કૈક જીવન માં દુઃખ નો દાયરો અનંત હોય છે,
વ્યથા ને આંસુઓ જીવનપર્યંત હોય છે,
"છું" અને "રહીશ" સદાય આપની સાથે,
કોઈની સાંત્વના ના આ શબ્દો થકી,
એમના દેહ જીવંત હોય છે...વોરા આનંદબાબુ.."અશાંત"....થ
સાથ,ટેકો, હૂંફ,સથવારો આ બધાય શબ્દો સાંભળતા જ માણસ એક નિરાંત અનુભવે છે,જીવન માં દરેક ને કૈક ને કૈક પામવું છે,કોઈ ને પદ, કોઈ ને પ્રતિષ્ઠા ,કોઈ ને પૈસો,કોઈ ને જ્ઞાન,કોઈ ને મોક્ષ...પણ બધાને બધું ય મળતું નથી અને મળે છે એ ટકી રહેતું પણ નથી.આથી આ જીવનમાં દરેક ને કોઈ ને કોઈ સાથી,હમસફર,દોસ્ત, સંબંધી , campanian ની જરૂર રહે છે.ખુશી હોય કે ગમ, સુખ હોય કે દુઃખ બંને પરિસ્થિતિ માં માણસ કોઈક ને સાથે ઝંખે છે.
અવિરત સુખ હોય પણ સાથે કોઈ ના હોય તો અધૂરપ જ લાગવાની અને એથી વિરુધ્ધ અનંત દુઃખ હોય પણ માથે કોઈનો મીઠો છાંયડો હોય તો એ પણ ઓસરી જવાનું.માનવ જીવન ને જો કોઈ તત્વ એ ટકાવી રાખ્યું હોય તો એ તત્વ છે"""હૂંફ""",,,"""સાથ"""
પેહલા ના માણસો પાસે બીજું કાંઈ હોય કે ના હોય એક મેક ને સાચવવાની કળા આવડતી હતી..માણસ માણસ ને સાચવતો.અંગત મતભેદ હોય તો પણ એને ટેકો કરતો.હૂંફ આપતો.સમજાવતો.વારતો. સમય સાથે બધું બદલાયું છે,સાથે આપણે પણ બદલાઈ ગયા છીએ.અહમ ને સદૈવ સાથે લઇ ને ચાલતા થઈ ગયા છીએ.જતું કરવાની ભાવના ઘટતી જાય છે.કોઈને મદદ કે ટેકો કરવાની ઈચ્છા હોવા છતાં આપણી પાસે સમય નથી,
આપણે સતત કૈક મેળવવા માં લાગ્યા છીએ પણ આપણે એ ખબર નથી કે માણસ ને ક્યારેય કોઈ વસ્તુ નો સંતોષ નથી હોતો.ઈચ્છાઓ,એષણાઓ,ઝંખનાઓ, વધતી જ જાય છે.એક મેળવ્યું નથી કે બીજું મેળવવાંમા લાગી જઈએ છીએ..આપણે ઈચ્છાઓ ના એ અક્ષયપાત્ર માંથી જમીએ છીએ,જેમા કદી કઈ ખૂટવાનું નથી.
આ બધી પરિસ્થિતિમાં માણસે બીજા ને હૂંફ કે ટેકો આપતા શીખવું પડશે.હૂંફ જ માણસ ને જીવાડે છે.સાથ અને સથવારા વિના માણસ ભૌતિક રીતે સમૃધ્ધ થયો છે પણ માનસીક રીતે ગરીબ જ રહ્યો છે.કોઈ ના બે શબ્દો ની શાંતવાના માં એક આત્મહત્યા રોકાવાની તાકાત છે એનો જાત અનુભવ છે.આજે દિવસે ને દિવસે વધતી જતી આત્મહત્યા ના મૂળ કારણ માં પણ કોઈ ની હૂંફ નો અભાવ જ છે.એને રોકાવા આજે સાવ અજાણ્યા લોકો હેલ્પલાઇન ચલાવી રહ્યા છે.એ જ બતાવે છે કે માણસ નેટ થી કનેકટ થયો છે,પણ પોતાના માણસો સાથે દિલ થી કનેકટ નથી થયો.
આપણે કોઈ ને સમજવા કે સાંભળવા જ નથી માંગતા. આપણે બસ સ્વકેન્દ્રી બની કોરા નિજાનંદ માં જ માનવું છે.માણસ તો મેળાવડા થી રણીઆમણો છે.માણસે સમાજ ,સંસ્કૃતિ અને સભ્યતા એટલે જ બનાવ્યા કે એક મેક થઈ જોડાઈ શકે.પણ એ જ માણસ સમાજ,જ્ઞાતિ,ધર્મ,વર્ણ, રંગ,લિંગ ના આધારે ભેદ કરી રહ્યો છે.માણસ બાદબાકી ના સિદ્ધાંત પર જીવી રહ્યો છે,જેમા અંતે શૂન્ય જ વધવાના છે.
કેટલાક માણસો આજે પણ, જેની સાથે લોહી ના સંબંધો નથી એના સથવારે આખુંય આયખું જીવી રહ્યા છે.આ પૃથ્વી પર પોતાનાં વિના જીવનારાની સંખ્યા વધી રહી છે.આવા નિરાધાર માણસો ને જે હૂંફ ,સાથ ,સહકાર કે છત આપે છે,એ માણસો જ આ પૃથ્વી નું સંતુલન જાળવી રહ્યા છે.આ સૂકા રણ માં ક્યાંક મીઠી વીરડી પણ જોવા મળે છે."જીનકા કોઈ નહીં હોતા ઉનકા કોઈ ના કોઈ જરૂર હોતા હૈ""..
તમારી એક નાનકડી મદદ.કે એક પ્રેમાળ સ્મિત કોઈ નું જીવન બદલી નાખે છે.તમારી હૂંફ,લાગણી,સાથ,સહકાર,ટેકો કોઈ ને નવું જીવન બક્ષી શકે છે.આજ ના તમામ વડીલો અને યુવાનો એ આ સમજવું પડશે કે એક મેક વિના આપણે કાઈ નથી.મારા પિતાશ્રી કહે છે કે મોર હંમેશા પીછાં થી રણીયામણો હોય છે.
આપણે સૌ એક મેક ને સમજીએ,સાથ સહકાર આપીએ,હૂંફ આપીએ,મદદ માટે હાથ લાંબો કરીએ તો જ આ સહઅસ્તિત્વ ટકી રેહશે. અન્યથા એના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રેહવું પડશે.તમે કોઈ ને હૂંફ આપશો તો કોઈ તમને હંગ આપશે.નહીં તો જેસી કરની વેસી ભરની... અસ્તુ....આભાર