એક સ્ત્રી હોવું નશીબ ની વાત છે કે પછી દુ:ખું ની લાગણી તે જ સમજવું જાણે મુશકેલ બનતું હોઈ તેમ લાગે છે. જેમ સિક્કા ની બે બાજુ હોઈ તેમ સ્ત્રીના જીવન માં પણ બે પરિસ્થિતિ ઉભી થતી હોઈ છે એક સુખની પલ અને બીજી દુખની પળ . પણ કેવી અદભુત છે ને સ્ત્રીની આ જીદગી જન્મતાની સાથે જ જાણે ચાર દીવાલના કેદ ખાના માં પુરાતી હોઈ તેવી જીદગી. નાનપણ થી જ તો શીખવામાં આવતું હોય છે કે કઈ પણ થઇ જાય તારી ઇજત ને અપડા પરિવાર ની આબરૂ ન જાય તેનું ધ્યાન રાખજે અને તેજ આબરૂ અને ઇજત બસાવા જાણે આખી જીદગી એક ઘરના ખૂણામાં ગુચવાય જતી હોય છે કોઈની બેટી કે બહેન બનવું નશીબ ની વાત છે કેમકે દીકરી એક વ્હાલ નો દરિયો છે.પણ જયારે તે જ દીકરી ૧૨ વર્ષની થાય અને જે દર્દ થી ગુજરતી હોઈ ત્યારે જ ખ્યાલ આવે કે એક સ્ત્રી બનવું કેટલું અઘરું હોઈ છે પણ તેજ પલ જાણે ખુશી ની લહેર લાવતું હોય તેમ ખરેખર તે હવે પુરેપુરી સ્ત્રી બની ગઈ તેમ હર્ષ ની લાગણી જન્મે છે પણ વાત ત્યાજ ખતમ નથી થતી જીદગી જાણે એક પછી એક દાવ રમતી જતી હોઈ તેમ સ્ત્રીના જીવનમાં એક નવો દાવ સારું થાય છે.
જયારે એકલતાના ખૂણામાં દીકરીની લાગણી વંશ રેહતી હોઈ ત્તેમ જીવનમાં તે કરવા તે ઘણું માંગે છે પણ કઈક કરવા અસ્મર્થ હોઈ છે કેમકે તેની આજુબાજુનું વાતાવરણ કે પછી કયક સમાજનો ડર કે પછી એકલતાનો અનુભવ તેને કયક કરવા રોકે છે વારંવાર સાંભળવામાં આવતા આ શબ્દો આખરે તો છોકરીઓ ને રોટલાજ કરવાના છે ને વળી આપડે ભણી ને ક્યાં નોકરી કરવાની છે આવા વાતાવરણ ને કારણને જ હમેશા તે છોકરીઓ હારી જતી હોય છે . ખબર નહિ પણ લોકો ના આવા વિચરો કેમ હશે એક વાર તો પૂછી જોવા તેને કે તેને શું જોયે છે એક વાર તો તેને આઝાદીથી ઉડવા નો મોકો આપો આપમેળે જ તે પોતાની અને તમારી બને ની મુશ્કેલ આચન કરી દેશે પણ આ સમજવા માટે સમજ જોયે પણ મને લાગે છે કે ૮૦%લોકો હજી વીસમી સદી માં જીવે છે પણ આમ જોવા જાયે તો આજની સ્ત્રી પાછળ પણ ક્યાં છે જેમેકે ઇદીરા ગાંધી ,સુનીતા વિલયન,મેરી કોમ ,કાજલ ઓઝા અને આવી તો કેટલી સ્ત્રી છે જેને પોતાના બળ પર ઘણું કરી બતાવ્યું જયારે આપડી બેન દીકરી કે વહુ આજે પિયર થી સાસરિયા નો સફર જ કરતી રહી ખરેખર દીકરી માટે પિયર જ કેદ ખાનું હોય તો સાસરીયા ની આશા જ બેકાર છેને ,એક પછી એક દાવ રમતો જ જતો હોઈ તેમ સ્ત્રી ના જીવનમાં એક નવો દાવ સારું થાય લગનનો સ્ત્રીના માટે જાણે તે પળ ખુશી ની હોય કે દુખુની લાગણી પણ દુનિયાનો નિયમ છે તે તો નિભાવો જ પડે જેમ પાણી નદીમાં ક્યારે સ્થિર નથી રેહતું તેમ સ્ત્રીની જીદગી પણ કયારે એક જગ્યા પર સ્થિર નથી રેહતી. પણ આ સફર તેના માટે મુશ્કેલ હોઈ છે એક ઘરથી બીજા ઘરે જવું નવા લાકો સાથે નવી જીદગી સારું કરવી કેટલું અઘરું હોઈ તે તો એક સ્ત્રી જ જાણતી હોઈ છે. આમ આખી જીદગી જાણે એક રસોય ઘરના ખૂણામાં ગુજરી જતી હોઈ છે.આજે પંખીઓં પણ આઝાદીની જીદગી જીવી રહ્યા છે તો આ એક સ્ત્રી છે શું તેને આઝાદી ન મળી શકે ? જાણે એક સ્ત્રી છોકરા જન્મવા જ જન્મી હોય!ચાર દિવાલનું નું કેદ ખાનું જાણે પાંજરામાં રેહતું પંખી હોય તેમ એક સ્ત્રીએ રાતે જોયેલા સપના સવારના ઉગતા સૂર્ય ની સાથે જ ખતમ થઇ જતા હોય છે.માનો તો –
ઉડતી આશા ની લહેર છે એક સ્ત્રી
અંધારાની જલ્હાળતી ચાંદની નું રૂપ છે
ઉછળતા મોજા નો દરિયો છે એક સ્ત્રી
પૂજો તો લક્ષ્મી નો અવતાર છે સ્ત્રી
તેને સમજો તો ઘરની શોભા છે
છતાં પણ ન જાણો એક સ્ત્રીને
તો પાંજરામાં રેહતું તે પંખી કેહવાય છે