લંગોટિયા - 6 HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લંગોટિયા - 6

જીગરે કહ્યું, “હા હવે બોલી જ નાખ. તે મારી સાથે બોલવામાં કઈ બાકી રાખ્યું છે? મનમાં જે હોય તે બોલી નાખ.” દીપક બોલ્યો, “આ વાત તું ભૂલી ગયો છો પણ મેં તેને પથ્થરની લકીરની જેમ સાચવી રાખી છે. તને યાદ છે જ્યારે આપણે નવમું ભણતા હતા ત્યારે આપણી સાથે એક સેજલ નામની છોકરી ભણતી હતી?” જીગર બોલ્યો, “હા તેને ઓળખું છું. એ ચાપલીને હું કઈ રીતે ભૂલી શકું.” દીપક બોલ્યો, “હા તો હું એની જ વાત કરી રહ્યો છું.” જીગર બોલ્યો, “હા બોલ બોલ હું સાંભળું જ છું. મારે પણ જાણવું છે કે તારી ભાષામાં આટલો બધો બદલાવ આવ્યો કઈ રીતે?”

દીપક બોલ્યો, “એ સમયે હું એને કેટલો પસંદ હતો. તે હંમેશા મારી સાથે રહેતી. મારી સાથે વાતો કરતી. મારા માટે ગિફ્ટસ લાવતી પણ એ બધું દસમુ આવતા ચાલ્યું ગયું. ગિફ્ટસ તો બે નંબરની વાત છે. તે સેજલને પણ મારાથી દૂર કરી નાખી. બાકી હતું તે પ્રિન્સિપલ પાસે પણ મને બેઈજ્જત કરવામાં બાકી ન રાખ્યો. મિત્ર મિત્ર કરીને તે મારી જેટલી નામના હતી તે બધી ધૂળમાં મેળવી નાખી. બધા શિક્ષકો મને હોશિયાર સમજતા હતા પણ તારી સંગતને કારણે એ પણ મને તોફાની સમજવા લાગ્યા. તને મિત્ર કહેતા પણ મને હવે ચીડ થાય છે.”

જીગર દીપકની વાત સાંભળી ખૂબ દુઃખી થયો. તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. તેના માન્યમાં ન આવ્યું કે આ બધું દીપક બોલી રહ્યો છે. તે દીપકને જવાબ આપતા બોલ્યો, “વાહ દીપુ વાહ! આ સમયમાં કોઈનું સારું કરીએ તોપણ એની કદર કોઈ કરતું નથી એ તારી વાતોથી સાબિત થાય છે. યાર તારા માટે મેં શુ નથી કર્યું? અને આજે તું મારી આગળ આ બધું બોલી રહ્યો છે?”

દીપક બોલ્યો, “હવે તે મારી માટે જે કઇ કર્યું છે તેનાથી મારુ નુકશાન જ થયું છે. જીગલા તેમને બરબાદ કરવામાં કોઈપણ તક છોડી નથી. તને કદી મારી ખુશી ગમી જ નથી. બસ ગામમાં કહેતો ફરસ કે હું ભાઈ કરતા પણ વિશેષ છું.” જીગર બોલ્યો, “દીપક યાર મેં કદી તને દુઃખી કરવાનો પ્રયત્ન નથી કર્યો. મેં એવું તો તારી સાથે શું કરી નાખ્યું કે તું મને તારી ખુશીનો દુશ્મન સમજે છે?”

દીપક કહેવા લાગ્યો, “હજી થોડીવાર પહેલા તો કહ્યું હતું. મારી બધી જ ખુશી સેજલમાં હતી. તે મારા માટે બધુ જ હતી. તે મને હમેશા ખુશ રાખતી એ વાત તને ન ગમી એટલે તે સેજલના ભાઈને અમારી વાત કહીને મારા પર વિશ્વાસઘાત કર્યો. તારા જાણ કરવાના ત્રણ દિવસ પછી સેજલનો ભાઈ તેનું નામ કઢાવી બીજું સ્કૂલમાં સેજલને લઈ ગયો. જવા દે તારો ઈરાદો તો સફળ થયો ને.”

જીગરના ગુસ્સાની હવે ચરમ સીમા આવી ગઈ હતી પણ તે દીપક પર પોતાના અંદરની ગરમી ઉતારવા નહતો માંગતો. તે બોલ્યો, “દીપક હા. તને એનાથી દુઃખ થયું છે પણ એ મેં તારા હિત માટે જ કર્યું હતું. સેજલ સાથે તને પ્રેમ હતો કે નહતો એ મને તે ક્યારેય કીધું? અને હોત તો પણ એ કરવાની તારી ઉંમર નહતી. દીપુ આ ઝાલિમ દુનિયાની તને ખબર નથી. એ છોકરી તને બસ નચાવતી હતી. તું ભણવામાં હોશિયાર હતો એટલે પેપર માટે તને માત્ર ભાવ આપતી હતી. મને જ્યારે ખબર પડી કે સેજલનું કેરેક્ટર થોડું બરાબર નથી એટલે મેં તેના ભાઈને તારાથી દૂર રહેવા કહેવાનું કહ્યું હતું. તને વિશ્વાસ ન હોય તો તું પોતે જ તેના ઘરની આસપાસના વિસ્તારમાં રહેતા આપણા મિત્રોને પૂછી જો જે.”

દીપક કહેવા લાગ્યો, “મારે કોઈને શુ લેવા પૂછવું જોઈએ? કેરેક્ટર એનું નહિ પણ તારું ખરાબ છે. કોઈના કેરેક્ટર પર આંગળી ઉપાડતા પહેલા તારા અંદર જાંખીને જો. ત્યારે પણ મેં તને માફ કરી દીધો. સેજલના ગયા પછી તું પણ સ્કૂલે આવતો બંધ થઈ ગયો અને તેના થોડા દિવસ પછી હું ભાવનગર જી. કેની એક્ઝામ માટે ગયો અને ત્યાં મને કોમલ મળી. તેણે પણ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. એની સાથે પણ મારું માંડ જામ્યું હતું ત્યાં તું પણ પાછળ પાછળ ચાલ્યો આવ્યો. મને હવે તું ક્યારે આઝાદ કરીશ? હકીકત તો એ છે કે તને મારાથી ઈર્ષ્યા થાય છે. તું મારી ખુશીઓ જોઈ શકતો નથી..મારે તને બીજું...” દીપક હજી આટલું બોલે છે ત્યાં જ જીગરે ગુસ્સે થઈ તેને જોરથી તમાચો મારી દીધો.

તે કહેવા લાગ્યો, “બસ દીપૂ બસ. આટલી નફરત? અને એ માત્ર એક છોકરી માટે? વાહ દોસ્ત વાહ. મારી મિત્રતાની તે આ રીતે કદર કરી. મને ચરિત્રહીન કહેતા તને કઈ વિચાર ન આવ્યો? પ્રેમમાં માણસ ગાંડો થઈ જાય છે એ મેં ઘણી વખત સાંભળ્યું હતું પણ સ્વાર્થી પણ થઈ જાય છે એ આજ જોઈ પણ લીધું. વાંધો નય મારા ભાઈ તું તારી કોમલ સાથે ખુશ રહે એમાં હું ખુશ. તને મારા હાજર રહેવાથી જ પ્રોબ્લેમ હોય તો હું આવતી ટ્રેનમાં જ બોટાદ પાછો જાવ છું. મને માફ કરજે દોસ્ત મેં તને બરબાદ કર્યો. તારી ખુશીઓ રગદોળી નાખી. મને નહતી ખબર કે આ માસૂમ ચહેરા પાછળ એક આવો પણ ચહેરો છુપાયેલો હશે.”

દીપક બોલ્યો, “પ્લીઝ આ બધા તારા નાટક હવે બંધ જ કરી નાખ. મને આ ફિલ્મી ડ્રામા જરા પણ નથી ગમતા. ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા પણ મારી પાછળ ન આવ. તારી મિત્રતા તને મુબારક. મારે તો તને આ બધું વહેલું જ કહેવું હતું પણ મારા માબાપ તારામાં શુ ભાળી ગયા છે કે મને હમેશા તારી સાથે રહેવાનું કહે છે. એમને તો હું મનાવી જ લેત પણ હું કનુબાપુને નારાજ કરવા નહતો માંગતો એટલે તારી સાથે રહેતો. ઘરે આ વાત ન કરતો એવી તને છેલ્લી રિકવેસ્ટ છે. જા તારે જ્યાં જવું હોય ત્યાં પણ મને મારી જિંદગી મારી રીતે જીવવા દે.”

જીગરની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે કહેવા લાગ્યો, “સારું દીપુ હવે હું તારી આસપાસ પણ નહીં ફરકું. બની શકે તો આ તારી ખુશીઓના હત્યારાને માફ કરી દેજે.” એમ કહી તે ત્યાંથી નીકળી ગયો. તેને જતો જોઈ દીપક પણ ત્યાંથી નીકળી ગયો. બાળપણથી એકસાથે મોટા થયેલા બંને મિત્રો માત્ર થોડી જ ક્ષણમાં છુટા પડી ગયા.

જીગર રેલવે સ્ટેશન પહોંચી ટ્રેનની રાહ જોવા લાગ્યો. તેણે દીપકના પપ્પાને ફોન કર્યોં, “જેન્તીકાકા. હું જીગો બોલું. હું શું કહું છું કે મારું કામ પતી ગયું છે. તો હું પાછો બોટાદ આવું છું અને દીપકના મિત્રને થોડું કામ છે તેથી દીપક બે દિવસ પછી આવશે. તમે એની ચિંતા ન કરતા.” જેન્તીભાઈ બોલ્યા, “હવે તું એની રૂબરૂ તપાસ તો કરીને આવી જ રહ્યો છો તો પછી મારે ચિંતા કરવા જેવું કંઈ નથી. દીપક હેમખેમ પહોંચી ગયો છે કે નહીં તે જાણવા માટે જ તુ જામનગર આવ્યો હતો ને? મને જવાબ દે.” જીગર કહે, “ના કાકા એવું કંઈ નથી મારે ખરેખર કામ હતું.” જેન્તીભાઈ બોલ્યા, “જીગા તું કહે કે ન કહે પણ તું મારાથી સત્ય નહિ છુપાવી શકે. વાંધો નય બોટાદ પહોંચી જા એટલે મને કોલ કરવાનું ભૂલતો નહિ.”

જીગર એકદમ ઉદાસ થઈ ગયો. તેણે વિચાર્યું પણ નહતું કે જેની ખુશી માટે તે પોતાનો આનંદ ગુમાવી નાખે છે એ જ દીપક તેને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર છોડી દેશે. શુ આ જીગર અને દીપકની દોસ્તીનો અંત છે? આ લંગોટિયા માત્ર નામના જ રહેશે? આ બધા પ્રશ્નોના જવાબ આવતા ભાગમાં જોઈશું.

Thanks for reading