ્યો અને હું હજુ એકપણ નોકરી શોધી ન શક્યો. ચાલ હવે મને મોડું થાય છે, ઇન્ટરવ્યૂ પુરું થાય પછી વાત કરું".

આલિશાન અને મોંઘીદાટ તથા શહેરની મોટામાં મોટી ગણાતી હાઈ રાઈઝ બિલ્ડિંગમાં પ્રવેશતા જ મારી આંખો તો પહોળી થઇ ગઇ. "વાહ...શું ડેકોરેશન અને ઇન્ટિરિયર છે યાર! માય ગોડ...!" હું સ્વગત બબડ્યો.

"મે આઈ હેલ્પ યું સર?" રિસેપ્શન પર વાઈટ ટોપ અને હાઈ હિલ્સ પહેરેલી બાવીસ ત્રેવીસ વર્ષની યુવતીએ મને પુછ્યું.

"મારું નામ રવિ શર્મા છે, મને આર્ય ઓટોમેશનમાંથી ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો હતો અને અત્યારે અગિયાર વાગ્યે મારું ઇન્ટરવ્યૂ છે"

"ઓકે સર, તમારું ના...મ...હમ્મ...તમારું નામ આ લિસ્ટમાં છે. સામે લિફ્ટની મદદથી તમે પચ્ચીસમાં માળે પહોંચો, આર્ય ઓટોમેશનની ઓફીસ ત્યાં જ છે" એક પ્રેમાળ હાસ્ય સાથે લટને ગોળગોળ ફેરવતી એ બોલી.

લિફ્ટની અંદર પ્રવેશતા મેં જોયું કે પહેલાંથી જ ત્યાં બુરખો પહેરેલી એક સ્ત્રી છે. સાચું કહું તો મને એનો ચહેરો જોવાની કે ઉંમર જાણવાની કોઇ જ ઇચ્છા ન્હોતી, હું તો ફટાફટ મારું ઇન્ટરવ્યૂ આપવા માંગતો હતો.

"તમારે ક્યા ફ્લોર પર જવું છે?" મેં પુછ્યું.

"પચ્ચીસમાં ફ્લોર પર"સામેથી જવાબ મળ્યો.

મારે પણ પચ્ચીસમાં ફ્લોર પર જ જવું હતું એટલે ઓકે કહીને મેં પચ્ચીસમાં ફ્લોરનું બટન દબાવ્યું. હજુ એ લિફ્ટ માંડ સાતમાં માળ સુધી પહોંચી ત્યાં તો ધડામ દઈને એક અવાજ આવ્યો અને એક ઝટકા સાથે અધવચ્ચે લિફ્ટ બંધ પડી ગઈ. લિફ્ટની અંદરની એલઈડી લાઈટ અને પંખો બંધ થઈ ગયા. મેં તરત જ એલાર્મ બટન દબાવ્યું પણ કદાચ કશો ફર્ક પડ્યો નહીં. હવે લિફ્ટમાં એકમાત્ર ઇમરજન્સી લાઈટ ચાલું હતી.

"ઓહ... ગોડ..."  હું થોડા ગુસ્સામાં બોલ્યો.

"કાંઈ વાંધો નહીં, આ લિફ્ટ ચાલું થાય ત્યાં સુધી આપણે વાત તો કરી જ શકીએ ને?" તેણીએ પુછ્યું.

"જુઓ મેડમ, મારી પાસે વાતો કરવાનો બિલકુલ સમય નથી અને મૂડ પણ નથી"

"કેમ મૂડ પણ નથી?"

"ઈટ ઈસ નન ઓફ યોર બિઝનેસ મેડમ" મેં હળવા ગુસ્સામાં કહી નાખ્યું.

"કુલ, કુલ...રિલેક્સ...તમે ગુસ્સો નહીં કરો. આમ પણ ગુસ્સો કરવાથી કાંઈ લિફ્ટ તમારું કહ્યું નહીં માને. સાચું ને?"તે જાણે મારા શાંત મનને જાણી જોઈને છેડી રહી હતી.

"સમંદર મેં નહાંકે ઓર ભી નમકીન હો ગઈ હો..." તેણીના સેલફોનમાં અચાનક આવી રિંગટોન વાગી.

"સાલું કોઈ સ્ત્રી આવી રિંગ ટોન પણ રાખી શકે? ગજબ હો! સચ મેં મેરા દેશ બદલ રહા હૈ" હું સ્વગત બબડ્યો.

"હેલ્લો ડાર્લિંગ...હું અત્યારે લિફ્ટમાં ફસાઈ ગઈ છું, એટલે હું હમણાં તને મારા લેટેસ્ટ પીકસ નહીં મોકલી શકું, યું નો લિફ્ટમાં થોડો લાઈટનો ઇસ્યુ છે, સોરી ડિયર. લવ યું જાનુ.મીસ યું..." કહીને તેણીએ ફોનમાં પોતાના જાનુ પર  ચુમ્મીઓની વર્ષા કરી મુકી.

"સાલા મારા નસીબ જ ખરાબ છે, એક તો બેરોજગારીની માર અને આજે માંડ ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો ત્યાં આ લિફ્ટ ખરાબ થઈ ગઈ. મારી જીંદગી *ટ બની ગઈ છે. મારી સાથે ભણતાં આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે અને હું આ ભંગાર લિફ્ટમાં *રાવું છું" હું મનોમન વિચારી રહ્યો હતો.

"હલ્લો મિસ્ટર, તમારું નામ તો ખબર નથી. પણ આ જુઓને મારો ફોન હેંગ થઈ ગયો છે. મારે અત્યારે પીકસ અપલોડ કરવા છે અને ગેલેરી ખુલતી જ નથી. તમે પ્લીઝ જોઈ આપોને"

"તારા જાનુને જ કહી દેને તને આઈ ફોન લઇ આપે" હું મનમાં વિચારી રહ્યો હતો તેવામાં મેં એનો ફોન ના છુટકે હાથમાં લીધો.

એનાં ફોનમાં બધી બેકગ્રાઉન્ડ પ્રોસેસ ક્લીયર કરતા મેં જોયું તો તેની ફોન ગેલેરીમાં માત્ર અને માત્ર સની લિયોનીનાં ન્યૂડ/ સેમી ન્યૂડ ફોટાઓ અને વિડીયો હતાં. મે જોયું કે એ સતત મારી સામે જ જોઈ રહી હતી અને હું થોડોક શરમાઈ ગયો.

"તમને સની લિયોની પસંદ છે?" તેણીએ પુછ્યું.

"જુઓ, અત્યારે તો મને પોતાનાં પરથી આ બેરોજગારીનું લેબલ હટાવવુ પસંદ છે. આ લ્યો તમારો ફોન, મેં રી સ્ટાર્ટ કર્યો છે હવે તકલીફ નહીં પડે".

"તકલીફ તો પડશે જ ને! આઈ મીન મેમરી કાર્ડ ફુલ છે એટલે ફોન તો હેંગ થશે જ ને?"

"માય ગોડ, કેટલી ચાલું છે આ! ડબલ મિનીન્ગમાં બોલી રહી છે. મને ડર છે કે ક્યાંક હું કાંઈ ઊલટું સુલ્ટુ બોલું અને પાછું એ ક્યાંયથી પેન કે બટન કેમેરાથી રેકોર્ડ કરી લે તો? અને આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે બોસ અને એમા આવું વાયરલ થઈ જાય તો? મારું તો કેરિયર બરબાદ થઈ જાય" હું મનોમન વિચારતો રહ્યો.

"આ જુઓ, મેં આ ફોટો ઝૂમ કર્યો છે. આ ફોટામાં સનીએ ગળામાં જ઼ે જગ્યાએ ટેટુ બનાવ્યું છે મેં પણ બિલકુલ એજ જગ્યાએ અને એવું જ ટેટુ બનાવ્યું છે યું નો, તમને ગમ્યું?" એણે વારાફરતી મોબાઈલમાં અને પોતાના ગળા પાસેથી સહેજ બુરખો હટાવીને મને ટેટુ બતાવવાનો પ્રયાસ કર્યો.

"વોટ એવર મેડમ..."

"હું જ્વેલરી, શૂઝ, કપડા -સોરી સોરી કપડા નહીં...પણ બધી જ આઈટમ સની જેવી ખરીદી કરું છું".

"ઓકે મેડમ, પણ મારા માટે આ જાણવું મિનીન્ગ લેશ છે. અત્યારે મને માત્ર એક નોકરીની તલાશ છે કારણ કે...જવા દયો તમને નહીં સમજાય" મેં કહ્યું.

"આટલી ઉંમરમાં આટલી ગંભીરતા? જીંદગી તો માણવી જ જોઈએ ને?" આટલું કહીને તેણીએ મારા જમણાં પગમાં પોતાનાં જમણાં પગને હળવેથી ટચ કરીને બુરખામાં આંખ પાસેની બારીક ઝાલરમાંથી હું સ્પષ્ટ જોઈ શકુ એવી રીતે ઈશારો કર્યો.

તેણીએ બુરખો પહેર્યો હતો એટલે એનાં ચહેરાની હું કલ્પના ન્હોતો કરી શક્તો અને કરવા પણ ન્હોતો માંગતો. કારણ કે અત્યારે મને બેરોજગારીની ચિંતા હતી. સાથે  સાથે સોશિયલ મીડિયામાં આવી લેડીઝનો ઉપયોગ કરવાવાળી ગેન્ગ પણ એક્ટિવ હોય છે એવું મે સાંભળ્યું છે. આટલું વિચારીને હું તેનાથી થોડા અંતરે સાઈડમાં ઉભો રહી ગયો.

બે-ત્રણ મિનીટની અંદર તેણીનો સેલફોન ફરીથી રણક્યો "જાદુ હૈ નશા હૈ, મદહોંશિયા...તુજકોં ભૂલાકે અબ જાઉં કહાં?" 

હું તેનો ચહેરો ન્હોતો કળી શક્તો પરંતુ એનાં બુરખામાંની ઝાલરમાંથી એની આંખો સ્પષ્ટ દેખાઈ રહી હતી અને આ રીંગટોન વાગવાથી તેની કામેચ્છા તેની આંખો પર સ્પષ્ટ જણાઈ ઉપસી આવતી હતી.

હજુ માંડ ત્રણ-ચાર મિનીટ પસાર થઈ હતી એટલામાં તે બોલી "તમારુ ફેસબૂક એકાઉન્ટ ક્યાં નામથી છે?"

"કેમ?"
"અરે યાર મારે તમને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવી છે"
"જુઓ હું બેરોજગાર છું, મારા ઘરની સ્થિતી પણ નબળી છે. મને આવા ફાલતું ખર્ચ ન પોષાય. હું જરૂરિયાત પુરતો જ ઈન્ટરનેટનો વપરાશ કરું છું. આમ પણ મારે અને તમારે કેટલી ઓળખાણ?" મેં કહ્યું.

"આપણી ઓળખાણ...હમ્મ...પૂરી વીસ મિનિટની. હું છેલ્લાં વીસ મિનિટથી તમારી સાથે આ બંધ લિફ્ટમાં છું. આનાથી વધારે એકાંતનો સાથ તો તમારી ગર્લફ્રેન્ડએ પણ નહીં આપ્યો હોય. કેમ બરાબર ને?"

હવે આવી ડબલ લેન્ગવેજવાળી વાતથી હું થોડા ઘણાં અંશે ઉત્તેજિત થઈ રહ્યો હતો. આથી સેફ્ટી માટે મેં મારી ઇન્ટરવ્યૂનાં ડોક્યુમેન્ટવાળી બેગ મારી આગળની સાઈડ ગોઠવી.

"બાય દ વે, તમે જવાબ ન આપ્યો કે તમને સની પસંદ છે કે નહીં?"

"મારી મજબૂરી મને રોકી રહી હતી નહીંતર હમણાં હું એનો બતાવતો કે ...પણ સંયમ રવિ સંયમ" જાણે મારું અંતરમન મને સમજાવી રહ્યું હોય.

એટલી વારમાં તો લિફ્ટમાં પાવર ચાલું થયો અને મેં હાશકારો અનુભવ્યો.

અમે પચ્ચીસમાં માળે પહોંચ્યા. જેવો લિફ્ટનો દરવાજો ખુલ્યો તો લિફ્ટની બહાર પાંચ-છ જેટલાં ટેક્નિકલ મેમ્બર જેમનાં પાસે એચડી કેમેરા, માઈક, અને લાઈટનો સામાન હતો તેઓ મને પુછવા લાગ્યા.

"તમારો આ અડધી કલાકનો અનુભવ કેવો રહ્યો?"

હું પણ કોઇ સેલિબ્રિટી જેમ રેડ કાર્પેટ પર ચાલે એ રીતે બે ડગલાં આગળ ચાલી અને લિફ્ટમાંથી બહાર નીકળ્યો અને કહેવા લાગ્યો "સાલ્લુ લિફ્ટ  ખરાબ થાય અને તેમાં ફસાઈ જઈએ એમાં અનુભવ કેવો રહે?"

"અરે બોસ, આ એમટીવી બકરાંનું લાઈવ રેકોર્ડિંગ છે, છેલ્લાં અડધા કલાકથી તમે શોમાં લાઈવ હતાં. બાય દ વે હું સની લિયોની પોતે જ તમારી સાથે લિફ્ટમાં હતી" આટલું કહી તેણીએ બુરખો કાઢીને પોતાનો મોહક ચહેરો બતાવ્યો.

કોહિનૂર!...અરે યાર કોહિનૂર!  **ડમ નહીં પણ કોહિનૂર હીરો. બસ એની ચમક જ એવી હતી. આફરીન થઈ ગયો હું એની સુંદરતા પર...

"મતલબ કે હું આ લિફ્ટમાં છેલ્લી અડધી કલાકથી સની લિયોની સાથે હતો! ઓહ ગોડ!" હું નર્વસ થઈ ગયો અને શું બોલવું શું ન બોલવું એ વિચારી રહ્યો હતો.

એટલામાં તો સનીએ મારા માથે એમટીવી બકરાનો તાજ પહેરાવ્યો, મારી સાથે હાથ મિલાવ્યા અને મેં સનીની સાથે એક સેલ્ફી લીધી.

"બોસ, માનવું પડે કે લિફ્ટમાં ફસાઈ ગયા બાદ પણ તે સ્ત્રીની એકલતાનો લાભ ન લીધો, એને કોઇપણ રીતે પરેશાન ન કરી. મેં તને એટલો ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કર્યો પણ તે તારા વર્તનથી સ્ત્રીની લાગણીને ઠેસ ન પહોંચાડી" આટલું કહીને સની ચાલતી થઈ અને સાથે સાથે તેની ટીમનાં સભ્યો પણ મને હાથ મિલાવીને ચાલતા થયાં.

હું ફરી એ બેરોજગારવાળી સ્થિતિમાં આવ્યો અને મારા ઇન્ટરવ્યૂની જગ્યા આર્ય ઓટોમેશન શોધતો હતો તેવામાં મારા સેલ ફોનમાં મેસેજ આવ્યો અને મેં જોયું કે "રવિ, તારું આજે કોઈ ઇન્ટરવ્યૂ હતું જ નહીં. આ તો એમટીવી બકરા શોનાં ભાગરૂપે તને અહી બોલાવવામાં આવ્યો હતો. ટેક કેર, હેવ અ નાઇસ ડે, બેટર લક નેકસ્ટ ટાઈમ -સની" અને આટલું વાંચીને હું મનોમન વિચારતો રહ્યો કે "આ તો સાલો દાવ થઈ ગયો".
----****----

-સાગર બી.ઓઝા

આ વાર્તા વિષે આપના પ્રતિભાવ આપ મને વોટ્સઅપ કે ઇમેઇલ પણ કરી શકો છો.
મોબાઇલ : 9429562982
ઈમેઈલ : ozasagar@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED