લંગોટિયા - 9 HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

લંગોટિયા - 9

            ઘણું વિચાર્યા પછી તેણે વંદનાએ આપેલા નંબર પર મેસેજ મોકલ્યો, “હું ઘરે પહોંચી ગયો છું. મારી ચિંતા ન કરતા. હું સવારે નવ વાગ્યા સુધીમાં પૂજામાં હાજર થઈ જઈશ. ગુડ નાઈટ.” સામેથી પણ જવાબ આવ્યો, “ઓકે. ગુડ નાઈટ.” જીગર પોતાના રૂમમાં જઇ સુઈ ગયો. તેને રાહ સવારની હતી.
               જીગરે કહ્યા પ્રમાણે તે વંદનાના ઘરે પોણા નવે પહોંચી ગયો. વાસ્તુ શરૂ થવામાં અડધી કલાકની વાર હતી. વંદના પણ તૈયાર થઈ ગઈ હતી. જીગર તો બસ મંડપ નીચે ઉભો ઉભો તેની રાહ જોતો હતો ત્યાં જ એક છોકરી જીગર પાસે આવી અને કહેવા લાગી, “તારુ નામ જીગર છે?” જીગરે હા પાડી કહ્યું, “હા બોલોને.” તે છોકરી બોલી, “જા તને વંદુ બોલાવે છે. આ ઘરમાં જ.” જીગર કહે, “ઓકે થેન્ક્સ.” તે સીધો વંદના પાસે ગયો. વંદના તેને જોઈ બોલી, “થેન્ક્સ ફોર કમિંગ. મને લાગ્યું તું નહિ આવી શકે.” જીગર કહે, “લગભગ ન આવત પણ દોસ્તીએ જકડી લીધો છે. તો મારા જોગુ કોઈ કામ છે અહીં? યાર બોર થઈ ગયો છું.” વંદના કહે, “હમ્મ..બાઇક ફાવશે?” જીગર કહે, “કેમ ન ફાવે? હવે કઈ હું નાનુ બાળક થોડી છું.”
             વંદના કહે, “ ત્યાં ટીવી પાસે બાઇકની ચાવી છે. તે લઈને સામે પડી એ બાઇક સ્ટાર્ટ કર. હું બસ બે મિનિટમાં આવુ.” જીગર બોલ્યો, “હા પણ બે મિનિટથી વધુ નઈ. કારણ કે છોકરીઓની બે મિનિટ કેટલી હોય છે ને એ હું જાણુ છુ.” 
             તેણે બાઇક પાસે જઈ બાઇક સ્ટાર્ટ કરી. વંદના પણ આવી ગઈ. તે બાઇક પર બેઠી. જીગરે કહ્યુ, “ક્યાં જવુ છે?” વંદના બોલી, “પૂજાનો સામાન તો બધો આવી ગયો છે. બસ થોડી મીઠાઈ ઘટશે એવું લાગે છે તો ઓધાભાઈ મીઠાઈવાળાને ત્યાં લઈ લે ને.” જીગરે વંદનાના કહ્યા પ્રમાણે બજારમાં ઓધાભાઇ મીઠાઈવાળાને ત્યાં બાઇક ઉભી રાખી. તેણે વંદનાને કહ્યુ, “તમે મીઠાઈ લઈ લો. હું બાઇક સાઈડ પર રાખુ છુ.” તે બાઇકને સાઈડ પર રાખવા ગયો ત્યાં જ તેને દીપક ભેગો થઈ ગયો. દીપક ઘણા સમયથી મીઠાઈની દુકાન સામે આવેલી સોડશોપ પર હતો. તે વાંદનાને જીગરની પાછળ બાઇકમાં જોઈ ગયો હતો. તે કહેવા લાગ્યો, “વાહ! તારી જેટલુ દુનિયામાં મહાન કોઈ હોય જ ન શકે. તુ મને સેજલથી દૂર રાખવા માંગતો હતો અને હવે તૂ પોતે જ છોકરીને બજારમાં ફેરવે છે? તમે બધુ કરો એ બધુ જ યોગ્ય છે અને અમે કંઈપણ કરીએ એ બધુ અયોગ્ય?” જીગર કહે, “તુ કઈ છોકરીની વાત કરશ?” દીપક બોલ્યો, “હું કઈ આંધળો નથી જીગલા. હું ક્યારનો તને અને તારી જીએફને વાતો કરતા જોઈ રહ્યો હતો. તુ એને બાઇકમાં લઈને નથી આવ્યો?” 
              જીગર બોલ્યો, “તારો આ જ પ્રોબ્લેમ છે. તને બધુ જ ઊંધું સમજાય છે. એ મારી જીએફ નથી. જસ્ટ ફ્રેન્ડ છે.” દીપક બોલ્યો, “હા ફ્રેન્ડ છે. જીગલા દરેક છોકરો પોતાની જીએફને અને દરેક છોકરી તેના બીએફને ફ્રેન્ડ જ બતાવે છે. તુ તારા મનમાં મને બુદ્ધિ વિનાનો સમજે છે એ તારી ભૂલ છે. કોમલ સાચુ જ કહેતી હતી. તારી જેવા મિત્રો હોવા કરતા બે ચાર દુશ્મનો સારા.” 
            જીગર ગુસ્સે થયો. તે કહેવા લાગ્યો, “દીપક, હવે હદ થાય છે. મારી મિત્રતા પર કીચડ ઉડાડવાનો તને  કોઈ હક નથી. તુ એક છોકરી માટે આટલો નિમ્ન બની જઈશ એ મને ખબર નહતી. જા ભાઈ જા. હું તારા રસ્તામાં નહિ આવુ પણ એટલુ યાદ રાખજે જે રસ્તા પર તુ ચાલી રહ્યો છો એ રસ્તે તને દગા સિવાય કંઈ નથી મળવાનુ. તે એટલુ પણ ન વિચાર્યું કે જે છોકરીને તારા મિત્રોથી જ નફરત છે. એ ભવિષ્યમાં લગ્ન પછી તારા મા બાપને શુ સાચવશે?” દીપક બોલ્યો, “એ ચિંતા કરવાની તારે જરૂર નથી. હજી એ સમયની ઘણી વાર છે. આજ આ છોકરીને સાથે ફેરવીને તે તારો અસલી રંગ બતાવ્યો તો ખરો!” તેમ કહી તે ત્યાંથી નીકળી ગયો.
             જીગર માંડ માંડ દીપકની જૂની વાતો ભુલ્યો હતો ત્યાં દીપકે તેને મળીને તેના શબ્દોરૂપી તીર મારીને તેના ઝખમો તાજા કરી નાખ્યા. જીગર ચાહતો ન હતો પણ છતાંય તેની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. તેની અંદરનું બધુ જ દુઃખ પાણીના પરપોટા સ્વરૂપે બહાર આવી રહ્યુ હતુ. વંદના તેની પાસે આવી. તેણે જીગરના ખભા પર હાથ મુક્યો. જીગરે માથુ ઊંચું ઉપાડ્યુ તો તેને જોઈને વંદના કહેવા લાગી, “જીગર..જીગર શુ થયુ તને શા માટે રડે છે? પેલા છોકરાએ તને શું કહ્યુ કે તુ રડવા લાગ્યો?”
             જીગર કહે, “ના ના કઈ નહિ. આ ધૂળ ઉડીને આંખમાં ગઈ એટલે તેને લીધે આંસુ આવી ગયા. ચાલો ઘરે જઈએ નહિતર મુહૂર્ત નીકળી જશે.” વંદના કહે, “ જીગર તુ એમ સમજે છે કે મને કંઈ ખબર નથી. તુ ટ્રેનમાં પણ આ છોકરાને લઈને જ ઉદાસ હતો ને? આઈ થિંક આ તારો ભાઈ હોવો જોઈએ. પ્લીઝ જે હોય એ તુ મને જણાવ. તુ મને તારી મિત્ર ગણતો હોય તો મને જણાવ. બાકી તારી મરજી. હું તને ફોર્સ નથી કરતી.” જીગર કહે, “તમે એમ ન બોલો. તમે મારા મિત્ર છો જ. હું જરૂર જણાવીશ પણ પૂજા પછી. ઑકે?” વંદના કહે, “ઓકે. તો ચાલો હવે નીકળીએ.”
              બંને ઘરે આવી પૂજામાં ભળી ગયા. બપોર થઈ ગયુ. જીગર કહે, “ તો વંદના હું નીકળું. પછી મળીએ” વંદના કહે, “હવે તારે અહીં જ જમીને જવાનુ છે. તારે શેની ઉતાવળ છે?” જીગર કહે, “પણ કદાચ પપ્પાને કામ પડ્યું તો?” વંદના કહે, “ડોન્ટ વરી. હું તારી સાથે આવીને અંકલને બધુ જ સમજાવી દઈશ. બસ તારે અહીં જ જમવાનું છે અને એ પણ મારા ફ્રેન્ડ્સની સાથે. ઑકે?” જીગર કહે, “અબ આપ આપના ફેસલા સુના ચુકી હે તો હમ ક્યાં બોલે?” વંદના હસવા લાગી અને બોલી, “તુ પણ. ઘણો ફની છે. જો તારે મને પેલી વાત કહેવાની છે હો. એ ભૂલતો નહીં.”
            વંદનાએ તેના મિત્રોનો જીગર સાથે પરિચય કરાવ્યો. તે કહેવા લાગી, “આ ડિસેન્ટ છોકરો છે. જીગર પર આંખ બંધ કરીને પણ ભરોસો કરી શકાય છે.” જીગર બોલ્યો, “ના ના એવુ કઈ નથી. આટલા વખાણ કરશો તો ડાયાબીટીસ થઈ જશે.” જીગરનો સ્વભાવ જ એવો હતો કે બધા લોકોને તેની સાથે વાત કરવામાં આનંદ આવતો પણ દીપક તેનાથી આટલી નફરત કેમ કરી શકે તે જીગર વિચારીને દુઃખી થતો. તે હંમેશા ખુશ છે તેવો દેખાવ કરતો રહેતો. પણ અંદરથી તે એટલો જ દુઃખી રહેતો.
             ઘણો સમય થઇ ગયા પછી જીગરે વંદનાના ઘરેથી વિદાય લીધી. તે સીધો બબલી પાસે ગયો. તેણે બબલીને દીપકની બધી વાત જણાવી દીધી. બબલી પણ કહેવા લાગ્યો, “જીગા. હમણાંથી તે પણ મારી સાથે ખરાબ વર્તન કરે છે. તે કહેતો હતો કે મેં તને સેજલને તેનાથી દૂર કરવામાં મદદ કરી છે. તે મને નામથી પણ નથી બોલાવતો. તે મને તારો ચમચો કહે છે. જો જીગા હવે એને વેઠવાની મારામાં હિંમત નથી. એટલે હું તેને ઓછો જ રિસ્પોન્સ આપું છું. તું પ્લીઝ ખોટું ન લગાવતો. એ તારી સાથે જ આવું વર્તન કરે છે તો એ અમારી સાથે ક્યાંથી સારું વર્તન કરે?”
           જીગર કહેવા લાગ્યો, “આ બધા પ્રશ્નોની જડ માત્રને માત્ર સેજલ હોય એવું લાગે છે. બબલી તને લાગે છે કે આપણે સેજલને ફરી દીપક સાથે મળાવીએ તો તે પહેલાં જેવો થઈ જશે?” બબલી કહે, “ફિલ્મોમાં તો થાય છે. હવે હકીકતમાં બને કે નહીં એ ખબર નથી. પણ એ શક્ય છે?” જીગર કહે, “બબલી યાર. દીપક જસ્ટ કોઈકની વાતોમાં આવી ગયો છે. આ નફરતનો છોડ મોટુ વૃક્ષ બને એ પહેલાં મારે સેજલને દીપક પાસે પાછી લાવવા પ્રયત્ન તો કરવા પડશે.” બબલી બોલ્યો, “જીગર પણ તું આ કરીશ કઈ રીતે?”