take it easy books and stories free download online pdf in Gujarati

ટેક ઈટ ઈઝી

ટેક ઈટ ઈઝી
        “ શારદાબાઈ ક્યારે આવશો કાલે? બેડરૂમ અને સ્ટોરરૂમ જ તો બાકી છે , કાલે પૂરું કરી દઈએ ...” ચાર્મી ઝડપી શ્વાસે બોલી . “ બેન બધા જ સફાઈનું કામ કાઢે છે... થોડા ખમો ને ... બે દિવસ નીકળી જવા દો .” ચાર્મીએ છણકો કરી પોતાનો વિરોધ દર્શાવ્યો . “ બેન ખોટું લાગ્યું ...પણ બેન હું માણસ છુ મશીન નથી , આમ ગુસ્સોના કરો . પેલી ત્રણ નંબર વાળીનું પહેલા પતાવી દઉં ..... બેન આખો દિવસ રોજનું કામ અને આ દિવાળીની સફાઈના કામથી રાતે હાથ-પગ તો એવા તૂટે કે ના પૂછો વાત ઉપરથી વર રાતે હેરાન કરે એ તો નફામાં .... ક્યાં જવું ? સાચું નહીં માનો ચાર્મી બેન પણ બે દિવસ પહેલા તો શરીર એટલું તૂટતું હતું કે મે વરની બાટલીમાથી ચાર ઘૂંટડા મારી લીધા હતા .... બેન બધા બોનસ આપે પણ બહુ ચૂસી લે ......ક્યારેક તો એવું થાય કે બોનસ પણ નથી જોઈતું અને કામ પણ નથી કરવું પણ કહી શકતી નથી … એટલે કહું છુ બે દિવસ પછી રાખો ને .....” 
        ચાર્મી થોડી ઠંડી પડી ...તેને શારદાની વાતો બરાબર લાગી ... આમ તો તે શારદાને સાચવતી જ હતી પણ આજે એની દયા આવી ગઈ . બે દિવસ બાદ પહેલા કબાટની સફાઈ શરૂ થઈ ...એક પછી એક વસ્તુ ઓ ...કપડાં સાફ થઈ પોતાની જગ્યાએ પાછા ગોઠવાયા . પછી શારદાએ માળિયામાથી પોટલાં ઉતાર્યા . આયુષ્યના થોડા કપડાં-રમકડાં હતા . ...અને એક પોટલામાં ચાર્મીના જૂના ડ્રેસ અને અભિનવના કપડાં હતા .. ચાર્મીએ પોટલું ખોલ્યું અને શારદા ભણી એક પછી એક કપડાં નાખવા લાગી ....” લે....આ.... લઈ....જા ...,આ પણ લે ...., આ પણ લે...., શારદા કપડાં બાજુ પર મૂકવા લાગી , પોતાના પતિને આવી રહે તેવું એક અભિનવનું સારું પેન્ટ જોઈ ખુશ થઈ .. તેણે પેન્ટ હાથમાં લીધું અને ખીસ્સા ફંફોસ્યા ... જોયું તો એક ખીસ્સામાથી વીસની નોટ મળી ... તેણે નોટ ચાર્મી ને આપી ....” તું જ રાખ .” ચાર્મી એ ટૂંકો જવાબ આપ્યો . અભિનવ ક્યારેય ના સુધરે .. તે બબડતી રહી .
      શારદાએ પેન્ટના બીજા ખીસ્સામાં હાથ નાખ્યો .. તેમાથી પણ કઈક નીકળ્યું ..જે જોઈ શારદા શરમાઈ ગઈ.. શારદાના હાથમાં કોન્ડોમનું પેકેટ હતું અને કોઈ ફીલ્મની બે ટિકિટ હતી .ટિકિટ પર કશું વંચાતું ન હતું શારદાના હાથમાનું પેકેટ જોઈ ચાર્મી ફસડાઈ પડી ....એક જ ક્ષણમાં તેના મગજમાં કઈ કેટલાય સવાલ ઉભરાઈ આવ્યા. પોતે તો કૉ –ઓપર્ટી બેસાડી હતી તો અભિનવના પેન્ટમાં આ કોન્ડોમનું પેકેટ કેમ....! શારદાએ પેકેટ ટેબલ પર મૂક્યા .... ચાર્મીની આંખો છલકાઈ આવી ...કબાટને ટેકે તે જાણે ફસડાઈ પડી ...અભિનવ આવું કઈ કરી શકે તેવું તેને માન્યામાં આવતું ન હતું ...જે પુરુષને તે ચારિત્ર્યવાન સમજાતી હતી તેનું બહાર અફેર હોય એ માની કઈ રીતે શકાય ? મન તો થયું ફોન કરી ખખડાવું પણ અભિનવ ઓફિસની ટૂર પર હતો આથી ચાર્મીએ ફોન કરવાનું ટાળ્યું 
     બાકીની સફાઈ શારદાએ એકલા હાથે કરી ...અભિનવને આવવાને ત્રણ દિવસની વાર હતી .. ચાર્મી સતત વિચારતી રહી ...કોણ હશે એ ? જેની સાથે અભિનવને સેક્સચ્યુઅલ રિલેશન છે ? તેને અભિનવની જૂની ડાયરી શોધી નાખી . એક પછી એક નંબર ચેક કરવા લાગી ...પણ એવું કઈ હાથમાં ન આવ્યું . આખી રાત ચાર્મીની આંખો નિરંતર વહેતી રહી ... એક મિનિટ પણ આંખ લાગી નહીં ...રડી-રડીને ચાર્મીની આંખો સૂઝી ગઈ હતી ... બીજે દિવસે શારદા આવી તેણે ચાર્મીને પૂછ્યું , “ બેન ચા બનાવી આપું ?” ધીમા ડૂસકાં સાથે ચાર્મીએ ના પાડી . “ બેન થોડી પીજો ને મારે પણ પીવી છે .” “ સારું મૂકી દે .” શારદાએ સરસ મજાની આદું વાળી ચા બનાવી . ચા પી ને ચાર્મીને થોડું સારું લાગ્યું ...” બેન આજે સ્ટોર રૂમ પતાવવો છે? “ શારદાથી બોલી જવાયું .
         મને – ક મને ચાર્મી ઊભી થઈ પછી બોલી “ શારદા તું હવે નવી બેનની આદત પાડજે .. અભિનવ આવે એટલે હું આ ઘર છોડી જતી રહીશ ..., મારે નથી રહેવું એની સાથે..” “ બેન તમે ભણેલા છો ને ?” “ હા..પણ તેથી શું થયું ?... એ મારા સિવાય કોઈની સાથે સંબંધ રાખે અને મારે ચલાવી લેવાનું....!” “ બેન તમે સાહેબને પૂછજો તો ખરા ...બની શકે એ વસ્તુ બીજાની હોય ...” “ બીજાની વસ્તુ એની પેંટમાં શું કરે ? “ “ છોડોને બેન તમે છોકરાનો તો વિચાર કરો .... ચાલો મૂકો વાત આપણે સ્ટોર રૂમની સફાઈ કરી નાખીએ ...” સ્ટોર રૂમ સાફ થવા લાગ્યો . બ્લ્યુ કલરની નાની બેગ ચાર્મીએ હાથમાં લીધી.. દર વર્ષે બેગ બહારથી જ સાફ કરી ચાર્મી તેને મૂકી દેતી , ચાર્મી તેને ખોલતી ન હતી . આજે ચાર્મીએ બેગ ખોલી ડાયરી બહાર કાઢી .... દરેક પાનાં પર સુંદર મજાની શાયરીઓ હતી ... એ શાયરી જે લગ્ન પહેલા પોતે ઋત્વીજ માટે લખી હતી. પોતે પણ તો બધી જ સીમા ઓળંગી હતી... પણ ઋત્વીજ ભણવા લંડન ગયો અને પછી ત્યાં જ ખોવાયો અને પોતે ભારે હૈયે અભિનવ સાથે પરણી ... 
        શાયરીઓ વાંચી તેનું દિલ થોડું નરમ પડ્યું ...તે વિચારવા લાગી ....” અભિનવે કશું કર્યું તો ..શું ખોટું કર્યું... એને એ સ્ત્રી ઓળખાતી હશે ... કદાચ આજે ઋત્વીજ તેને ફરી મળે તો પોતે પણ તો તેને મળવાનું પસંદ કરે ...એક સમયનો મનનો માણીગાર હતો ઋત્વીજ .... અને ઝઘડીને પણ તો અલગ થયા ન હતા ...” તેણે નક્કી કર્યું કે પોતે અભિનવ સાથે નોર્મલ રહેશે પણ પૂછશે જરૂર.... “ બેન... ક્યાં ખોવાયા...લાવોને બેગ મૂકી દઉં ... “ બેગ મૂકાઈ ગઈ ... શારદાએ ફરી ચા મૂકી . ચાર્મી થોડી નોર્મલ થઈ . ચા ની ચૂસકી લેતા-લેતા શારદા બોલી ..” બેન.. ભાઈ સાથે લાંબો ઝઘડો ના કરતાં ..તમને ખબર છે મારા વરનું પણ લફડું છે ...જે કમાય તેમાથી અડધું તો પેલીને આલે ... તમે તો ભણેલા તે કશે નીકળી પણ જાઓ ... હું ક્યાં જાઉં ? પણ હું તો એટલું જ માનું કે વર રાત પડે ઘરે તો આવે છે ને ... રાશન ભરી દે છે ને તે બહુ થયું ...અને બેન ક્યારેક ને ક્યારેક આપણને પણ તો કોઈક ગમતું હોય છે ... તમને સાચું કહું હું સમજણી થઈ ત્યાર થી મારો દરજી મને બહુ ગમે આજે પણ મન બહુ દુખી હોય તો એને એક નજર જોઈ લઉં મન ખુશ થાય એ પણ જાણે મારી પ્રિત ... દુકાને ઘડીક કોઈના હોય તો વાત કરીએ શાંતિથી ... બધા પોતાની ખુશી શોધી જ લેતા હોય છે ... નાના મોઢે મોટી વાત કહું છુ પણ ... ભાઈ સાથે ઝઘડો ના કરતાં .” ચાર્મી શારદાની વાત સાંભળતી રહી . અભણ શારદા ચાર્મીને પોતાના કરતાં વધુ સમજદાર લાગી . 
       ત્રણ દિવસમાં તો ચાર્મી બિલકુલ હળવી થઈ ગઈ . અભિનવ આવ્યો... ચાર્મીએ નોર્મલ વર્તન કર્યું .. રાતે બેડ પર સૂવા આવી ત્યારે ચૂંથાયેલી ફીલ્મની ટિકિટ અને કોન્ડોમનું પેકેટ અભિનવના હાથમાં મૂક્યા . અભિનવ છોભીલો પડી ગયો. ચાર્મી હળવેકથી તેની બાહોમાં લપાઈ અને બોલી... “ સાચું બોલીશ તો વધુ ગમશે ... અભિનવ કોણ છે એ સ્ત્રી..? “ “ ચાર્મી સૉરી બટ ...., ...બટ ...એ ...એ ...ગુલનાર હતી ..મારી લવર...અમારું અફેર હતું... પણ એ મુસ્લિમ ...હું હિન્દુ ... લગ્ન શકય જ ન હતા .. એટલે બંને એ સમાધાન માન્યું .. એ અમેરિકા શેટલ થઈ છે એફ બી પર થી ફરી પરિચય થયો . એ ઈન્ડીયા આવી હતી એટલે હું એને મળ્યો ...” 
              “ બસ ... બસ ...કશું જ ના બોલ ... હું તારાથી નારાજ નથી ...ટેક ઈટ ઈઝી લઉં છુ.... “ “ ઓ..હ... ચાર્મી... જા આજે વચન આપું છુ , આજ પછી ક્યારેય એને નહીં મળું..” “ ના.. અભિનવ વચનમાં ના બંધાઈશ ... જીવન તો વહેતા પાણી જેવુ હોવું જોઈએ ...અને આ વચન -બંધન સંબંધો ને સડાવે છે ...બોરિંગ બનાવે છે ... બસ જીંદગીને જીવી લઈએ એક-મેકની સાથે અથવા ક્યારેક બીજાની સાથે ... મને કોઈ ફરિયાદ નથી... ટેક ઈટ ઈઝી યાર ...
      અભિનવની આંખ છલકાઈ..’ .ઓ .. મારી ચાર્મી...’ અને બંને જણા એક-મેક માં ખોવાઈ ગયા......

સંગીતા દયાળ 
(સંગમ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED