લંગોટિયા 11 HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

લંગોટિયા 11

              ‘મગરમચ્છ કે આંસુ’ સાંભળતા દીપક બબલીને હોસ્પિટલમાંથી બહાર લઈ આવ્યો. તે કહેવા લાગ્યો, “બબલી મને ખબર ન હતી કે વાત અહીં સુધી પહુચશે. મને એ પણ ન હતી ખબર કે કોમલનો કોઈ ભાઈ પણ છે.” બબલી બોલ્યો, “મેં તારી પાસેથી સફાઈ માંગી? જા તુ તારી કોમલ માટે જીવ. મારા મિત્રએ પોતાની મિત્રતા સાબિત કરવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. તુ જેને ચરિત્રહીન કહેતો હતો એ જ વ્યક્તિએ તને બચાવવા પેલા છોકરાઓ સાથે લડાઈ કરી. હું તને માત્ર એટલુ જ કહીશ કે જીગાને કઈ થયુ તો આજ પછી તુ તારુ મોં મને ન બતાવતો. મને તારી જેવા લોકોથી નફરત છે.”
              દીપક રડવા લાગ્યો અને બોલ્યો, “બબલી પ્લીઝ મને માફ કરી દે. હું મારી ભૂલ સ્વીકારું છું.” બબલી બોલ્યો, “કદાચ જીગર અત્યારે ભાનમાં હોત તો તને માફ કરી જ દેત. જા હું પણ તને માફ કરું છું. ભગવાન ન કરે પણ જીગર જો ન રહ્યો તો તુ ચિંતા ન કરતો. તારી અને કોમલની વાત અહીં નહિ નીકળે. અત્યારે મને એકલો છોડી દે.” તે ત્યાંથી ચાલ્યો ગયો. દીપક બસ રડતો રહ્યો. તે જોર જોરથી કહેવા લાગ્યો, “જીગા મને માફ કરી દે કોમલના રૂપે હું એટલો અંજાઈ ગયો કે તારી મિત્રતાને હું જોઈ ન શક્યો.”
            થોડીકવાર થઈ અને જેન્તીભાઈ પણ તેમના પત્ની અને જીગરની માતાને લઈને આવી ગયા. જેન્તીભાઈએ કહ્યું, “કનુભાઈ ચિંતા ન કરો. આપણા જીગરને કઈ નહિ થાય. આ ઉપરવાળો બધુ જ સારું કરી નાખશે.” ડોકટર ત્યાં આવ્યા. તેમણે કનુભાઈને કહ્યું, “અમે બેસ્ટ લેવલે તમારા પુત્રની સારવાર કરી છે. પણ..” કનુભાઈ ગભરાઈ ગયા. તે કહેવા લાગ્યા, “પણ સાહેબ શુ?”
           ડોક્ટર બોલ્યા, “હું તમારી પાસે ખોટુ બોલવા નથી માંગતો. ખરેખર વાત એમ છે કે તેને પાછળના ભાગમાં ઇજા થઇ છે. તેથી તે યાદશક્તિ પણ ગુમાવી શકે છે. જો એમ ન થાય તો બીજી અસર એ પણ છે કે તે કોમામાં પણ જઈ શકે છે. પણ અમારા પ્રયત્ન ચાલુ જ છે. બાકી ઈશ્વરની મરજી.” બધા ગભરાઈ ગયા. દીપક અને બબલી આ સાંભળતા હતા. બબલી તો બસ દીપક સામે ધિક્કારની નજરે જોઈ રહ્યો.
               ત્રણ દિવસ સુધી જીગરની સારવાર ચાલતી રહી અને આખરે ડોકટર પરિણામ લઈને આવ્યા. કનુભાઈએ કહ્યું, “સાહેબ મારો દીકરો બચી તો ગયો ને? અમે તેને જોઈ શકીએ?” ડોક્ટર બોલ્યા, “હા બચી તો ગયો છે પણ મેં અગાઉ જણાવ્યા મુજબ તે કોમામા છે. તે ક્યારે ભાનમાં આવે એ ચોક્કસ કહી શકાય તેમ નથી. તમે તેને જોઈ શકો છો.” કનુભાઈ જમીન પર ઢળી પડ્યા. જેન્તીભાઈ તેમને ઉભા કરવા લાગ્યા અને કહ્યું, “કનુભાઈ તમે હિંમત ન હારો. એ હજી જીવે છે. આપણા નસીબમાં હશે તો એ અઠવાડિયામાં તો શું બે દિવસમાં કોમામાંથી બહાર આવી જશે. ચાલો આપણે તેને જોઈ લઈએ. દિલને ખાતરી તો થશે. ચાલો.” કનુભાઈ અને બધા લોકો જીગરને પથારીમાં પડેલો જોઈ પોતાના આંસુ રોકી ન શક્યા.”
               બધા ત્યાં આંસુ વહાવી રહ્યા હતા એવામાં વંદના ત્યાં આવી. તે જીગર પાસે આવી રડવા લાગી. તે કહેવા લાગી, “જીગર તને આ શું થયું? મને થયુ બિઝી છે એટલે તારો ફોન સ્વિટચ ઓફ આવે છે. પણ આ શુ? તારી આ હાલત કોણે કરી?” કનુભાઈ વંદનાને જોઈને નવાઈ પામ્યા. તે કહેવા લાગ્યા, “બેટા. તુ જીગરને કેવી રીતે ઓળખે છે?” વંદના બોલી, “અંકલ હું વંદના. હું જીગરની ફ્રેન્ડ છું હમણાં થોડા દિવસ પહેલા જ અમે મિત્ર બન્યા છીએ. પણ અંકલ જીગરને શુ થયુ?” કનુભાઇએ રડતા રડતા વંદનાના માથા પર હાથ મૂકી કહ્યું, “બેટા તારો મિત્ર રમતા રમતા પડી ગયો અને તેને માથામાં લાગ્યું તેથી તે કોમામાં છે. પણ તને ખબર કેમ પડી તે અહીં છે?” વંદના બોલી, “શુ નામ...આ બબલ..હા આ બબલભાઈએ મારો કોલ રિસીવ કર્યો અને મને જીગરની સ્થિતિ કહી.” કનુભાઈ બોલ્યા, “સારું સારું ખરેખર મિત્ર છે તુ. ખબર સાંભળતા તરત જ દોડી આવી. હવે શુ થાય? જેવી ઈશ્વરની મરજી. બેટા ચિંતા ન કર તારા મિત્રને કંઈપણ નહિ થાય. આટલા લોકો તેની માટે દુઆ કરશે તો તે જરૂર સાજો થઈ જશે.”
             ડોક્ટરે કહ્યું, “કનુભાઈ આ જેન્તીભાઈ મારા મિત્ર છે. હવે ઈશ્વરની જે મરજી હતી એ તો થઈ ગયુ. પણ એનો અર્થ એવો નથી કે તે પાછો નહિ આવે. ઘણા માણસો વર્ષો પછી પણ કોમામાંથી બહાર આવી જાય છે. એવી રીતે તમારો પુત્ર પણ સમય આવતા બહાર આવી જશે. જેન્તીભાઈએ તમારા ધંધાની વાત કરી. તમે ચિંતામુક્ત થઈને તમારું કામ કરો. જીગરને હોસ્પિટલમાં જ રહેવા દો. એ અહીં સેફ રહેશે. ઇશ્વર પર ભરોસો રાખો બધુ જ સારું થઈ જશે.”
             કનુભાઈએ ડોક્ટરની વાત માની જીગરને ઈશ્વરના હવાલે છોડી હોસ્પિટલમાં જ રહેવા દીધો. આ ઘટનાથી દીપકને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. તેણે બબલીને કહ્યું, “બબલી મને ક્યાંકથી ઝેર આપ. મારા મિત્રની આ હાલતનો જવાબદાર હું છું. મારે જીવવાનો કોઈ અધિકાર નથી. તુ પણ મારાથી રીસાઈ ગયો છો. તો પછી મારે જીવવાની શુ જરૂર? ઝેર ન મળે તો કઈ નહિ આપણી સ્કૂલ પહેલા જે ખીણ આવે છે તેમાં આત્મહત્યા કરીને હું મારી ભૂલ સુધારીશ.” તે કહી બહાર જવા દોડ્યો. બબલી પણ તેની પાછળ દોડ્યો.
            હોસ્પિટલથી થોડે દુર પહોંચતા બબલીએ દીપકને પકડી લીધો અને જોરથી એક થપ્પડ લગાવતા કહ્યું, “તુ સ્વાર્થી બની ગયો હતો એ હું જાણતો હતો પણ કાયર બની જઈશ એ ખબર ન હતી.” દીપક રડતા બોલ્યો, “તો હું શું કરુ? તારી નફરત હું સહી નહિ શકું. મારે સારું બનીને નથી જીવવુ. હવે જીગા વગર જીવન ધૂળ છે.” બબલી બોલ્યો, “હું જાણુ છું તને પસ્તાવો છે. પણ એનો અર્થ એ નથી કે તું આત્મહત્યા કર. તારી સજા એ છે કે તુ જીગર તને જે જોવા માંગતો હતો એ બનવાના કાર્યમાં તુ લાગી જા.” દીપક બોલ્યો, “કયુ કાર્ય? જીગરની શુ ઈચ્છા હતી?” બબલી બોલ્યો, “જીગર હંમેશા મને કહેતો કે હુ દીપકને હમેશા આગળ વધતો જોવા માંગુ છું. મારે દીપકને શિક્ષક બનતો જોવો છે. એ શિક્ષક બની સમાજને ઉપયોગી બને એ જ મારું સ્વપ્ન છે. દીપક હજી સમય છે. તારું દસમુ હજી બાકી છે. તુ જીગાનું સ્વપ્ન પૂરું કરી બતાવ. તો જ તું જીગાની આંખમાં આંખ મેળવી શકીશ. બસ હું તને આ જ સલાહ આપી શકું. બાકી તારી ઈચ્છા. પણ તારે મરવાની કોઈ જરૂર નથી. જીગાએ તને બચાવવા આ હાલત ભોગવી રહ્યો છે માટે તારે મરવાની જરૂર નથી.”
             દીપક બબલીને ભેટી પડ્યો. તે કહેવા લાગ્યો, “થેંક્યું બબલી મને જીવનની દિશા બતાવવા માટે. આજથી મારુ ધ્યેય એક અને માત્ર એક જ છે શિક્ષક બનવાનું. હું ખૂબ મહેનત કરીશ અને શિક્ષક બનીને જ જપીશ.” બબલી બોલ્યો, “ગાંડા જીગાએ તારામાં એ જોયુ જે કદી તને ન દેખાયુ. જીગાને સેજલ કે કોમલથી તકલીફ ન હતી. એ માત્ર તારું ધ્યાન ભટકી ન જાય તે માટે તને છોકરીઓથી દુર રાખતો હતો. તે થોડા દિવસ પહેલા સેજલને ફરી તારા જીવનમાં લાવવાની વાત કરતો હતો. તે માત્ર તારું સારું ઈચ્છે છે. દીપક હવે કદી જીગાને દુઃખી ન કરતો. હવે તો ઈશ્વર કરે એ ખરું. પણ મને વિશ્વાસ છે જીગો જરૂર આવશે.”