* * * * *
આપણે આગળ જોયું કે મીરાં એ પ્રેમાળ અને સમજુ છોકરી છે. આ બધા ગુણો સાથે સુંદરતાનું આવરણ એને બધાથી આલગ તારવે છે . પણ પિતા ધનરાજ શાહ માટે તે ન હોવા બરાબર છે . એમનો બધો પ્રેમ દીકરા ગોપાલ પર વર્ષે છે. મીરાં ગમે તેમ કરી 12 સુધી ભણે છે ત્યાર બાદ મનસુખ મહેતા તેને આગળ ભણાવવાની જવાબદારી લે છે ત્યારે મીરાં ખુશ થઈ અને વિચારોના પવનમાં ઉડવા લાગે છે એ જાણે અલગ દુનિયાની સફર કરવા નીકળી હોય એમ આતિતની ગરકવમાં ડૂબી જાય છે. 3 વર્ષ પહેલા બનેલી એક ઘટના એને યાદ આવે છે ...
* * * * *
ઘરથી થોડે દુર પહોંચતા નિશાએ સ્કુટરની સ્પીડ વધારી તરત M.K સર્કલ પાસે પહોંચ્યા. ત્યાં થોડી ભીડ જોઈ એટલે નિશાએ બ્રેક મારી. અમે ભીડની નજીક ગયા ત્યાં એક અકસ્માત થયો હતો. કેટલાય લોકોને ઇજા પહોંચી હતી ઘણા લોકો મોબાઈલમાં આ દૃશ્યો કેદ કરવામાં વ્યસ્ત હતા તો ઘણા આ જોઈ શકતા ન હતા એટલે આંખો બંધ કરીને પોતાનું મોઢું ફેરવતા હતા. પણ આ બધા વચ્ચે બધાનું અને ખાસ તો મારું જેને ધ્યાન ખેચ્યું એ એક કિશોર વયમાંથી યુવાનીમાં પ્રવેશ કરતો છોકરો હતો. દેખાવે થોડો શ્યામ, મધ્યમ ઊંચાઈ, કસરત કરીને બનેલું મજબૂત શરીર. તે ઘાયલ થયેલા લોકોની મદદ કરતો હતો . પોતાનાં ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને એક ઘાયલ સ્ત્રીના માથા પર લાગેલા ભાગમાં એ બાંધતો હતો. જમાં થયેલી ભીડ માંથી આ એકજ એવો વ્યક્તિ હતો જે ઘાયલોની મદદ કરતો હતો. પોતે પહેરેલું સફેદ શર્ટ લાલ રંગમાં પરિણમ્યું હતું એની આંખોમાં આંસુ હતા પણ એે પોતાની જાતને સંભાળીને લોકોની મદદ કરતો હતો અમને લાગ્યું કોઈ એમના સંબંધીઓ હશે એટલે આટલી બધી મદદ કરે છે. પણ અમારી માન્યતાઓ ખોટી સાબિત થઈ તે નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરતો હતો. એટલામાં નિશાએ સ્કુટરની કીક મારી અને આંખોની ભાષા વડે મને બેસવાનો સંકેત આપ્યો. મે થોડી વાર રોકવા આગ્રહ કર્યો પણ નિશા કહે : આવા અકસ્માત તો અહી દરરોજ થાય છે ચાલ... હવે ... અને પાછી આપણી પરીક્ષા પણ છે.
અમે આગળ વધ્યા પણ મારી આંખોમાં એ દૃશ્ય બરાબર સ્થિર થયું હતું અમે પરીક્ષા સ્થળે પહોંચ્યા એટલે હજી 5 -10 મિનિટની વાર હતી આજુ બાજુ બધા ચોપડીઓના પન્ના ઉથલાવતા હતા. પણ મારા સ્મૃતિ પટ પર અંકિત થયેલ એ યુવાનનો ચહેરો હટવાનું નમાજ લેતો ન હતો. પરીક્ષાનો બેલ વાગ્યો ત્યારે ખબર પડી કે 10 મિનિટ આમ એક વિચારમાં એક પળમાં નીકળી ગઈ હું અને નિશા એકજ ક્લાસમાં હતા. અમે અમારી જગ્યા લીધી. મારી બાજુની જગ્યા ખાલી હતી. આખા ક્લાસમાં એકજ ગેરહાજરી હતી અને એ મારી બાજુમાં. બધાને પેપર અને પૂરવણી આપ્યા બાદ લખવા માટેનો બીજો બેલ પડ્યો. એટલે બધા પોતાની પેનને ફૂલ સ્પીડમાં દોડાવવા લાગ્યા . મારું અડધું પેપર પૂરું થવા આવ્યું હતું. અડધો સમય પણ પસાર થવા આવ્યો હતો. એટલામાં.. May I come in.... એવો દરવાજે અવાજ સંભળાયો બધાનું ધ્યાન એ તરફ ગયું. એક છોકરો હતો જેના સફેદ શર્ટ પર લોહીના ડાઘ હતા . આમતો એક નજરે જોતા લાલ શર્ટ પર સફેદ ડાઘ પડ્યા હોય એવું લાગતું હતું કેમકે એ શર્ટ પૂરું લોહીથી ભરેલું હતું. એ બીજું કોઈ નહિ પણ રસ્તામાં જોયેલો એ છોકરો જ હતો. આવતાની સાથે એણે ખાલી જગ્યા શોધવા માંડી. આખા ક્લાસમાં એકજ ખાલી જગ્યા હોવાના કારણે એ મારી તરફ આગળ વધ્યો મારું ધ્યાન એના તરફથી હટતું જ ન હતું. એ મારી બાજમાં આવીને બેઠો. ક્લાસ ટીચરે એની રસીદ જોઈ અને આવી હાલતનું કારણ પૂછ્યું એટલે એણે પોતાના સહજ સ્વભાવે બધી બનેલી ઘટના જણાવી એના અવાજમાં માધુર્ય હતું સાથે વિવેક પણ ભારોભાર. મેમ તરત પેપર આપી અને કહી ગયા જલ્દી લખ હવે સમય ઓછો છે
એટલે એ તરત લખવા માંડ્યો એક વખત તો એની સાથે વાત કરવાનું મન થયું પણ હું પરીક્ષામાં બેઠી છું એનું મને ભાન થયું. મે મારી પૂરવણી એને દેખાય એ રીતે મૂકીને લખવા માંડી પણ એણે આ બાજુ નજર પણ ન કરી. મને શું થયું હતું ખબર નહિ પણ હું એનું ધ્યાન મારા તરફ કેન્દ્રિત કરવા માટે પ્રયત્ન કરતી હતી. મારી એક પૂરવણી પૂરી થઈ એટલે એક્સ્ટ્રા પૂરવણી માંગી અને લખેલી પૂરવણી બાજુમાં ખુલીજ મૂકી પણ એ છોકરાએ નજર સુધા એમાં ન ફેરવી. એતો એના પેપર લખવામાં મસ્ત હતો એણે એક વખત પણ મારી સામે ન જોયું. એની રસીદ સાવ મારી બાજુમાં જ પડી હતી એટલે મેં એનું નામ જોયું ...માધવ... એટલામાં મેમ મને પૂરવણી આપવા નજદીક આવ્યા અને બાજુમાં બેઠેલ છોકરાંને ના... માધવ ને કહ્યું .
- બેટા શક્ય હોય તો તારું શર્ટ બદલી દે પછી આગળ લખ
- મેમ મારી પાસે એક્સટ્રા શર્ટ નથી. (માધવના અવાજમાં માધુર્ય હતું.)
હવે મારી પાસે એક મોકો હતો માધવની વધુ નજદીક જવાનો અને આ મોકો હું ખોવા નહોતી માંગતી . એટલે તરત મેં કહ્યું
- મારી પાસે સ્વેટર છે ચાલશેે ...? ( મે સવારે સાથે લીધેલું સ્વેટર ગોપાલે મને લાવી આપ્યું હતું એની ડીઝાઇન જોઈ ને લેડીસ નું કે જેન્સનું એવું કંઈ નકી થઈ શકે એવું હતું નહીં બંન્ને પહેરી શકે તેવું હતું.
- હા ચાલશે ...ક્યાં છે.? મને જોઈતો જવાબ માધવે આપ્યો
મેં કલાસની બહાર મુકેલો મારો બેગ બતાવ્યો
- thanks...( માધવે મારો આભાર માન્યો)
હું જવાબ ન આપી શકી..
એ બહાર જઈ અને મારું સ્વેટર પહેરી આવ્યો અને પાછો પેપર લખવા લાગ્યો.
પેપર પૂરું થવાનો બેલ વાગ્યો.
મહા મહેનતે પેપર પસાર થયું હતું... સાયાદ માધવના પણ એજ હાલ હસે... એણે પેપર લખવાનું મોડું શરૂ કર્યું હતું અને એના આવવા બાદ મારી પણ લખવાની સ્પીડ ઘટી હતી જવાબદાર કોને ગણું માધવને કે ખુદને.. પણ ગમે તેમ પેપર પૂરું થયું હતું અને અમે બહાર નીકળ્યા હું, નિશા અને માધવ.
- માધવ કેવું ગયું પેપર..? બહાર નીકળતા અચાનક મારા મોઢા માંથી શબ્દો નીકળી પડ્યા હું ભૂલીજ ગઈ કે નિશા પણ મારી સાથે છે..
- ઓહો.... આજ હમસે પહલે કિસી ઓર કો પૂછ લિયા આપને કયા બાત હે....??? (માધવ જવાબ આપે એ પહેલાં નિશા આંખોને પટ પતાવતા બોલી.)
હું મારા બચાવ માટે વાત ઘૂમાવવા લાગી
- અરે તું પણ.. શું બોલે છે યાર આતો એ પાછળથી આવ્યા....
- આવ્યા....! (નિશા વચ્ચેજ બોલી)
હવે હું બરાબર ફસાઈ હતી મારાથી કેમ જાણે શું બોલાઈ રહ્યું હતું એનું મને ભાન પણ ન હતું .મને હવે ખબર હતી કે હું ફસાઈ ગઈ છું એટલે મેં તરત નિશાને કીધું ચાલ આપણે મોડું થાય છે..
ક્યારનો શાંત ઉભેલો માધવ બોલ્યો
- તમારું સ્વેટર...!
- એ કાલે આપી દેજો.. (મે વળતો જવાબ આપ્યો. )
અમે ત્યાંથી નીકળી ગયા પણ માધવ મારા સ્વેટરથી પણ વધુ કિંમતી મારું દિલ લઈ ગયો હતો.
સ્કૂટર ચલાવતા ચલાવતા નિશાએ પૂછ્યું
- માધવને તું ઓળખે છે
- ના
- તો પછી તારું સ્વેટર કેમ આપ્યું
- યાર બીજાની મદદ કરવી જોઈએ ને (મે નિમિત્ત માત્ર જવાબ આપ્યો )
નિશાએ સ્કૂટર નો સાઈડ ગ્લાસ થોડો ઘુમાવ્યો અને બોલી
- આમાં જો તારી આંખોમાં શું દેખાય છે?
હું કઈ બોલી નહિ
પણ નિશા પાસે વાણીના વિવિધ શાસ્ત્રો હતા
નિશાએ પોતાની વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કરીને કહ્યું
- મને સાઈડ ગ્લાસ માંથી તારી આંખોમાં ઉભરાતા પ્રેમ શિવાય કઈ પાછળ દેખાતું જ નથી. અકસ્માત થવાની સંભાવના છે..( નિશા હળવું હસી)
હવે વાત છૂપાવવાનો કે બદલવાનો કોઈ અર્થ ન હતો.
- યાર મને શું થયું છે ખબર નહિ પણ મારી નજર સામેથી માધવનો ચહેરો જતોજ નથી ( મે મારી વ્યથા કઈ સંભળાવી )
- મીરાં તું ભાનમાં તો છે ને... ! તું એને ઓળખતી પણ નથી.. અને તે તારું સ્વેટર એને આપ્યું ચાલો એ પણ ઠીક પરંતુ તું અત્યારે પણ એના વિચારોમાં ખોવાયેલી છે..! એને ભૂલી ને એક વખત તારી નજર સામે તારા પપ્પાનો ચહેરો લાવ ઘરે જતા પૂછશે કે સ્વેટર કયા તો શું જવાબ આપીશ ?
એજ ક્ષણે હું ભાનમાં આવી મે ભૂલ કરી એનો મને અહેસાસ થયો...
- સાચી વાત છે યાર... પિતાને કે ગોપાલને ખબર પડશે કે મારું સ્વેટર એક છોકરાને આપી આવી છું તો તો એ મને મારી જ મૂકશે. બોલ હવે શું કરું હું.. ( મે ડરતા ડરતા કહ્યું)
- ડર નહી હવે... નિશાની ઘરે પડ્યું છે...એમ કહી દેજે....
મને જોઈતો રસ્તો મળી ગયો હતો..
અમે છુટા પડ્યા બીજા દિવસે મારું સ્વેટર મળી ગયું પણ માધવ સાથે વાત કરવાનું મે ટાળ્યું એ મારા માટે અસહ્ય હતું પણ મારા સંસ્કાર કે પછી પિતાનો ડર મને માધવને મળવા અટકાવતો. માધવનો ચહેરો સામે આવે કે સાથે પિતા પણ યાદ આવે એટલે બધું ભૂલવા પ્રયત્ન કરવા લાગી. અમારી પરીક્ષા પૂરી થઈ છેલા દિવસે તો માધવે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ મે એને કોઈ ઉત્તર ન આપ્યો . આમ આ અમારી છેલ્લી મુલાકાત હતી... જે સૂર્ય આશા લઈ ને ઉગ્યો હતો પરીક્ષા પૂર્ણ થતાં એનો અસ્થ થઈ ગયો....
* * * * * * * * * * * * * * *
દરવાજા પર ગોપાલના આવવાનો અવાજ સંભળાયો એટલે હું જાગૃત થઈ અને એજ વિચારો સાથે હું રસોડામાં ગોપાલ માટે પાણી લેવા ગઈ ..
ભલે હું માધવને પરીક્ષા પૂર્ણ થયા પછી મળી ન હોઉં પણ મે મારા હૃદયમાં એને ધબકતો રાખ્યો છે એટલેજ જ્યારે મનસુખ કાકાએ આગળ ભણવાની વાત કરી એટલે મને માધવ યાદ આવ્યો... હું મારી સાથેજ વાત કરી રહી હતી.... ક્રમશ....
( શું સાચે જ મીરાં આગળ ભણી શકશે..?
મનસુખ મહેતાનો મીરાંને ભણાવવા પાછળનો ઈરાદો શું હશે...? આટલા વરસો બાદ શું માધવને મીરાં પાછા મળી શકશે..?.... બધા પ્રશ્નોના ઉત્તર માટે વાંચતા રહો ભાગ્યની ભીતર... મળીશું ટૂંક સમયમાં )
આપના માટે આજે એક પ્રશ્ન છે -
મીરાંને માધવ મળશે કે નહિ..? અને મળશે તો કઈ રીતે...?
આપનો પ્રતિભાવ જરૂર આપજો જેમનો પ્રતિભાવ મારી આગળની સ્ટોરીને અનુરૂપ કે એને મળતો આવતો હસે એ ઉત્તર હું (ભાગ 5 લખવાથી પહેલા ) આપના નામ સાથે માતૃભારતી બાઈટ સેક્શનમાં મૂકીશ.. તો આપનો પ્રતિભાવ જલ્દી મોકલો...
મોકલવા માટે આપ વ્હોટ્સએપ, મેલ કે પછી કમેન્ટ કરી શકો છો..
wh. 9638887475
dineshkhungla2097@gmail.com