દિલ હંમેશા જ કોઈને માગતું હતું. પણ, તું આ સમયે મળી તે મે ક્યારે પણ વિચારુ ન હતું. વિભાના વિચારો ધડીખમ થમી ગયા ને તે એક જ નજરે નિરવને જોતી રહી. બસમાંથી ઉતરતા જ તેની નજર નિરવ પર ગ્ઈ. કેટલા સમયથી જેનો તે ઇતજાર કરતી હતી તે નિરવ તેને આવી રીતે મળશે તે તેને સપને પણ વિચાર્યુ ન હતું. જે નિરવને તે હંમેશા માંગતી હતી, જેની સાથે જિંદગી જીવવાના સપના સજાવતી હતી તે જ નિરવ તેની સામે ઊભો હતો. જયારે, પહેલી વાર તેના મનમાં નિરવનું નામ આવેલું ત્યારે તે ખાલી એક આભાસ હતો. જે વિચારોની વચ્ચે રોજ ગુથાતો રહયો ને તે કયારે તેના દિલનો અહેસાસ બની ગયો તે પોતે પણ નહોતી જાણતી. કેટલા વર્ષના ઇતજાર પછી તેની સાથે આ પહેલી મુલાકાત એક અજીબ અહેસાસની ધડકન હતી. વિચારો,સવાલો બધું જ રુકી ગયું ને તે નિરવને મળવા આતુરતાથી બસમાંથી નીચે ઉતરી.
"હાઈ, ઓળખે છે કે ભુલી ગઈ.........????" નિરવનું આમ પૂછવું તેને થોડું અજીબ લાગ્યું. જેના વિશે તે હંમેશા વિચારતી હતી તેને તે ન ઓળખે તેવું કયારે બની શકે!!!!!!!!
"હા, કેમ નહીં, પણ તું પહેલાં કરતા વધારે થોડો બદલી ગયો હોય તેવું લાગે છે.......!!!!"
" મને લાગયું, કે તું મને નહીં ઓળખે.......!!!! પણ, તે તો મને એક સેકન્ડમાં ઓળખી બતાવ્યો."
" સાયદ એવું બની શકત. પણ, તારા ચહેરાનો નિખાર હજુ પણ તે જ બાળપણની યાદ અપાવે છે. ખેર છોડ તે બધું. તું........ અત્યારે અહીં!!!!!!!!! આ્ઈ મીન , તું......તો......... અમદાવાદ હતો ને???"
"કેમ, ના અવાય અહીં???????"
"મે એવું કયા કીધું તને!!!!'' ના તેમના વચ્ચે કોઈ દોસ્તીનો સંબધ હતો. ના કોઈ સંબધને જોડતી કોઈ કડી છતાં પણ તે વાતો કરે જતા હતા.
" અત્યારે પણ ત્યાં જ છું. આતો મમ્મી પપ્પા ને મળવા માટે આવ્યો હતો ને મે તને બસમાં જોઈ તો અહીં તારી રાહ જોઈ ઊભો રહ્યો. વિભા, મારે તને કંઈ પૂછવું હતું. પણ,મને થોડું અજીબ લાગે છે!!!!! મારા અમદાવાદ ગયા પછી આપણે કયારે મળયા જ નથી. બાળપણમાં સાથે રમતા ત્યારે પણ આપણી વાતચીત ઓછી થતી પણ આજે અચાનક મે તને જોઈ તો મારુ દિલ તને મળવા આતુરતાથી રાહ જોઈ રહયું. સાયદ એ તને કંઈ કહેવા માગતું હોય!!!!! "
" નિરવ......પણ....... " વિભા કંઈ કહેવા માંગતી હતી પણ તેના શબ્દો કંઈ કહયા વગર જ થંભી ગયા.
"વિભા મને નથી ખબર કે મારે તને આ વાત અત્યારે કરવી જોઈએ કે નહિ. પણ, જો હું આજે નહિ કહું તો સમય સાયદ નીકળી જશે ને મારુ દિલ અમેજ તારી આ પહેલી મુલાકાત યાદ કરી વિચારતું રહશે. વિભા, તું પણ મને જાણે છે ને હું પણ તને જાણું છું. એટલે એકબીજા ને સમજવા માટે આપણે વધારે કઈ કહેવાનું નહીં રહે , ના આપણે આપણી ફેમિલી ને કઈ સમજાવું પડે. શાયદ તે પણ બધા જાણે છે. જો તું હા કહે તો.....?????"
"વિભા, શું તું મારી સાથે સગાઇ કરી શકે???"
નિરવે મુકેલી પ્રપોઝ પર વિભાની દિલની અવાજ એમજ રુકી ગઈ ને તેની આખમાં આશું સરી પડ્યા જે પળ તેની જિંદગીની સૌથી મોટી ભેટ હતી તે જ પળ એમજ નીરવનાં શબ્દો સાંભળી રુકી ગઈ. દિલની ધડકનો જોરજોર થી ધડકતી હતી ને તેની ખામોશ રાહ ત્યાંજ અહેસાસ બની દિલમાં ગુંજી રહી હતી. વિભાની નજર નીરવના ચેહેરા પર સ્થિર હતી ને વિચારોએ ત્યાંજ એક ગતિ પકડી લીધી હતી. તે દિલની માને તો કોઈ બીજા સાથે નાઈન્સાફી થશે ને જો તે બીજા વિશે વિચારે તો તેની જિંદગી હંમેશા તે અહેસાસ ના કારણે તડપતી રહશે. જિંદગીની આ કેવી રમત હતી જે એક જ દિવસ માટે બાજી પલટી ગઈ. તેના વિચારો હજુ પણ ચાલતા હતા ત્યાં જ તેના મોબાઇલ ની રિંગ વાગી. તે વિચારો માંથી બહાર આવી ને તેને ફોન ઉપાડ્યો.
" હા બસ જો રસ્તામાં જ છું આવું છું" તેમને ફોન કટ કર્યો ને નિરવ સામે નજર કરી, તે હજું પણ જાણવા માટે ઉત્કૃષ્ટ હતો કે વિભા શું જવાબ આપશે.
"વિભા, તું શાંતિથી વિચારીને મને જવાબ આપજે હું બે દિવસ માટે અહીં જ છું. ઓકે બાઈ તારે લેટ થતું હશે." તેને વિભાને તેમનો મોબાઈલ નંબર આપ્યો ને તે ચાલવા લાગયો ત્યાં જ વિભાએ તેમનો હાથ પકડયો ને તે પાછળ ફર્યો. એક અજીબ કંરટ દિલને ધ્રુજાવી રહયો હતો. પહેલીવાર આજે તેને સાચા પ્રેમની અનુભુતી થતી હતી. તે દિલના અહેસાસને મહેસુસ કરતી હતી. તેને અહીં જ રસ્તામાં નિરવને હક કરવું હતું પણ જુડેલા બીજા નવા સંબધને કારણે તે મનને રોકી રહી હતી.
"આ્ઈ એમ રીયલી સોરી નિરવ, હું તારી સાથે હવે કોઈ પણ બંધનમાં નહીં બંધાઈ શકું."
"મતલબ હું કંઈ સમજયો નહીં ??"
"નિરવ, તું એક દિવસ માટે લેટ થઈ ગયો. જો તું એક દિવસ પહેલાં આવ્યો હોત તો હું તે સંબધને થતા રોકી દેત. પણ હવે તે મારા હાથમાં નથી રહયું. કાલે જ પપ્પાએ મારી સગાઈ રવિ સાથે ફીક્સ કરી દીધી. જો હું તે સંબધને તોડું તો પપ્પાએ દીધેલ વચનનો ભંગ થાય ને હું મારા પ્રેમ ખાતર બીજાની ભાવના સાથે ના ખેલી શકું." તેને નિરવને ના તો કહી દીધી પણ દિલ હજુ માનતું ન હતું. કદાચ નિરવ મે તારી રાહ જોઈ હોત!!!!! પણ, કિસ્મતના ખેલ સામે મારી લાગણીની શું કિમત???? તેની લાગણી પ્રેમનો પ્રસ્તાપ કરતી આંખનો આશું બની વહી રહી હતી.
" ઓ કૉંગ્રતુલાશન્સ, આટલી મોટી ખુશીની વાત તું મને અત્યારે કહે છે. અને તે પણ આમ રડતા રડતા. ખરેખર તમારી છોકરીઓની આ જ પ્રોબ્લેમ હોય છે જે ખુશીના સમયે પણ રડવા બેસી જાય." નિરવની લાગણીહીન આખો વિભા જોઇ શકતી હતી પણ તે આજે કોઈના બંધનમાં બંધાઈ ગયા પછી પોતાની જ લાગણી સાથે મજબુર હતી. તેને નિરવ સાથે દિલની બધી જ વાતો કરવી હતી પણ, તે ફરી નિરવને કંઈ કહી કોઈ આશ દેવા નહોતી માગતી.
" થેન્કસ નિરવ મને સમજવા માટે" જે નિરવને તેને હંમેશાં માગયો તે નિરવ ખરેખર અજીબ હતો. વિભાની લાગણી ફરી ભાવહીન બની ગઈ તે આનાથી વધારે કંઈ ના બોલી શકી ને એમ જ છેલ્લી વાર નિરવને ધ્યાનથી જોતી રહી. જે રસ્તેથી બંને આવ્યા હતા તે જ રસ્તે ફરી પાછા વળી ગયા. કહેવું ધણું હતું પણ વાતો પ્રેમની પહેલી મુલાકાત બની એમજ એક અજનબીની રાહ બનાવી નિકળી ગઈ. જ્યાં સુધી એકબીજાને બંને જોઈ શકયા ત્યાં સુધી બંને જોતા રહ્યાં.
કદાચ કોઈ એવી રાહ મળે ને નિરવને હું ફરી એક થઈ શકયે...... વિભાના વિચારો ફરી એકવાર નિરવને મળવાની આશ પર પ્રેમની લાગણી બની ખોવાઈ ગયો.
વિભાનું મન નિરવને મળયા પછી સંગાઈ કરવામાં માનતું ન હતું. તે ધરે ગઈ ત્યાં સુધીમાં સગાઈની ધણી તૈયારી શરૂ થઈ ગઈ હતી. બે દિવસ પછી તેમની સંગાઈ હતી ને તે દિલની લાગણી સાથે તે સંબધને નિભાવાની કોશિશ કરી રહી હતી. મનમાં એક જ વાત ધુમતી હતી કે કોઈ એવી વાત બને કે આ સંબધ અહી જ થંભી જાય. જાણે તેની આ વાત સાચી જ પડવા જ્ઈ રહી હોય તેમ સવારે વહેલા જ રવિના ધરેથી ફોન આવ્યો કે રવિ આ સંબધ જોડવાની ના કહે છે. વિભાની આશ ફરી એકવાર નિરવની સાથે જિંદગી જીવવાના સપના સજાવા લાગી. સાયદ કિસ્મત ને પણ આ મજુર હશે!!!! તેની વિચારોની ગતિ ફરી શરૂ થઈ ગઈ ને તે ઇતજાર કરતી રહી કે આ વાત ખરેખર સત્ય બની તેના અને નિરવની જિંદગી એક કરી જાય.
Nicky tarsariya