ગરીબ-અમીર Manthan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરીબ-અમીર



        એક સાધુ હતા. તેમની પાસે એક માણસ આવ્યો અને તેમને એક હઝાર સોનાના સિક્કા ભરેલી થેલી આપી.તેણે સાધુ ને કહ્યું કે મહારાજ આ ધન તમે રાખો અને યોગ્ય જગ્યાએ વાપરજો.   ત્યારે મહારાજે કહ્યું કે ભાઈ તમારું ધન તમેજ વપરજો જ્યાં વાપરવું હોય ત્યાં. ત્યારે પેલા માણસે આગ્રહ કર્યો કે ના સાધુ મહારાજ તમે વધુ જ્ઞાની છો તમને ક્યાં વાપરવું એનો વધુ સારો ખ્યાલ હોય તમેજ સારા માર્ગે વપરજો. ત્યારે સાધુએ સેવકને બોલાવી કહ્યું કે જા આ ધન જે સૌથી  વધુ અતિ ગરીબ માણસ હોય એને આપજે.તે શિષ્ય ધન લઈને નિકળ્યો.બપોર થઈ પણ કોઈ અતિ ગરીબ ના મળ્યો.એમ કરતાં કરતાં એક રાજાની સવારી ત્યાંથી નીકળી.મોટું સૈન્ય, હાથી,ઘોડા.પેલા સેવકે જાણ્યું કે રાજા ચડાઈ કરવા જાય છે. સેવક રાજા પાસે ગયો અને સોનાના સિક્કાની થેલી રાજાને આપી.રાજાએ કહ્યું કે અમારે તો અન્ન અને ધનના ભંડાર છે.ભાઈ અમે સાધુ નું ના લઈએ અમે આપીએ.ત્યારે સેવકે કહ્યું કે મારા ગુરુએ કહ્યુ  છે કે અતિ ગરીબ ને આપજો તો મને તમારાથી  વધુ ગરીબ કોઈ  નથી લાગતું.રાજા પૂછે છે કે કેમ? ત્યારે સેવક કહે છે કે તમારી પાસે અન્ન અને ધન ના ભંડાર હોવા  છતા તમે હજી લાલસા રાખો તો એથી ગરીબ કોણ?

              આ વાત પરથી એમ સમજાય કે આપણે ગરીબની વ્યાખ્યા બે રીતે કરી શકીએ. એક ભૌતિક રીતે જ હાલમાં આપણે કરીજ રહ્યા છીએ એ એ બીજી જ્ઞાનની રીતે.સંતોષ, અનુભવ ના જ્ઞાનની રીતે.
હાલમાં અપણે જેની પાસે સારું મકાન,ગાડી,વાડી વગેરે હોય એને જ અમીર ગણીએ છીએ. અને જે બે ટાઇમે જમવાનું પરાણે પૂરું પડતો હોય એ ગરીબ.જેની પાસે ભૌતિક રીતે ગણું છે એ છતા એ વધુ આશા રાખે. એની પાસે છે એનો આનંદ નથી ને નથી એનું દુઃખ છે.અને નથી ની દોડ માજ માણસ એમને એમ જીવન ગુમાવે છે. આપણે માનીએ કે અમુક સુવિધા,સગવડ જોઈએ.ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો એમાજ બધું મણાવનું મેળવવાનું છે.બાકી ક્યાંય જોયા કૂતરા,બિલાડા ને હોટલમા,થિયેટરમા.પણ સાવ એવા ના બનતા મનુષ્ય જીવનનો જે ખરો આનંદ છે એ અનુભવમા આ દુનિયાને માણવામા છે. એના માટે કાંઈ ધન દોલત હોવીજ જોઈએ એ જરૂરી નથી.જરૂર પૂરતા ધન દોલત બધુજ અપાવી શકે.ફક્ત માણવાની,અનુભવવાની આવડત જોઈએ.

              આજે એક મનુષ્ય હોવાના નાતે અને એમાંય ભારત જેવા ધાર્મિક -આઘ્યાત્મિમ દેશમા ગરીબ ને આરીતે જોવાય એ વાત ખોટી ગણાય.આજે આપણા તમામના માનમા આ વાત એ રીતે બેસી ગઈ છે કે જેની પાસે ધન દોલત નથી, જે ઝૂંપડી મા રહે એ ગરીબ.અપણે એમના તરફ આપણો દ્રષ્ટિકોણ બદલવો પડશે.તેમની તરફ સહાનુભૂતિ ભર્યું વલણ દાખવવું પડશે.સમાજના સુખી લોકોની નજર બદલવી પડશે. આના કારણે એ ગરીબ ઉપર નથી આવીસકતા. એ ખુદને એક તુચ્છ તરીકે જ જુએ છે.અને પોતાની દુનિયા ને એક સીમા માજ જીવે છે.એ અજ્ઞાનતા ને અપણે એમનમાંથી દૂર કરવી પડશે.એમને શિક્ષણ પ્રત્યે જાગૃત કરી અને વિવિધ કૌશલો મા જોડી એમની આવડત ઉજાગર કરવાની જરૂર છે.આજે આપણે જોઈશુ ક દવાખાના મા ગરીબોજ વધુ હોય.કારણકે યોગ્ય જીવનધોરણ નો અભાવ.વ્યસન ના કારણે એ રોગમાં સપડાય.અને કઈ આવક ન હોવા છતાં જ કાઈ પૈસા હોય એ દવામાં જાય.પણ જો એમાંથી છૂટે તો એ પૈસો બાળકોના ભણતરમા વપરાય અને એમાંથી આખી પેઢી સુધરે.મનુષ્ય અવતાર ને જાણે.

           એક મનુષ્ય તરીકે આપણે ધન દોલત થી અમીર કહેવાવા કરતા જો માનવ તરીકે રહી જે સર્જન ભગવાને કર્યું છે એનો નિખાલસ આનંદ લેવો ખૂબ સારો રહે.એ અનુભવ જેવી કોઈ મૂડી નથી,કોઈ ધન એને ના ખરીદી શકે.જે કદાચ એક નિર્ધન જ માણી શકે.ઘરમાં ચાર જણા જામવાવાળા હોય અને ત્રણ રોટલા હોય એને વહેંચીને ખાવાનો આનંદ,અને  છતાં એમાંથી  અટકું ગાય-કૂતરાને  નાખવાનું.પિઝા બર્ગર માથી જ સ્વાદ ન મળે એવો સ્વાદ રોટલા ને મરચાનો એમાંય છાશ હોય તો કોઈ અલગજ આનંદ.ભગવાનની આવી દુનિયાનો આનંદ માણનાર પણ સુખી ગણાય.ક્યારેક અપંગો ની વચ્ચે જય બે ઘડી ત્યાં વિતાવી જ આનંદ મળે અને જ પોતા પનું એમનામાં દેખાય એ જોઈ જ આનંદ મળે એય સુખી.