Maari Dikari books and stories free download online pdf in Gujarati

મારી દિકરી


પાત્રો : (કે.પી.સર, સુખીરામ,દુખીરામ,શનિ,પ્રેરણા,જીનલ,યોગી)
(ડીલીવરી થાય છે અને બાળકનો રડવાનો અવાજ સંભળાય છે)
સુખીરામ: લક્ષ્મી આવી લક્ષ્મી આવી
હું પેંડા લઈને આવું બધાનું ગળ્યું મો કરાવવું પડશે. (પેંડા લેવા જાય છે.) (સ્ટેજ પર બે ખુર્શું મુકવી) (સુખીરામ મીઠાઈ ખાધે જાય છે આખા નાટક દરમ્યાન)
સુખીરામ : લ્યો પેંડા મારે ત્યાં દીકરી આવી.
દુખીરામ : ટેન્શન આવ્યું
સુખીરામ: ટેન્શન નહિ ટેન સન બરાબર મારી દીકરી આવી.
દુખીરામ: ના , ના સાંભળ તેને પરણાવાનું ટેન્શન
કૃણાલ સર: (entry) બિલકુલ નહિ (બંને દીકરીઓ સાથે)
દુખીરામ: સારો મુરતિયો મળશે કે નહિ એનું ટેન્શન
કે.પી.સર : ના
દુખીરામ: સાસુ સારી મળશે કે નહિ એનું ટેન્શન
કે.પી.સર : ના
દુખીરામ : અરે શું ના ના કહો છો સાહેબ
કે.પી.સર : કહે જ ને આ મારે બે દીકરીઓ છે મને તો આવું ટેન્શન નથી
દુખીરામ : પણ મારી દીકરી એ તો મોટું ટેન્શન અપાવ્યું, તે કોઈ ની સાથે ભાગી ગઈ.
કે.પી.સર : ભાગી ગઈ કે ભગાડી ગયો તે પછી નક્કી કરીએ, પણ એ ભાગી કેમ.?
દુખીરામ: આ જ તો પ્રશ્ન આખા વિશ્વને કોરી ખાય છે અને એટલા માટે જ દીકરી નો જન્મ થતાં માં-બાપ દુખી થાય છે.
કે.પી.સર : ખોટી વાત
જંગલ માં તમારી સામે સિંહ આવે તો તમે શું કરશો.
(દોડ્શું, ડરીશું, રડશું - દુખીરામ)
કે.પી.સર: આવું જ દીકરીઓ નું છે.
તમને ખબર છે, બે પ્રકાર ના સિંહ  હોય – સરગસનો અને જંગલનો
સરગસ નો સિંહ માર પીટથી મજબુરી થી કંટ્રોલમાં રહે પણ જો બારી મળે તો ભાગી જાય.
અને જંગલનો સિંહ એને જો પ્રેમ થી તાબામાં લાવીએ તો એ આપણા માટે જાન આપે છે.
દીકરી ઓ ન ઉ કૈક આવું જ છે.
દુખીરામ : મેતો મરી દીકરી ને બંધન આપ્યું જ નાથી એને પૂરી છૂટ આપી.
કે.પી.સર: ગાડી ચલાવો છો.
દુખીરામ : હા
કે.પી.સર: સર્વિસ કરાવો છો
દુખીરામ : હા
કે.પી.સર: બ્રેક ના હોય તો.?
દુખીરામ : એકસીડન્ટ થાય.
કે.પી.સર: અને ઓઈલ વધારે પડે તો
દુખીરામ : ગાડી બગડી જાય
કે.પી.સર: ઓઈલ ના બદલો તો
દુખીરામ : પૂરું તમે કેવા શું માગો છો
કે.પી.સર: દુખીરામ દીકરીઓ માં પણ બ્રેક મારવી પડે, ભલે ગાડી 1999 ની હોય કે 2018 બ્રેક કમ્પલસરી...
સમયે સમયે તપાસ કરી – શું કરે ? ક્યાં જાય.? કેmમ જાય? પૈસા ફૂલ આપો પણ એનો હિસાબ માગો.! માગો અને માગો જ..
દબાણ માટે નથી.
દીકરી તમારી છે એને સાચા ખોટા ની સમજ આપો પછી જુઓ તમારા આંગણાની તુલસી બારેમાસ લીલી રહેશે.
દુખીરામ : આગળ તો બોલો
કે.પી.સર: તેને રાત્રે ટીવી જોવા દઈએ પણ કઈ ચેનલ જોવે છે તપાસ કરો
મિત્રોના ઘરે જવા દઈએ પણ કેવા મિત્ર ના ઘરે જાય છે તે જોવું.
મોબાઈલ, વોટ્સએપ વગેરેનું શું ઉપયોગ કરે છે તે જોઉં જોઈએ.
ગાય મોટી કર્યા પછી તે ક્યાં જાય તે આપણે જોવાનું તેને તો ખબર નથી પડતી. કે ક્યાં જવું.- ગાય ને આપણે સમજણ આપશું કે ક્યાં જવું કસાઈ ને ઘેર કે દેસાઈ ને ઘેર.
દુખીરામ : સાચી વાત છે મેં આવું ના કર્યું.
કે.પી.સર: વાંધો નહિ દીકરી સુખી છે તે મહત્વનું
દુખીરામ : એના તો સમાચાર નથી.
(ત્યાજ તેમની દીકરી દોડતી આવે છે, પાછળ થી છોકરો ધક્કો મારે છે.)
લ્યો આ તમારી દીકરી ()
દુખીરામ :શું થયું એતો કહે, બે બે વર્ષ પછી તમે આવ્યા બેસો પાણી પીવો.
પતિ શનિ : અરે પહેલી વાર તો થી પણ બીજીવાર પણ દીકરી 
દુખીરામ : તો શું થયું
શનિ : એર્બોશન કરાવવાણી ના પાડે છે.
યોગી : પાપા sorry પણ મારે દીકરી જોઈએ છે.
પ્રેરણા: (ત્યાં જઈને શની ને થપ્પડ મારે છે.) દીકરી નથી જોઈતી
તારી માં કોણ.? જીનલ – દીકરી
તારી બહેન કોણ? જીનલ – દીકરી
તું પરણ્યો એ કોણ? કે.પી.સર – દીકરી
પરણવા, રાખડી બાંધવા ,છોકરી જોઈએ પણ એક બેટી તરીકે છોકરી ના જોઈએ.
એ શું નામ તારું.- શનિ (boyboy) આમે તું નડતો રેવાનો....    દીકરી સો ઘર તારે તારા નસીબ કે યોગી જેવીએ તને પસંદ કર્યો બાકી તું નડતો જ રહેવાનો (શનિના હાવભાવ બદલાય છે)
મહિસાસુર મારનારી દીકરી, પતિનો જીવ પાછો લાવનાર સતી-સાવિત્રી દીકરી, ઇન્દિરા ગાંધી દીકરી , કલ્પના ચાવલા દીકરી (શનિ ઢીલો પડે છે ) સુનીતા વિલિયમ્સ દીકરી રાની લક્ષ્મીબાઈ દીકરી... તું કોણ દીકરી ને મારનાર
જીનલ : દીકરી વગર દિવસ નો જાય   બાપ ને સમજનારી માં પણ.. સમજાવનારી દીકરી
   શનિ: (રોવે છે) માફ કરો  મને માફ કરો હું બનીશ દીકરી નો બાપ.
જો મારી દીકરી પણ આવી હોય તો.(બધા હસે છે યોગી શની પાસે જાય છે.)
કે.પી.સર : લાવો સુખીરામ પેંડા
સુખીરામ : ખતમ થઇ ગયા અરે દીકરી વિષે આટલું બધું સાંભળ્યું તે એટલો ખુશ થયો કે મહેનત મરી દીકરી મારી મીઠાઈ મારી તો ખાવાની પણ મારે જ ને (બધા હશે છે)
કે.પી.સર: ખબર હતી આ લ્યો પેંડા
મરી દીકરી ડોક્ટર બની છે અને બીજી આઈ.પી.એસ. બની છે
શનિ:  એટલે જ સાલો લાફો એવો વાગ્યો ને.
દુખીરામ : વટશે તમારો જોશી સાહેબ.
કે.પી.સર: ના આતો દીકરીઓ મારી “દેવસેના”
બધા સાથે બોલે છે : અને તમારી
***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED