હાર માંથી જીત. Manthan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાર માંથી જીત.

       હારમાંથી જીત


           


                  ખુબજ અઘરું લાગતુ કામ હાર ને સ્વીકારવી.સ્વાભાવિક છે કે દરેક કામમા હાર મળશે અથવા તો જીત.એ પછી ભણવામાં હોય, નોકરીમાં હોય,ધંધામા હોય ક પછી પોતાનું જે ધ્યેય ઈચ્છા હોય એમા. હા જો પોતાની ઈચ્છા મુજબ કામ થાય સફળતા મળે તો પછી બધૂન ભૂલીને એના કેફ માં જ રાહીએ. આમ વટથી ચાલીએ.એને સેલિબ્રેટ પણ કરીએ.ટૂંકમાં એકદમ સહજતાથી સ્વીકારીએ. ક્યારેય કોઈને જીત માટે દલીલ કરતા જોયા. ક હું સફળ કેમ થયો.?? નહીને...!

             


                      પણ જો નિષ્ફળતા મળે તો ગઈ વાત.આપણે એકદમ નાસીપાસ થઇજાઈએ.નિરાશ થઈ જઇએ. પછી એ ગમેતેવી હાર જ ન હોય.પરીક્ષામાં નાપાસ થવાની વાત, નોકરી ન મળવાની વાત, નોકરીમાંથી નીકાળી દેવાની વાત, ધંધામા નુકસાનની વાત,સગાઈ ન થવાની વાત, છૂટાછેડા ની વાત આ બધામા આપણે જાણે સર્વસ્વ લૂંટાઈ ગયુંહોય એમ બની જઈએ છીએ.આપણે આવી અનેક હારને એટલી ગંભીરતાથી લઈએ છીએ કે એજ હાર એજ સમય જાણે આપણી જિંદગીનો અંત સમય. વિચારોમા ને વિચારોમા આપણે એટલા આગળ નીકળી જઈએ છીએ ક જાણે આની આગળ કાઈ જ નથી એમ લાગે છે.મારુ કંઈજ નથી.મારુ કોઈજ નથી.હું કઈ ના કરી શકું હવે. બસ, આવા ને આવા જ વિચારો માણસને ઉપર નથી ઉઠવા દેતા.


         


                     વિવિધ તકલીફોમા અપણે વિચારવા લાગીએ છીએ કે અરેરે મારેતો ૨૫ વર્ષ થઈ ગયા છતા સગાઈ નથી થતી કે ૨૫ વર્ષ થઈ ગયા હજીય માબાપના ભરોસે જીવી રાહયો છું.ના ધંધો કરું છું કે ના નોકરી. કે કોઈએ કાઈ પણ સાહસ કર્યું હોય ને નિષ્ફળ જાય તો સાવ નાસીપાસ થઈને બેસી જાય છે.એ સત્તત ચિંતા ના વાતાવરણમા રહે છે.ત્યારે જો આમ બન્યા બાદ પોઝિટીવ વિચારો કરવામા આવે તો એક Kનવી આશા મળે છે.આ સામયે એક ચિત્ત બની મનની અંદર રહેલી આપણી શક્તિઓ જગાડબી જોઈએ.ધ્યાન દ્વારા મનને શાંત કરી આપણી શક્તિઓ જગાડવી જોઈએ. તમેં જોતા હસો ક ગણી વ્યક્તિઓ ૨૦ વર્ષે જીવનની શરૂઆત કરે પણ ૬૦ વર્ષે રિટાયર્ડ થાય ત્યા સુધી કાઈ નથી મેળવી શકતા.એમની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે.અન્ય ૫૦ વર્ષે જિંદગી આરંભે ત્યાં સુધી તો બધે હર જ પામતા આવ્યા હોય પન ૫૦ વર્ષે કૈક કામ કૈક ઇચ્છાનું કામ મળે સફળતા મળે અને ૬૦ વર્ષ સુધીમા ખૂબ મોટા માણસ બની જાય છે.એટલે એમ માની હારી જવું ક મારાથી કાઈ નાઈ થાય હું તો ૩૦ વર્ષ નો થયો હોવી પતી ગયું તો એ વાત તદ્દન ખોટી. ભૂતકાળમા ડોકિયું કરશો તો ખબર પડશે કે કોણ કેવી વિપરિત પરિસ્થિતિ માંથી બહાર આવી ખૂબ મહાન બન્યા છે.


               


                   પણ આમા પાછા એમ વિચારી બહુ ઉત્સાહિત પણ ના થવું કે બધા ફલાણો માણસ ખૂબ મોટા પ્રયત્ન કરવા છતા હરતો અને હુંય હોવી મંડી પડુ.ના ના ના અપણે આમ નઈ કરબનુ.પણ આપણી અંદર એકવાર જોવાનું છે કે મારું દિલ શુ કે છે.મને શેમા રસ છે.તમેં ચિંતામા ઘેરાયેલ હોવ ત્યારે તમારા નબળા પોઇન્ટ્સ ને અવગણો.અને જેમા તમને રસ છે એમાં જાવ.આમેય તોફાન ની સામે જવું એ હાર તરફ જવા બરોબર જ છે.તો જ્યાં જ્યાં ભૂલો કરી હોય તે યાદ રાખી સુધારો.આપણમા એવું પરીવર્તન લાવવાનું છે કે અપણે કોઈપણ કામ કરવા શક્ય બનીએ.જો હાર મળે તો વિચારજો ક્યાંક ને ક્યાંક ધ્યાને આવશે કે હુંજ ખરાબ હતો.મારી જ આવી આવી ભૂલો હતી. તો જીવન એકદમ સિમ્પલ લાગશે.પણ જો તમે કંપેરિઝન કરશો તો ઉઠવા માટે હિંમત વધુ ગુમાવશો.વધુ ડિપ્રેસન મા મુકસો.એના કરતાં જેમા રુચિ છે રસ છે એ કામ શરૂ કરો.પછી ભલે એ કામ નાનુજ કેમ ના હોય.તયારે તમને કદાચ તમારા આસપાસના લોકો પણ ડરાવસે. અથવા કામ નાનું હશે તો તમારી પીઠ પાછળ વાતો કરશે.પણ તમે આબધું છોડી કામ પર જ ધ્યાન આપસો તો એ કામની સફળતા એકદિવસ બધાના વીચારો ખોટા પાડશે. એના માટે તમારે શરૂઆત કરવી પડે.