Biji najarno prem books and stories free download online pdf in Gujarati

બીજી નજર નો પ્રેમ

આપ સૌ એ પેહલી નજર ના પ્રેમ વિશે તો સાંભળ્યું જ હશે, પણ આ બીજી નજર નો પ્રેમ એટલે શું?...ખરેખર તો પ્રેમ એટલે શું?...માનવજીવન ના કેટલાક ન ઉકેલાયેલા કોયડા જેવો આ પ્રશ્ર્ન છે, કારણ એનું એ જ કે ,જેટલા કાળા માથા ના માનવી ,એટલી પ્રેમ ની વ્યાખ્યા...પ્રેમ ની સમજણ એ વ્યકતી એ વ્યકતી એ નોખી છે,પ્રેમ ની અનુભૂતિ માણસ માણસ એ જુદી છે,પ્રેમ ને કોઈ આકાર,ગંધ,રૂપ,રંગ નથી હોતા કે એને ઓળખી શકાય કે સમજી શકાય,પ્રેમ ને માત્ર ને માત્ર અનુભવી શકાય...

આપણે સૌ એ જીવન માં ક્યાંરેક નેે કયારેક પ્રેમ નો  અનુુુભવ કર્યો જ હશે.પ્રેમ કયારે થાય ને કેેેમ થાય  એ કરતાંય કેટલી વાર થાય એ સમજવુ કે સ્વીકારવુુ  અઘરું છે. પ્રેમ ની  વારમવારતા ને આપણે બહુ જુદી જ રીતે જોઈએ છીએ,કારણકે અહીં ફિલ્મો એમ શીખવે છે કે,""હમ જીતે એક બાર હે,,મરતે એક બાર હે ,ઔર પ્યાર ભી એક હી બાર હોતા હે"
પણ ખરેખર આવું છે ખરું???

મારુ એવું માનવું છે કે પ્રેમ ગમે તેને, ગમે તે જગ્યા એ ,ગમે એટલી વાર થઈ શકે છે,જીવન માં કોઈ સાથે પેહલી નજર નો પ્રેમ હોય,પણ એની સાથે ના જ એક વરસ ના લગ્ન જીવન બાદ એ ખોવાઈ જાય એવું પણ બને.શક્યતા તો એમ પણ છે કે પેહલી નજરે ન ગમેલી વ્યકતી સાથે જ જીવન ભર નો પ્રેમ થઈ જાય...
તમને ક્યારે ય એવું લાગ્યું છે કે વર્ષો સુધી જેની સાથે પ્રેમ કર્યો હોય એ અચાનક બદલાઈ જાય...કયારેય એવું બન્યું છે જે વર્ષો તમારી સાથે જ હોય,પણ પ્રેમ આજે થયો હોય...ક્યારેય એવું બન્યું છે, પેહલી નજર નો પ્રેમ ઓસર્યા ના વરસો બાદ એ જ વ્યક્તિ માટે ફરી પ્રેમ જાગે... આ બધા પ્રેમ બીજી નજર ના પ્રેમ છે.

પ્રેમ એટલે સતત કોઈ સાથે રોમાન્સ કરવો કે સત્તત કોઈ ની યાદ માં ખોવાયેલા રહેવું એવું નથી.ચોવીસ કલાક પ્રિય પાત્ર સામે બેસી રહે તો એને પણ એની ઉબ આવે(શરૂઆત ના દિવસો બાદ કરતાં)..આ જીવન માં સતત કસું હોતું જ નથી.બધું ક્ષણિક હોય છે,પળ માં ગુસ્સો ને પળ માં પ્રેમ,પળમાં માણસ સુખી ને પળ માં માણસ દુઃખી, પળ મા હાસ્ય ને પળ માં રુદન,,,કદાચ એટલે જ માણસ ને સતત કઈ નવું જોઈએ છીએ...આજ ના માણસ માટે બધી જ વસ્તુ બહુ ઝડપથી જૂની થઈ જાય છે,,જેટલી તીવ્રતા શરૂઆત ના સમય માં હોય છે એટલી પછી રેહતી નથી... એનું એક માત્ર કારણ આપણું સતત કાઈ નવું મેળવવાની ઝંખના છે..
પણ જેમ વરસાદ બાદ બધા વૃક્ષ નવપલ્લીત થાય તેમજ જીવન માંથી ખરાબ સમય ને કાઢી નાખીએ તો આપનું જીવન પણ નવપલ્લીત થઈ જાય...

પ્રથમ નજરે પ્રેમ માં પડેલ વ્યકતિ  સાથે ની એ ઉમદા ક્ષણો ને ફરી વાર યાદ કરીએ તો બીજી નઝર નો પ્રેમ થઈ જાય... દિવાળી સમયે જેમ ઘર ના ખૂણા સાફ કરીએ એમ થોડા થોડા અંતરાલે મન ના ખૂણા પણ સાફ કરીએ તો બીજી નઝર નો પ્રેમ થઈ જાય...એ જ વ્યકતી સાથે એ જ સમય ને ફરી જીવીએ તો બીજી નઝર નો પ્રેમ થઈ જાય....

આપણે બસ આટલું જ કરવાની જરૂર છે..જૂની ક્ષણો યાદ કરીએ, ફરી એને જીવંત બનાવવા પ્રયત્ન કરીએ,કોઈ ની ભૂલ ને ભૂલી જઈએ,દિલ થી કોઈ ને માફ કરી દઈએ,દિલ થી કોઈ ની માફી માંગી લઈએ,સંબંધો ને એ પેહલા જેવી ભીનાશ પાછી આપીએ,વ્યકતી ને એના ભૂતકાળ થી નહીં  પણ વર્તમાનથી મુલવીએ, મન માં ધરબી રાખેલી લાગણી ઓ ને વ્યકત કરી દઈએ,મન માં રહેલ અહંકાર ને ઓછો કરીએ,થોડું જતું કરીએ,થોડો એ સંબંધો ને નવો મોકો આપીએ..થોડીક એ વ્યકતી ને મોકળાશ આપીએ....આ બધું કરશો તો આપોઆપ સંબંધો ને નવજીવન મળશે અને તમને મળશે બીજી નઝર નો પ્રેમ...આપણે સૌ આ બીજી નઝર નો પ્રેમ પામીએ અને બીજા ને પણ એ જ પ્રેમ આપીએ તો આપણા સૌ ના જીવન મેહકી ઉઠશે.

પેહલી નઝરના પ્રેમ કરતાંય બીજી નઝર નો પ્રેમ તમને અદભુત આંતરિક આનંદ આપશે કેમ કે બીજી નઝર નો પ્રેમ ઘડાયેલ પ્રેમ છે,મેચ્યોર પ્રેમ છે.જવાબદારી અને સ્વીકાર સાથે નો પ્રેમ છે...પ્રથમ નજર ના આકર્ષણનું અહીં વિલીનીકરણ છે,તેમજ બીજી નઝર ની સમજણ અને જવાબદારી નો અહીં સ્વીકાર છે.એક ના એક પાત્ર સાથે વારમ વાર પ્રેમ માં પડવાની મજા જ કઈ ઔર છે...આ ઘટના તમારા પ્રેમ ને ક્યારેય સુકાવા દેતી જ નથી,એ ખળખળ ઝરણું સતત વહ્યા  કરે છે,એ નિરંતર આનંદ સતત પ્રાપ્ત થાય જ છે..

જીવન માં જ્યારે પણ એમ લાગે કે હવે પ્રથમ નઝર ના પ્રેમ ને કાટ લાગ્યો છે, તારે એને બીજી નઝર ના પ્રેમ થી  માંઝી દેવો..જીવન ચકચકિત થઈ હશે,સમયાંતરે આ પ્રક્રિયાથી આપ ના જીવન સદૈવ પુલકિત રેહશે...જીવન ને જીવંત રાખવા બીજી નઝર નો કે ત્રીજી ,ચોથી,પાંચમી,કે અનંત નજરો નો પ્રેમ કરી જોજો...જીવન સદાય ને માટે સુખરૂપ ,શાંતિરૂપ અને આનંદરૂપ રેહશે......અસ્તુ.......આભાર........ 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED