Aekalta-sathvaro ke munzaro ? books and stories free download online pdf in Gujarati

એકલતા-સથવારો કે મૂંઝારો ?

એકલતા! ---- સાંભળવામાં સહેલો અને અનુભવવામાં અઘરો શબ્દ...જીવન માં ક્યારેક ને ક્યારેક ,કોઈ ને કોઈક સમયે દરેક વ્યકતી ને આ શબ્દ નો અનુભવ છે.ક્યાંક વાંચેલી એક સરસ વાત યાદ આવી.ગામડા નો માણસ ભેગો થઈ ને જીવે અને શહેર નો માણસ ભેગું કરીને.જુના સમય માં લોકો પાસે સમય હતો અને એકબીજાનો સથવારો પણ હતો તેથી એકલતા ઓછી અનુભવાતી.જ્યારે આજે માણસ પાસે સમય પણ નથી ને સથવારો પણ નથી તેથી તે એકલતા અનુભવે છે.એકલતા તો એક સિક્કા ની બે બાજુ છે,એ સારી પણ છે અને ખરાબ પણ.એકલો માણસ શું કરી એ આપણે માંઝી મુવી માં જોઈ જ લીધું.એકાંત માણસ ને ઘણું શીખવે છે,એકાંત એ સાચા સાધકો નો સધિયારો છે.એકાંત માણસ ને વિચારવા મજબૂર કરે છે.એકાંત માણસ ને એની ખૂબી અને ખામી થી વાકેફ કરે છે.એકાંત માણસ ને સિદ્ધિ અને સફળતા ના પગથિયાં ચડાવે છે.એકાંત ને જો સાથ આપો તો તે તમને ચોક્કસ સાથ આપે છે.પણ માણસ એ એવું સામાજિક પ્રાણી છે,જેને એકલતા મૉટે ભાગે પસંદ નથી,કારણકે એકાંત માણસ ને અરીસો બતાવે છે,સત્ય બતાવે છે,અને સત્ય કડવું હોય છે.

માણસ ને આજે સુખી ને સફળ થવું છે,એની દોટ માં ને દોટ માં દુઃખી થઈ રહ્યો છે,એટલે જ કોઈ એ કયું છે"" કહી જીવન હી બીત ના જાયે જીને કી તૈયારી મેં,,,,,આજે આપણને  એકલતતા અનુભવાય છે એનું એક કારણ એ છે કે માણસ આજે બાદબાકી ના સિદ્ધાંત પર જીવી રહ્યો છે.તમે જો સતત બાદબાકી જ કર્યા કરશો તો અંતે તો શૂન્ય જ આવશે.ધર્મ,જાતિ,રંગ,પ્રાંત,ભાષા, બધાય સ્તરે માત્ર ને માત્ર બાદબાકી.બધાય ને બધુ પોતાનું જોઈએ છીએ, મારુ ઘર,મારી ગાડી,મારો રૂમ,મારૂ ટેબલ,મારો મોબાઈલ, સૌનું કે  સહિયારું કશુંય માણસ ને ગમતું નથી.એટલે જ મોટા આલીશાન મકાનો અને ભવ્ય વૈભવી ગાડીઓ લઇ ને ફરતા માણસ ને પણ એકલતા અનુભવાય છે.જુના જમાના ની જેમ સંપૂર્ણ જાહેર જીવન કે આજ ના જમાંના ની જેમ નરી એકલતા બેય ત્યાજ્ય છે.થોડીક ક્ષણો ની એકલતા માણસ ને રિફ્રેશ કરે છે પણ લાંબા ગાળા ની એકલતા માણસ માટે મૂંઝારો બને છે.આજે મા બાપ બાળકો હોવા છતાં એકલા છે અને બાળકો મા બાપ જોવા છતાં એકલા છે.માતા પિતા અને બાળકો બેઉ એ એક બીજા ને એકલતા ને સમજવી જોઈએ.માણસ જીવન માં ગમે તેટલું સુખ કે સફળતા મેળવે પણ અને માણવા કોઈ અંગત મિત્ર કે કુટુંબીજન ના હોય તો બેય ફિક્કા લગે છે.આજે તો એકલતા થી દૂર રહેવાના  અને વિકલ્પો છે છતાંય કોઈ ના સાથ ને સંગાથ ની કેમ જરૂરત પડે છે?

માણસ દ્રવ્યો ને સાધનો થી ગમે તેટલો સુખી થાય પણ મન થી સુખી થવા માટે લાગણી ના સ્તરે સુખી થવું પડે એને એ માત્ર થઈ શકાય શેરિંગ અને કેરિંગ થી. શેરિંગ અને કેરિંગ થી માણસ ના દુઃખ ઘટે અને સુખ વધે છે.એકલતા ઓછી થાય છે.ક્યારેક કોઈક સાવ એકલા અટૂલા માણસ ની વાત માત્ર સાંભળજો પછી જોજો એના ચેહરાનો આનંદ કૈક અલગ હશે.આજ ના માણસ  ની સમસ્યા એ છે કે એકલા રેહવું ગમતું નથી ને સાથે એ રહી શકતો નથી.એકલતા ને દૂર કરવા માણસે જાતે જ તૈયાર થવું  પડશે.

એકલતા દૂર કરવા મન ને ગમે તે કરો,ખૂબ જીઓ,હસો,નાચો ,ગાઓ,માફ કરો,ભૂલી જાઓ,માફી માંગી લો,જીવન ની દરેક પરિસ્થિતિ નેહસી કાઢો,બીજા ની મદદ કરો,તૂટેલા સંબંધ પાંચ જોડો,જુના મિત્રો ને યાદ કરો.સુખ હોય કે દુઃખ કહી દો  તમારા મન ને કે કુ ક્યારેક એકલો પાડવાનો નથી,કારણકે મારી સાથે કોઈ હોય કે ના હોય હું તો છું જ.....અસ્તુ....આભાર...

બીજા રસપ્રદ વિકલ્પો