આરતી ના ભાગવાના સમાચાર હવાની માફક આખા સમાજમાં પ્રસરી રહ્યા હતા લોકો ને તો જાણે એક નવું જ પાનું મળી ગયું હોઈ તેમ અલગ અલગ લોકોના મનમાં અલગ અલગ વાતો હતી. કોઈ કહેતું કે આરતી તો એટલી સમજદાર હતી તે એવું પગલું ક્યારે પણ ના ભરે જરૂર તે છોકરાએ તેને ફસાવી હશે,તો કોઈ કેહ્તું કે તેનો ભાઈ આવા દોસ્તોને ઘરમાં લાવે તો એવું જ થાવનું જરૂર તેમાં તેનો પરિવાર નો જ હાથ હશે ત્યાં એક નવી વાત ઉમેરાતી મને તો ખબર જ હતી આરતી આવી જ છે ખબર ની કેટલા સાથે લફરું હશે કોણ જાણે, ના જાણે કે કેટલી વાતો સમાજમાં પ્રસરી રહી હતી એક બાજુ આરતી નો પરિવાર આરતી માટે હેરાન હતો. ના આરતી ના કોઈ સમાચાર હતા ના કોઈ ફોન હતો.પણ એટલું તો તે પણ જાણતા જ હતા કે આરતી અર્પિત નામ ના છોકરા સાથે ભાગી ગઈ છે જયારે આખો પરિવાર ચિંતામાં ગળાડૂબ હતો ત્યારે આરતી મસ્ત અર્પિત સાથે ફરવામાં મશગુલ હતી .
બે ત્રણ દિવસ પછી આરતી નો ફોન આવે છે
I AM SORRY મમ્મી- પાપા ,
જાણું છું તમે અત્યારે મારા માટે હેરાન હશો પણ વિશ્વાસ કરો મારા પર હું ખરેખર અર્પિત સાથે બોવ જ ખુશ છું અને મેં જે કર્યું તે બરાબર છે હું કોઈના બહેકાવમાં નથી આવી હું અર્પિત ને પ્રેમ કરું છું અને આખી જિંદગી તેની સાથે જ જીવવા માંગુ છું મમ્મી મને નથી લાગતું કે મેં કઈ ખોટું પગલું લીધું હોઈ. હું જાણતી હતી કે તમે ક્યારે પણ મારા લગન અર્પિત સાથે ન કરી આપત કારણકે તે બીજા સમાજનો છોકરો છે અને હવે હું તેના વગર રહી ના શકું એટલે મેં જે કર્યું તે બરાબર છે
અખોના આશુ જેના માટે રૂકતા ન હતા તે જ આરતી ફોન કરીને કહે છે કે જે કર્યું તે બરાબર છે તે માબાપ ની હાલત વિચારવા જેવી હોઈ છે પણ અહીંયા હાલત તે ન હતી આરતીને સમજવી ને ને ફરી ઘરે લાવેછે આખરે માં બાપ કેટલા દિવસ કલજાના કટકાથી દૂર રહી શકે ૨૦ દિવસ પછી આરતી ફરી પોતાના ઘરે આવે છે પહેલા જેવું માન કે સ્વમાન મળવું હવે મુશ્કેલ છે પણ આરતી હતી આવી કે ગમે ત્યારે પણ કોઈ નું દિલ જીતી લેય આરતી ને પરિવારે તો અપનાવી લીધી પણ સમાજ માટે તે હંમેશા એક ભાગેડુ છોકરી બની ગઈ હતી .આરતી ગમે ત્યાં નીકળે લોકો તેના પર આંગળી સિદ્ધતા જુવો આ આરતી જે ૨૦ દિવસ પર નાતના છોકરા સાથે રહી ને આવી તેને શરમ થોડી હોઈ પણ આરતી ને બોલવા જેવું કઈ જ ન હતું તે બધાની વાતો સાંભળી લેતી .
સમય આગળ નીકળતો હતો અને આરતી માટે હવે નવા રિશ્તા પણ આવવા લાગ્યા હતા એક સારો છોકરો ગોતીને મમ્મી પાપા એ આરતીનું ત્યાં નકી કરી દીધું એક જ જીવન માં આરતીનો આ ત્રીજો સાથી હતો પેહલી વાર સગાઈ થયેલી તે લગભગ ત્રણ ચાર વર્ષ રહી અને પછી આરતી એ તે સગાઇ તોડી નાખેલી તેને તે છોકરો બરાબર ના લાગ્યો પણ જયારે પોતાનામાં જ ખોટ હોઈ ત્યારે બીજા સારા કેવી રીતે લાગે અને જેને તે પ્રેમ કરતી હતી જેની સાથે તે ભાગી હતી તે તેની જીવનનો બીજો સાથી અને ત્રીજો એટલે વિવેક જેની સાથે તેના લગન થવાના છે જલ્દી થી સગાઇ અને જલ્દી જ લગન કેમેકે હાજી પણ ડર તો હતો જ પરિવારને કે આરતી ફરી કંઈક ખોટું પગલું ના લે વિવેક સાથે આરતીના ધામધૂમથી લગન કરવામાં આવ્યા સમાજની સહમતી અને પરિવારના આશીર્વાદ લગન વિધી સમ્પન થયા જેટલી તે ખુબસુરત અને ગુણવાન તેટલી નશીબદાર પણ જીવનમાં ત્રણ સંબધો બધાના ત્રણે ત્રણ તેને પ્રેમ કરવા વાળા અને આમિર મળ્યા લગન ગ્રન્થિ માં જોડ્યા પછી આરતી બહારથી તો ખુશ લગતી હતી પણ અંદરથી હાજી પણ તેના દિલમાં અર્પિત જ હતો દિવસોની સાથે આરતી અને વિવેક નું લગન જીવન ખુશી થી વીતવા લાગ્યું લગન ત્રણ મહીના પછી આરતી અને વિવેક ની હનીમૂન ટિકિટ પણ આવી ગઈ બને થોડાક દિવસો માટે ફરવા નીકળી ગયા સૌરાષ્ટ્રની એક નાની એવી સફર આમ તો વિવેક ને આરતી ને લઇ ને દૂર જ જવું હતું પણ આરતી ના બોલવાથી તેને તે વાતને ત્યાંજ રોકી દીધી વિવેક ને લાગતું પણ હતું કે હાજી પણ આરતી નું મન નથી લાગતું પણ તે વિચરતો કે થોડીક દિવસમાં બધું જ બરાબર થઇ જશે પણ આરતી માટે આ શક્ય ન હતું
આરતીનું જીવન જિંદગીનો ખેલ હતો કે પછી પોતે જ જિંદગી સાથે ખેલતી હતી ૧૦ દિવસ ફર્યા પછી આરતી અને વિવેક ઘરે જઈરહ્યા હતા ત્યારે આરતી વિવેક ને રસ્તામાં જ એકલો મૂકી અર્પિત સાથે ભાગી નીકળી આ કોઈ સંજોગ કે સપનું ન હતું પણ એક હકીકત હતીજે આખો સમાજ જાણતો હતો ફરી આ વાત હવાની વેગે સમજમાં પસરી રહી હતી લોકોને શું એક નવી વાત કરવાનો મોકો મળ્યો આરતી ફરી તેજ છોકરા સાથે ભાગી ગઈ પણ શું જોઈને ત્યાં ગઈ હશે જે પહેલાથીજ બે છોકરીનો બાપ છે .પણ પ્રેમ થોડો જોઈ વિચારી ને થાય ખરેખર પ્રેમ આંધળો હોઈ છે તે આજે આરતી એ સાબિત કરી બાતવ્યું પણ તેને ભાગવું જ હતું ફરી વાર તેની જ સાથે તો ઘરે આવવાનો શું મતલબ હતો શા માટે લગનના આટલા ખર્ચા અને બીજાની જિંદગીની બરબાદી કરી પણ હકીકત તો કંઈક અલગ જ હતીઅર્પિત જ્યાં સુધી પહેલી પત્નીને તલાક ના કરે ત્યાં સુધી આરતી તેની પત્ની ના બની શકે અને આજે ફાઈનલી અર્પિત નું તલાક પણ થૈ ગયું અને આરતી સાથે તે પરણી પણ ગયો પરિવારમાં સન્નાટો સવાય ગયો હતો આ વાત થી કે એક સમજદાર છોકરી આવું પણ કરી શકે તે કોઈએ માન્યું ન હતું ફરી કરેલી આરતીની આ ભૂલે પરિવારને સમજમાં મોં દેખાડવા LIKE ના રાખ્યું પહેલીવાર તો નાદાન સમજી ભૂલ માફ કરી દીધી પણ આ વખતે તો આરતી માટે ઘરના દરવાજા હંમેશા બંધ થઈ ગયા આજે આખો પરિવાર આરતી થી નારાજ હતો આરતી એવું શું કામ કર્યું પણ નશીબ ની આગળ કોનું ચાલે તે પણ કિસ્મત આગળ મજબુર થઈ હોઈ બાકી તો કોણ છોકરી એક ભવમાં ત્રણ ભવ કરવા ત્યાર હોઈ
પ્રેમ ની માયાજાળ માં ફસાયેલ આરતી ના જીવનમાં ફરી એકવાર ખુશી નું મોજું ઉછળ્યું આરતી એ એક ફુલ જેવી સુંદર છોકરીને જન્મ આપ્યો આરતીનો પ્રેમ તો સચોજ઼ હતો પણ તેને જે કર્યું તે ખોટું હતું એકસાથે કેટલી જિંદગી તોડી એક બાળકને બાપ વગરના કર્યા અને એક પરિવાર ની આખી જિંદગી ને જુકાવી ગઈ પણ પ્રેમ ની બુદ્ધિ લાંબી થોડી હોઈ છે તે તો પોતાનું જ વિચારે ને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે આરતીની છોકરી ખુશી ૮ વર્ષની થઈ ગઈ ખુશ છે તે તેના જીવનમાં માં બાપ નો સાથે પણ મળે છે પણ પરિવાર તેનાથી હજી પણ નારાજ છે ના તો સમાજ તેને ક્યારે અપનાવી શકે આરતી માટે ઘરના દરવાજા તો ખુલા છે પણ કોઈ પણ પ્રસંગ માં તે હાજરીના આપી શકે થોડીક દિવસો પહેલાજ આરતીની નાની બેન ના લગન હતા પણ આરતી માટે મંજૂરી ન હતી તેના બેનના લગન માં જવાની. આરતી નો પ્રેમ તો જીતી ગયો પણ આરતી એ તેના મમ્મી પાપા ને હંમેશા માટે સમાજ ની બહાર કરી દીધા આજે પણ લોકો એ જ વિચારે છે કે આરતી ને ભગાડવામાં તેના મમ્મી નો જ હાથ હતો......
NICKY TARSARIYA
23/05/2018
(સત્ય ઘટના)