Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-25

શક્તિસિંહ ક્યારનો બનેવી પૃથ્વીરાજસિંહના ઘરમાં થઇ રહેલી વિધી વાર્તાઓ જોઇ સાંભળી રહેલો એ ક્યારનો ઊંચો નીચો થઇ રહેલો. એ પૃથ્વીરાજસિંહની બરાબર બાજુમાં જ બેઠેલો હતો. એટલે એ તરત ઉભો નહોતો થઇ શકતો એને ક્યારની ફોન કરવાની ચટપટી હતી ક્યારે અહીથી ઉભો થઉં અને બહાર જઇને તરત મદનસિંહને ફોન કરવો હતો.

એટલામાં મોહીનીબાએ ઇશારો કરી શક્તિસિંહને બોલાવ્યો અને મહેમાનોની જમવાની વ્યવસ્થા ગોઠવવા કહ્યું હા આવ્યો કહીને તરતજ ઉઠી ગયો. પૃથ્વીરાજસિંહને કહ્યું "હું જરા આ લોકોની જમવાની વ્યવસ્થા જોઇને આવું " એમ કહી ઉઠીને અંદર ગયો જમવાની વ્યવસ્થાની ઉપર ઉપર નજર નાંખીને તક ઝડપીને તરતજ પાછળનાં દરવાજાથી બહાર નીકળીને મદનસિંહને ફોન કર્યો. ઘણીવાર રીંગ મારી મદનસિંહને ફોન ના ઉપાડ્યો. શક્તિસિંહને ખૂબ ગુસ્સો આવ્યો. એક તો માંડ તક ઝડપી છે. બહાર આવીને ફોન કરવા અને આ સાલો હરામી ફોન નથી ઉપાડતો. એકતો આ આખી વાતનો વીલન જ આ છે. જોરથી દાંત ભીંસીને ફરી પ્રયત્ન કર્યો પરંતુ ફોન પેલાએ ઉપાડ્યો જ નહી.

મોહીનીબાએ ભાઇ ક્યાં છું કહીને બૂમ પાડીને શક્તિસિંહ ફરી ફોન લગાડ્યો હતો કાને ઘરતાં કહ્યું આવું છું એકજ મીનીટ મારો એક ફોન આવ્યો... અને મદનસિંહ ફોન ઉપાડ્યો અને બોલ્યો હુકુમ સાહેબ શક્તિસિંહ ગુસ્સાથી ઉછળ્યો "અલ્યા ક્યારનો તને ફોન કરું છું તું કેમ ઉપાડતો નથી ? મદનસિંહ કહે" અરે હુકુમ હું બાઇક પર હતો ડ્રાઇવ કરતાં કાંઇ સંભળાયુ નહીં પરંતુ મને વાઇબ્રેટ થતો ફોન લાગ્યો એટલે બાજુમાં ઉભો રહ્યો" ઠીક છે સાંભળ હવે હું તને ફોન કરુ ત્યારે તું સીટીપેલેસ હાજર રહેજે ક્યાંય બીજે આઘો પાછો થતો નહીં મેં જે કામ માટે તને પૈસા આપ્યા છે એ કામ પુરુ કરવાનો સમય નજીક આવી ગયો છે. હું ફોન કરીને સૂચના આપું એમજ પુરુ કરવાનું છે. અહીં બધી વિધિઓ પુરી થઇ છે મુલાકાત હવે આખરી જ થઇને રહેશે એવું વિધાન આપણે સાબિત કરવાનું છે. હવે આઘો પાછો થવા વિના એકજ પહેલી રીંગે ફોન ઉપાડજે ધ્યાન રાખજે. પછી જરૂર પડશે તો સુદરને ફોન કરીશ. મદનસિંહ કહ્યું "હુકમ સર આંખો પર સરકાર એમ કહી લૂચ્ચુ હસતાં ફોન મૂક્યો.

ગુરવારની પરોઢ થઇ અને હોટલમાં અને સીટીપેલેસનાં મહાદેવ પ્રાંગણમાં ચહલપહલ વધી ગઇ સવાર થાય એ પહેલાજ ગુરુજી નવનીતરાય નીરુબહેન, પરવીન બધાં ઉઠી ગયાં હતાં. ગુરુજી તથા નીરુબહેન, નવનીતરાય ત્રણે જણાં પરવીનને સૂચનાં આપી સીટી પેલેસ જવા માટે નીકળી ગયાં. ગુરુજીએ પરવીનને સૂચના આપી કે તને જણાવવામાં આવે ત્યારે તું અવની અને સરયુ સીટીપેલેસ આવી જજો. નવનીતરાયે કહ્યું "ડો.ઇદ્રીશ અને એમનાં પત્નિ પણ તમારી સાથે જ આવશે. તમને જાણ કરવામાં આવે એટલે તરતજ આવવા નીકળી જજો. અમે અહીંથી જરૂરી સામાન સાથે લેતાંજ જઇએ છીએ બાકીનો સામાન ત્યાં પહોંચાડી દેવામાં આવ્યો છે. અને તમારે લોકોને કંઇ પણ ઇમરજન્સી આવે તો ડો.ઇદ્રીશ તમારી સાથે છે જ અને અમને પણ જાણ કરજો.

પરવીન શાંતિથી સૂચનાઓ સાંભળી રહી હતી. પરવીને નીરુબહેનને કહ્યું "તમે એકદમ નિશ્ચિંત થઇને જાઓ. તમારી સૂચનાનું અક્ષરસ પાલન થશેજ. તમે સરયુબેબીની કોઇ ચિંતા ના કરશો. ખૂબ સચવાશે જ કંઇ પણ હશે ડો.ઇદ્રીશ અને એમનાં પત્નિ છે જ એની ખાસ સખી અવની પણ છે. તમારાં ફોનની રાહ જોઇશ પછી અમે અહીંથી નીકળી ત્યાં આવી જઇશું નીરુબહેને સંતોષનું સ્મિત આપ્યું. નવનીતરાયે કહ્યું નીચે રીશેપ્શન પર સૂચનાં આપજો તમારા માટે ગાડીની વ્યવસ્થા કરી આપશે. મેં એ સૂચના આપી દીધી છે. પરવીને હકારમાં માથું હલાવ્યું અને સ્મીત સાથે બધાને વિદાય આપી.

***********

સીટીપેલેસનાં મહાદેવ મંદિરમાં ચહલપહલ વધી ગઇ હતી. ચીફ સૌરભસિંહ પોતે હાજર હતાં એમની સાથે નવા નીમાયેલ ઓફીસર પણ હાજર હતાં. એમને પણ સૌરભસિંહ બધી વિગતથી અવગત કરીને કહ્યું હતું. ડો.જોષી પણ આવી ગયાં. સૌરભસિંહ ડો.જોષી અને નવા નિમાયેલા ચીફ શ્રીકાંત શર્મા બધાં મહાદેવ મંદિરમાં હાજર હતાં. સીકીયોરીટી ઓફીસર જે આસીસ્ટન્ટ હવે એ ચીફની સૂચના મુજબ મહાદેવનાં પૂજારી શુકલાજી સાથે વ્યવસ્થામાં હતો.

એટલામાં નવનીતરાય, નીરુબહેન, અને ગુરુજી આવી ગયાં. નવનીતરાયે ચીફ સાથે હાથ મિલાવ્યાં. સૌરભસિંહે નવા ચીફ શ્રીકાંત શર્મા સાથે ઓળખ કરાવી. ચીફે ગુરુજીને નમસ્કાર કર્યા. અને અગાઉથી ગોઠવેલ વ્યવસ્થા પ્રમાણે મહાદેવના પ્રાંગણમાં ગુરુજીને બેસાડ્યા. નીરુબહેન બધી વ્યવસ્થા જોવા લાગ્યા. નવનીતરાયે ડો.જોષીને કહ્યું મારે તમારી અને ચીફ સૌરભસિંહજીની થોડીક મદદની જરૂર પડશે. નવનીતરાયે આગળ કહ્યું મને ગુરુજીએ થોડો અભ્યાસ કર્યા પછી મારી દીકરીની જે માનસિક સ્થિતિ છે એનો આગળનો ઇતિહાસ જે ગત જન્મ સુધીનો છે એને અનુલક્ષીને ..... પછી બોલીને થોડાં નરમ પડી ગયાં. ગળામાં જાણે શબ્દો અટકી ગયાં. આંખો નમ થઇ ગઇ ગળું ભરાઇ આવ્યું. ચીફ સૌરભસિંહ કહ્યું "તમે કોઇ ચિંતા અને સંકોચ વિના જણાવો તમારે શું જરૂર છે. જેટલું શક્ય હશે અમે ચોક્કસ મદદ કરીશું જ અને તમારી દીકરી મારી દીકરી છે અને એની જે વાતોમે સાંભળી છે ગયા જન્મની એતો અહીનોજ જીવ છે અહીંયાજ રહેતી હતી. એવું કહી શકું અમારી આસપાસ જ રહી મોટી થઇ છે અમારાં ઉપરીની દીકરી.... શ્રીકાંત શર્માનો ચીફને આશ્ચર્યથી સાંભળતોજ રહ્યો. નવનીતરાય પણ જાણે હબક ખાઇ ગયાં. સૌરભસિંહે કહ્યું "મારી ડ્યુટી લાગી ત્યારથી હૂં અહીં છું. મહેલોનાં ઇતિહાસ સાથે આ દીકરીની પણ જાણે કથા વણાઇ ગઇ છે. મને નીરુબહેને અને પછી ગુરુજીએ પણ બધી વાત કરી છે. મને હોટલ પર બોલાવી ગુરુજીએ ડો.ઇદ્રીશ સાથે પણ મુલાકાત કરાવી હતી. હવે હુજ ખૂબજ આતુર છું કે ગુરુજી આગળ શું કરશે ? આ દીકરીનો જીવ ચોળાય છે પીડામાં છે એ પીડામાંથી મુક્ત થાય બસ ડો.જોષી પણ સતત મારી સાથે રહ્યાં છે રેકોર્ડ કરેલ સંવાદો પણ મૈં સાંભળ્યા છે.

નવનીતરાયનાં હાથ આભારવશ ચીફ સામે જોડાઇ જ ગયાં. નીરુબહેનની આંખમાં આંસુ આવી ગયાં. એ એટલુ જ બોલી શક્યાં "મારી દીકરી અહીંનો જીવ મારાં ઘરમાં આવ્યો છે આજે તો એજ હકીકત છે કે એ મારી દીકરી છે. એનાં જીવનમાં આ પીડા આવી છે. એમાંથી મારે મુક્ત કરાવવી છે. જ્ઞાન-વિજ્ઞાન જે મદદ કરે એ પરંતુ, મારી દીકરી સાજી થઇ જાય મને એજ નિસબત છે. ચીફે કહ્યું" તમે નિશ્ચિંત રહો અહીંની તમારી સૂચનાં પ્રમાણે વ્યવસ્થા થઇ ગઇ છે. જે બાકીનું આજે સવારે કરવાનું હતું તે શુકલાજી આવી ગયાં છે બધું ગોઠવી રહ્યા છે એટલે વ્યવસ્થા થાય પછી ગુરૂજી પૂજા શરૂ કરી શકે છે.

સરયુ જેવી ઉઠી કે તરત અવનીએ કહ્યું "અરે વાહ શું વાત છે તું તો આજે એકદમ વેહલીજ ઉઠી ગઇ છે ને કાંઇ ? સરયુએ હસતાં હસતાં કહ્યું "અવી આજે મને દીલમાં ખૂબજ આનંદ વર્તાઇ રહ્યો છે. સુખની આનંદની અનૂભૂતિ થઇ રહી છે. કોઇ ચિંતા પીડા અને દર્દ નથી.

અવની એ કહ્યું. "સારું ને સુરુ બસ તું આમ આનંદમાં જ રહેજે. તુ કેટલી સરસ લાગે છે આમ. તું બધુ બ્રશ વિગેરે પરવારી જા પછી તને એક ખાસ વાત કરવાની છે. અત્યાર સુધી સાંભળી રહેલી પરવીને કહ્યું" બેબી તમે પરવારી જાવ પછી આપણે તૈયાર થઇને તમારી ગમતી જગ્યાએ જવાનું છે. સરયુ તો આનંદથી ઉછળી પડી. અરે મારી ગમતી જગ્યાએ ? કઇ ? કહોજો આ સસપેન્સ માં કેમ વાત કરો છો ?

પરવીન સરયુની નજીક આવી માથે હાથ ફેરવીને કહ્યું જે જગ્યાએ તમે મળ્યા છો જેને મળવા આતુર છો ત્યાં જવાનું છે તમે નાહી ધોઇને તૈયાર થાવ એટલે બધાં ભેદ ખુલી જશે અને જે સરપ્રાઇઝમાં મજા છે એ કહી દેવામાં નથી. જાવ પરવારો, સરયુ પણ કહ્યાગરી થઇને તરતજ પરવારવા જતી રહી અવની અને પરવીને ચર્ચા કરી લીધી કે બધી તૈયારી બરોબર છે ને. અવનીએ કહ્યું. રાતથી મેં તૈયારી કરી દીધી છે. ગુરુજી અને આંટીએ સૂચના આપી જ હતી. પરવીને કહ્યું. ચલો સરસ મને ગુરુજીએ એ રીતે સરયુને લઇ આવવા સૂચના આપી છે. અવની એ સંમતિ સૂચક ઇશારો કર્યો અને સરયુ ન્હાવાધોવા ઉભી થઇ બાથરૂમમાં ગઇ.

ન્હાઇ ધોઇને સરયુ બહાર આવી. આજે કંઇક એનેરીજ લાગી રહી હતી એનો ચહેરો એકદમ રૂપાળો તેજોમય લાગી રહેલો. એ પોતે ખૂબ જ ખુશ લાગી રહી હતી. એ કંઇક ગણગણતી બહાર આવી અને અવનીએ કહ્યું ચાલ તારા કપડાં અહીં તૈયાર જ પડ્યા છે બદલી લે. સરયુએ અવની જે તરફ કપડા બતાવી રહી હતી ત્યાં જોયું એ એકદમ આશ્ચર્યમાં પડી ગઇ. એવો અવની તરફ જોઇ પૂછ્યું" મારે આમ સાડી પહેરવાની છે ? કેમ આજે કોઇ પ્રસંગ છે ? પરવીને વ્હાલથી માથે હાથ ફેરવતાં કહ્યું બેબી આપે તમારા માટે અનેરો દિવસજ છે. તું આ સાડીમાં ખૂબજ શોભી ઉઠીશ. તને ગુરુજીએ વચન આપ્યું છે યાદ છે ને એટલે તને સરસ તૈયાર કરીને પછી.... આપણે મંદિર જઇશું. ચલ તૈયાર થઇ જા.

* * * * *

સ્વાતીનાં ઘરમાં રંગેચંગે જમણવાર ચાલી રહ્યો છે. મોહીનીબા સ્તવનને ભાવપૂર્વક જમાડી રહ્યા છે. તાઉજી પૃથ્વીરાજસિંહ, પંડિતજી દેવધરકાકા અને સ્તવન બધાં જમી રહ્યા છે. તાઉજીએ કહ્યું મારાં જમાઇને બરાબર જમાડજો જોજો ભૂખ્યા રહી ના જાય અને દેવધરકાકાને કહ્યું "ભાઇ તમેજ અમારાં વેવાઇ છો અત્યારે તો ક્યાંય ઓછું ના પીરસાય એમને કાળજી રાખજો. આમ વાતો કરતાં કરતાં બધાં જમી રહ્યા હતાં. સ્વાતીની નજરતો ફક્ત સ્તવનમાં હતી. ઇશારાથી કહી રહી હતી કે સરસ જમજો. કેટલી પ્રકારની વાનગી વ્યંજન બનાવેલાં. ત્રણ મીઠાઇ ત્રણ ફરસાણ. ક્ચુંબર ચટણી બે શાક, પુરી દાળ ભાત જાણે રાજસ્થાની ગુજરાતી રસોઇનું મિશ્રણજ હતું.

સ્તવન દરેક વાનગી વ્યંજનનાં વખાણ કરતો ખાતો હતો. છેલ્લે મોહીનીબાએ સ્વાતીને મીઠાઇનો થાળ પકડાવ્યો અને બધાને આગ્રહથી પીરસવા કહ્યું "તાઉજી, પૃથ્વીરાજસિંહ, દેવધરકાકા અને સ્તવનને આગ્રહથી મીઠાઇ ખવરાવી આવ અને લુચ્ચુ હસ્તી હસ્તી સ્તવનને કહે બરાબર જમજો ક્યાંય જગ્યા બાકી ના રહે. તાઉજી કહે તું બારબાર જમાડજે આપણું આતિથ્ય દુનિયાભરમાં પ્રખ્યાત છે સ્વાતીએ કહ્યું સાચી જ વાત છે. તાઉજી અને તનુશ્રીએ ત્યાંજ રાજસ્થાની ગીત ચાલુ કર્યું પધારો મારો દેશ... સ્તવનથી હસી પડાયું. આજે બધાંજ ખૂબ આનંદમાં હતાં.

જમ્યા પછી સ્તવને પૂછ્યું "મામા ક્યાં છે ? એ સાથે જમવા ના બેઠાં ? મોહીનીબા કહે એ પછી અમારી સાથે બેસસે એને ઘણાં ફોન આવતાં હતાં અને અહીં સરભરામાં એની જરૂર હતી. એટલામાં શક્તિસિંહ આવ્યો અને સ્તવનનાં હાથમાં પાન મૂક્યું. લો જમાઇરાજ અહીનું પ્રખ્યાત બનારસી પાન પણ ખૂબ મજા આવી જશે. સ્તવને કહ્યું અરે વાહ કોઇ વાર મને ખાવાનો શોખ ખરો લાવો લાવો અહીંનું પાન ખાઇ લઇએ કહીને પાન લીધું ખોલીને મોઢામાંજ મૂકી દીધું. "વાહ ખૂબ સરસ પાન છે. થેંક્યુ મામા. શક્તિસિંહે કહ્યું " બસ તમને મજા આવી એટલે વસૂલ. પછી શક્તિસિંહ થોડીવાર પછી ખીસ્સામાંથી પાછું એક પાનનું પડીકું કાઢ્યું સ્તવનને આપીને કહ્યું "લો આ બીજુ પછી શાંતિથી ખાજો મજા આવશે. ખૂબ સ્પેશીયલ છે. સ્તવન કહે બસ હવે નહીં જોઇએ મને એવો પણ ચસકો નથી કે વારે વારે ખાઉ. શક્તિસિંહ આમાં ક્યાં ટેવ પડવાની છે પછી અડધો કલાક પછી દબાવજો મજા આવશે. મારી ગેરન્ટી. સ્તવને બહુ ચર્ચા ના કરતાં પાનનું બીડું લઇને ખીસામાં મૂકી દીધું.

થોડીવારમાં બાકીનાં ઘરનાં બધાં જમવા બેઠાં સ્વાતી માં, કાકી, મામા, મામી, તનુશ્રી બધાં સાથે જમવા બેઠી પણ એની નજરતો સ્તવનમાં જ હતી. સ્તવન એને જોઇને મુસ્કરાઇ રહ્યો હતો.

બધાનાં જમી લીધાં પછી થોડીવારે દેવધરકાકાએ કહ્યું "પૃથ્વીરાજસિંહ અને મોહીનીબા મહેન્દ્રસિંહ (તાઉજી) માણેકબાને હાથ જોડી નમસ્કાર કરીને કહ્યું અમે રજા લઇએ હવે અને અમે હવે આમારાં ઘરનું આમંત્રણ મોકલીશું તમારી વિધી પતી જાય પછી આપ સૌ જરૂરથી પધારજો. એમ કહી સ્વાતીને બોલાવીને હાથમાં કવર આપ્યું. પૃથ્વીરાજસિંહે એક કવર અને બોક્ષ તાઉજીનાં હાથમાં આપ્યું. સ્તવનને આપવા માટે. સ્તવનએ એમને બધાને નીચે નમી આશીર્વાદ લીધાં અને તાઉજીએ આપેલી ભેટ અને કવર લીધાં તાઉજીએ સોનાની ચેઇન આપી હતી. તાઉજીએ કહ્યું "તમારાં માતાપિતા આવશે અને વિધી થયાં પછી વ્યવહારીક, ધાર્મિક રીતે વિધીપૂર્વક રંગેચંગે વિવાહ કરીશું ત્યારે અમારાં રીતરીવાજ પ્રમાણે વ્યવહાર કરીશું. આ ફક્ત આજનું શુકન જ છે. એમ કહીને સ્તવનને આપ્યું અને ગળે લગાવ્યો મોહીનીબાએ ફરીથી ઓધારણા લીધા. બધા આજે ખૂબજ આનંદમાં હતાં. સ્તવને સ્વાતીની સામે જોયું અને નજરોમાં પૂછ્યું ? એ તાઉજીનું ધ્યાન હતું.

તાઉજીએ કહ્યું "દીકરા સ્વાતી અને તમે પછી ભગવાનનાં દર્શન કરી આવજો. તમે દેવધરકાકાને મૂકીને પછી આરામ કરીને પાછા આવો. એવું હશે તો આપણે બધાં સાથે દર્શન કરવા જઇશું. પૃથ્વીરાજસિંહે તાઉજીનાં ઉત્સાહને વાળી લેતાં કહ્યું" આપણે બધા સાથે વિવાહ પછી જઇશું. આજે છોકરાઓ એકલાં ભલે જતાં. પછી એમનાં માતા-પિતા પણ હશે એટલે બધાં સાથે જવાશે. કેમ પંડિતજી વાત બરાબરને? આ બધું સાંભળી રહેલાં શક્તિસિંહને આનંદ થયો મનમાં કંઇક વિચારી રહ્યા. પંડિતજી કયારનાં બધુ સાંભળી રહેલાં એમનાં મનમાં કોઇક શંકા અને ભય ઉપજ્યા પરંતુ બધાનાં ઉત્સાહ આનંદ વચ્ચે મૌનજ રહ્યા. એમણે બાકીનાં સંકેતો અને ભવિષ્ય વિધાતા પર છોડી દીધું.

સરયુને તૈયાર થયેલી જોઇને પરવીનથી બોલાઇ જ ગયું. વાહ બેબી તમે કેટલાં સુંદર લાગો છો. ઇશ્વર અલ્લા જે શક્તિ છે તમારી રક્ષા કરે તમને કોઇની નજર ના લાગે કહીને નજર ઉતારી લીધી આજે નીરુબહેનની ગેરહાજરીમાં પરવીન સરયુને ખૂબ સાચવી રહેલી ઝીણી ઝીણી કાળજી લઇ રહી હતી.

અવનીએ કહ્યું "આજે તો તું પાક્કી દુલ્હન લાગી રહી છે સરયુએ અવની સામે જોયું થોડી ઉદાસ થઇ ગઇ પછી બોલી હું કોઇની અમાનત છું. અને ગુરુજીનાં વચન પ્રમાણએ એ મળીનેજ રહેશે. સરયુ ખૂબ વિશ્વાસ અને આશા સાથે બોલી રહી હતી અને રૂમની બારીઓમાંથી ખૂબ વહેતો પવન વાઇ રહેલો થોડીવારમાં જાણે ગગન ગાજવા લાગ્યું અને પવનનાં સૂસવાટા બોલી રહ્યાં સરયું આજે ડરવાની જગ્યાએ ખૂબ આનંદીત થઇ ગઇ. એ સ્વાગત બોલવા લાગી આજે અમને મળતા કોઇજ રોકી નહીં શકે. એ બધાંજ આજે વચમાંથી હટી જશે અને અમારું કાયમી મિલન થઇનેજ રહેશે.

અવનીએ બાજી સંભાળતા કહ્યું સરયુ તુ કોઇ વિચાર ના કરીશ બધુજ સારું જ થશે. સરયુ એ કહ્યું હુ સરયુ કે સ્વાતી અત્યારે મને વહી ગયેલો સમય જન્મ બધુજ યાદ છે ભલે જન્મ બદલાયો પણ જીવ તો એજ છે. ખ્વાહીશ, ઇચ્છા જીદ, પ્રેમ એનો એજ છે. હું મારાં સ્તવન માટે જીવુ છું આજે મળીશ ગુરુજીએ એમનું વચન પુરુ કરવુજ પડશે. એનો ચહેરો કોઇ કટીબધ્ધાથી ઉગ્ર લાલ થઇ ગયો હતો. પરવીને કહ્યું બેબી તમારુ ગમતું ધાર્યુંજ થશે. ચાલો તૈયાર થઇ જાવ પછી આપણે અહીથી જવા નીકળી જઇએ. અવની બેટા તું ડો.ઇદ્રીશ અને રઝીયાભાભીને જોઇ આવુ. તૈયાર પહેલા કરીદે પછી આપણે અહીંથી નીકળી જઇએ મેં રીસેપ્શન પર વાત કરી લીધી છે ગાડી પણ આવીને તૈયાર છે.

અવનીએ કહ્યું ભલે હું એ લોકોને તૈયાર રહેવા કહું અને રીસેપ્શન પર આપણી રાહ જોવા કહી દઊં એમ કહીને એ ઇદ્રીશનાં રૂમ પર ગઇ. પરવીને સરયુનું કપાળ હાથમાં લઇને ચૂમી લીધું અને નમ આંખે આશીર્વાદ આપતા કહ્યું. "બેબી તમને તમારો સાચો પ્રેમ મળીજ જશે મારી દીલથી દુઆ છે. ખૂબ ખુશ આનંદમાં રહો એજ મારાં આશીર્વાદ છે.

ગુરુજીએ મહાદેવનાં પૂજારી શુકલાજીએ કરેલી બધી વ્યવસ્થા ગોઠવણી જોઇને સંતોષ વ્યક્ત કર્યો. મહાદેવ મંદિરનાં પ્રાંગણમાં સરસ મોટી અષ્ટપદ વેદી તૈયાર કરેલી હતી. ચારે બાજુ બેસવાનાં પાટલા બાજઠ હતાં. મહાદેવજીની મૂર્તિ તરફ બાજઠ અને બાજઠ પર અલગ અલગ ધાનની ઢગલીઓ કરીને સોપારી પાન ફળ મૂકેલા હતાં. યાદ કરીને મંગાવેલા ગુલાબી મોટાં કમળ એકથાળમાં મૂકેલાં હતાં. વેદીની બાજુમાં કાષ્ઠનો ઢગલો હતો. ગુરુજી જ્યાં બેસવાનાં હતાં ત્યાં આહુતિ દ્રવ્યો મૂકેલાં હતાં. નીરુબહેનને જે સૂચનાઓ આપેલી હતી એ પ્રમાણે ફળો અલગ અલગ વાડકાઓમાં મૂકેલાં હતાં. દરેક પાટલાં પર આસનો બિછાવેલાં હતાં. ગુરુજીનાં પાટલા પર ગુરુજીનું પોતાનું ખાસ આસન પાથરવામાં આવેલું બસ હવે બધાં આવે એટલે વિધી ચાલુ કરવી હતી. નવનીતરાય નીરુબેહન ગુરુજી સાથે ચર્ચા કરી રહેલાં.

ગુરુજીએ કહ્યું મને અત્યારે ખબર નથી પરંતુ મને મારાં અભ્યાસ અને અનુભવે તથા સરયુ દીકરીની જે કંઇ કથા મેં સાંભળી છે પ્રમાણે મોટા ભાગનાં સ્વાતીનાં જન્મ સમયનાં જીવો બધાં જીવે છે એકાદ બાદ કરતાં તમે ડો.જોશી અને ખાસતો સૌરભસિંહ સાથે વાત કરીને પૂરી માહિતી લઇ લો કે આમાં જે જીવીત છે એ પાત્રો ક્યાં છે ? એમનો સંપર્ક થઇ શકે ? દીકરીનાં જીવની શાંતિ માટે કદાચ ...... પછી થોડો વિચાર કરીને કહ્યું" મને ખબર નથી કંઇ પણ તમે સૌરભસિંહ સાથે ચર્ચા કરી લો.

આજનો શુભ ગુરુવાર હતો. વાતાવરણ ખૂબ જ રળીયામણું હતું ઠંડો ઠંડો ધીમો પવન વહી રહ્યો હતો. આખો માહોલ કંઇક અનેરો હતો. વૃક્ષોની હારમાળા જાણે સાક્ષી બની રહી હતી. ગુરુજી ચારે બાજુ નિરિક્ષણ કરી રહેલાં. આકાશમાં ક્યાંય વાદળ નહોતું ભુરુ સ્વચ્છ નભ હતું. ગુરુજી આનંદમાં આવી વિચાર્યું સરયુને બધી પીડામાંથી મૂક્તિ મળીજ જશે. દિશાઓ દસેય શાંત છે વહેતો પવન શુભ સંકેત આપે છે. ચારોતરફનાં વૃક્ષો પણ જાણે આશીર્વચન બોલી રહ્યા છે. અંદર બેઠેલા મહાદેવની પણ કૃપા છે. યોગીની જોગણી- જાણે બધાં સાક્ષાત હાજર છે. ઉમાશિવ તો છે જ. મહાકાળી ખુદ મહાકાલ સાથે અહીં હવનયજ્ઞમાં હાજર રહેશે. નીરુબહેન અને નવનીતરાય ખૂબ ખુશ થયાં આનંદમાં આવી ગયાં નીરુબહેન કહ્યું ગુરુજી આપ કહો છો તો એવુંજ થશે. તમારાં આ વિશ્વાસમાં જ અમારી આશા અને સરયુની શાંતિ સમાઇ છે.

નવનીતરાયે ડો.જોષી અને સૌરભસિંહ સાથે બેસીને ચર્ચા કરી. સરયુએ સ્વાતીનાં જન્મનાં બધાં પાત્રોને યાદ કરીને સૌરભસિંહને પૂછ્યું તો સૌરભસિંહ કહે દેવધરકાકા શ્રીજીશરણ થયા છે. મહેન્દ્રસિંહ તાઉજી ખૂબ ઉંમર છે પણ જીવીત છે. પૃથ્વીરાજ સિંહ તો સ્વસ્થ છે પરંતુ દીકરીની વિદાય એવી કૂર હતી કે પછી માનસિક તૂટી ગયાં હતાં એટલે સમય પહેલાં રીટાયર્ટમેન્ટ લઇ લીધું છે પણ સ્વસ્થ છે. મદનસિંહતો હજી નોકરી પર છે પણ બે વરસમાં એ પણ રીટાયર્ડ થશે બીજા પાત્રોની ખબર નથી તપાસ કરવી પડશે. પરંતુ અમને ખાલી જાણ જ થઇ હતી કે સ્વાતિ સાથે મોટી દુર્ઘટના થઇ છે. બાકી અમને કંઇ ખબર નથી અને એ છોકરો. એનું પછી શું થયું કંઇ ખબર નથી પણ મને યાદ આવે છે કે દુર્ધટના પછી સ્વાતી ખૂબ દૂઃખી થઇ હતી અને લગ્ન ના કર્યા અને ઘણાં વખત પછી એનો પણ દેહાંત થઇ ગયો હતો. વધું વિગત નથી મારી પાસે. આ બધું સાંભળી રહેલાં ગુરુજીએ કહ્યું "બાકી જે તમને ખબર નથી એ હવન દ્વારા અહીં આપણે જાણી લઇશું. અને બધાનો નિકાલ લાવીશું તમે નિશ્ચિંત રહો.

પણ ખાસ વાત એ છે કે જ્યારે કદાચ જરૂર જણાય આમાની કોઇ વ્યક્તિની તો તમે લાવી શકશો કે કેમ ? સૌરભસિંહ કહ્યું કોને ? ગુરુજી કહે અત્યારે મને પણ ખબર નથી પણ હું પૂજામાં બેઠા પછીજ કહી શકીશ.

ગુરુજીએ પૂજા વિધી - હવન યજ્ઞ માટે આખરી તૈયારીઓ કરી લીધી. પ્રથમ અંદર જઇને મહાકાલ સ્વરૂપ મહાદેવની પૂજા કરીને આશીર્વાદ લીધાં મહાકાળી સ્વરૂપ પાર્વતી માંની પૂજા કરીને આશીર્વાદ લઇ બહાર આવ્યા અને પ્રચંડ અવાજે મંત્રોચ્ચાર કરતાં કહ્યું "હું આજે જે હવન યજ્ઞ કરી રહ્યો છું મહાકાલ તમારાં સાંનિધ્યમાં તમારાંજ શરણે રહેલાં બે જીવને મારે મેળવવાનાં છે અને જે જીવ યોનીમાં ભટકી રહ્યો છે એને મુક્ત કરવાનો છે. દીકરીની પીડા દૂર કરવાની છે મને આશીર્વાદ આપી સફળ કરજો. મંત્રોચ્ચાર કર્યા પછી ગુરુજીએ નીરુબહેનને કહ્યું "દીકરી સરયુને બોલાવી લો હવે સમય થઇ ગયો છે અને શુકલાજીને કહ્યું તમે વેદીનાં કાષ્ઠ ગોઠવી દો અને બધી તૈયારીઓ પૂરી કરો હવે દીકરી આવે એટલે હવનયજ્ઞ શરૂ કરીએ.

***********

નીરુબહેનનો ફોન આવ્યો એટલે પરવીન, સરયુ, અવની ડો.ઇદ્રીશ, રઝીયા બધાને લઇને સીટીપેલેસ લઇ આવવા નીકળી ગઇ. આજે સરયુ ખૂબજ સુંદર લાગી રહી હતી જાણે નવી નવેલી દુલ્હન. ગુરુજીની આજ્ઞા પ્રમાણે તૈયાર કરી હતી. પરવીનને સતત થયુ હતું કે જ્યારથી સરયુને તૈયાર કરી છે ત્યારથી સતત એવો એહસાસ છે કે એ લોકોની સાથે કોઇ છે. કોઇ અદશ્ય ઓળો સતત સાથે ને સાથે છે. સરયુ સાવજ જાણે સ્વાતીનાં સ્વાંગમાં છે. એની બોલી પણ જે પહેલાં બોલતી હતી એનાં કરતાં જુદીજ છે. એ હોંશે હોંશે આવીને ગાડીમાં બેઠી અને જાણે માયરામાં પ્રવેશવાનું હોય એ ઘડીનાં વિચાર વિહારમાં હતી. ડો.ઇદ્રીશ પણ ખૂબજ આજે આશ્ચર્યમાં હતાં વિજ્ઞાનની ક્યાંય આગળ આજે જાણે કુદરત ચાલી રહી હતી વિજ્ઞાનનું વિશેષ જ્ઞાન આજે પાછું પડતું હતું. આમ વિચારોને ધારણાઓમાં સીટીપેલેસ આવી ગયાં.

************

સ્તવન દેવધરકાકાનાં ઘરે આવી ગયો પાછો. એણે કાકાને ફરી પગે લાગી આશીર્વાદ લીધાં અને કહ્યું "તમે આજે મારાં પિતા વડીલ જે ગણો એ બધું તમે જ છો. તમારો આભાર માનું ઓછો છે મારા ઉપર આ ઋણ રહ્યું" દેવધરકાકા કહે બસ તું હવે નિશ્ચિત રહેજે. આ કુટુંબમાં તારો સંપૂર્ણ સ્વીકાર થઇ ગયો છે. એ લોકો પણ ધણાં ખુશ છે અને એનો મને આનંદ છે. કુદરતની કળા સામે કોનું ચાલે છે ? બસ ખુબ ખુશ આનંદમાં રહો.

વાત કરતાં હતાં અને સ્તવનનાં ફોન પર સ્વાતીનો ફોન આવ્યો. "એય મારાં વરરાજા મારાં મોઘેરાં મહેમાન હવે મને લેવા માટે ક્યારે આવો છો. સ્તવન કહે આ ભારે કપડાં બદલીને આવું. સ્વાતીએ કહ્યું "ના એજ રાખો રાજા. માંબાબા પાસે અને બધે આજે એજ પહેરી હાથમાં હાથ પરોવી બધે જઇશું. હરીશું ફરીશું અને આજે પ્રેમ ઉત્સવ ઉજવીશું. સ્તવને હસ્તા હસ્તાં કહ્યું ભલે.... આવું છું.

પ્રકરણ-25 સમાપ્ત.

સ્તવન સ્વાતી પાસે જવા નીકળે છે... સરુય મહાદેવ પાસે પહોંચે છે વાંચો આગળ "ઉજળી પ્રીતનાં પડછાયાં કાળા"