Premrang - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ - ૩

મેં વર્ષા ને ફોન માં કહી દીધું કે હું કાલે રૂબરૂ તને મળીને વાત કરું. બીજા દિવસે સવારે જ્યારે હું કોલેજ પહોંચ્યો ત્યારે તે કોલેજ માં હાજર નહોતી મેં એની રાહ જોવાની શરૂઆત કરી મને એમ લાગતું હતું કે જાણે એક મિનિટ થતા એક કલાક લાગતો હોય.
થોડીક રાહ જોયા પછી એ દુર થી આવતે નજરે પડી ,
આમ તો મારું હૃદય એને જોઈને વધુ ધડકે પણ આજ એને જોઈ ને બેવફા એ ધડકવાનું ભૂલી ગયુ. અને બેકગ્રાઉન્ડ સોન્ગ પણ મને સંભળાવવા લાગ્યું કે, બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ મેરા મહેબૂબ આયા હૈ...
જેમ મોરલો આભની વર્ષાના આગમન થી પોતાનાં પીંછા ખોલીને નૃત્ય કરે એમ મારુ મન પણ નૃત્ય કરવા લાગ્યું... 
રોજની જેમ આજે પણ ઘણી વાતો હતી મારી પાસે પણ નિઃશબ્દ હતો.
તેની સાથે એની હોસ્ટેલ ના ફ્રેન્ડ્સ હોવાથી તે આવી ને મારી નજદીક થી નિકળીને કોલેજ માં જતી રહી.
મેં રવિ ને પૂછ્યું કે ભાઈ એને મને કોલ કેમ કરેલો રવિએ મન મા હસીને કહ્યું કે તે જે લાગણી મને કહી હતી એ બધી જ મેં વર્ષા ને તારા તરફથી કહી દીધી એટલે મિત્રતા કરવા તૈયાર થઈ.
અમારી વાતચીત કોલેજ માં અને એ હોસ્ટેલમાં જાય તો પણ ચાલતી રહી અમે એક બીજાની નજીક આવતા ગયા કોલેજના સમય સિવાય અન્ય સમય માં પણ અમે મળવા લાગ્યા.
ડો. કુમાર વિશ્વાસની કવિતા યાદ આવે છે જે જાણે મારા એ ક્ષણ માટે જ બની હશે કે,
મેરા અપના તજુરબા હે તુમ્હે બતલા રહા હું મેં...
કોઈ લબ છું ગયા થા તબ કે અબતક ગા રહા હું મેંં...
મેં કહ્યું તારી સગાઈ થયેલી છે એને કહ્યું એ મારી ઈચ્છા વિરુદ્ધ છે મેં કહ્યું તોડી દે સગાઈ અને રંગાઈ જા મારા પ્રેમરંગ માં...
જેની સાથે સગાઈ થઈ હતી મે એને કોલ કરી સમજાવવા પ્રયત્નો કર્યા પણ એ મારી કોઈ વાત સમજવા તૈયાર નહોતો ઉલટું એને તો મારી વિરુદ્ધ વર્ષા ને ભડકાવી ને કહ્યું કે નિસર્ગ મને કોલ કરી ધમકી આપે છે સગાઈ તોડવા માટે અને અપશબ્દો બોલે છે આ વાત થી મારા જીવનમાં વળાંક આવી ગયો વર્ષા એ મારા પર વિશ્વાસ ન કરતા એને મારી સાથે વાત કરવાનું ઓછું કરી દીધું અને એ ધીરે ધીરે મારાથી દૂર જવા લાગી.
અંતે વાત ને અને પ્રેમને પૂર્ણવિરામ લાગી ગયું.
એક વર્ષ પછી એના લગ્ન થવાના છે એવા સમાચાર મળ્યા મને એમ હતું કે એ મને લગ્નમાં આમંત્રણ નહીં આપે જેની સાથે ફેરા ફરવાના સપના જોયા હોય એને મંડપની બહાર જોઈ ને બીજા કોઈ સાથે એ ફેરા નઈ ફરી શકે અંતે બન્યું પણ એવુંજ કે મને આમંત્રણ ના મળ્યું.
 એના લગ્નના થોડા દિવસો પછી પરિક્ષા હતી જે અમારું છેલ્લું વર્ષ હતું કોલેજમાં જેના પછી હું એને ક્યારેય જોઈ નહોતો શકવાનો પરીક્ષા પૂર્ણ થઈ ગઈ સાથે અમારા સબંધ પણ પુરા થઈ ગયા અમે છુટા પડ્યા ને બે વર્ષ થયાં ત્યાર પછી મેં મારો મોબાઈલ નંબર બદલી નાખ્યો જેથી કરી મારી જૂની યાદો જે મારું ભૂતકાળ હતું તેને ભૂલી મારા સારા ભવિષ્ય માટે મારુ વર્તમાન જીવી શકું.
એ નંબર પર જે મારી સાથે પહેલા બનેલું એમજ રાતે રાવીનો કોલ આવ્યો અને કહ્યું કે ભાઈ બહાર જા પેલીનો કોલ આવશે. મેં મન માં નિશ્ચય કર્યો કે ભલે આવે નથી રિસીવ કરવો કોલ પણ મન ના માન્યું.
મારું મન જ્યારે નારાજ થતું હતું ત્યારે એ મારા મનને મનાવતી તો હવે આ મારું ક્યાંથી સાંભળે.?
મેં કોલ રિસીવ કર્યો એને કહ્યું નિસર્ગ શુ ચાલે શાંતી? લગ્ન કર્યા કે નહીં? 
કિસને દી હે દિલ પે દસ્તક કોન હે...
આપ તો અંદર હે બહાર કોન હે...
મેં કહ્યું ના હજુ સુધી નઈ એને કહ્યું ચિંતા ના કરીશ મારા જેવી મળશે.
મેં મન માં કહ્યું કે આ પાગલને કોઈ સમજાવો કે ચાહત તારી છે તારા જેવી ની નઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED