Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-27

ગુરુજીએ સ્વાતી (સરયુ)માં રહેલા સ્તવનનાં જીવને સંબોધીને કહ્યું "કેમ અટકયો? પછી શું થયું આજ મહાદેવમાં દર્શન કરવા સાથે આવ્યા પછી ? થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ. એ કંઇ પ્રત્યુત્તર નહોતો આપી રહ્યો. સરયુની આંખો રડી રહી હતી. ગુરુજીએ ડો.ઇદ્રીશને કહ્યું તમે સરયુને ચેક કરો તો એનાં શ્વાસ એની નાડી બરાબર ચાલે છે ને ? ડો.ઇદ્રીશ ત્વરાથી ઉભા થઇ સરયુને તપાસવા ગયા અને ત્યાંતો સરયુએ રણચંડી સ્વરૂપ ધારણ કરી ત્રાડ પાડી ખબરદાર હવે મને સ્પર્શ કર્યો છે તો તું તો સાવ ના પાક છે દૂર હટ અહીંથી અને ડો.ઇદ્રીશ તો સાવ બઘવાઇ ગયો એને જાણે નીચા જોયું થતું ભીરૂતા અને ગ્લાગીની ભાવના થઇ ગઇ એ ત્યાંથી પાછોજ વળી ગયો. પછી સ્વાતીનાં સ્વાંગમાં રહેલાં સ્તવને કહ્યું "પેલો લબાડ અહીંજ હાજર છે એને બોલાવો કબુલ કરાવો. ગુરુજી આશ્યર્યમાં પડી ગયાં કોણ છે અહીં હાજર એ સમયનો માણસ. ત્યાં હાજર રહેલા બધાં આશ્ચર્ય ચકિત થઇ ગયાં બધાં એકબીજા સામું જોવા લાગ્યાં. સૌરભસિંહ તો જાણે પોતેજ જવાબદાર હોય એમ ગંભીર થઇ ગયાં. ગુરુજી એ કહ્યું સ્પષ્ટ કહો કોણ છે અહીં ? સ્તવન કહે પેલો બદમાશ ખેલાડી મદન... સૌરભસિંહે જોયું થોડે દૂર મદન આ બધું જોઇ રહેલો કોઇને ખબર નહોતી કે અહીં એ પણ હાજર છે. મદનની નોકરીના માંડ બે વર્ષ બાકી હતાં. શરીર કૃષ થઇ ગયેલું પરંતુ એણે સ્ટાફમાંથી સરયુની બધી વાત જાણી હતી એટલે કૂતૂહૂલવશ એ પણ બધાની પાછળ આવીને બેઠેલો.

સૌરભસિંહ ચારે તરફ નજર દોડાવી. હવન યજ્ઞની ક્રિયા સવારથી ચાલુ હતી સતત એમાંજ રચ્યાપચ્યા હતા આમને આમ સાંજ થવા આવી હતી. બપોર પછી શમી સાંજનાં સમય પછીજ સ્તવન સ્વાતી (સરયુ)નાં શરીરમાં પ્રવેશ કરેલો સૌરભસિંહ પાછળ બેઠેલો મદનને બોલાવ્યો મદન હાથ જોડીને ઉભો રહ્યો અને બોલ્યો હું આ લોકો કોઇને ઓળખતો નથી. આ કોની દીકરી છે કેમ આવી છે અને મારું નામ અહીં કેમ બોલાય છે ? મેં શું ગુનો કર્યો છે ?

ગુરુજીએ મદનને ઉદેશીને કહ્યું "તારે ગભરાવાની જરૂર નથી પણ અમારી આ વિધીનાં આગળનાં સંચાલનમાં તારી મદદની જરૂર છે. આ દીકરી પીડા માંથી મુક્ત થાય એની વિધી છે. અને તું સાવ અજાણ્યો ના બનીશ. એમનેમ તારું નામ ના લેવામાં આવે. તું સ્વાતીને ઓળખતો નહોતો ? એટલામાં સૌરભસિંહ પણ આગળ આવી ગુરુજીની સામે બેઠાં. મદનસિંહ કહ્યું "અલ્યા મદન તે શું કરેલું સ્વાતી બેબી સાથે ? આજે આટલાં વરસો પછી પણ તારું નામ આગળ આવે છે ? તને ખબર છે ? સ્વાતી બેબીનાં મૃત્યુ પછી આ એમનો બીજો જન્મ છે જે દીકરી સામે બેઠી છે એ તમારો બધો ઇતિહાસ જાણે છે જે હોય એ સાચું બોલી બકી નાંખ નહીતર તારા હાલહવાલ શું થશે ખબર નથી. મને યાદ આવે છે કે હું તને કાયમ ટોકતો પરંતુ ક્યારેય ખોટું કરવાથી બાઝ ના આવ્યો.

એટલામાં સ્તવને રાડ પાડીને કહ્યું એ શું ખબર નથી ? મને હજી એ ક્ષણે ક્ષણ યાદ છે હું યાદ કરાવું છું બધુજ અમે મહાદેવ મંદિરમાંથી બહાર નીકળીને પાછા પાર્કીંગમાં આવ્યા કારમાં બેઠાં અને આ હરામી ત્યાં આવ્યો અને મને કહે બસ એટલામાં પાછા જશો જીજાજી ? હવે તો તમે મારાં બનેવી થયાં ચાલો મને ભાઇ બનાવ્યો છે તો કોઇ સેવાની જરૂર? હું તમને પૂછવાં પણ મંદિર ફરીથી આવેલો પણ તમે એટલાં... મગ્ન હતાં કે પાછો વળી ગયો. અને હું અને સ્વાતીએ તને અપમાન કરી કાઢી મૂકેલો. યાદ આવે છે ? આટલા અપમાન પછી પણ તું અટકયો નહીં અને ...

*********

સ્વાતી અને સ્તવન ગાડીમાં બેઠાં, સ્તવન અને સ્વાતી એટલાં બંધા ખુશ હતાં કે આનંદનો કોઇ પાર નહોતો. એટલામાં મદન ક્યાંથી ફુટી નીકળ્યો એણે કહ્યું "બસ પાછા જવાનાં જીજાજી ? તમે તો હવે મારી બહેનના વર એટલે બનેવી થયાં એમણે આજે મને ભાઇ બનાવ્યો કોઇ સેવા હોય તો કહે જો હું મંદિર આવેલો પરંતુ તમે બંન્ને એટલાં બધાં મગ્ન હતા કે તમને બોલાવવાની હિંમત ના કરી શક્યો એટલે પાછો વળી ગયો.

હવે તમે ક્યાં ચાલ્યા ? મારી જરૂર હોય તો સેવામાં આવું. સ્વાતીથી હવે ના રહેવાયું. એય નાલાયક તારી આટલી હિંમત ? અહીંથી આઘો જજે નહીતર હાલ પાપાને ફોન કરીને જણાવ્યું કે તું કનડગત કરે છે. મદનસિંહે ભાવ બદલતા કહ્યું "લો આતો ઉલ્ટી જ વાતો કરો તમે. એમણેજ કીધેલું તમારે કોઇ સેવાની જરૂર પડે મારે ધ્યાન રાખવાનું બાકી મારે શું ? આતો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે. જાવ જાવ તમારે જ્યાં જવું હોય ત્યાં પછી મારો વાંક ના આવે બસ એટલેજ કીધું કહી હસવા લાગ્યો.

મદનસિંહને આવી ગંદી રીતે હસ્તો જોઇને સ્વાતી ને ખૂબજ ગુસ્સો આવ્યો. એણે કહ્યું બાજુ હટ અમારે કોઇ જરૂર નથી એમ કહી સ્તવનને ગાડી ચલાવવા કીધું અને સ્તવને કાર હંકારી દીધી નહારગઢ જવા. આખા રસ્તે સ્તવનને એવો એહસાસ થતો હતો કે કોઇ પીછો કરે છે અથવા કોઇ છે એને અમંગળ વિચાર આવવા લાગ્યા. એને સ્વાતીને કીધું નહીં એ મનમાં ને મનમાં વિચારી શાંત રહ્યો. અને નહારગઢ આવી ગયું એણે કાર પાર્ક કરી.

ગુરુજીએ કહ્યું "આ નરાધમે એવું શું કર્યું કે તમે અટકી ગયાં બોલો આગળ શું થયું ? થોડીવાર પાછી ફરીથી ચુપકીદી છવાઇ ગઇ. સરયુ ચોધાર આંસુએ રડી રહી હતી એનાં હીબકા બધાં સ્પષ્ટ સંભળાઇ રહ્યાં હતાં એનું ગળું તણાઈ આવેલું ડુમો એટલો ભરાયો હતો કે એને ઘણું બોલવું હતું પણ બોલી ના શકી. એટલું આક્રન્દ કરી રહી હતી કે ત્યાં હાજર સહુની આંખોમાં પાણી આવી ગયાં. અવની તો સરયુનાં પગ પકડીને રડી રહી હતી. બસ કર બહેના આટલું બહું ના રડ પ્લીઝ શાંત થા. પરવીન પણ હીબકે ચઢી હતી એ પણ સરયુને શાંત કરવા મથી રહી હતી. નીરુબહેન નવનીતરાયનાં ખભે માથું મૂકીને આક્રન્દ કરી રહેલાં. આખો માહોલ ગમગીન થઇ ગયો. મંદિર પ્રાંગણનાં પક્ષીઓ સાવ શાંત થઇ ગયાં હતાં જાણે આખા બનાવનાં મૂક સાક્ષી બની ગયાં. આજુબાજુનાં દરેક વૃક્ષોનાં પર્ણ બીલકુલ સ્થિર થઇ ગયાં. મહાદેવનાં મહાલયમાંથી પણ જાણે ચિત્કાર સંભળાતો હતો. લશ્કરી સવભાવનાં સૌરભસિંહની આંખો ભરાઇ આવી હતી એમને સ્વાતીનું આખું પ્રકરણ યાદ આવી ગયું હતું હવે એમનાં માટે કાંઇ અજાણ્યુ નહોતુ રહ્યું પોતાનું બની ગયું હતું.

ડો.ઇદ્રીશ અને રઝીયા આ પ્રસંગનાં સાક્ષી બની રહ્યાં. નવનીતરાય અને સરયુ માટેનાં પ્રતિશોધ ક્યારનો ઓગળી ગયેલો હવે ખૂબ દૂઃખ અનુભવી રહેલો. ગુરુજી પણ થોડો વખત શાંત થઇ ગયાં જાણે બધાને આંસુ સારીને સમયે આપેલો ધા સહન કરવા સમય આપ્યો અને સરયુએ આંસુ લૂછ્યાં અને ક્રોધીત આંખોથી મદનસિંહ તરફ નજર કરીને કહ્યું "સાચું બોલ મદન તું પાછળ પાછળ આવ્યો. નહારગઢ અને ગાડીમાંથી ઉતર્યા પછી તમે લોકો કોણ કોણ હતાં કેવી ચાલ ચાલી હતી ? બોલ એ હજી મને પણ નથી ખબર અમને તો એટલી જ ખબર હતી કે હું અને સ્વાતી ગાડીમાંથી ઉતરીને નહારગઢનો કિલ્લાનો પાછળનાં ભાગની સીડી ચઢીને ઉપર ડુંગર પર જવાનાં હતાં ત્યાં ટેકરી ઉપર અમારી જગ્યા હતી ત્યાં એટલામાં અમે થોડાંક દાદર ચઢયાં અને તે બૂંમ પાડી, સ્વાતી, સ્વાતી એક મીનીટ ઉભી રહે ખાસ સંદેશ આવ્યો છે અને તું હાંફતો હાંફતો દોડતો આવ્યો. આવીને સ્વાતીને કહ્યું "તારે અત્યારે ને અત્યારે ઘરે આવવું પડશે. તાઉજીને છાતીમાં દુઃખાવો ઉપડયો છે મારા ઉપર મામાનો ફોન આવ્યો છે એટલે હું પાછળને પાછલ દોડી આવ્યો. એ સમયે અને ગભરાઇ ગયો તારાં પર વિશ્વાસ મૂક્યો સ્વાતીએ મને કહ્યું "ચાલો સ્તવન આપણે ઘરે પાછા જઇએ કાલે આવીશું અહીં સ્તવને કહ્યું હાં ચાલ આપણે સાથેજ પાછા જઇએ. અને અચાનક મારાં માથા પર કોઇ પ્રચંડ પ્રહાર થયો અને પછી મને કંઇ ખબર નથી મેં ભાન ગુમાયું પછી ખબર નથી શું થયું.

એ વખતે સરયુનાં જીવનાં સ્વાતી આવી ચૂકી હતી એણે કહ્યું "હું કહું છું પછી શું શું તો આ ડામીશ મને કહે ચાલ મારી સાથે તને મને કીધું છું એ જગ્યાએ લઇ જવાની છે મારી આનાકાની કર્યા પછી પણ એણે બળજબરી કરીને સ્તવનને એમજ મૂકીને મને કિલ્લાની ઉપર તરફ લઇ ગયો અને એક રૂમમાં બંધ કરી પછી એ ચાલ્યો ગયો હું ક્યાંય સુધી રડતી કકળતી ત્યાં બંધક બની પડી રહી.

સાંજ આથમવા માંડી ત્યાં સુધી કોઇ ના ફરક્યુ અને એટલામાં મારી ઘડીયાળમાં બઝર વાગ્યું મને થયું ચોક્કસ સ્તવન હવે આસપાસમાં જ છે. એટલામાં મારી કોટડીનું બારણું ખૂલ્યું અને સામે શક્તિમામા, સુંદરસિંહ ઉભા હતાં. મેં રડતાં રડતાં મામાને કહ્યું મામા આ મદનસિંહ મને અહીં પુરી રાખી હતી. સારુ થયુ તમે આવી ગયાં.

શક્તિસિંહે મારી સામે મદનને બે ચાર ગાલ પર થપ્પડ આપી દીધી અને એવું બોલી ગયાં કે મેં તને કીધેલું ભાણીનો વાળ વાંકો ના થવો જોઇએ અને તેં અહીં પુરી રાખી ? બે ધડી તો સ્વાતી સમજીજ નહીં. એણે કીધું મામા સ્તવન ક્યાં છે ? એ અહીજ હોવા જોઇએ મને પાક્કો સંકેત છે એમને માથામાં ઇજાઓ થઈ છે શક્તિમામાએ કહ્યું તું ચિંતા ના કર બધુ સારુ થશે. તમે લોકો ઘરેથી ક્યારનાં નીકળેલા અને હજી પાછા ના આવ્યા એટલે જીજાજીએ મને તપાસ કરવા મોકલ્યો. આ મદનને બધી ખબર હતી અને એનાં કહેવાથી અમે અહીં તપાસ કરવા આવ્યા. અને મદને તને કેમ પુરી દીધી ? એ ના સમજાયું ચલ એને તો હું પછી જોઇ લઇશ. પહેલાં ઘરે જઇએ બધાં ચિંતા કરે છે. સ્વાતીએ કહ્યું "ઘરે પછી પહેલાં સ્તવનને શોધવાનાં છે એકતો એમને માથામાં ઇજા પહોંચી છે. એટલામાં સ્વાતીનાં ઘડીયાળમાં ફરીથી બઝર વાગ્યું. સ્વાતી બોલી એ આટલામાંજ છે શોધો શક્તિસિંહે સુંદરને કહ્યું "તું ભાણીનું ધ્યાન રાખ હું સ્તવનનો પત્તો લગાવીને પાછો આવું છું અને હા આ મદનને સીધો રાખજે એનો હિસાબતો હું પછી કરું છું એમ કહીને શક્તિમામા ઉપર તરફ જવા લાગ્યો.

ઘણો સમય વિતી ગયો પછી પણ શક્તિસિંહ પાછો ના વળ્યો એટલે સ્વાતીએ કહ્યું સુંદર ઉપર ચલ હજી મામા કે સ્તવન કોઇ પાછા કેમ નથી આવ્યા ? હવે મને ડર લાગી રહ્યો છે કંઇક અમંગળ બન્યાની શંકા થયા કરે છે. સુંદરે કહ્યું અરે એ લોકો આવી જશે આમ જીદ ના કર. સ્વાતી કહે હું તો ઉપર જવાનીજ એમ કહીને એ દાદર ચઢીને ડુંગર તરફ જવા લાગી અને પહોચવાની અણી પર હતી અને સ્તવનની બૂમો સંભળાઇ.... સ્વાતી.. સ્વાતી.... સ્વાતી...

સ્વાતીમાં રહેલાં સ્તવનો રાડ પાડીને કહ્યું બોલ મદન આગળની વાત તારા મોઢે સાંભળવી છે બોલ નહીતર આજે કંઇક ... અને ગુરુજીએ કહ્યું "શાંત થાઓ તમને ઉત્તર મળશેજ અને ગુરુજીએ સૌરભસિંહને બોલાવી કાનમાં ગણગણ્યા સૌરભસિંહ સંમત્તિ સૂચક ડોકું હલાવીને ત્યાંથી નીકળી ગયાં.

સ્વાતીએ કહ્યું "સ્તવન તમે ક્યાં ગયેલાં તમારી સાથે શું થયેલું હજી એ દશ્ય મારી આંખ સામેથી જતું નથી તમે એ ટેકરી ની ટોચ પરથી નીચે તરફ પટકાઇ રહેલાં જઇ રહેલાં હું તમને જોતી રહી અને પછી ઘડામ ધબ્બ એવો અવાજ આવ્યો અને પછી શાંત થઇ ગયો. સ્તવન એ પછી હું બેભાન થઇ ગઇ હતી શું થયેલું તમારી સાથે ? હું તમારા વિના કેવી રીતે જીવી શકું મને એટલું ધ્યાન છે કે... સ્તવન સ્તવન એમ બોલતાં બોલતાં સરયુ પાછી બેભાન થઇ ગઇ એનાં આખા શરીરમાંથી પાણી છુટી રહેલું ડો.ઇદ્રીશ અને ડો.જોષી તુરંતજ સારવાર કરવામાં લાગી રહ્યાં.

ગુરુજી અપલક નયને સરયુને જોઇ રહેલાં એમનાં આટલાં જીવનકાળમાં કે આધ્યાત્મિક સમયકાળમાં આવો કિસ્સો પ્રથમ હતો આટલી પીડા, પુર્નજન્મ અને ગત-જન્મનાં જીવોનું પુર્નમિલન પ્રેમ અને આટલી જીજીવીષા પ્રથમ વાર જોઇ હતી. આટલા પ્રખર જ્ઞાની, સંમતી ગુરુજીનાં આંખમાં પાણી આવી ગયાં. નીરુબહેને ગુરુજીનાં પગ પકડી બધાં ગુરુજીને કહ્યું" મારી દીકરી ગત જન્મથી પીડા સહેતી આવી છે હવે બધાં ઉકેલ લાવીને એ પીડામાંથી મુક્ત કરો મારાથી જોવાતું સહેવાનું નથી. બાજુમાં પરવીન અવની અને નવનીતરાય પણ સજળ આંખે હાથ જોડીને ગુરુજીને વિંનતી કરી રહેલાં. જેટલાં બેઠાં હતાં બધાની આંખો ભીની થઇ હતી.

ગુરુવારનો દિવસ એમજ આથમી ગયો. કોઇ ઘરે કે હોટલ પર ના ગયું. બધાએ મહાદેવનો આશરો લીધો ત્યાંજ સૂઇ રહ્યાં સૌરભસિંહની ટીમે શ્રીકાંત શર્મા એ પેલેસમાં જ વ્યવસ્થા કરી આપી. ડોકટર અને સીક્યુરીટી સ્ટાફ સિવાય કોઇએ ખાધું નહીં ના જળ પીધુ સરયુ થોડી સ્વસ્થ હતી. હવનકુંડ અગ્નિ-બધુ એમનું એમ જ હતું ગુરુજીનાં સૂચનથી સૌરભસિંહને મોકલેલાં એમની રાહ જોવાતી હતી સવારે ઉઠી ક્રિયા કર્મ પરવારી ગુરુજીએ બધાને પાછાં વિધી માટે આવી જવા કહ્યું સરયુંની સ્થિતિ ખૂબ ખરાબ હતી એની આંખો ઉંડી ઉતરી ગઇ હતી ચહેરો સાવ ફીક્કો અને શરીર અશક્ત થઇ ગયું હતું એને આરામ કરવા દેવાનો હતો હમણાં એને વિધીમાં લાવવાનીજ ના પાડી હતી.

ગુરુજીએ હવનયજ્ઞની પાછી તૈયારી કરી દીધી હતી અને જેની રાહ જોવાતી હતી એ સૌરભસિંહ કોઇ વૃધ્ધ વ્યક્તિને લઇને આવેલાં હતાં. સૌરભસિંહ એમની બાજુમાં બેસાડ્યા. મદનસિંહ પણ હાજર હતો એ આવનાર વ્યક્તિને જોઇ ચોંક્યો પણ સમય પારખી શાંત બેસી રહ્યો.

ગુરુજીએ હવનયજ્ઞ શરૂ કર્યો. મંત્રોચ્ચાર અને રુચાઓ બોલીને પાછો અર્ધ્ય આપવા લાગ્યા સમીધમાં સર્વેથી ઘીની આહુતિ આપવા લાગ્યાં. પ્રચંડ અવાજે બોલી રહ્યાં હતાં.

ગુરુજીનાં શ્લોકોની ઝડપ અને અવાજ ઉગ્ર થતો જતો હતો ચહેરો લાલ થઇ રહેલો અને એટલામાં સરયુ ગર્ભગૃહમાંથી દોડી આવીને યજ્ઞ સામે જાણે ઘુણવા માંડી એનાં વાળ વીખેરાઇ ગયાં એનો અવાજ કર્કષ થઇ ગયો. એનામાં આત્મા પાછો પ્રસ્થાપિત થઇ ગયેલાં એણે ગુસ્સામાં કહ્યું " એ પાપી અહી આવી ગયો છે. બોલાવો એને એનાં મોઢેજ કબૂલ કરાવો એણે શું પ્રપંચ કરેલાં? ગુરુજીએ સૌરભસિંહને ઇશારો કર્યો અને સૌરભસિંહ પેલા વયસ્ક માણસને વેદી પાસે લઇ આવ્યા એનાં ચહેરાં પર ભય છવાયેલો હતો હવન અગ્નિની શીખાઓ એનાં ચહેરો પર પ્રકાશ નાંખતી હતી એનાં ચહેરાનાં બદલાતા હાવભાવ સ્પષ્ટ નજરે પડતાં હતાં એ ડર નો માર્યા બોલી નહોતો રહ્યો એણે મદનને બાજુમાં બોલાવ્યો.

હવે સ્વાતીનાં જીવથી રહેવાયું નહીં. એનામાં પ્રવેશેલા સ્તવનનાં આત્માએ વિકરાળ ચીસ જેવા અવાજે કહ્યું બોલ મામા શું રમત કરી હતી બોલ ? નહીંતર હાલ તારો જીવ લઇશ અત્યાર સુધી સ્વાતીની શોધમાં હતો હું. હવે સ્વાતીનો અને મારો આત્મા એક થઇ ગયો છે હવે અમને સાચું જણાવો તમે લોકોએ શું પ્રપંચ કરેલો ? અમારાં વસી રહેલાં ઘરને ધૂળધાણી કર્યું અમારાં પ્રેમ જીવનને કેમ બરબાદ કર્યું ? તમને શું મળ્યું ? બોલો શા માટે ? એકદમ શાંતિમાં ત્રાડ પાડીને પૂછ્યું" બોલો શક્તિસિંહ એકદમ ગભરાઇ ગયો. ક્યાંય સુધીતો એ માનીજ નહોતો શક્તો કે આવી રીતે સ્તવન સ્વાતીનો આત્મા ફરીથી મેળાપ કરશે અને એમની સાથે થયેલું એ જાણવા સામે આવશે. શક્તિસિંહે બીજું બધું બાજુમાં મૂકી હાથ જોડીને કહ્યું જે થયું એ ખૂબ ખોટું થયું મને માફ કરીદો. મારીજ ભૂલની સજા તમે ભોગવી અને પછી મેં પણ ભોગવી. સ્વાતી દીકરા મને માફ કર તારી સાથે મેં ખૂબ અન્યાય કર્યો છે . મારાં સાળા, સુંદરસિંહ સાથે લગ્ન કરાવવા માટે મેં તરકટ રચેલું મને માફ કર મને આવું ધ્રૂણિત કાર્ય કરવાનું ફળ મને મળી ગયું છે. મને માફ કર.

સ્વાતીએ ગુસ્સામાં કહ્યું એ ધ્રૂણિત કાર્ય અમારી સાથે કેમ કર્યું કેવી રીતે કર્યું ? મને અને સ્તવનનો જુદા કેવી રીતે કર્યા. અને પછી અમારી સાથે શું કર્યું બધાં જવાબ આપો.

સ્તવને તુરંત કહ્યું "એ જવાબ મને અહીં નથી જોઇતો મારે નહારગઢ જઇને ત્યાંજ જવાબ જોઇએ છે. એજ ભૂમિ પર એજ ક્ષણો મારે ફરી અનુભવવી છે અને ત્યાંજ બધો ફેંસલો કરવો છે. તમે લોકો ત્યાં જવાની તૈયારી કરો. હું અને સ્વાતી ત્યાંજ પહોચીએ છીએ.

ગુરુજીએ કહ્યું "સ્તવન અહીંજ કરી દે ફેંસલો મહાદેવની સામે એમનાં જ પ્રાંગણમાં પ્રથમ આશીર્વાદ અહીંજ લેવા હતાં તો નિર્વાણ પણ અહીંજ થવા દેને.

સ્તવને કહ્યું "ના પ્રથમ આશીર્વાદ મુલાકાત બધુજ અહીંજ થયું હતું પણ મારા ઇશ્વરનો દરબાર પંચતત્વનો આવાસ ત્યાંજ છે અને અને ત્યાંજ ગાંધર્વ લગ્ન ઉજવેલાં ત્યાંની ધરતી નાં સ્પંદનો હજી અમારા આત્મામાં બોલે છે હવે બધાં જ અંત ત્યાંજ થશે. ગુરુજી એ કહ્યું" બધોજ અંત એટલે ? સ્તવન કહે આ બધા રહસ્યોનો અંત.

સ્વાતી અને સ્તવનની ઇચ્છા પ્રમાણે આખો કાફલો બધાંજ પુરી સીક્યુરીટી સાથે નહારગઢ જવા નીકળી ગયાં. સૌરભસિંહ વધુ તકેદારી રાખીને જીલ્લા પોલીસને સાથે બોલાવી લીધી. શક્તિસિંહની સાથે સુદરસિહ અને મદનસિંહને બધાને સાથે લીધાં. નીચે ગાડીઓ અને જીપ મૂકીને બધા ટેકરી પર આવી ગયાં. સરયુને ઉંચકી ને ઉપર લઇ જવાની વાત કરતાં એ ભડકી હતી ના હું જાતે ઉપર આવીશ ત્યાંના એક એક પગથિયા પર મારી કથા વણેલી છે આજે મારા માટે ન્યાયનો દિવસ છે.

ગુરુજી નીરુબહેન સરયુ અવની પરવીન નવનીતરાય બધાં પાથરેલી ચટા ઇયો પર બેઠાં હતાં સામેની બાજુ સૌરભસિંહ સાથે શક્તિસિંહ - સુંદરસિંહ અને મદનસિંહ અને પાછળ પોલીસ દળ હતું બધાં શાંતિથી બેઠાં હતાં. ગુરુજીએ સ્વાતીની સામે જોઇને કહ્યું દીકરા અહીં આવી ગયાં હવે આગળ શું કરવાનું છે ? સ્વાતીએ ડોળા કાઢીને કહ્યું "શાંતિથી બેસો હમણાં બધોજ ન્યાય થઇ જશે.

બધાં શાંતિથી બેઠાં હતાં અને મદનસિંહને શી ખબર શું સૂજ્યું એ મોટેથી હસી પડ્યો. બોલ્યો આ બધાં શું નાટક છે ? એ સ્તવન તો ક્યારનો મરી ચુક્યો અને આ છોકરી કોણ છે કે સ્વાતી સ્વાતી કરે છે. અરે એનેય સ્વધામ ગયે વર્ષો થઇ ગયાં પછી શક્તિસિંહને કહે બોલો મામાં સાચુ ને ? શું છે આ નાટક ?

આ સાંભળી ખબર નહીં સ્વાતીને શું શૂરાતન ચઢયું કે ગુસ્સાથી લાલ થઇ ગઇ અને મદનસિંહને ઉંચકી ને જોરથી પછાડ્યો. એનાં શરીરમાં હાથી જેવી તાકાત આવી ગઇ હતી એક સિંહણ જેવી દેખાતી હતી એની આંખોમાંથી ક્રોધનો અગ્નિ પ્રજવલતો હતો ગુસ્સામાં આંસુ ટપકતાં હતાં. વેદના સાથે એટલો મોટેથી ચિત્કાર કર્યો કે જેટલાં હાજર હતાં બધાનાં જાણે હાડ બેસી ગયાં.

સ્વાતીએ કહ્યું "નરાધમ આટલા અત્યાચાર કર્યા પછી પણ હજી નફકટાઇ કરે છે. ઉઠ ઉભો થા બોલ શું કરેલું ? પરંતુ જે રીતે સ્વાતીનાં હાથનાં પ્રચંડ જોરે ઉછાળીને પછાડેલો એની વાચા સ્થિર થઇ ગઇ હતી અને આંખો કાયમ માટે બંધ થઇ ગઇ.

શક્તિસિંહે અને સુંદરસિંહે આ જોયું ખુબજ ગભરાઇ ગયાં અને ગુરુજીનાં પગ પકડી લીધાં અમને બચાવો બચાવો કહીને હાથ જોડીને વિનવવા લાગ્યાં. સ્વાતીએ ચીસ જેવા અવાજે કહ્યું તમે હવે મોઢામાંથી બકો છો કે તમને નીચે ફેંકી દઊં બોલો ?

સુંદરસિંહ ડરતાં ડરતાં કહ્યું "સ્વાતીને મદનસિંહએ રૂમમાં પુરી દીધેલી ખબર નહોતી એને નીચે પકડી રાખવા જણાવેલું પરંતુ સ્તવનને માથમાં સુંદરે ઇજા પહોચાડેલી પરંતુ જીવતો હશે. અમે ધસડીને ટેકરી ઉપર લઇ તો ગયાં પરંતુ અમને એમાં ઘણી વાર થઇ હતીં અને એ સમયે સાથેજ જીજાજીનો ફોન આવી ગયેલો એ થોડાં ગભરાયેલાં સ્વરે બોલેલાં શક્તિ-સ્વાતી અને સ્તવન ક્યારનાં નીકળ્યા છે હજી પાછા નથી આવ્યા હું સીટી પેલેસ સુધી તપાસ કરવાં આવી ગયો પણ હજી નથી આવ્યા તું આગળ તપાસ કર હું નહારગઢ જઉં છું કદાચ ત્યાં ગયા હોય એ લોકોની ગમતી જગ્યા સ્વાતીએ મને કીધેલું હું નહારગઢ જઉ છું મારા પેટમાં ફાળ પડી કે શું કરવું એટલે મેં અને સુંદરે પ્લાન બનાવો સ્તવન બેભાન હતો અને ઉપરજ રાખીને અમને જાણ હતી સ્વાતિને પુરેલી છે અમે એમજ રહેવા દઇને ઝડપથી નીચે ઉર્ત્યા. દાદરા ઉતારતામાં જ સામે બનેવી મળ્યાં એમને અમે ત્યાંજ અટકાવ્યા કે અમે તમારા કહેવાથી નજીક હતાં એટલે સીધા અહીંજ આવ્યાં. અહીં નથી કદાચ ક્યાંક દૂર ગયાં હોય ચિંતા ના કરો અમે તપાસ કરીને ઘરે લઇનેજ આવીએ છીએ. એ અમારાં પર ભરોસો કરી પાછા વળી ગયાં. અમે લોકો પાછા ઉપર આવ્યા મદનને કહ્યું ભાણીને છોડી દે જોઇ લઇશું.

અમે ઉપર આવ્યા ત્યારે સ્તવન બેઠો થઇ ગયો તો માથું પકડીને દર્દથી કણસતો હતો. મેં અને સુંદરે એને ઉંચક્વા પ્રયત્ન કર્યો પરંતુ એ ઘાયલ થયેલો પણ સામનો કરતો હતો. એટલે એની ટીંગાટોળી કરી અમને ધ્યાન હતું કે સ્વાતી છેક ઉપરનાં પગથિયા સુધી આવી ગઇ છે એટલે સહેજ પણ સમય બગાડ્યા વિના અમે સ્તવન ને ટેકરી ઉપરથી નીચે ફંગોળી દીધો. પરંતુ એણે સ્વાતીને જોઇ લીધી અને સ્વાતી સ્વાતી બૂમ પાડતો નીચે પટકાઇને મૃત્યું પામ્યો. અમે લોકો સમય ચુચકતા વાપરીને છૂપાઇ ગયાં. સ્વાતી દોડતી દોડતી ટેકરીનાં છેડા સુધી આવી અને મદને પકડી લીધી. અમે લોકો પાછળનાં ભાગથી દોડી આવીને સ્વાતીને પકડી લીધી અને મેં ડોળથી પૂછ્યું શું થયું સ્તવનને ? કેવી રીતે પડી ગયો ? કોણે કર્યુ આમ અમેજ સ્તવનનું ખૂન કરેલું સ્વાતી તો આ બધુ જોઇને મૂર્ચ્છા પામીને ઢળી પડી એ પડી અને એનાં માંથામાં પત્થર વાગ્યો એ એવી રીતે પડી કે પત્થરની ટોચ એનાં માથામાં ઘુસી ગઇ ખૂબજ લોહી વહી ગયું. એને દવાખાનામાં દાખલ કરવી પડી અને થોડો સમય કોમામાં રહીને પછી એનું પણ મૃત્યુ થયું.

સ્તવન અત્યાર સુધી ચૂપ રહ્યો હતો એણે ગુસ્સાથી કહ્યું સાલા નીચો મને તો માર્યો સ્વાતીને મારી તમારા હાથમાં શું આવ્યું ? સ્વાતી ચારેતરફ અત્યારે ટેકરી તરફ જોવા લાગી એને સ્વાતી સ્વાતીની ચીસો જાણે ફરી સંભળાવા લાગી.

ગુરુજીએ કહ્યું સ્વાતીનો બીજો જન્મ માનવ યોનીમાં થઇ ગયો સ્તવન તમે કેમ પ્રેત યોનીમાં રહ્યાં ? સ્તવને કહ્યું મારો જીવ મૃત્યુ પછી તરત જ સ્વાતીની પાછળ પાછળ જ હતો હુ એનો પ્રેમમાં પાગલ હતો. એને હોસ્પીટલમાં લઇ ગયાં હું સતત મારો આત્મા સતત એની સાથેજ હતો. તાઉજી અને પપ્પાજીને આ લોકોએ જુઠ્ઠાણુ ચલાવેલું કે અમારા ઉપર ટેકરી ઉપર લુટારુઓએ હુમલો કરેલો અને બધાં ઘરેણાં લૂંટી ગયાં અને મને ઝપાઝપીમાં ટેકરી પરથી ખીણમાં ફેંકી દીધો આમ વાર્તા બનાવી એ લોકો તો છૂટી ગયાં પરંતુ હું એમને છોડવાનો નહોતો મારે બધીજ વાત જાણવી હતી કે આમાં ષડયંત્ર કોનું હતું અને સ્વાતીને એનાં રૂપમાંજ એજ યાદો સાથે પાછી મેળવવા માંગતો હતો મારી ઇચ્છા પૂર્ણ અધુરી હતી એટલે મને જન્મ ના મળી શક્યો અને અવગતિ પામી મારો જીવ પ્રેત યોનીમાં ભટકવા લાગ્યો.

અંત - સંક્ષેપ્તમાં - અંતિમ ભાગ

અંતિમ ભાગ

સ્વાતીએ ગુસ્સાથી મામા તરફ જોઇ કહ્યું "તમે તો કંસથી બદતર અને નિર્લજ મામા નીકળ્યા કે ભાણીનું જીવન બરબાદ કર્યું થનાર ભાણેજ જમાઇનું ખૂન કર્યું શેના માટે ? મને પામવા તમારા રખડેલ અને દુરાચારી સાળા સાથે પરણાવવા માટે ? મારો ભવ બગાડ્યો ? ધિક્કાર છે તમને - સ્તવન આનો તમે ન્યાય કરો નહીતર મારાં આત્માને શાંતિ નહીં મળે તમને મારાથી જુદા કરવા માટે મારાં કુટું બીઓજ જવાબદાર છે.

સ્વાતીમાં રહેલાં સ્તવનનો આત્મા કંઇ હલચલ બતાવે તે પહેલાંજ સુંદર અને શક્તિસિંહ દોટ મૂકી પરંતુ સ્વાતિ હવામાં અધ્ધર એવી રીતે લટકી કે ભાન ભૂલ્યાં અને રસ્તો ભૂલી એવી દોટ મૂકી કે સીધાં ખીણમાં જઇ પડ્યાં સ્વાતી ખડખડાટ હસવા લાગી હાજર રહેલાં બધાંજ ભયભીત થઇ ગયાં.

સૌરભસિંહ અત્યાર સુધી શાંત બેઠાં હતાં એમણે સ્વાતીને સંબોઘીને કહ્યું "દીકરા તમારી અગ્નિ શાંત કરો. તમારાં માતા-પિતા હજી જીવે છે. એમને મળવું છે ? સ્વાતીએ કહ્યું એ ત્રણાનુંબંધ પૂરા થઇ ગયાં હું તો સરયું બનીને જન્મી ચૂકી મારાં માતા-પિતાતો આ બેઠાં. સરયુએ પછી હાથ જોડીને કહ્યું માં પપ્પા મેં તમને લોકોને ખૂબજ હેરાન કર્યા છે. મારા લીધે તમને ખૂબ હેરાનગતી અને પીડા પહોંચી છે મને માફ કરશો. મારા તમારાં કોઇ ઋણ હશે એ પુરાં થઇ ગયાં.

મારી બેસ્ટ ફેન્ડ અવની... અવની તેં તો મારી સગી બહેનનાં આપે એવો સાથ આપ્યો છે. તારું ઋણ કેવી રીતે ચૂકવીશ ? પણ આ જગતમાં ન્યાય જ છે. મોડો વહેલો મળેજ છે. ક્યારેક તારું ઋણ પણ ચૂકવી દઇશ. પરવીન આંટી મને તમારાં માટે ખૂબ માન છે. શબ્દો નથી મારી પાસે.

એકદમ નીરુબહેને કહ્યું દીકરા એ બધુ ઠીક છે પરંતુ તું આવુ બધુ કેમ બોલી રહી છે ? હવે તો તારું બધુજ સમાધાન થઇ ગયું છે આપણે હવે ઘરે પાછા જઇશું બધુ સારુ થઇ જશે. ગુરુજી સ્તવનનાં જીવની ગતિ કરી આપશે. દીકરા હવે તો તારે અમારી સાથે ઘરે પાછાં આવવાનું છે. સરયુ બધુંજ શાંતિથી સાંભળી રહી એની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં હતાં. એ મૂક થઇ ગઇ થોડી ક્ષણો માટે.

સ્વાતી ગણગણી –

સ્તુતિ ઘણી ગાઉં હું આજે ઇશ્વરની આભે ભરીને.

આવી ખુશીઓ ઘણી મિલન કરાવી આશિષ ઘણાં આપજો.

ક્યારેય નહીં પડીએ છુટા આ સફરમાં વચન કરીશ પુરા બધાજ.

તારા પ્રેમમાં જીવ ભલે જાય પણ નિભાવીશ પ્રેમમાં.

સરયું થોડીવાર ગુરુજી સામે જોઇ રહી એમની નજીક આવી એમનાં ચરણોને સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં ગુરુજીને જાણે વીજળીનો ઝાટકો લાગ્યો તેવો અનુભવ થયો અને એ ચમક્યાં સમજી ગયાં એમણે સરયુનાં માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. સદાય સાથ રહે. સદાય સુહાગન રહે. ખૂબ પ્રેમ મળે.

સરયુ ઉભી થઇને આજુબાજુ જોવા લાગી ટેકરીની એ જગ્યા જોઇને એને ખૂબ આનંદ આવ્યો. એણે નીરુબહેન અને નવનીતરાયનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં અને દીકરી તરફથી અવાજ આવ્યો બધાએજ સાંભળ્યો “ સ્વાતી.. એય સરયું આવી જા. આવી જા સરયુ સ્વાતી મારાં જીવ મારાં મીઠાં જીવ હવે વિયોગ વિરહ નહીં સહેવાય આવી જા આવી જા જો ચારે તરફ આપણી જ સ્મૃતિઓ … આપણી જ યાદો… હવે નાં કોઈ બંધન નાં કોઈનું ષડયંત્ર આવીજા સ્વાતિ…સરયુ એ અવાજ તરફ ખેંચાવા લાગી અને ટેકરીની બીજી તરફ સૂર્ય ઢળી રહેલો. પંચતત્વની સાક્ષીમાં બંન્ને જીવ વિલીન થઇ ગયાં. સૂર્ય ઢળી રહ્યો પ્રેમ પ્રકાશી રહ્યો.

હાજર રહેલાં બધાંજ સાક્ષી બની રહ્યાં. ઊજળી પ્રીતનાં કાળાં પડછાયાં દૂર થઇ ગયાં પ્રકાશમાં પ્રકાશ ભળી ગયો. પંચતત્વમાં જીવ તત્વ સમાઇ ગયો.

ચાલી નીકળ્યા પ્રેમ ડગર પાછળ

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા

ઋણ મુક્ત કરી આપું સર્વેને હવે

ઉજળી પ્રીતનાં પડછાયા કાળો.

જીવન ભર તરસ્યો પ્રેમ થકી હું

ઊજળી પ્રીતનાં પડછાયા કાળા

હવે ના રોકો ડગર મારી ભલે

ઉજળી પ્રીતનાં પડછાયા કાળાં

કર્યો છે સહુને દુઃખી અમે પણ

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા

શમી જશે સૂર વિરોધનાં રહેશે

ઉજળી પ્રીતનાં પડછાયા કાળાં

શરીર છે પડછાયો છે નહીં રહે

ઉજળી પ્રીતનો પડછાયા કાળાં

ઇશ્વર બોલાવ "દીલને" નહી રહે

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા

************સમાપ્ત**************

સૌ પ્રથમ..સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર..

" ઉજળી પ્રીતનાં પડછાયા કાળાં " નવલકથાને અભૂતપૂર્વ સફળતા અને આવકારી પસંદ કરવા બદલ "દિલ" થી આભાર માનું છું..

આ નવલકથા પૂર્ણ કર્યા પછી આપ સહુ વાચક મિત્રો માટે અવનવી રસપ્રચુર લઘુ કથાઓનો રસ થાળ રજૂ કરીશ. આશા છે આપણે ખૂબ ગમશે અને પસંદ કરશો.
"દિલ"થી આભાર...
દક્ષેશ ઇનામદાર."દિલ"..