રોબોટ 2.O - રીવ્યુ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ 2.O - રીવ્યુ

                          રિવ્યુ ઓફ રોબોટ 2.O

દોસ્તો આજે હું રીવ્યુ કરીશ અત્યાર સુધીની ઇન્ડિયન સિનેમા ની સૌથી મોંઘી(અધધ!! 543 કરોડ) અને સાલ 2018 ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ એટલે કે રોબોટ 2.O ની.
 ડિરેકટર અને સ્ટોરી રાઈટર:-શંકર
પ્રોડ્યુસર:-લાયકા પ્રોડક્શન,ધર્મા પ્રોડક્શન (કરણ જોહર)
મ્યુઝિક:-એ.આર.રહેમાન
ફિલ્મ ની લંબાઈ:-166 મિનિટ
સ્ટાર કાસ્ટ:-સુપર સ્ટાર રજનીકાંત,અક્ષય કુમાર,એમી જેક્શન
પ્લોટ:-સાલ 2010 માં આવેલી સુપરહિટ ફિલ્મ રોબટ (એંઘીરન) ની ઓફિશિયલ રિમેક છે રોબોટ 2.O.,જે જગ્યાએથી રોબોટનાં પ્રથમ ભાગની પુર્ણાહુતી થઈ હતી ત્યાંથી આ ભાગની સ્ટોરી આગળ વધે છે.
 સ્ટોરી લાઈન:- ફિલ્મની શરૂઆત એક ડ્રોન દ્વારા લેવામાં આવેલાં એક નયનરમ્ય સીન થી થાય છે જેમાં ઘણાં પક્ષીઓ હવામાં ઉડી રહ્યાં હોય છે..આ સીન ની તુરંત બાદ એક વ્યક્તિ મોબાઈલ ટાવર ને ફાંસો લગાવીને આત્મહત્યા કરે છે.
ત્યારબાદ એન્ટ્રી થાય છે ડોકટર વશીકરણ (રજનીકાંત) અને નીલા (એમી જેક્શન)ની.નીલા પણ ચીટ્ટી ની માફક એક રોબટ જ છે જે ડોકટર વશીકરણ ને આસિસ્ટ કરે છે.
આગળ જતાં અચાનક આખા શહેરનાં મોબાઈલ ગાયબ થઈ જાય છે.મોબાઈલ ગાયબ થવાનાં સીન ની સાથે લોકોનાં મોબાઈલ તરફનાં વળગણને સરસ રીતે હાસ્યાસ્પદ રીતે દર્શાવાયું છે.ત્યારબાદ મોબાઈલ નો ઉપયોગ કરી કોઈ શક્તિશાળી અદ્રશ્ય તાકાત દ્વારા હત્યાઓ શરૂ થાય છે.આખરે સરકાર ને જરૂર પડે છે ડોકટર વશીકરણનાં અદ્ભૂત રોબોટ ચીટ્ટી ની.
શહેરમાં જ્યારે મોબાઈલ ક્રો-મેન આતંક મચાવી રહ્યો હોય છે ત્યારે ચીટ્ટીની એન્ટ્રી ખરેખર તાળીઓ પાડવા અને સીટીઓ વગાડવા મજબૂર કરી દે એવી છે.મોબાઈલ ફોન ક્યાં ગાયબ થાય છે એની તપાસ કરતાં ડોકટર વશીકરણ પોતાનાં બંને રોબોટ સાથે ગંતવ્ય સ્થાને પહોંચે છે જ્યાં પ્રથમ વખત સ્ક્રીન પર નજરે પડે છે અક્ષય કુમાર,અક્ષયની સ્ક્રીન પર એન્ટ્રી ની સાથે જ ઈન્ટરવલ પડી જાય છે.
ઈન્ટરવલ પછી અક્ષય કુમાર જેનું પાત્ર નિભાવી રહ્યો છે એ પક્ષીરાજન ની કહાની દર્શાવાઇ છે.પક્ષીઓ પ્રત્યે પક્ષીરાજન નો પ્રેમ,મોબાઈલ ટાવરોનાં અણઘડ ઉપયોગથી ઉત્તપન્ન થતાં રેડિયેશનથી પક્ષીઓનું મૃત્યુ પામવું અને એ રોકવા માટે પક્ષીરાજન દ્વારા થતાં નિરર્થક પ્રયાસો બધું જ ખૂબ સરસ રીતે દર્શાવાયું છે.
પક્ષીરાજન એટલે કે બર્ડમેન નો મુકાબલો ડોકટર વશીકરણ અને ચીટ્ટી કઈ રીતે કરે છે એ ગજબનાં VFX સાથે અંતમાં દર્શાવાયું છે.બાકી અંતમાં શું થશે એ જોવાં ફિલ્મ જોવી જ રહી.
એક્ટિંગ:-  ડોકટર વશીકરણ,ચીટ્ટી,અને રોબોટ 3.O(મીની રોબોટ)નાં રોલમાં રજનીકાંત નું કામ પરફેક્ટ છે.એક રીતે આવી ફિલ્મમાં એક્ટિંગ સ્પષ્ટ જોઈ શકાય એવી ના હોય કેમકે VFX નીચે એક્ટિંગ ઢંકાઈ જાય છે..છતાંપણ સુપરસ્ટાર રજનીકાંત ની સ્ક્રીન પરની પ્રેસન્સ ફિલ્મને અલગ લેવલ પર લઈ જાય છે.
અક્ષય કુમારની આ પ્રથમ સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે.અક્ષય ને આ ફિલ્મ માટે તૈયાર થવા માટે 3 થી 4 કલાક સુધી તૈયાર થવું પડતું.વૃદ્ધ પક્ષીરાજન અને નેગેટિવ શેડમાં બર્ડમેન નાં કિરદાર માં ખિલાડી કુમાર જામે છે.
નીલા નામની રોબોટ બનતી એમી જેક્શન પણ ફિલ્મમાં ગ્લેમર ની સાથે પોતાની એક્ટિંગ થી પોતાની હાજરી દર્શાવવામાં સફળ થઈ છે.
એ સિવાય ગ્રે શેડ માં સારાહ બોહરા નાં રોલમાં સુધાંશુ પાંડે અને મિનિસ્ટરનાં રોલમાં આદિલ હુસેન નું કામ પણ ઠીકઠાક છે.ફિલ્મમાં બે વખત એશ્વર્યા રાય નો અવાજ પણ સાંભળવા મળે છે..અવાજ મતલબ ટેલિફોનિક વોઇસ બાકી ફિલ્મમાં ક્યાંક એશ્વર્યા રાય બચ્ચન નથી.
ડાયલોગ અને ડાયરેક્શન:- ફિલ્મ નાં ડાયરેકટર છે શંકર..જેમને અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો બનાવી છે એ બધી જ સુપર ડુપર હિટ પુરવાર થઈ છે..વિશ્વાસ ના હોય તો લિસ્ટ જોઈલો.ઈન્ડિયન(કમલ હસન),નાયક,શિવાજી ધ બોસ,અપરિચિત,I-આઈ,રોબોટ વગેરે.
પોતાની આગળની ફિલ્મોની માફક આ વખતે પણ શંકર પોતાનાં આગવા ટચ માં નજર આવ્યાં છે..ફિલ્મની સરળ સ્ટોરી લાઇનને પણ કઈ રીતે માણવાલાયક બનાવાય એ જોવું હોય તો રોબોટ 2.O અચૂક જોઈ લેવી.માસ ઓડિયન્સ ને ધ્યાનમાં રાખીને બનાવેલી આ ફિલ્મ એક પરફેક્ટ એન્ટરટેઈનર છે.બિગ બજેટ ફિલ્મને કઈ રીતે સ્ક્રીનપ્લે સાથે મજબૂતાઈથી જકડી રાખવી એની ટેક્નિક શંકર સારી રીતે સમજે છે એ આ ફિલ્મ થકી એમને બૉલીવુડ નાં માંધતા ડિરેક્ટરો ને સમજાવી દીધું છે.
એક એન્ટરટેઈનર ફિલ્મની સાથે સુંદર મેસેજ આપવાની શંકરની સ્ટાઈલ આ ફિલ્મમાં પણ જોઈ શકાય છે.મોબાઈલ નો વધતો જતો ઉપયોગ માનવજાત માટે નુકશાનકારક છે એનું વિવરણ આ ફિલ્મ થકી કરાવાયું છે.
ફિલ્મનાં ડાયલોગ ઠીક ઠાક છે અને અમુક જગ્યાએ એને તામિલ ડબિંગ સાથે મેચ કરવા ઉમેરાયાં છે એવુ લાગે છે..છતાંપણ સાઉથ ડબ મુવી માટે તો ઘણાં સારાં કહી શકાય એવાં છે.
ફિલ્મનાં VFX નું અને મેકઅપ આર્ટિસ્ટ નું કામ વખાણવા લાયક છે..એક્શન ડાયરેકટર અને એડિટર નું કામ પણ ઉત્તમ દરજ્જાનું છે.એમાં પણ VFX નું કામ તો હોલીવુડ મુવી લાયક છે.ફિલ્મનાં ક્લાયમેક્સમાં રોબોટ નું રજનીકાંત સ્ટાઈલમાં સિગરેટ પીવું હોય કે પછી મોબાઈલ દ્વારા અલગ અલગ આકૃતિઓ બનવી બધું એ ગજબનું ઊંચા લેવલનું છે.
મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:- ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે એ.આર.રહેમાન સરે..છતાંપણ એ વાત દુઃખ સાથે કહેવી પડે છે કે ફિલ્મનું એકપણ ગીત સાંભળવું ગમે એવું નથી..કૈલાશ ખેર નાં અવાજમાં એક ગીત છે જે મહદઅંશે સારું કહેવાય એવું છે.
મ્યુઝિક એવરેજ હોવાનું કારણ શક્યવત એક તમિલ ફિલ્મનાં ગીતો ને પણ ડાયરેકટ ડબ કરાયાં હોવાનું એ પણ હોઈ શકે.કારણકે લિપ સિંગ મેચ કરવા ગમે તેમ ગીતો શૂટ કરાયાં હોય એવું બની શકે.
બાકી ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની જાન છે..એક્શન સિક્વન્સ ને શાનદાર બનાવવામાં ફિલ્મનાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો અગત્યનો ભાગ છે.
ફિલ્મની ખામીઓ:- આમ જોઈએ તો આટલી મોંઘી બજેટની અને લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય એવી ફિલ્મ ક્યાંક તો લોકોની અપેક્ષા પર ખરી ના ઉતરે.આ ફિલ્મ એક રીતે જોઈએ તો પરફેક્ટ જ છે.પણ ફિલ્મનું એવરેજ મ્યુઝિક ફિલ્મની સૌથી મોટી ખામી કહી શકાય.
આ સિવાય ફિલ્મની લંબાઈ પણ હાલની ફિલ્મો કરતાં વધુ છે એટલે ક્યાંક ક્યાંક તમને એકધારી એક્શન સિક્વન્સ પછી થોડો કંટાળો આવે એવું પણ બને.
ફિલ્મ ની જાણી અજાણી વાતો:- રોબોટ 2.O બૉલીવુડ ની નહીં પણ ભારતની સૌથી પહેલી એવી ફિલ્મ છે જેને ડાયરેકટ 3D કેમેરાથી શૂટ કરાઈ છે..બાકી ફિલ્મોને તો પહેલાં 2D માં શૂટ કરી એને 3D માં કન્વર્ટ કરવામાં આવતી.
અક્ષય કુમારનાં રોલ માટે ટર્મિનેટર ફેમ આરનોલ્ડ શ્વેતજેનેગર ને એપ્રોચ કરવામાં આવ્યું હતું પણ એમની ફી વધુ પડતાં એમને લેવાનો વિચાર પડતો મુકાયો.આ સિવાય પ્રભાસ,શાહરુખ ખાન અને વિક્રમ પણ અક્ષય કુમાર વાળા રોલ માટે ના કહી ચૂક્યાં છે.
આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ 120 કરોડને આંબી ગયું છે અને પ્રથમ દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ ફિલ્મ ક્રિટિક્સનાં અંદાજે 100 કરોડ ને પાર પહોંચી જશે.એ સિવાય આ ફિલ્મના સેટેલાઇટ રાઈટ પણ 110 કરોડમાં ઝી ટેલિફિલ્મ દ્વારા ખરીદવામાં આવ્યાં છે જે પણ એક રેકોર્ડ છે.
આ મુવી એકસાથે અલગ-અલગ 15 ભાષામાં રિલીઝ થવાની છે જેમાં ચાઈનીઝ અને જાપાનીઝ નો પણ સમાવેશ થાય છે..કોઈપણ ભારતીય ફિલ્મ માટે આ પણ એક નવો માઈલ સ્ટોન છે.આ મુવીનાં પ્રમોશન પાછળ 40 કરોડથી પણ વધુ રૂપિયા ખર્ચાયાં છે.અને આ એશિયાની બીજાં નંબરની સૌથી મોંઘી ફિલ્મ છે.ફિલ્મનો ક્લાઈમેક્સ દિલ્લી નાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં શૂટ કરવામાં આવ્યો છે.
રેટિંગ:- એક પરફેક્ટ ફેમિલી એન્ટરટેઈનર અને એક સુંદર મજાનો મેસેજ આપતી સુપરસ્ટાર રજનીકાંત અને ખિલાડીકુમાર ની આ ફિલ્મને હું આપીશ 10 માંથી 8 સ્ટાર.જો તમે મેરિડ છો અને તમારું બાળક 5 થી 15 વર્ષની ઉંમરનું છે તો એને લઈને આ ફિલ્મ જોવા અચૂક જવી અને એ પણ 3D માં એવી મારી તમને સલાહ છે.
-જતીન.આર.પટેલ.(શિવાય)
સીટી ગોલ્ડ,બોપલ,અમદાવાદ.