bhagyani bhitar - 9 books and stories free download online pdf in Gujarati

ભાગ્યની ભીતર - ૯

( આપણે છેલ્લે જોયું કે કેટલાય પ્રશ્નો નિશા સામે ઊભા થાય છે અને એ એના જવાબ જાણવા માટે સતત માયાને પૂછ્યા કરે છે પણ માયા દર વખતે વાતને ટાળી દે છે અને છેલ્લે તે માયાને ગોપાલ સાથે જોવે છે એટલે તે ગુસ્સે થઈ જાય છે અને ઘરે ચાલી જાય છે... )
- યાર હજી સુધી આ બન્ને આવ્યા કેમ નહિ ? ( library માંથી બહાર નીકળતા નિરવ મીરાંની સામે જોઈ બોલ્યો )
મીરાંએ કંઈ જવાબ ન આપ્યો..
- હું નિશાને કોલ કરુ ( ફોન બેગમાંથી કાઢતા નિરવ બોલ્યો )
- એનો ફોન તો બંધ બતાવે છે...! લાગે છે એ ઘરે ચાલી ગઈ છે...
- શું...! નિશા મને કહ્યા વગર ન જાય.. ( મીરાંએ તરત કહ્યું )
- ચાલ અત્યારે તું તારા ક્લાસમા જા બ્રેકમા તું સીધી ગાર્ડનમાં આવજે..
- હા...
બીજી બાજુ માયા ગોપાલને મળીને સીધી ઘરે ચાલી ગઈ..
- નિશા મળી કે નહિ ? ( મીરાં ગાર્ડનમાં આવી કે તરત નિરવે પૂછ્યું )
- ના..પણ માયા ક્યાં?
- એતો ખબર નહિ હમણાં કઈ દુનિયામાં જીવે છે. મે બંન્નેને કોલ કર્યા પણ બન્ને ના ફોન બંધ છે.. તું બેસ હું નાસ્તો લઈ આવું છું . નાસ્તો કરીને આપણે પણ ઘરે જઈએ આજે બીજો વર્ગ ભરવાનું મૂડ નથી.
- ના..હું તો બીજો વર્ગ ભરીસ..
- ઠીક છે તો હું પણ ભરિસ પછી આપણે સાથેજ નિકડસુ ઠીક છે
- હા..
- બોલ હવે શું નાસ્તો કરીશ.હું લઈ આવું
- ક્યાંય લેવા જવાની જરૂર નથી મારી પાસે ટિફિન છે તું બેસ..
- ઠીક છે.
હવે મીરાંને સંકોચ જેવું કઈ લાગતું ન હતુ એને ખબર હતી કે નિશા નીરવને પ્રેમ કરે છે અને નિરવ પણ એક સારો છોકરો છે એટલે તે કૉલેજ ના બીજાજ દિવસે નિરવ સાથે ભળી ગઈ હતી અને નીરવતો મુક્ત મનનો હતો ગમે તેની સાથે એકાત્મ સાધવું એ એનો સ્વભાવ હતો.
- તું આટલી ગંભીર કેમ છે. ( નિરવ મજાકમાં મીરાંને સંબોધીને બોલ્યો )
- એવું કઈ નથી આતો હજી મારો બીજો જ દિવસ છે એટલે તને એવું લાગે છે..( મીરાં થોડું હસતા હસતા બોલી )
- હમ... તો ઠીક...
બંન્ને નાસ્તો કરતા હોય છે એટલામાં ગોપાલ સામેથી આવતો દેખાય છે પણ એ આ બંનેને જોઈને કંઈ કહ્યા વગર આગળ ચાલ્યો જાય છે
- જો ગયો તારો ખડુશ ભાઈ...
- સારું એ ગયો નહીતો આજે પણ તે દિવસની જેમ....
- એટલે તને શું લાગે છે હું આજે પણ માર ખાત એમ ? એ તારો ભ્રમ છે તે દિવસે તો નિશા વચ્ચે આવી નહિ તો ખબર પડત કે કોણ માર ખાય છે. ( નિરવ મીરાંની વાતને કાપીને વચ્ચેજ બોલવા લાગ્યો )
- પણ ગોપાલ આજે કઈ બોલ્યા વગર કેમ ચાલ્યો ગયો ! ( મીરાં આશ્ચર્ય સાથે બોલી )
- બચી ગયો એ ખડુશ
- એ મારો ભાઈ છે અને મારી ચિંતા થાય એટલે એ બોલે બાકી એ કંઈ તારો દુશ્મન નથી ( મીરાં નીરવને સમજાવતા બોલી )
- પણ તારા ભાઈ કરતા તું સાવ જુદી છે ( નિરવ બોલ્યો )
મીરાંએ કઈ જવાબ ન આપ્યો.
- નિરવ તું નિશાને ચાહે છે? ( વાત બદલીને મીરાંએ કહ્યું)
નિરવ અવાક્ થઈ ગયો. જાણે કઈ સુજ્યુજ નહિ કે શું બોલું તે મીરાં તરફ જોવા લાગ્યો
- શું વિચારે છે?
- મને લાગ્યું તું કંઈ બોલતી નથી પણ તે તો સીધો મારી ઉપર બોમ્બ ફેક્યો ( નિરવ મજાક કરતા બોલ્યો )
- મજાક ને બાજુમાં મુક ને મારી વાતનો જવાબ આપ
- જો મીરાં મે આ વિશે હજુ વધારે વિચાર્યું નથી અને જો નિશાને પ્રેમ કરવાની વાત આવે તો હું ના પણ ના કહી શકું પણ મને એમ લાગે છે કે આ બધી વાતો માટે હજી ઉતાવળ થશે અને હું એ પણ નથી જાણતો કે નિશા મને ચાહે છે કે નહિ. હું ઉતાવળે પગલું ભરીને મિત્રતાના આ સંબંધ ને તોડવા નથી માંગતો. ( નિરવે જવાબ આપ્યો)
મીરાં નીરવનાં ચહેરા પર નિશા પ્રત્યેના પ્રેમને વાંચી શકી અને મનોમન વિચારવા લાગી કેટલી લાગણી છે બન્ને વચ્ચે બને તરફથી એકજ જવાબ. મીરાં થોડું મલકાઈ અને મનોમન નક્કી કર્યું કે મારેજ કંઈ કરવું પડશે. નહિ તો આ બંન્ને ક્યારેય એક બીજાને પોતાના મનની વાત નહિ કહી શકે
- શું વિચારે છે? તું નિશાને આ વાત નહીં કરે ઠીક છે.( નિરવ બોલ્યો )
- હા..નહિ કહું.. પણ તમારી જોડી મસ્ત લાગે છે ( મીરાં મજાકમાં બોલી )
- હા..હવે ચાલ લેક્ચર ચાલુ થતું હશે..
બન્ને પોતપોતાના ક્લાસમા જાય છે..
કોલેજના દિવસો આમજ પસાર થવા લાગ્યા હતા નિશાએ માયા સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. ઘણી વખત તો એવું થતું કે માયા કઈ બોલે એનો નિશા ઉતરજ ન આપે જાણે તેણે કંઈ સાંભળ્યું જ ન હોય. મીરાં અને નીરવને પણ નવાઈ લાગતી કે નિશા આવું કેમ કરે છે.
- આ વખતે આપણી પરીક્ષા થોડી વહેલી છે. હવે એટલા દિવસો પણ બાકી નથી રહ્યા તો મને લાગે છે આપણે બ્રેકના સમયમાં નાસ્તો જલ્દી કરીને વાંચવા બેસી જવું જોઈએ.. ( બધા નાસ્તો કરતા હતા ત્યારે માયા બોલી)
- તને જો ના આવવું હોય તો તું જઈ શકે છે બાકી પરીક્ષાનું બહાનું ના આપ ( નિશા માયાને સંબોધીને ગુસ્સામાં બોલી )
બધા નિશા તરફ જોવા લાગ્યા
- એટલે શું કહેવા માંગે છે તું નિશા..?
- એજ કે તને ગોપાલને મળવું હોય તો તું જઈ શકે છે
હવે બધા અવાક્ બની ગયા નીરવને કઈં સમજાયું નહિ કે નિશા શું વાત કરે છે. ગોપલનું નામ આવતાની સાથે મીરાં પણ આશ્ચર્ય સાથે નિશા તરફ જોવા લાગી
- આ શું બોલે છે તું નિશા ( માયા થોડું ગુસ્સામાં બોલી )
- જે સાચું છે તે
- ઠીક છે કરો નાસ્તો તમે હું જાઉં છું. હું નથી ઈચ્છતી કે કોઈ ખોટી વાત આપણી મિત્રતાને તોડે..( માયા ઉભી થતા બોલી )
- મિત્રતા તો ત્યારેજ તૂટી ગઈ જ્યારે તું પાણી પીવાનું બહાનું આપીને ગોપાલને મળવા ગઈ.. ( નિશાનો ગુસ્સો હવે કાબૂ બહાર હતો)
માયા કઈં બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ
- શું ચાલે છે આ બધું નિશા તું આખી વાત કહીશ ? ( નિરવ બોલ્યો )
- યાદ છે તે દિવસે આપણે libraryમાં જતાં હતા માયાએ કીધું હું આવું છું તમે જાવ ત્યારે તે ગોપાલ સાથે canteen માં બેઠી હતી અને મે કારણ પૂછ્યું તો કહે તું અહીંથી જા આ છે એની મિત્રતા ( નિશા રડતા રડતા બોલી )
- ગોપાલને મળવાનું બીજું પણ કઈ કારણ હોય શકે ને?(નિરવે કહ્યું)
- તો આપણને કીધું કેમ નહિ..અને મને પણ તમને કહેવાની ના પાડી હતી..
- પણ તે દિવસે ગોપાલ સાથે જે છોકરી હતી તે ? (ગળગળા આવજે મીરાં બોલી )
- એ પણ માયાની જ કોઈ ચાલ હસે એટલે તો નીરવને કહેવાની ના પાડી ( આંસુ લૂછતાં નિશા બોલી )
- તમે કઈ વાત કરો છો ? મને તો કઈ નથી સમજાતું ( નિરવ માથું ખંજવાળતા બોલ્યો )
નિશાએ જે બન્યું એ બધી વાત નીરવને કહી
- પણ મને આ બધી વાત પહેલા શું કામ ન કહી ? ( નિરવ બોલ્યો )
- એ તું માયાને પૂછજે..(નિશાએ કહ્યું)
- ઠીક છે હવે મારી વાત સાંભળો હું કાલથી 3 દિવસ માટે મારા એક પ્રોજેક્ટ માટે બહાર જવાનો છું હું આવું પછી આ વાત કરીશું ત્યાં સુધી તમે માયાને કંઈ નહિ કહો ઠીક છે
નિશા અને મીરાંએ માથું હલાવીને હા પાડી
- તમે કહો તો હું આ વિશે ગોપાલને પૂછું ? ( મીરાંએ કહ્યું )
- ના.. હમણાં નહિ ( નિરવે કહ્યું )
........................ ક્રમશ
- આહિર દિનેશ
9638887475

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED