કર્ણ વિવાહ Gorav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્ણ વિવાહ

તમે મહાભારત ની કહાનીમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ ની વાતો વિશેષ સાંભળેલી અને નિહાળેલી પણ હશે. આ કહાની માં કર્ણની વાત કરવા જઈ રહ્યો છું જે મહાભારતમાં એક સારો મિત્ર હતો તે સારો ભાઈ પણ થઈ શકતો હતો. તે સારો યોદ્ધા હતો તે સારો પુત્ર પણ થઈ શકતો હતો. કર્ણનું પોતાનું અંગત જીવન ઘણું જ ઉલજન ભર્યું હતું.
આ વાત છે કર્ણના વિવાહની ઇતિહાસ ગવાહ છે કે કર્ણ એ દ્રૌપદી સાથે લગ્ન કરવા માગતો હતો પણ એમના પર લાગેલા સુતપુત્ર ના દાગે તેમનું આ સપનું પૂરું ના થવા દીધું. એટલે એમ નહિ કે કર્ણ એ લગ્ન નહોતા કર્યા કર્ણ એ એક નહીં પણ બે વાર લગ્ન કરેલા. 
કર્ણ ને જન્મ આપનાર માતા કુંતીએ કર્ણ ને જળમાં પ્રવાહિત કરી દીધેલ હતો. ત્યાર બાદ તેનો ઉછેર એક સુત પરિવારમાં થયો. આજ કારણથી તે માતા કુંતી અને સૂર્યના પુત્ર હોવા છતાં તે સુત પુત્ર કહેવાયા. કર્ણ ના દત્તક પિતા આધિરથ રથ બનાવવાનું કામ કરતા હતા. 
કર્ણને દ્રૌપદીના સ્વયંવરમાંથી બહાર નીકાળી દેવામાં આવેલા તેમને તેમના થયેલા આપમાન ના ક્રોધની સાથે  દ્રૌપદીને હાંસલ ના કરી શકવાનો અફસોસ પણ હતો.
કર્ણ ને દુઃખી જોઈ એમના પિતા આધિરથ કર્ણ માટે કન્યા જોવાનું શરૂ કરી દીધું.ત્યારે તેમને દુર્યોધનના વિશ્વાસ પાત્ર સારથી સત્યસેન ની બહેન રુષાલીની યાદ આવી. તે ખુબજ ચરિત્રવાન સૂપુત્રી હતી.
જોકે અહીંયા સામાજિક બાધા ન હોવાથી કર્ણ ના પિતાએ કર્ણ ને કહ્યું કે તું રુષાલી સાથે લગ્ન કરી લે હવે કર્ણ જેવા આજ્ઞાકારી પુત્રએ પિતાની વાત માની લીધી અને લગ્ન માટે સહમતી આપી.
ત્યાર બાદ બંનેના ધામધૂમથી લગ્ન થયા.
રુષાલીની એક કહાની છે (જ્યારે પાંડવો કૌરવો ના કહેવાથી રાજમહેલ પહોંચ્યા ત્યારે તેમને જ્ઞાત નહોતું કે તેઓ શકુનીમામા ના છલ થી પોતાનું બધુજ અહીં હારવાના હતા જ્યારે મહેલમાં શકુની અને દુર્યોધન પાંડવો અને દ્રૌપદી ની વિરુદ્ધ છલ ની વાત કરતા હતા ત્યારે રુષાલી એ એમની વાતો સાંભળી હતી એને ખબર હતી કે જો દ્રૌપદી મહેલમાં રહેશે તો એમની વિરુદ્ધ કાઈ એવું થશે જે વિનાશકારી હશે. જ્યારે પાંચાલી (દ્રૌપદી) મહેલમાં પહોંચી તયારે રુષાલીએ એમને વિનંતી કરી કે તે મહેલમાંથી નીકળી જાય પણ દ્રૌપદી રુષાલીની વિનંતી ને સમજી શકી નહીં અને તે મહેલ છોડી ને જવા માટે ઇન્કાર કરી દિધો. છેવટે છેલ્લે પાંડવ પાંચાલી ને જુગાર માં હારી ગયા અને અંતે પાંચાલી ના ચીર હરણ થયા.)
કર્ણ ના બીજા લગ્ન
કર્ણના બીજા લગ્ન માટેની વાતમાં એક નહીં પણ બે કન્યાઓ હતી જેમાંથી એક સાથે કર્ણએ લગ્ન કર્યા.
રાજા ચિત્રવત ની પુત્રી અસાંવરી અને એમની દાસી ધ્યુમતસેન ની સુત કન્યા પદ્માવતી એક વાર જંગલ માં ફરવા નીકળેલા.
ત્યારે દુષ્મન દેશના સૈનિકોએ તેમના પર હુમલો કરી દીધેલો અસાંવરી ને સંકટ માં જોઈને પદ્માવતી આગળ આવી ગઈ અને એને તલવારના ઘા વાગ્યા અને તે ઘાયલ થયા. ત્યારેજ ત્યાંથી અંગરાજ કર્ણ પોતાના ઘર તરફ જવા નીકળેલા તે બે કન્યાઓ ને સંકટમાં જોઈ ને તે મદદ માટે આગળ વધ્યા અને પોતાના તિરથી સૈનિકોને મારી નાખ્યા. એ દરમિયાન તે ખુદ પણ ઘાયલ થયેલા. ત્યારે પદ્માવતી એ જરાક પણ વાર ના કરતા રાજકુમારી અને કર્ણને રથ માં બેસાડ્યા અને જંગલ માંથી બહાર નીકળી તે રાજકુમારીને મહેલ માં ઉતારી કર્ણને લઈને પોતાના ઘરે આવી વૈદ્ય એ એમનો ઈલાજ કરવાનું શરૂ કર્યું.
જ્યારે કર્ણએ આંખો ખોલી તો એમની સામે પદ્માવતી ને જોઈ અને થોડી ક્ષણ બેસી એ જંગલમાં બનેલા બનાવની વાત કરતા હતા ત્યારે રાજ દરબાર માંથી સૈનિકો આવ્યા અને એમને કહ્યું કે રાજા ચિત્રવત આપના ખૂબ આભારી છે અને એમની ઈચ્છા છે કે  જ્યાં સુધી તમારી તબિયતમાં સુધારો ના આવે ત્યાં સુધી તમે મહેલમાં જ રહો. જ્યારે કર્ણ મહેલ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત રાજકુમારી અસાંવરી એ કર્યું.
કર્ણ અને અસાંવરી વચ્ચે અનાયાસ એક સબંધ બંધાઈ ગયો હતો. બંને એકબીજાને મન માં ચાહવા લાગ્યા હતા. અને બીજી બાજુ પદ્માવતી પણ કર્ણને મનમાં ચાહવા લાગી હતી.

ક્રમશ...

મારી બીજી પ્રેરણાત્મક કહાની છે ઠપકો અને અનામિકા.
જરૂર થી વાંચજો...
અને પ્રેમરંગ...

ગૌરવ પટેલ