“ વીખરાયેલ ”
વિદ્યા નું પેકિંગ શરુ થઇ ગયું હતું પણ પેકિંગ ની જ્ગ્યાએ તેનું ધ્યાન તેના આઠ વર્ષના બાળક પર હતું બીજીવાર માં બનવાની ખુશી તો હતી જ વિદ્યાને પણ એક બાળક ને બચાવા બીજા બાળક ને પોતાનાથી દુર કરવો , પરિવાર ની સહમતી અને પતિ નો સાથ તો હતો પણ તેનું મન દીવની નજીવી જીદગી પર હતું ,’’કઈક મારા ગયા પછી તેના ભવિષ્ય પર અસર પડી તો ....’’ વિધાનું મન વિચારો ની ગતિમાં ફરી રહ્યું હતું અને તેમાં પણ જે ઘરને દસ વર્ષ પહેલા છોડી દીધું તે ઘર માં ફરી એક આખું વર્ષ તે પણ પોતાના પરિવાર વગર એકલું ,હા તે પણ મારો પરિવાર જ છે .પણ ......દીવ અને વિનય વગર
વિનય ‘’કોઈ બીજો રસ્તો જેનાથી આપડે અલગ ના રેહવું પડે’’
‘’અરે તારે તો ખુશ થવું જોયે તને તારા પરિવાર સાથે રેહ્વાનો મોકો મળે છે બાકી તો નસીબ વાળી સ્ત્રી ને આ મોકો મળે ‘’
‘’ વિનય હું મજાક નથી કરતી તમે દીવ નું તો વિચારો તમ્રારું તો ઠીક રાતે મોડે સુધી રખડવા મળે એટલે તમે તો ખુશ પણ દીવ ....’’
‘’ વિદ્યા, હું સમજી શકું છું તને પણ તું જાણે છેને મારી લાપરવાહી ના કારણે તું મારતા મારતા બસી આ વખતે હું તને હેરાન નહી થવા દવ, રહી વાત દીવ ની તો તે સમજી જશે તું તેનું વધારે ના વિચાર બા –બાપા છે તે સાંભળી લેશે તું પેકિંગ શરુ કરી દે આપડે કાલે જ સુરત જવાનું છે મેં તારા મમ્મી ને વાત કરી દીધી છે ‘’
‘’વિનય, તેમાં તમરો વાંક નો ‘તો નશીબ જ ખરાબ હોઈ તો આપડે શું કરીએ .’’
વિનય પણ વિધા થી દુર નો તો જવા માંગતો પણ મજબૂરી બને ને અલગ કરી રહી હતી દસ વર્ષ પછી પહેલી વાર બને એકબીજાથી એક લાંબો સમય દુર રેહ્વાના હતા વિધા માટે પણ પિયર થી વધારે સુરક્ષિત જગ્યા બીજી કઈ હોઈ શકે, એક વિશાળ ફેમેલી ખુશનુમા વાતાવરણ અને સાથે જ બધી સુવિધા પણ મળી રહે પણ ડર હતો તો દીવ નો આઠ વર્ષ મા એક પણ દિવસ વિદ્યા અને દીવ એકબીજાથી દુર નોતા રહયા તો આ એક વર્ષ દીવ કેવી રીતે રહી શકશે. વિદ્યા અને વિનય બને આ વાત થી હેરાન હતા પણ કેહવાય છે ને જયારે જીવનમાં બધા રસ્તા બંધ થઇ જાય ત્યારે એક રસ્તો એમજ મળી જતો હોઈ છે
‘’મમ્મી તું મામાના ઘરે જાય છે? સારું થયું પપ્પા તને ત્યાં મોકલી આપે છે નહીતર તું અહિયાં કામ જ કર્યા કરત અને વધારે બીમાર પડી જા પછી મારે તારું ધ્યાન રાખવું પડે અને તું ત્યાં આરામ કરજે કામ નહિ કરતી માસી, મામી અને નાની ને કેજે કામ કરે તું મારી ચિંતા નહી કરતી હું વેકેશનમાં તારી સાથે રેહવા આવી જાય તે પણ ૩ મહિના માટે હવે તારે મારા વગર છ મહિના રેહવું પડશે એમાં પણ પાપા ની સાથે મહિનામાં એક વાર આવી તો તારે મારા વગર ખાલી થોડક દિવસ જ રેહવું પડશે.”દીવે વિધાને સમજાવતાં કહ્યું
‘’કોને શીખવાડું આ બધું દીવ ? પપ્પા કે દાદી’’ તો તું મારા વગર ......
‘’મમ્મી હવે હું નાનો નથી રહ્યો કે હું તારી વાત ના સમજુ મેં તારી અને પાપા ની વાત સાંભળી લીધી હતી મને ખબર છે મારે એક બીજી બેન આવવાની છે ‘’
વિદ્યાની લાગણી દીવને એકી નજરે જોય રહી ‘’અરે, જેને મેં બાળક સમજ્યો હતો યેતો મારથી પણ સમજદાર નીકળ્યો વિધા તેના આશુ આજે રોકી નોતી શકાતી તેને એકદમ જ દીવને પોતાના છાતી સરસો ચાપી દીધો અને શોધાર આશુએ રડી પડી જાણે બધું જ દુખ હળવું થઇ ગયું હોય. બહાર ઉભેલા વિવેકની અખોમાં માં પણ જીના જરમર આવી ગયા
‘’અરે વિદ્યા હજી પેકિંગ પૂરું નથી કર્યું, તું એક વર્ષ માટે જા છો આખી જીદગી નહી અને તારે ત્યાં આરામ કરવાનો છે ફરવાનું નથી તે પકીંગ કરતા એટલો સમય નીકળી જાય લાવ હું કરી આપું “વિવેકે મજાક કરતા કહ્યું
જીદગીની રફતાર ગાડી વિદ્યા અને દીવ ને અલગ કરી રહી હતી ,ગામ થી સુરત જવા બસ રવાની થઈ બસ તેના રસ્તા પર ચાલતી હતી ને વિધાના વિચારો રસ્તામાં આવતા પવન અને વાહનોની અવરજવર વચ્ચે ફગોળા મારતા હતા જે ઘરને દસ વર્ષ પહેલા જ છોડી દીધું તે ઘરે એક આખું વર્ષ કેવી રીતે .. પેલા વાત વાત અલગ હતી હવે તો ઘરમાં ભાભી પણ છે તેને નહી ગમે તો ! ખામખા મારા કારણે મમ્મી અને ભાભી વચ્ચે મન મોટાવ થશે. પણ વિનયને આ વાત થોડી સમજ આવે ,અને મારા કારણે દીવને પણ એકલું રેહવું પડે ...વગરે વિચારો માં વિધા ગળાડૂબ પોરવાય ગઈ .બસ સીધી જ સુરત માં જઈ ઉભી રહી વિધા તેના પતિ અને દીવ સાથે સીધીજ પાપા ના ઘરે ગઈ ખુશી થી બધાયે તેને આવકારી ડોક્ટર ની સલાહ અને સૂચન મુજબ વિદ્યાને અખો દિવસ પથારીમાં જ સુવાનું હતું ,બે – ત્રણ દિવસ તો વિવેક અને દીવ સાથે રહ્યા પણ પછી તો બને ઘરે જવા રવાના થયા. દીવે મોટા બની ને મમ્મી ને સમજવી તો દીધું કે હું તારા વગર રહી શકી પણ અંદર તો એને પણ દુખ તો લાગતું જ હતું સમયની એ ઘડી આખરે આવીજ ગઈ વિધાની અખોમાં આશુ હતા અને કયક ડર પણ હતો કે.દીવ મને ભૂલી જશે તો.....ખુશીની આ પળો સાથે જુદાઈ નું કેવું દુખ હતું જે એક પરિવારને વિખેરી ગયું.
દિવસો એક પછી એક વીતવા લાગ્યા હતા વિધાએ જે વિચારું હતું તેનાથી જ કયક અલગ હતું આ ઘરમાં જેટલો સાથ મમ્મી નો મળતો તેટલો જ સાથ ભાભી નો પણ મળતો એક ખુશીની પળોમાં સમય ગુજરી રહ્યો હતો ક્યારેક પુસ્તોકો તો ક્યારેક ટીવી જોતા જોતા દિવસો વીતી રહ્યા હતા. દીવ પણ વેકેસન પડવાની સાથે જ વિધા પાસે આવી ગયો હતો દર એક વીકમાં વિધા ડોક્ટર પાસે જતી અને તપાસ કરવાતી એમ કરતા ચાર મહિના કેમ વીત્યા તે ખબર જ ના પડી.પાંચમો મહિનો બેસવાની સાથે જ વિધા ડોક્ટર પાસે ગઈ તમામ રીપોટો કર્યો પછી ડોક્ટર બતાવ્યું
“કોન્ગ્રેસુલેસન, તમારા બધાજ રીપોટ નોર્મલ છે” પણ ...
ડોક્ટર વાત પૂરી ન કરે તે પહેલા જ વિદ્યા એ પૂછી લીધું ‘’પણ શું ? પ્લીજ ડોક્ટર બેબી ઠીક તો છેને
‘’અરે તમે એટલા ગભરાવ છો કેમ મારી વાત તો પૂરી થવા દો એક્ષ્સુલી ,તમારે એક નહી પણ બે બેબી છે ‘’
જીદગી ની કિતાબ નું જાણે એક નવું જ પાનું ખુલી ગયું હોઈ તેમ વિદ્યા માટે ખુશી ની સાથે ગમ નો એહસાસ હતો. ડોક્ટરે ગુડ ન્યુઝ ની સાથે જ એક નવો ધબકારો આપી દીધો ,’’ જો તમે ઈચ્છો તો એક બાળક નું ઓપરેશન કરવી શકો, ને જો તમારી ઈચ્છા બને ને રાખવાની હોઈ તો તમારે વધારે જ ધ્યાન રાખ્યું પડેશે અને સાથે જ બાળકનું મુખ ખુલી ગયું છે તો બે ત્રણ ટાકા પણ લેવા પડે. તમે તમારા પતિ અને પરિવારને પૂછી પછી નિર્યણ લેજો ‘’ વિદ્યાની તકલીફ એમજ વધવા લાગી વિનય સાથે હોત તો ...... આખરે પરિવાર નો નિર્યણ બને બાળકો ને રાખવાનો થયો ડો.ની સલાહ અને સૂચન મુજબ વિધાના દિવસો કટવા લાગ્યા વિનય અને દીવ ની અવાર જવર હમેશા રેહતી. પણ એક દિવસ જાણે વર્ષો નો હોઈ તેમ અખો દિવસ પથારીમાં સુતા સુતા જ વિધાના દિવસો પસાર થતા . જાણે આ બાળકો એ દિવસ અને રાત એમ બને ટાઇમ ની નિદર લઇ લીધી હોઈ.
દિવસો પછી દિવસો ને મહિના પછી મહિના એમ આઠ મહિના પુરા થવા આવ્યા તેની સાથે જ વિધાના પેટે એક સરસ ગોળાકાર આકાર ધારણ કરી લીધો અને પગ તો જાણે થાંભલી બની ગયા હોઈ તેમ વિધા એક ડગલું પણ ચાલી નોતી શકતી .થાકેલી જીદગી ફરી ખુશી ની લહરે લાવાની હતી, જાણે એક માં એ મમતાની જંગ જીતી લીધી હોઈ તેમ વિધાના શરીરમાં એક અપાર વત્સલ દેખવા લાગ્યું આઠ વર્ષ પછી આ ઘરમાં ફરી કિલકારી ગુજાવાની હતી ફરી વિખરાયેલો પરિવાર એક થવાનો હતો આ આઠ મહિના ના દિવસો તો જાણે પાણી ની માફક વીતી રહ્યા હતા. નવમાં મહિના ના દિવસો ચડવા લાગ્યા ડોક્ટર ના કહ્યા પ્રમાણે નવમાં મહિના ના ત્રણ ચાર દિવસ જતા જ સીજર કરવું પડે તેમ હતું હવે વધારે તકલીફ લેવાનો પણ કોઈ મતલબ ન હતો. વિનય પણ વિધાની સાથે જ હતો પણ કઈક ને કઈક વિધાને દીવ ની કમી નજર આવતી હતી. વાતાવરણ જાણે પર્ફૂલતી બન્યું હોઈ તેમ ધીમી ધારે વરસાદ વરસી રહો હતો મધ્યાંતરે બરોબર વિદ્યાને ઓપ્રેસન વોર્ડ માં લઈ ગયા અને થોડી જ વારમાં બાળકનો રડવાનો અવાજ આવ્યો ઉહા....ઉહા...ઉહા...અને તુરત બીજી પળે બીજા બાળક નો અવાજ આવ્યો ડોક્ટર વિધાને ખુશખબરી આપતા કહ્યું કે .. તમારી ઘરે બે લક્ષ્મી નો અવતાર થયો છે વિધાની અખોમાં ખુશીના આશુ છલકાય ગયા વિનય અને વિધા ને જે જોતું હતું તે મળી ગયું એન દીવ ને બહેન. પણ ,”કહેનારા તો આજે પણ કહે છે કે છોકરીની જગ્યાએ બે છોકરા આવ્યા હોત તો ..”
Nicky tarsariya
૧૦/૧૦/૨૦૧૮