માનવજીવન જ્યારથી અસ્તિત્વ મા આવ્યું ત્યારથી એ કોઈ નો સાથ,સંગાથ,હૂંફ,ટેકો,અને લાગણી શોધી રહ્યો હશે.માણસ ને એકલા ફાવતું નથી,કદાચ એટલે જ લગ્ન સંસ્થા અમલ માં આવી હશે.તમારી આપપાસ નજર કરસો તો તમને બધું દ્વૈત માં દેખાશે.દરેક વસ્તુ જોડ માં દેખાશે.જે વસ્તુ જોડ માં હશે એનો તાલમેલ કૈક અલગ જ હશે.તબલા જોડ માં વાગે તોજ સુગમ સંગીત વાગે.સિતાર હોય,ગિટાર હોય,વાંસળી હોય તમામ મા બે વસ્તુ જોઈએ.મુરલી પર આંગળી ના ફરે તો સ્વરો પેદા થતા નથી...
ઈશ્વર પોતે પણ અહીં દ્વૈત માં છે,કદાચ એટલે એને મોટા ભાગનું સર્જન દ્વૈત માં કર્યું છે.માણસ સંબંધોથી ઘેરાયેલો છે.માતા,પિતા,ભાઈ,બહેન,કાકા,કાકી,મામા,મામી,ફુઆ,ફોઈ,પત્ની,બાળકો,સાસુ,સસરા,નણંદ,ભોજાઈ,સાળા,સાઢું અને કંઈક....
પણ એક પુરુષ નો એની પત્ની સાથે નો સંબંધ બધી રીતે અનોખો છે.પતિ-પત્ની ના સંબંધ પર આજ ની તારીખે પણ સૌથી વધુ જોકસ બને છે.છતાંય એ સંબંધ આજે પણ એટલો જ મજબૂત છે.
આ સંબંધ ચાર પાયા રચાયેલો છે.ત્યાગ,પ્રેમ,સમર્પણ અને વિશ્વાસ..જો લગ્ન જીવન ની ઇમારત આ ચાર મજબૂત પાયા પર રચાયેલી હશે,તો એને કોઈ હલાવી નહીં શકે..આ ચાર પાયા ની મજબૂતાઈ જ લગ્ન જીવન ની આધારશીલા છે.....
ત્યાગ શબ્દ જ ખૂબ મોટો અને ભારે છે.દરેક વ્યકતી પોતાના ના જીવન માં નાનામોટા અનેક ત્યાગ કરતોજ હોય છર પરંતુ એક યુવતી એનું સર્વસ્વ ત્યાગી બીજા ને સુખી કરવા પોતાનું ઘર છોડે છે ત્યારે મને એ ત્યાગ ની અલગ જ ઊંચાઈ લગે છે.આ વાત સમજવા ક્યારેક પુરુષો ને વર્ષો ના વર્ષ લાગે છે. ઘર છોડવું,વસ્તુઓ છોડાવી,મિત્રો છોડવા,અટક છોડવી કદાચ સહેલા છે,અઘરું તો છે પોતાનું અસ્તિત્વ જ છોડી દેવું..પોતાની ને જાત ને ધરમૂલ થી બદલી નાખવી અઘરું કામ છે.જોકે આજ ના સમય મા ઘણા કિસ્સા માં આ કામ પુરુસો પણ કરે છે..એક છોડ એક આંગણમાં ઉગે ,પ્રેમથી સિંચાય,હેત થઈ વૃદ્ધિ પામે,હૂંફ થી મોટો થાય ને અચાનક મૂળ સમેત ઊખડી,બીજા ના આંગણે રોપાવું અઘરું છે....નવું વાતાવરણ,નવા માણસો,નવા સંબંધો,નવું ઘર,નવા સ્વભાવો,નવા મિજાજો,નવી રીત ભાતો બધું જ નવું,,નવી રીતે ગોઠવાવું,Adjust થવું અઘરું છે.આ વસ્તુ જ્યાં સુધી ત્યાગ ની ભાવના ના આવે ત્યાં સુધી શક્ય બનતી નથી..એટલે જ આપણે ત્યાં કહેવાયું છે ત્યાગી ને ભોગવી જાણ...તેન ત્યગતેન ભૂંજીતા..
પતિ પત્ની ના સંબંધની સૌથી મીઠી દોર પ્રેમ છે,પ્રેમ ના અનેક સ્વરૂપ આ સંબંધ માં જોવા મળે છે,આકર્ષણ,હેત,લાગણી,મિત્રતા,જલન,જવાબદારી,સમજદારી,સુખ,આશા,નિરાંત,આનંદ, વગેરે જેવા અનેક phaseમાંથી આ સંબંધ પસાર થાય છે,આ તમામ તબક્કે તો તમારો પ્રેમ સાચો હોય યો એ ટકી રહે છે,એ ઘડાય છે,પ્રેમ આ સંબંધ માં mature થાય છે..પ્રેમ ની તમામ પરીક્ષા આ સંબંધ પાસ કરે છે.આ સંબંધ થી જ માણસ સમજે છે કે પુરુષ અને સ્ત્રી એકબીજાના વિરોધી નથી,પણ એકબીજા ના પૂરક છે.સ્વભાવમાં,વિચારમાં,શોખમાં,પેહરવેશમાં, લાગણીમાં,સમજણમાં,પુરુષ અને સ્ત્રી અલગ હશે,પણ જીવન ના સહઅસ્તિત્વ માં તો એકબીજા વગર ચલાવી શકે તેમ નથી.પ્રેમ વિના પતિ પત્ની નો સંબંધ લાબું ટકતો નથી. પ્રેમ ની દોરી જ આ સંબંધને મજબૂત રીતે બાંધે છે.પ્રેમ અહીં માત્ર એક દૈહિક આકર્ષણ નથી.એક જવાબદારીપૂર્વક ની સમજણ છે.આ સંબંધ માં શરીર ના આકર્ષણ ઓગળ્યા બાદ પતિ પત્ની એક બીજા થી માનસિક રીતે વધુ નજીક આવે છે.મનના સ્તરે,સ્વભાવના સ્તરે એકબીજા ને સમજે છે.પ્રેમ અહીં સંભોગ ના આનંદ થી શરૂ થઈ મન ની હૂંફ સુધી વિસ્તરે છે...
સમર્પણ એ તમારા સહજીવન નું સૌથી અનેરું ઘરેણું છે.માણસ જ્યારે કોઈ પણ વસ્તુ વ્યકતિ માટે ફના થઈ જાય,સમર્પિત થઈ જાય ,ત્યારે એ સંબંધ એની પરાકાષ્ટા એ પોહચે છે.સમર્પણ માં સામે વળી વ્યકતી નો વિચાર પણ છે અને સ્વીકાર પણ છે.સમર્પણ માં માણસ પોતાનું ના વિચારી સામેવાળી વ્યકતી નું વિચારે.એના તમામ દુઃખ કે ગમ લઇ લેવા ઈચ્છે છે અને તેને પોતાના તમામ સુખ આપવા ઇચ્છે છે.પોતાના સાથી ની તમામ ઈચ્છા કે જરૂરિયાત પૂરી કરવાના તમામ પ્રયત્ન કરે છે.સમર્પણ થી ચાહત કે કશીશ બંધાય છે,જે આજીવન સાથ આપે છે.સમર્પણ માણસ ને જતું કરતા અને ચલાવી લેતા શીખવે છે.સમર્પણ સંબંધ ને મધુર બનાવે છે.સમર્પિત માણસ નાની નાની વસ્તુઓ માં જતું કરવાની ભવાના રાખે છે.સમર્પણ સંબંધોને સીંચે છે,સાચવે છે,એને નક્કારતા બક્ષે છે..સમર્પણ એ આ સંબંધ નું ખાતર છે..લગ્નજીવન ની જમીન માં પ્રેમ થી વાવણી કરી હસે પણ સમર્પણ નું ખાતર નહીં હોય તો એમાં સુખી ક્ષણો પાક નહીં થાય.સમર્પણ પતિ પત્ની ને આપત્તિ ના વાવાઝોડા મા ટકી રહેવાની તાકાત આપે છે...
(4)વિશ્વાસ...
અને અંતનું પણ સૌથી મહત્વનું પાસું છે..વિશ્વાસ...વિશ્વાસ એ સંબંધો શ્વાસ છે,એનાથી સંબંધો જીવે છે અને ધબકે છે.માનવીય સંબંધો ટકાવી રાખવા માટે આશાવાદી હોવું જરૂરી છે.દિન પ્રતિદિન ઘટી જતી વિશ્વાસ ની ભાવના સંબંધ ને ઓગાળે છે.વિશ્વાસ ઉપર જ દુનિયા કાયમ છે.પતિ પત્ની ના સંબંધ માં આ તત્વ અનિવાર્ય છે.. જ્યાં સુધી એક મેક નો વિશ્વાસ સાચવશે..એકમેક નો ભરોસો તોડસે નહીં,ત્યાં સુધી તેઓ એક તાંતણે બંધાયેલા રેહશે..વિશ્વાસ થી જ બે સાવ અલગ વાતાવરણ માં ઉછરેલા જીવ એક મેક ને અનુકૂળ બને છે.વિશ્વાસ આ સંબંધ માં સિમેન્ટ નું કામ કરે છે.જેટલો સિમેન્ટ વધુ એટલી ઇમારત મજબૂત..એક મેક ના સાથ, સમજણ,હૂંફ અને વિશ્વાસથી બે વ્યકતિ એક સુખી સંસારરૂપી માળો રચી તેમાં સુખ રૂપ જીવન વિતાવે છે..લગ્નજીવન એ સમાજ ને ટકાવવા માટેની ખૂબ અગત્યની કદીછે.લગ્નજીવન ટકશે તો સમાંજ ટકશે અને સમાજ ટકશે તો જીવન ટકશે...
મનુષ્ય ને બાહ્ય ભોગ કરતા તો સાચી આંતરિક શાંતિ જોઈતી હશે તો એને લગ્નજીવન અને લગ્ન સંસ્થા ને ટકાવવી જ પડશે. લગ્નજીવન એ સાચા અને સમૃદ્ધ સમાજ ની નિવ છે..લગ્નજીવન એ કોઈ પુસ્તિકયું જ્ઞાન નથી કે જેને વાંચી ને તમામ પ્રશ્નો ના હલ મલી રહે.લગ્નજીવન તો પળેપળ નો પડકાર છે..દરેક લગ્નજીવન ના પોતાના આગવા પ્રશ્નો છે.એને સમજવા પડે,વિચારવા પડે,નિરાકરણ માટે મથવું પડે તો એને જવાબ મળે....
લગ્નજીવન દરેક ને મળે છે પણ સાચું દામ્પત્યજીવન કોઈક ને જ મળે છે......વોરા આનંદબાબુ..... ગમે તો પ્રતિભાવ આપશો....