આપણા બહાદુર સૈનિકો Manthan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપણા બહાદુર સૈનિકો

15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થયો. અંગ્રેજોના સાસન નો અંત આવ્યો.આ આઝાદીમા ખૂબ લોહી રેડાયું ખમીરવંતા યુવાનોનું.ગાંધીજી,સરદાર,સુભાષચંદ્ર, નહેરુ, ભગતસિંહ જેવા અનેક નેતા આગળ આવીને લડ્યા અને દેશ ને આઝાદ કરાવ્યો.અનેક નિર્દોષ લોકો મૃત્યુ પમ્યા.આજે આવા તમામ ને સલામ છે. ઋણી છિએ આપણે એમનાં.

આ મહાન વીર ની સાથે સાથે હાલના સમયમાં પણ હઝરો વીર આપણને સતત આઝાદી માણતાં રહેવા દે છે.હા એ એમની જિંદગી નું બલિદાન આપીને અત્યારે આપણે શાંતિથી જીવન જીવવા દે છે. હા એ છે આપણા વિર સૈનિકો,હા આજે એમનાજ કારણે આપણે વિના ચિંતાએ બહાર ફરી શકીએ છીએ. એમના જ બલિદાન ના કારણે અપણે આપણી જિંદગી આનંદ થી જીવી શકીએ છિએ.

કેટલી કઠણ જિંદગી હોય છે એક સૈનિક ની.સૈનિક હોવું એ ખરેખર ગર્વ ની વાત છે.કેમકે એમનો ત્યાગ એ કોઇ સામાન્ય માણસનું કામ નથી.અપણે ખાલી બે દિવસ ક્યાંય ફરવા ગયા હોઈએ ને તોય ઘર સાંભળે. જયારે આતો દિવસો નઈ મહિનાઓ સુધી ઘર તો શુ કોઈ સિટી પણ નથી જોઈ શકતા,માણસો તો શુ જોવે.ઝાડ પાંદડા સિવાય કાઈ નથી હોતું.

જયારે આપણે એ સી માં 18° તાપમાન કરી ને બેઠા હોઈએ ત્યારે એ જવાન 50° મા અડીખમ ઉભો હોય છે.ઠંડી મા ગરમ કપડાં પહેરીએ ને ઘર બહાર નીકળવાનું ટાળીએ ત્યારે એ -૫૦° તાપમાનમા પણ ચટ્ટાન ની જેમ ઉભો રહે છે માં ભારતી ની રક્ષા કરવા.ત્યારે આપણે ઘેર બેઠા બેઠા કોઈ ખ્યાલજ નઇ હોતો એમની હાલત નો.


એક સૈનિક એની જિંદગી નો કેવો ભોગ આપેછે એ વિચારીજ ના શકીએ. એની શરૂઆત ટ્રેઇનિંગ થઈ જ થઇ જાય છે.૧૯-૨૦ વર્ષ ની ઉંમર મા ઘર છોડી દેવાનું. શરુઆતથી જ કઠણ મહેનત.એ ટ્રેઇનિંગ જ ગામેતેવી વિપરીત પરિસ્થિતિમા લડવાની શક્તિ આપે છે. હા પછી એ કુદરતી હોય કે દુશ્મન સાથે લડાઈ.

જયારે આપણે સવારે ઉઠીને તરત ગરમ ચા-કોફી માંગીએ ને મનગમતો નાસ્તો ત્યારે એમને એવું કંઈ નાઈ મળતું હોતું.બપોરે પાકું ભોજન ને રાત્રે પણ સારું જમવાનું મળે ત્યાં એમને કાઈ નક્કી નાઈ હોતું.આપણા જેવું સ્વાદિષ્ટ કાઈ નથી હોતું.આપણને તો માં ,પત્ની,કે બહેન કહું. પ્રેમથી જમાડે .વરંવાર પૂછે જમજે .આપણે પાછા રોજ કૈક ને કૈક ખામી શોધીએ.ઘરે ૪-૫ દિવસ બાદ કૈક નવી આઈટમ બનાવાનું કહીએ.ત્યાંતો લગભગ બાફેલા શાક સિવાય કંઈ ન મળે.અહીં તો ૧૦-૧૫ દિવસે હોટેલ મા જવાનું.ત્યાં કોઈ હોટેલ ના હોય. ને પાછા પીઝ્ઝા, બર્ગર,ફ્રેન્ચ ફ્રાઈઝ,દાબેલી,વડાપાઉં,પફ તો ઑફિસ બ્રેક કે સાંજે ફરવા ગયા હોઈએ તો પકકુજ.ને આપણાં એરિયમા જ ફેમસ હોય એ તો બાકીજ ન હોય.જ્યારે ત્યાં આવી કોઈ લિજ્જત ના મેળે.

આ બધામા ક્યાક ગયા હોઈએ તો કહેલા સમય થી મોડું થાય તો તરતજ ઘરેથી ફોન આવના ચાલુ .ને પેલા ને કોઈ દિવસ વાતજ ના થાય.ઓફીસ થી આવતા ૧૫ મિનિટ મોડું થાય તોય ફોન ચાલુ થઈ જાય.કાઈ પ્રૉબ્લેમ તો નથી ને.જ્યારે સૈનિક ને કોઈ પુછી ન શકે.તબિયત જો સહેજ ખરાબ થાય તોય માં કહે ક નથી જવું કામ પર. ને એક સૈનિક ની માને કોઈ ખ્યાલ ન હોય એના દીકરાનો. કેવી હાલતમાં હશે??

આપણે નોકરી પર હોઈએ તો બાળકો ફોને કરે કે પપ્પા આજે આ લાવજો,આજે ટીચરે આ મંગાવ્યું છે,આજે આવું ખાવું છે,તયારે સૈનિક ના બાળકો સતત એના પ્યાર માટે તડપતા હોય.સાંજે ઘેર આવીએ તો બાળકો આવીને છાતીએ વળગીને વહાલ કરે.ખૂબ ભાવુક સવાલ કરે,ને તયારે એક સૈનિક ના બાળકો સતત એની યાદ કરી મન મનાવે.એની માં ,પત્નિ, બહેન સતત આને મળવા વાત કરવા ઈચ્છતી હોય.

આપને મહિને ક્યાંક ફરવા જઈએ ત્યારે એને ઝાડ જમીન સિવાય કાઈ નથી હોતું.વાર તહેવાર માનવીએ તયારે પણ સૈનિક આ બધું ભૂલી સતત ત્યાં આપણા માટે ઉભો હોય.આપણે દિવાળી,ઉતરાયણ,હોળી,નવરાત્રી માનવીએ ત્યારે પણ એ આ તમામ થી દુર હોય.રક્ષાબંધન મા બહેન પાસે રક્ષા બંધાવી ધન્ય થવા તરસે.
દરેક તહેવારે બાળકો ખૂબ તરસે બાપ ને મળી નવી નવી વસ્તુ લેવા .બાળકો પણ નાનપણથી એના પ્યાર માટે તરસે.

આજના જમાનામા આપણે એક એક કલાકે વ્હોટ્સએપ ,ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વેએટેર ખોલીએ છે.જ્યારે એનેતો સાદો મોબાઈલ પન ના હોય ,નેટવર્ક જ ક્યાંથી લાવે.તો આપણે એમાંથી ઉપર નાઈ આવતા ક કોની બડડે છે ?કોને કેવો ફોટો ઉપલોડ કર્યો,કેવા કપડાં પહેર્યા,કેવા સૂઝ પહેર્યા,કોણ ક્યાં ફરવા ગયા,કોનું ક્યાં ગોઠવાયુ બહુજ રસ લઈએ આમ કલાકે ને કલાકે.એમાંય નેટવર્ક ગયું તો જામે કરોડો નું નુકસાન આવવાનું હોય એવા બની તૂટી પડીએ કેલસેન્ટર વાળા પર.
જ્યારે સૈનિક ને એક ભગવાન સિવાય કોઈ નેટવર્ક ન પકડાય.

એમેઝોન અને ફ્લિપકાર્ટ મા રોજ કૈક નવું શોધીએ કઈ ફેશન નવી આવી.કયો મોબાઈલ નવો અકવ્યો કેટલુંય ત્યાં સૈનિક આ તમામ થઈ ક્યાંય અજાણ હોય છે.ફસ્ટ્રેક નીકે રાડો ની ઘડિયાળ,રિબોક કે નાઇકી ના સૂઝ,લીવાઇઝ નું પાકીટ-બેલ્ટ આ બઘુ પહેરે બહાર વેટ મારીએ ત્યારે એ આપણો જવાન એક જ વરદી મા આખી જિંદગી નીકળી દે.

જિંદગીના દરેક શોખ પુરા કરીએ તયારે એ એકજ શોખ દેશની રક્ષા નો હોય.

તેનામાટે પ્રાણ આપવા સતત તૈયાર હોય.