ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ રીવ્યુ ગુજરાતી Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ રીવ્યુ ગુજરાતી

                   રિવ્યુ ઓફ ઠગ્સ ઓફ હિંદોસ્તાન

દોસ્તો આજે આપણે રિવ્યુ કરીશું બૉલીવુડ નાં ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાન નો.દિવાળી નો મોટો તહેવાર અને સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન અને mr.Perfactanist આમિર ખાન ને રૂપેરી પડદે ચમકાવતી આ મુવી થી સૌને મોટી આશાઓ હતી.હું પણ સવારે 9 વાગ્યાં નાં શો માં મુવી જોઈને આવ્યો અને એની ટીકીટ પણ બહુ મુશ્કેલીથી મળી હતી.

 ડિરેકટર અને સ્ટોરી રાઈટર:-વિજય ક્રિષ્ના આચાર્ય
પ્રોડ્યુસર:-આદિત્ય ચોપરા, યશરાજ ફિલ્મ્સ
મ્યુઝિક:-અજય-અતુલ
ફિલ્મ ની લંબાઈ:-164 મિનટ
સ્ટાર કાસ્ટ:-અમિતાભ બચ્ચન,આમિર ખાન,કૈટરીના કૈફ,ફાતિમા સના સઈદ,લોઈડ ઓવન,રોનીત રોય    
પ્લોટ:-ફિલ્મની કથા 18 મી સદીનાં અંત સમયની છે જ્યારે અંગ્રેજો સમસ્ત ભારતીય મહાદ્વીપ એટલે કે હિંદોસ્તાન પર પોતાનું આધિપત્ય જમાવતાં હતાં. અંગ્રેજો નાં દમનથી છુટકારો મેળવવા માંગતા જાંબાઝ ખુદાબક્ષ નામનાં વતન પરસ્ત લડવૈયાની ગાથા છે thugs of hindustan. પોતાનાં આ પ્રયાસમાં અંગ્રેજો કઈ રીતે અવધ નાં ફિરંગી મલ્લા નામનાં ઠગની મદદથી  ખુદાબક્ષ ની કોશિશોને નાકામયાબ બનાવવાની તરકીબો અજમાવે છે એને વિસ્તૃત રૂપે આખી ફિલ્મમાં દર્શાવાયું છે.

સ્ટોરી લાઈન:- ફિલ્મનો સમયગાળો 18 મી સદીનાં અંતભાગ નો બતાવાયો છે જ્યાંથી મુવી શરૂ થાય છે. રોનીત રોય ફિલ્મનાં શરૂવાતનાં દ્રશ્યમાં આવે છે જેમની હત્યા અંગ્રેજો દ્વારા થાય છે.રોનીત રોય ની દીકરી ઝફીરાનાં રોલ માં છે ફાતિમા સના સઈદ. અંગ્રેજોથી એને ખુદાબક્ષ આઝાદ એટલે અમિતાભ બચ્ચન બચાવી લે છે.અને પોતાની દીકરીની જેમ ઉછેરે છે.ત્યારબાદ સ્ટોરી સીધી 11 વર્ષ નાં અંતરાલ બાદ ની દર્શાવાઈ છે.

    ખુદાબક્ષ થી ત્રાસી ચુકેલી અંગ્રેજ ગવર્મેન્ટ ફિરંગી મલ્લા નામનાં અવધમાં વસતાં એક ઘુતારા ની મદદ લે છે જેનો રોલ પ્લે કર્યો છે આમીર ખાને.ફિરંગી ખુદાબક્ષ ની ટુકડીમાં સામેલ થઈને એનો વિશ્વાસ જીતી લે છે.પણ પોતાનાં સ્વભાવ મુજબ એ ખુદાબક્ષ ને છેતરતો જ હોય છે.વચ્ચે વચ્ચે કેટરીના કૈફ પણ સુરૈયા નાં રોલમાં આવીને પોતાની સુંદરતા નાં ઓજસ પાથરી જાય છે.

    ધીરે ધીરે ફિરંગી ખુદાબક્ષની દીકરી ઝફીરાનાં તરફ આકર્ષાય છે.જેનાં લીધે એનો વતનપ્રેમ જાગી ઉઠે છે અને એ ખુદાબક્ષ ની સાથે મળીને અંગ્રેજો ની વિરુદ્ધ મેદાને પડે છે..કોઈપણ જાતના સસ્પેન્સ વગર આગળ વધતી આ મુવીમાં અંતે શું થાય છે એ જોવાં ફિલ્મ જોવી રહી.કેમકે બધું કહી દઈશ તો તમારો ફિલ્મ જોવાનો મજા મરી જશે.

એક્ટિંગ:- આ ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા એનાં બજેટ પછી કોઈની થવાની હતી તો એ એક્ટિંગ જ હતી. અમિતાભ બચ્ચન અને આમિર ખાન પ્રથમ વખત કોઈ મુવીમાં કામ કરે એટલે એમનાં અભિનય વિશે જાણવાની ઉત્સુકતા ઉભી થવી લાજમી હતી.

   ખુદાબક્ષ નાં રોલમાં અમિતાભ બચ્ચન 75 વર્ષની વયે પણ એક યુવાન જેવો તરવરાટ ધરાવતો જાનદાર અભિનય કરી પોતાની ક્ષમતા ફરીવાર સાબિત કરી દીધી છે.ફેસ એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચને  એક્ટિંગમાં પોતાની સર્વોપરિતા દર્શાવી દીધી છે.ખુદાબક્ષ નું કેરેકટર એમને ધ્યાનમાં રાખી લખાયું હોય એવું લાગે છે.

   વાત કરું આમિર ખાન ની તો ફિરંગી મલ્લા નું કેરેકટર હજુપણ મારી આંખો સામે આવી રહ્યું છે.જો આમિર ખાન નાં પાત્ર ની તુલના પાઇરટ્સ ઓફ કેરેબિયન નાં જેક સ્પેરો સાથે થઈ હોય તો એમાં સાવ ખોટું નથી.આમિર ની બોલવાની રીત,ચાલ,ગેટઅપ,એકપ્રેશન અને જે રીતે ફિરંગી મલ્લાનું પાત્ર લખાયું છે એ તમારાં દિલોદિમાગ પર છવાઈ જાય છે.આ ફિલ્મને આમિર ખાન ની એક્ટિંગ માટે પણ યાદ કરવામાં આવશે.

  કેટરીના કૈફ ફિલ્મમાં ખાલી ગ્લેમરસ માટે છે એવું કહું તો ખોટું નહીં કહેવાય..કેમકે બે સોંગ અને ગણતરીનાં ડાયલોગ સિવાય કૈટરીના નાં હાથમાં કંઈ આવ્યું નથી.બીજી એક્ટ્રેસ દંગલ ફેમ ફાતિમા સના સઈદ ની એક્ટિંગ ઠીક છે.કેમકે દંગલ જેવી જોરદાર ફિલ્મ બાદ એનાં જોડે મને અપેક્ષા વધુ હતી.

  અન્ય સ્પોર્ટિંગ એક્ટરમાં રોનીત રોય,લોયડ ઓવન નું કામ પણ સારું છે.

ડાયલોગ અને ડાયરેક્શન:- dhoom 3 જેવી અતિશય સફળ ફિલ્મમાં આમિર ખાન સાથે કામ કર્યા બાદ વિજય કૃષ્ણા આચાર્ય ને ફરીવાર કામ કરવા મળ્યું એ એમનું સદભાગ્ય કે આપણું સદભાગ્ય એ આ ફિલ્મ બાદ એમને પુરવાર કરવાનું હતું એન્ડ he is bang on.

  લોકોની અપેક્ષા જ્યારે તમારાંથી વધી જાય ત્યારે એની ઉપર ખરું ઉતરવું એ ખૂબ મુશ્કેલ છે..પણ વિજય કૃષ્ણા આ કામ બખુબી કરી શક્યાં છે.ફિલ્મનાં ટ્રેઈલર પછી ફિલ્મમાં શું હશે એનો ઘણો ખરો અંદાજ આવી ગયો હતો..છતાં જે રીતે ફિલ્મની માવજત કરવામાં આવી છે એ માટે salute.

  ફિલ્મનો ફર્સ્ટ હાફ એટલો સરસ રીતે લખવામાં આવ્યો છે કે ઘણાં ખરાં સીન તો રુંવાડા ઉભા કરી દે એવાં છે.પણ ઈન્ટરવલ પછી ફિલ્મનો સ્ક્રીનપ્લે જોઈએ એટલો ટાઈટ નથી મતલબ કે સ્ટોરીનો ફ્લો ઈન્ટરવલ પહેલાં જેવો મજબૂત નથી જે ફિલ્મનું નબળું પાસું ગણી શકાય.

  આટઆટલા મોટાં સ્ટાર હોવાથી એમને દરેકને પૂરતો સ્પેસ આપવો અને દરેકની સાથે સારામાં સારું કામ કઈ રીતે લેવું એ ડિરેકટર માટે કપરું હોય છે..કેમકે જે લોકો પોતે એક્ટિંગ ની યુનિવર્સિટી હોય એમને સલાહ શું આપવી..?આટલાં બધાં ક્રુ મેમ્બર સાથે ઊંચા ગજાનું કામ ડિરેકટર લઈ શક્યાં છે એ માટે વિજય સર ને ધન્યવાદ.

  મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:- ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે વેરી ટેલેન્ટેડ duo અજય અને અતુલે. આટલી મોટી ફિલ્મ હોવાંથી એનું મ્યુઝીક પણ કહાની ને અનુરૂપ હોવું જોઈએ એનું ખાસું એવું ધ્યાન રખાયું છે.અજય અતુલ નું કામ દિવસે ને દિવસે નિખરતું જાય છે એ ફિલ્મનાં ગીતો જોઈને સમજી શકાય છે.

    ફિલ્મમાં ત્રણ ગીતો છે અને એક બચ્ચન સાહેબનાં અવાજમાં લોરી બધાં માં મ્યુઝિક ઉચ્ચ કક્ષાનું જોવાં મળે છે.કેટરીના કૈફ પર ફિલ્મવાયેલું સુરૈયા ગીત ની બીટ ખુબજ કર્ણપ્રિય છે.એ સિવાય મંજુરે ખુદા અને વાસમલ્લે પણ સાંભળવા ગમે એવાં છે.બંને ગીતો વખતે બતાવાયેલો ભવ્ય સેટ મનમોહક છે.

  ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે જ્હોન સ્ટુઅર્ટ એડુરી એ..અને આ ફિલ્મનાં ભવ્ય સેટ,લડાઈ નાં દ્રશ્યો,જહાજ નાં દરિયાઈ દ્રશ્યો વખતે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક દરેક દ્રશ્ય ની સાથે આબેહૂબ જામે છે.

  ફિલ્મ ની જાણી અજાણી વાતો:- ફિલ્મનાં ટ્રેઈલરની સાથે એની તુલના ડિઝની નાં pirets of carebian સાથે કરવામાં આવી હતી.

  આ ફિલ્મનું શૂટિંગ કરતી વખતે બચ્ચન સર ને ઈજા થઈ હોવાંથી થોડો સમય ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું હતું.આ ફિલ્મ માલ્ટા,થાઈલેન્ડ અને ભારતમાં જોધપુરમાં કરવામાં આવ્યું છે.

  આ ફિલ્મનાં પ્રમોશન માટે ગજબનાં હથકંડા અજમવાયા હતાં. સૌપ્રથમ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું,પછી મોશન પોસ્ટર.આ બધું ઓછું હોય તો બૉલીવુડ નાં ઇતિહાસમાં કોઈ મુવીનો લોગો રિલીઝ કરાયો હતો.આ બધાં પછી ફિલ્મનાં બધાં મુખ્ય પાત્રો નો ઇન્ટ્રો ટીસર અને પછી યશ ચોપરા નાં જન્મદિવસે મુખ્ય ટ્રેઈલર.

  રેટિંગ:- ફિલ્મ નું બજેટ તોતિંગ હતું એટલે એને ગ્રાન્ડ સ્કેલ પર રિલીઝ કરવામાં આવી છે..આ પ્રકારની આ બૉલીવુડ ની પ્રથમ ફિલ્મ છે.ફિલ્મ સારી બની જરૂર છે પણ ઈન્ટરવલ પછી જો થોડો યોગ્ય કસ્ક્રીનપ્લે લખાયો હોત તો ફિલ્મ વધુ સારી બની શકત.

  ફિલ્મ 300 કરોડમાં બની છે એટલે 500 કરોડ કમાય તો જ હિટ કહેવાય..આમિર ખાન પોતાના ખભે આ ફિલ્મને તારી જશે એ નક્કી છે.ઉપરાંત દિવાળીનું વેકેશન અને લોકોનો આ ફિલ્મ માટેનો ક્રેઝ એને રોકાણ કરતાં વધુ કમાઈ આપશે.આમ તો આ ફિલ્મને હું 10 માંથી 7 સ્ટાર આપવાનો હતો પણ આમિર ની એક્ટિંગ નાં લીધે હું આ ફિલ્મને 8 સ્ટાર આપીશ.

  તમે પણ સમય મળે તો આ સપરિવાર માણી શકાય એવી ફિલ્મ અચૂક જોઈ આવજો..એક અલગ અનુભવ તમને થિયેટરમાં થશે એની ગેરંટી.