અનામિકા ૩ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનામિકા ૩

અનામિકા

કહાની એક ડાકણ ની

( 3 )

દેવીકૃપા ફાર્મહાઉસ પર થયેલાં હત્યાકાંડ માં બચેલી યુવતી ને એડમિટ કરવા જ્યારે રાજવીર ગોપાલ અને જયદીપ ની સાથે નખત્રાણા જઈ રહ્યો હોય છે ત્યારે એ યુવતી રસ્તામાં મૃત્યુ પામે છે..એનું પોસ્ટમોર્ટમ કરાવવા એ લોકો વસંત શાહ નામનાં વ્યક્તિ નાં મેડિકલ સેન્ટરમાં જઈને આજે રાતે જ એ યુવતી નું પોસ્ટમોર્ટમ કરવા આજીજી કરી છે..વસંત નો દીકરો લવ પોતાનાં પિતાને મદદ માટે તૈયાર થાય છે એટલે એ લોકો યુવતી ને લેબ માં લઈને આવે છે...હવે વાંચો આગળ..

રેકોર્ડબુકમાં એ યુવતી નું નામ અનામિકા લખાયાં પછી ડોકટર વસંત આગળની કાર્યવાહી માટે આગળ વધે છે..વસંત શાહ મધ્યમ બાંધા નાં અને પંચાવન વર્ષ ની ઉંમરે પણ એક યુવાન જેવું શરીર ધરાવતાં જીંદાદિલ માણસ હતાં.. અબુધાબી માં એ ઘણું કમાયા હતાં પણ જીંદગીનાં પાછળનાં વર્ષો વતનમાં પસાર કરવાની ઈચ્છાએ એમને અહીં સુધી આવવા મજબુર કર્યાં હતાં.

અહીં આવવાનું એમને આગોતરું પ્લાનિંગ કરી જ લીધું હતું એટલે એમને પોતાનાં એક ના એક પુત્ર લવ ને પણ MBBS નાં અભ્યાસ માટે બેંગ્લોર મોકલી દીધો હતો..છેલ્લાં બે વર્ષ થી એમને પોતાનાં વતન નખત્રાણા થી થોડે દુર આ જગ્યાએ વ્યવસ્થિત પ્લાનિંગ કરી આ સુંદર બિલ્ડીંગ બનાવ્યું હતું..જેનાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક બાજુ રહેણાક ની અને બીજી તરફ દવાખાના ની વ્યવસ્થા હતી..જ્યારે ઉપર બીજાં માળે એક વિશાળ લેબ હતી જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં.

"ડોકટર સાહેબ..તમે આ યુવતી ની ડેડબોડી નું પોસ્ટમોર્ટમ કરો ત્યાં સુધી અમે અહીં જ હાજર છીએ..તમે જેવો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરો એવાંજ અમે એ રિપોર્ટ અને ડેડબોડી લઈને નીકળી જઈશું.."રાજવીરે વસંત શાહ ને ઉદ્દેશીને કહ્યું.

"પણ આ પોસ્ટમોર્ટમ વિધિ જોઈને તમને થોડી ઘીન આવશે કેમકે આ બધું થોડું ડિસ્ટરબિંગ હોય છે..તમે સમજો છો ને હું શું કહેવા માગું છું..?"પ્રશ્નસુચક નજરે ઈન્સ્પેકટર રાજવીર તરફ જોઈને વસંત શાહે કહ્યું.

"વાંધો નહીં ડોકટર,તમે તમારું કામ પૂરું કરો..અમને એમાં કોઈ તકલીફ નથી..અને અમે પણ તમને ડીસ્ટર્બ થાય એવું કંઈ નહીં કરીએ.."રાજવીરે જણાવ્યું.

"Ok.. તો તમે ત્યાં ખુરશીમાં બેસો.હું પોસ્ટમોર્ટમ માટે ની પ્રોસેસ શરૂ કરું." લેબ ની એક સાઈડ માં રાખેલી ખુરશીઓ તરફ ઈશારો કરી વસંતભાઈ એ કહ્યું.

એમની વાત સાંભળી રાજવીર,ગોપાલ અને જયદીપ ખુરશીઓ પર જઈને બેઠાં.રાતભર આમ જ બેસી રહેવાની વાત ગોપાલ ને મનોમન અકળાવી જરૂર રહી હતી.ટાઈમપાસ કરવા એ લોકોએ ત્યાં પડેલી મેગેઝીન હાથમાં લઈ લીધી અને એનાં પન્ના ફેરવવાના શરૂ કર્યા.

વસંતભાઈ એ યુવતી ની ડેડબોડી જ્યાં રાખી હતી એ સ્ટ્રેચર ને થોડું ખસેડીને એક લાઈટ નીચે રાખે છે..અને એ લાઈટ ઓન કરી યુવતીની જોડે આવીને ઉભાં રહે છે..વસંતભાઈ હજુ તો હાથમાં મોજાં પહેરતાં જ હોય છે ત્યાં લવ ત્યાં આવી પહોંચે છે અને વસંતભાઈ ની સમીપ જઈને પૂછે છે.

"પપ્પા બધું રેડી છે ને..?જો રેડી હોય તો હું હાથ ધોઈને ગ્લોવ્ઝ પહેરી લઉં.."

"હા દીકરા બધું રેડી જ છે..બધાં ટુલ્સ લઈ લીધાં છે..તું આવ એટલે પોસ્ટમોર્ટમ સ્ટાર્ટ કરી દઈએ.."વસંતભાઈ એ લવ નાં સવાલ નો જવાબ આપતાં કહ્યું.

"Ok.."આટલું કહી લવ ઉતાવળાં પગલે વૉશ બેસીન તરફ આગળ વધ્યો.

"અરે લવ..તું સીમરન ને સાચવીને જવાનું તો કહી આવ્યો છે ને..વાતાવરણ ખરાબ છે તો ગાડી ડ્રાઈવ કરવામાં એને તકલીફ આવી શકે છે.."અચાનક સીમરન વિશે યાદ આવતાં વસંતભાઈ એ કહ્યું.

"હા પપ્પા.. એ એની રીતે સાચવીને પહોંચી જશે.."હાથ ધોતાં ધોતાં લવ એ કહ્યું.

***

"ડેડી હું રેડી છું..ચાલો તો ફટાફટ પોસ્ટમોર્ટમ ચાલુ કરી દઈએ અને ઈન્સ્પેકટર સાહેબ ને જલ્દી માં જલ્દી રિપોર્ટ તૈયાર કરી છુટા કરીએ.."હાથમાં ગ્લોવસ પહેરતાં લવ વસંતભાઈ જોડે આવીને બોલ્યો.

વસંતભાઈ એ લવ તરફ જોયું અને એ યુવતી ની ડેડબોડી ઉપરથી કપડાં નું જે આવરણ હતું એને દૂર કરી એને અનાવૃત કરી દીધી.

"લવ,ઈન્સ્પેકટર ને લાગે છે આ યુવતી નો રેપ થયો છે તો ફર્સ્ટ આપણે એ તર્ક સાચો કે ખોટો છે એ તપાસ કરી લઈએ..પછી આગળ વધીએ.."વસંતભાઈ એ લવ ને ઉદ્દેશીને કહ્યું.

"Ok.."આટલું કહી લવ એ યુવતી નાં પ્રાઈવેટ પાર્ટ ની તપાસ કરી જોવે છે..એમાં કોઈ પ્રકારનાં શારીરિક સંબંધ બાંધવાના ચિહ્નો ની પણ એ ચીવટ પૂર્વક તપાસ કરી જોવે છે..લગભગ દસેક મિનિટ સુધી પ્રોપર એક્ઝેમાઇન કર્યાં પછી લવે વસંતભાઈ તરફ જોઈને કહ્યું.

"પપ્પા..આ યુવતી નાં પ્રાઈવેટ પાર્ટ ઉપરથી તો લાગે છે કે આ યુવતી નો હકીકતમાં રેપ થયો જ નથી..આનાં જોડે શારીરિક સંબંધ બંધાવાના ચિહ્નો જ નથી.."

"Ok.. આમ પણ રેપ થયો હોત તો આ યુવતી નાં શરીર પર પણ ઉઝરડાં કે મારનાં નિશાન જરૂર હોત..પણ આની આખી બોડી પર તો કોઈપણ પ્રકાર ની ઈજા કે માર નું નિશાન મોજુદ નથી.."વસંતભાઈ એ લવ તરફ જોઈને કહ્યું.

"તો હવે આગળ શું કરવાનું છે..?"લવે પૂછ્યું.

વસંતભાઈ એ સ્ટ્રેચર ની બાજુમાં પડેલાં ટેબલ પર રાખેલ એક કાગળ પર કંઈક લખ્યું અને ત્યારબાદ લવ ને કહ્યું.

"લવ..મેં આ યુવતી ઉપર કોઈ પ્રકારનો રેપ થયો નથી એ નોટ કરી લીધું..આગળ તો શરીર ની ઉપર કોઈ ઈજા નથી કે નથી ગળા ની ઉપર કોઈ એવો માર્ક જેનાથી ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કરવાની વાત વિશે પણ વિચારી શકાય..માટે હવે ફૂલ બોડી એક્સરે કરી જોઈએ..ઇન્ટરનલ કોઈ હાડકું કે મગજ પર કોઈ ઈજા થઈ હોય તો એ ઉપરથી જાણી શકાય.."વસંતભાઈ એ કહ્યું.

વસંતભાઈ ની વાત સાંભળી લવ એ યુવતી જે સ્ટ્રેચર પર હતી અને ધક્કો મારી એને એક્સરે મશીન નીચે લાવે છે..ત્યારબાદ પ્રોસેસ શરૂ થાય છે એક્સરે ની.

એક્સરે થઈ ગયાં બાદ એ સ્ટ્રેચર ને ફરીથી એની મૂળ જગ્યાએ લાવીને રાખી દેવામાં આવ્યું..એ યુવતી ની ડેડબોડીનાં અલગ અલગ પાર્ટ નાં વિવિધ એક્સરે પાડવામાં આવ્યાં. બધાં એક્સરે દસેક મિનિટમાં તો પ્રિન્ટ થઈને આવી ગયાં.વસંતભાઈ એ બધાં એક્સરે ને વારાફરથી હાથમાં લઈને વ્યવસ્થિત રીતે ધારી ધારીને જોતાં કહ્યું.

"લવ..આ યુવતી નાં માથે કંઈપણ વાગ્યું નથી..મતલબ આ બ્રેઇન હેમરેજ નો પણ કેસ નથી..પણ.."

"પપ્પા કેમ અટકી ગયાં..?"વસંતભાઈ નું આમ વાત અધૂરી મૂકવું લવ ને ખચકાતાં એ બોલ્યો.

લવ ની વાત સાંભળી વસંતભાઈ એ બધાં એક્સરે ને એક ટેબલ પર મૂકી દીધાં અને બોલ્યાં.

"જો લવ આ એકસરે આ યુવતીનાં માથા નો છે..એમાં કોઈ વાગવાનું નિશાન નથી..જે આપણી બ્રેઈન હેમરેજ ની થિયરી ખોટી પડી છે..પણ આ જો આ યુવતી નાં ડાબા હાથ અને બંને પગ નો એક્સરે.."

લવે પોતાની આંખો ઝીણી કરીને એ બંને એક્સરે ને થોડો સમય જોયાં.. પછી એ બોલ્યો.

"આ યુવતી નો ડાબો હાથ કોણીમાંથી તૂટેલો છે.જ્યારે બંને પગ નું હાડકું પગની ઘૂંટી ઉપરથી તૂટી ગયું છે જેનાં લીધે એનો આખો પગ 180 ડિગ્રી એ ફરી શકે એમ છે."

"ખૂબ સરસ..સારું માર્ક કર્યું..હું પણ તને આજ કહેવા માંગતો હતો..પણ એક વસ્તુ વિચિત્ર જરૂર લાગી કે શરીર પર કોઈ ઈજાનું નિશાન નહીં અને અંદરથી હાડકાં ભાંગી ગયાં છે.."લવ ને શાબાશી આપી વસંતભાઈ એ કહ્યું.

"આ બંને વસ્તુ હું માર્ક કરી લઉં..પણ હવે આગળ આ યુવતી ની ઍટોપ્સી ની આગળની પ્રોસેસ શરૂ કરીએ.."લવે બોલપેન હાથમાં લઈને કહ્યું.

***

"બહાર ની બોડી ચેક કર્યા ઉપરથી એટલી તો ખબર પડી કે આ યુવતી નો રેપ નથી થયો..એ સિવાય આ યુવતી ગળું દબાવાથી કે બ્રેઈન હેમરેજ થવાથી મૃત્યુ નથી પામી એ પણ સાબિત થઈ ગયું છે.."વસંતભાઈ એ કહ્યું.

"પપ્પા હવે ઈનર બોડી ચેકીંગ શરૂ કરીએ..ત્યાંથી જ આ યુવતી જોડે શું થયું એની ખબર પડશે.."લવે રિપોર્ટ બુકમાં થોડું લખવાનું પૂર્ણ કરી પાછું આવી એક કટર હાથમાં પકડી કહ્યું.

"હા..તો એની શરૂઆત આ યુવતી નાં મોં થી જ કરીએ..કેમકે એ એકરીતે જોઈએ શરીર નો પહેલો ઈનર પાર્ટ છે.."વસંતભાઈ એ કહ્યું.

વસંતભાઈ એ જેવું એ યુવતી નું મોં ખોલ્યું એવું જ અંદર ની તરફ નું દ્રશ્ય જોઈ એમને થોડો આંચકો લાગ્યો..બહારથી એકદમ સ્વસ્થ દેખાતી એ મૃત યુવતીની જીભ જ નહોતી..મતલબ કે એને કોઈએ કાપી નાંખવામાં આવી હતી.

"ઓહ માય ગોડ.."કપાયેલી જીભ ને જોઈ અનાયાસે ડોકટર વસંત નાં મોંઢે નીકળી ગયું.

લવ હજુ પણ આ બધું નવું સવું જ કરી રહ્યો હતો..એટલે એને પણ જ્યારે આ યુવતી ની કપાયેલી જીભ જોઈ ત્યારે એને પણ થોડો સોસ ચડ્યો.

ડોકટર વસંતે કપાયેલી જીભ જોઈ અને આગળ પાછી પોસ્ટમોર્ટમ વિધિ શરૂ કરી તો એમનું ધ્યાન એ યુવતી ની નીચેનાં દાંત ની પાછળની હરોળ તરફ ગઈ..એમને જોયું તો એ યુવતી ની એક દાઢ ગાયબ હતી..મોં માં થી લાળ અને ટીસ્યુ નો નમૂનો લીધાં બાદ ડોકટર વસંતે એ યુવતી નું મોં બંધ કરી દીધું.

લાળ અને ટીસ્યુ નો નમૂનો વસંતભાઈ એ લવ ને આપ્યો અને માઈક્રોસ્કોપ પર મુકવા માટે કહ્યું.

લવ દ્વારા માઇક્રોસ્કોપ પર એ મૃત યુવતી ની લાળ અને ટીસ્યુ ને રાખવામાં આવ્યાં, પછી વસંતભાઈ ને ત્યાં આવવાનું કહેવામાં આવ્યું.

વસંતભાઈ દ્વારા ખૂબ બારીકાઈથી એ યુવતી ની લાળ નું એક્ઝેમાઈન થયું.એક્ઝેમાઈન કરતાં એમનો ચહેરો એ બતાવવા કાફી હતો કે એમાં પણ એમને નિરાશા જ હાથ લાગવાની હતી..લવ એકીટશે વસંતભાઈ તરફ જોઈ રહ્યો હતો.

થોડીવાર સુધી વસંતભાઈ પોતાનું કામ કરતાં રહ્યાં.પંદર મિનિટ સુધી માઇક્રોસ્કોપ પર નજરો ગડાવીને ઊભેલાં વસંતભાઈ અટકયાં અને લવ તરફ જોઈ બોલ્યાં.

"લવ આમાંથી કંઈપણ પુરવાર થતું નથી..બધું as normal જ છે.."

"સારું તો હું આ બધું પણ રિપોર્ટ બુક માં નોટડાઉન કરી લઉં.."લવે વસંતભાઈ તરફ જોઈને કહ્યું.

"Ok.. પણ સાથેસાથે લખજે કે આ યુવતી ની જીભ ઘણાં મહિના પહેલાં કપાઈ ગઈ હોવાથી આ બોલી શકવા સમર્થ હતી.."વસંતભાઈ એ કહ્યું.

વસંતભાઈ ની વાત સાંભળી લવ ટેબલ પર રાખેલી રિપોર્ટ બુક લેવા આગળ વધ્યો..આ તરફ જીભ કપાઈ ગઈ હોવાની વાત લેબ માં બેસેલાં રાજવીર ને કાને પડતાં એ ઉભો થઈ જ્યાં પોસ્ટમોર્ટમ વિધિ ચાલતી હતી એ તરફ આગળ વધ્યો..ગોપાલ અને જયદીપ પણ ઉત્સુકતા સાથે એની પાછળ પાછળ દોરવાયાં.

રાજવીર ડોકટર વસંત ની નજીક આવ્યો અને એમને પૂછ્યું.

"ડોકટર..શું થયું..બધું ઓલરાઈટ તો છે ને..?"

"ઈન્સ્પેકટર આ યુવતી સાથે રેપ નથી થયો..એની હત્યા ગળું દબાવીને કરવામાં નથી આવી કે નથી એનું બ્રેઈન હેમરેજ થયું..બસ એની ડાબા હાથની કોણી અને બંને પગ ની ઘૂંટી નું હાડકું તૂટેલું છે.."વસંતભાઈ એ કહ્યું.

"હું ખોટો ના હોઉં તો હમણાં મેં કંઈક જીભ વિશે સાંભળ્યું..શું વાત કરતાં હતાં તમે જીભ વિશે એ હું જાણી શકું.."રાજવીરે જિજ્ઞાસા સાથે પૂછ્યું.

રાજવીર ની વાત સાંભળી ડોકટર વસંતે પાછું એ યુવતી નું મોં એક જેક ટુલ વડે ખોલ્યું..યુવતી નાં મોં ની અંદર જોતાં જ રાજવીર સમજી ગયો કે વસંતભાઈ શેની વાત કરી રહ્યાં હતાં.

"બિચારી છોકરી જોડે બહુ ઘાતકીપણું આચરવામાં આવ્યું હોય એવું લાગે છે..એની જીભ કાપી ને એની સાથે જુલ્મ ની સારી હદો વટાવી દીધી હોય એવું લાગે છે..કાશ અમે વહેલાં પહોંચી આ યુવતી ને બચાવી શક્યા હોત."દુઃખ અને ગુસ્સાનાં મીશ્રીત ભાવ સાથે રાજવીરે કહ્યું.

"પણ એક બીજી વાત કહી દઉં કે આ યુવતી ની જીભ આજે નથી કપાઈ..એની જીભ કાપે તો ઘણાં દિવસો થઈ ગયાં હોય એવું લાગે છે..દિવસો ની જગ્યાએ મહિના પણ કહી શકો છો..આ યુવતી ની બોલવાની શક્તિ પણ ત્યારથી ચાલી જ ગઈ હશે."હવે પોતે નોટિસ કરેલી માહિતી ઉજાગર કરતાં ડોકટર વસંતે રાજવીર ને કહ્યું.

વસંતભાઈ ની વાત જાણે કોઈ વીજળી ની જેમ ત્રાટકી હોય એવો હાવભાવ અત્યારે રાજવીર,જયદીપ અને ગોપાલ નાં ચહેરા પર સાફસાફ દેખાઈ રહ્યો હતો..એ બધાં એકબીજાની તરફ આશ્ચર્ય સાથે જોઈ રહ્યાં હતાં..એમનો બદલાયેલો હાવભાવ વસંતભાઈ અને લવ થી છૂપો ના રહી શક્યો.વસંતભાઈ ને લાગ્યું કે જરૂર કોઈ મોટી વાત છે એટલે એમને રાજવીર તરફ જોઈને પૂછ્યું.

"ઈન્સ્પેકટર Any problem..મને લાગે છે તમે મારાં થી કોઈ વાત છુપાવી હોય એવું લાગે છે.?"

"ડોકટર તમે સાચું કહી રહ્યાં છો.. અમે તમને એ વાત નહોતી કરી કે અમે જ્યાં હત્યાકાંડ થયો એ સ્થળ પર કઈ રીતે પહોંચ્યા અને કઈ રીતે અમને ચાર લોકોની લાશ સાથે આ યુવતી ખૂબ ક્રિટિકલ અવસ્થામાં મળી આવી.."રાજવીર આટલું બોલી અટકી ગયો.

"શું થયું કેમ અટકી ગયાં..?"લવે રાજવીર ને ઉદ્દેશીને પૂછ્યું.લવ ને પણ પોતાનાં પહેલાં વહેલાં પોસ્ટમોર્ટમ કેસ માં મજા આવી રહી હોય એવું એની બેકરારી જોઈ લાગતું હતું.

"તમે કહો છો કે આ યુવતી ની જીભ કપાયે મહિનાઓ જેટલો સમય થઈ ગયો અને એ બોલી શકવામાં અસમર્થ હતી તો અમારાં પોલીસ સ્ટેશનમાં કોલ કરીને એ ઘટના સ્થળે બોલાવી પોતાની મદદ માટેની ગુહાર કરવાવાળી યુવતી કોણ હતી..?"અચરજ ભર્યાં અવાજે રાજવીર બોલ્યો.

રાજવીર ની આ વાતે લવ અને ડોકટર વસંતભાઈ ને પણ વિચારતાં કરી મૂક્યાં હતાં..પોલીસ સ્ટેશનમાં આવેલાં કોલ વિશે વસંતભાઈ રાજવીર ને વધુ પૂછવા માંગતા હતાં પણ એ વિશે એ કંઈ પૂછે એ પહેલાં તો લેબ માં રાખેલ રેડિયો ઓન થઈ ગયો અને એમાં એક સોંગ વાગવા લાગ્યું.

"आओ हुज़ूर तुमको सितारों में ले चलु

दिल झूम जाएं ऐसी बहारों में ले चलु

आओ हुज़ूर तुमको....."

વધુ આવતાં ભાગમાં...

એ યુવતી ની હકીકત શું હતી..? જો એ યુવતી બોલી જ નહોતી શકતી તો ઈન્સ્પેકટર રાજવીર ની કોની સાથે વાત થઈ હતી..? એ યુવતી નાં મૃત્યુ ની કારણ શું હશે..? પોસ્ટમોર્ટમ માં આગળ શું તથ્યો બહાર આવશે..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા:કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ

દિલ કબૂતર

રૂહ સાથે ઈશ્ક

ડણક:The Story Of Revange.

-દિશા. આર. પટેલ