Anamika books and stories free download online pdf in Gujarati

અનામિકા

મિત્રો  હું જે વાત કરવા જઈ રહયો છું તે વાત આપણને બધાને લાગુ પડે છે કેમ કે કોઈ પણ ગુનો થાય અથવા કાઈ ખોટું થાય તો આપણે માત્ર એને ફેસબુક કે વોટ્સએપ માજ બતાવી સારા થઈએ છીએ કેમ કે એ આપણાં કે આપણા પરિવાર પર નથી થયું એટલે આપણને ડર એ વાતનો નથી કે બળાત્કાર થાય છે આપણને શાંતિ એ વાતની હોય છે કે આપણી  દીકરી સલામત છે પણ એ ભૂલી જઈએ છીએ કે જેના પર વિતી છે એ પણ કોઈની દીકરી છે કોઇની બહેન છે.
આ કહાની ની શરૂઆત પોલીસ સ્ટેશન થી થાય છે પોલીસ પૂછતાછ ચાલી રહી છે ગુનેગાર ને પ્રશ્નો કરવામાં આવે છે કે નામ કહો અને સરનામું નામ અનુપ શર્મા મહેસાણાનો રહેેવાસી બીજો પ્રશ્ન કે હાલ શુ કરો છો? પ્રાઈવેટ કંપનીમાં નોકરી માટે દરરોજ મારૂ અપ ડાઉન ટ્રેનમાં  મહેસાણા થી અમદાવાદ પ્રશ્ન ઘર માં કોણ કોણ રહે છે? હું અને મારી પત્ની બંને બીજું કોઈજ નઈ આ ગુનો કરવાનું કેમ સુજ્યું આનું કઇ કારણ...
સાહેબ, મારે અમદાવાદ નોકરી છે હું દરરોજ ટ્રેનમાં જાઉં છું ટ્રેન માં મારા સિવાય બીજા હજારો લોકો મુસાફરી કરે છે દરરોજ નવા લોકો સાથે ઘડી બે ઘડીની મુલાકાત થાય કોઈ વાત પર ચર્ચા થાય અને ત્યાંથી પાછા ફરીએ ત્યારે પણ નિયમિત દિનચર્યા. મહેસાણા થી અમદાવાદની મુસાફરી પછી મારી કંપની થોડી દૂર આવેલી છે તો હું ત્યાંથી ચાલતો ચાલતો કંપની તરફ દરરોજ રવાના થાઉં છું રેલવે સ્ટેશન અને કંપની વચ્ચેના રસ્તામાં એક કોલેજ અને શાળા બંને આવે છે શાળામાં ભણતા અને ખિલખિલાટ કરતા બાળકો ને જોઈ ને મન માં હસતા હસતા એજ ઈચ્છા થાય કે કાશ મારે પણ નાની દીકરી હોય તો કેટલું સારું દીકરી કોને ના જોઈએ દીકરી એટલે એક પિતાની માં જે પિતાને માં જેટલોજ પ્રેમ આપે અને પિતા પણ મન ભરીને એને પ્રેમ આપે એ બાળકો ને જોઈને મને થતું કે મારે પણ બાળક જોઈએ આ ઈચ્છા મેં મારી પત્ની ને જણાવી મારી પત્ની પણ આ વાત માટે રાજી થઈ ગઈ હું પણ ખુશ હતો કે મારે પણ દીકરી આવશે હું પણ તેને ખુબજ પ્રેમ આપીશ એને કોઈ વાતની કમી નઇ થવા દઉં.
પણ મેં જણાવ્યું કે શાળા ની બાજુમાં કોલેજ પણ હતી કોલેજ માં દીકરીઓને જોઈને થતું કે શુ મારી દીકરી પણ આમાંથી એક હશે શુ એ પણ આ રીતે કોલેજ માં... મન માં ચિંતાઓ ચાલતી પણ મન મનાવી કહેતો કે ના હું મારી દીકરીને સારા સંસ્કાર આપીશ. મારી પત્ની ની ગોદભરાઈ ની રસમ થઈ બધા ખુશ હતા સાગા સંબંધીઓ તરફથી આશીર્વાદ મળવા લાગ્યા કે દીકરો થશે નામ રોશન કરશે મારે તો દીકરી જ જોઈતી હતી જે મને મા જેટલો પ્રેમ કરે. થોડાં દિવસો પછી જ્યારે દરરોજ ની જેમ ટ્રેન માં હતો ત્યારે બાજુમાં બેસેલા એક વડીલ પેપર વાંચતા હતા ત્યાં પેપર માં નજર પડી તો સમાચાર વાંચ્યા બળાત્કાર કેસ નાની બાળકી પર માત્ર ૮ મહિનાની બાળકી પર બળાત્કાર થયું કે હવે માનવતા નથી રહી તેજ દિવસે સાંજે ઘરે આવી જમવા બેઠા હતો તો મન માં એજ સમાચાર યાદ આવતા ગયા જમવાનું ના ભાવ્યું મારા બેડરૂમ માં જઈને થોડા જુના ૨૦૧૮ ના વર્ષ ના પેપર કાઢ્યા અને એમાં સમાચાર વાંચ્યા 
૧. તા. ૧૦ જાન્યુઆરી  ગૂમ થયાની ખબર અને તા. ૧૭ જાન્યુઆરી જંગલ માંથી તેજ બાળકીની લાશ મળી ૮ વર્ષ ની બાળકી પર બળાત્કાર...
૨. ૧૫ એપ્રિલ સીતાપૂર ગેંગરેપ
૩. ઉત્તર પ્રદેશમાં ૧૩ વર્ષના છોકરાએ ૯ વર્ષની બાળકી પર બળાત્કાર...
૪. છાતીશઘઢમાં ૧૦ વર્ષની બાળકી પર બળાત્કાર
૫. આસામ માં ૧૧ વર્ષની બાળકી પર બળાત્કાર
૬. ઇન્દોર માં ૪ મહિનાની બાળકી પર બળાત્કાર
આ બધું વાંચીને મારું હૃદય દ્રવી ઉઠ્યું મેં ફોન કર્યો ડોક્ટર ને જેની ટ્રીટમેન્ટ મારી પત્ની ને ચાલતી હતી મેં ડોક્ટર ને કહ્યું કે ડોક્ટર સાહેબ એક વાત કરવી હતી ડોક્ટર સાહેબે કીધું હા બોલો જે વાત હોય એ કહો મને મેં કીધું સમજાતું નથી કેવી રીતે કહું ડોક્ટર સાહેબે કીધુ જે હોય એ મન ખોલીને કહી દો કાઈ પણ પ્રોબ્લમ હોય મેં કીધું ગર્ભપાત કરાવો છે. ડોક્ટર કહે તમને ખબર પડે છે કે નઇ તમે શુ બોલો છો તમને ભાન છે કે નઇ મેં કીધું મને બધું ભાન છે મારે બસ મારી પત્નીનો ગર્ભપાત કરાવો છે ડોક્ટરે કહ્યું હું તમારી પર કેસ કરીશ તમારા જેવા મારી પાસે રોજ હજારો ફોન આવે છે જેમને દીકરી ના જોવે એટલે ગર્ભપાત કરાવી નાખે છે મેં કહ્યું મારે તો દિકરીજ જોવે છે ડોક્ટરે કહ્યું કે તો પછી પ્રોબ્લમ શુ છે મેં કહ્યું જો એનો જન્મ થશે તો એનો બળાત્કાર થઈ જશે...
આ સાંભળ્યા પછી ઇન્સ્પેક્ટર ની આંખમાં પણ આંસુ આવી ગયા અને આજ હકીકત છે ગણા માતા પિતા આ ડર થી દિકરીઓનું ભણવા નું બંધ કરાવી દે છે અને ઘરમાં બેસાડી દે છે મારે એ માતા પિતાને કહેવું છે કે દીકરીઓને ઘર માં બેસાડવાથી પરિસ્થિતિમાં  સુધારો નઇ આવે જો પરિસ્થિતિમાં સુધારો લાવો હોય તો દીકરાઓ ને સમજાઓ અને ના સમજે તો થપ્પડ મારીને સમજાવો કેમ કે મેં જે ૨૦૧૮ માં બનેલા કેસ લખ્યા છે એમાં દીકરીઓની ઉંમર એટલી નહોતી કે એમને સમજાવાની જરૂર પડે એમને હજુ દુનિયા પણ નહોતી જોઈ માત્ર ૪ કે ૮ મહિનાની બાળકી ના ભવિષ્યનું શુ... માત્ર બેટી બચાવો કે બેટી પઢાઓ કહેવાથી કાઈ થશે નઈ પછી દરેક માતા પિતા એ પોતાની દીકરીને જનમવાજ નઇ દે કે ક્યારેય એમ નઇ ઈચ્છે કે મારે ઘરે દીકરી આવે... એટલે જ મેં ડોક્ટર સાહેબ ને ગર્ભપાત ની વાત કરી જો હું ખોટો હોઉં તો મને સજા આપજો...


મિત્રો અનામિકા એટલા માટે કેમ કે ગર્ભપાતમાં કેટલી અનામી દીકરીઓ દુનિયા માં આવ્યા વિનાજ દુનિયા છોડીને ચાલી જાય છે દરેક દીકરીને જન્મ લેવાનો હક છે જીવવાનો હક છે એમનો આ હક એમની પાસેથી ના છીનવશો...

ગૌરવ પટેલ(બલોલ)
7878759707

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED